આહાર થકી આરોગ્ય …

આહાર થકી આરોગ્ય …

આજ મારો સંકલ્પ છે …  તેમજ ‘  પ્રાર્થના  …  ની  પોસ્ટ  દ્વારા… ડૉ. ઝરણા દોશી નો પરિચય  બ્લોગ પર આપવા અમે કોશિશ કરેલ.,  પરંતુ તેમાં તેમના વિશે  વધુ જાણકારી કે માહિતી અમો  આપી શકેલ નહિ, સિવાય તેમની કૃતિ દ્વારા તેમના સંકલ્પો આપ સર્વેની સમક્ષ રજૂ કરવા નમ્ર કોશિશ કરેલ. આપ સર્વે તરફથી ઉપરોક્ત (કૃતિ ની) પોસ્ટ પર ખૂબજ સુંદર પ્રતિભાવ અમોને મળેલ તે બદલ આભાર !

આજે આપને ડૉ.ઝરણાનો ટૂંકો પરિચય આપીને તેમની આપ સૌ સાથે મુલાકાત કરાવવા માંગુ છું. ડૉ.ઝરણા એક નદીની જેમ વિશાળ વિચાર શક્તિ તેમજ જ્ઞાન ધરાવતાં.ડૉ.ઝરણા પર મા સરસ્વતીની અનન્ય કૃપા રહી છે. ડૉ.ઝરણાએ પોતાના નામની જેમ જ પોતાના જીવનને સેવા માર્ગે અવિરતપણે ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. તેમના આ કાર્યમાં તેમના બંને પક્ષના પરિવારના સભ્યોનો પણ સુંદર સાથ અને સહકાર મળી રહેલ છે.

ડૉ.ઝરણાએ  અભ્યાસની  શરૂઆત બી.કોમ અને ત્યારબાદ  એમ.એ.(ગુજરાતી) વિષય સાથેના અભ્યાસક્રમથી કરી  અને ત્યારબાદ તેઓ વિવાહિત જીવનથી  જોડાયા. વિવાહિત જીવન દરમ્યાન કુટુંબના સાથ અને સહકાર દ્વારા  હર્બ ઉપર સંજીવની વિદ્યામાં ડૉ. ની ઉપાધિ મેળવી.  ડૉ. બન્યા બાદ પણ તેમણે અધિક અભ્યાસ દ્વારા અધિકાધિક  વિદ્યાઓમાં  પારંગતતા મેળવવાનું  સૌભાગ્ય પ્રાપ્ત કર્યું.  જેમાં  નેચરો પેથીમાં ND (નેચરલ પદ્ધતિમાં) ,રેકી માં ગ્રાંડ માસ્ટરનીપદવી પ્રાપ્ત કરી, નાડી પરીક્ષણ, જ્યોતિષ  શાસ્ત્ર, પ્રાણિક હિલિંગ, ફેઇસ રીડીંગ (સામુદ્રિકશાસ્ત્ર), વગેરે પર તેમણે સફળતા મેળવી.  આ ઉપરાંત અનેક લોકો સાથે કાઉન્સેલિંગ કરીઅનેક પરિવારોને રૂબરૂ કલાકોના કલાકો સુધી આરોગ્ય આહાર, આરોગ્ય અને અધ્યાત્મ પરના પ્રયોગો દ્વારા તેમની મુશ્કેલીઓ દૂર કરવામાં  પણ તેઓ મદદ કરી રહ્યાં છે.

 ઘરેલું પદ્ધતિઓમાં તેમને તેમના પરિવારના સંસ્કારને કારણે શરૂઆતથી જ જ્ઞાન અને અનુભવ હતો, તેથી આ જ ક્ષેત્રમાં તેમણે વધુ ને વધુ રીસર્ચ  કરીને અનેક સેમિનાર યોજીને પોતાના કાર્ય અંગે સફળતા મેળવી છે. તેઓ જેમને જરૂર હોય તેવા લોકોને  નિરાની જીવનશૈલી ( Neo Independent Reiki Alliance ) તેમજ આહારથી આરોગ્ય, આરોગ્યથી અધ્યાત્મક આહાર, આરોગ્ય અને આધ્યાત્મક શૈલીનું  જરૂરી માર્ગદર્શન આપે છે, સાથે સાથે  હર્બ ના tailor made કોર્સ થકી એલોપથીના ચક્કરમાંથી લોકોને બહાર લાવવા પ્રયત્ન કરી રહ્યાં છે, જેથી જીવન સંજીવની – સ્વાસ્થય ચિક્ત્સા નિરાહાર તથા ઘરગથ્થુ ઈલાજો થકી  નૈસર્ગિક ચિકત્સા તેમજ  નિરાહારની જીવનશૈલી દ્વારા સમાજની સેવા થઈ શકે અને સેવા દ્વારા તેમણે લીધેલા સેવાના ભેખના  ઉદેશ્યની પ્રાપ્તિ થઈ શકે તે સંકલ્પ સાથે હાલ તેઓ  તેમના ક્ષેત્રમાં કાર્યરત  છે.

આજથી નિયમિત રીતે સમયાંતરે બ્લોગ પર તેમના લેખનો આપણે લાભ મેળવીશું.  ‘દાદીમા ની પોટલી’ પર તેમના નેચર પરના અનુભવોનું  લેખ દ્વારા…‘ જીવન લક્ષ્ય’ ... કેટેગરી હેઠળ  માર્ગદર્શન આપવા માટે સહમતિ આપવા બદલ અમો ડૉ.ઝરણા દોશી ના અંતરપૂર્વકથી  આભારી છીએ …

આહાર થકી આરોગ્ય …

 

 

ગ્રહણ કરેલું ભોજન સંપૂર્ણ પણે શરીરમાં પહોચે છે ખરું? …. (જેટલું અન્ન ગ્રહણ કરીએ છીએ તેટલું શરીરને પહોંચે છે ખરી ?)

 

ભોજન એ આપણા જીવનને ધબકતું રાખવા હેતુ એક અનિવાર્ય કર્મ છે.  જે જન્મ લે તેણે તન,મન, અને સર્વાંગી વિકાસ અર્થે અન્ન ગ્રહણ કરવું જ જોઈએ. પરંતુ જાણતા અજાણતા અને બીજો કોઈ છુટકો ના હોવાથી આજે આપણે ઘરે ઘરે અમુક નિયમોને સમય ની સાથે સાથે અભરાઈએ (પડતા) મુક્યા છે.  આવો આ બાબતે આપણે મનન અને ચિંતન કરીએ અને જીવન પ્રત્યે નવો (ખરેખર જુનો) અભિગમ કેળવીએ ….

 

 

 

 

૧]     શરીર અને મન જુદા છે એ વાત આપણે જમતા વખતે ભૂલી જઇએ છીએ, ખાય આપણું અતૃપ્ત મન અને ભોગવે શરીર.દા.ત.તળેલું આપણું મન ખાય અને ખીલ આપણા મોઢા ઉપર આવે.

૨]     આપણું સુત્ર છે કે આંખને ગમે તે મોઢાને ગમે,આપણી લલુડી (જીભડી) માં લાળ ટપકવાનું શરુ થઇ જાય ઉપરાંત ત્યાં સુધીમાં આપણે એ પણ ભૂલી જઇએ  કે આ વાનગી કેટલી ગુણકારી છે અથવા મારે માટે યોગ્ય છે કે નહિ.

૩]      આજના જમાનામાં દરેકને પોતપોતાનો મનપસંદ ફાસ્ટ ફૂડ ના એક આગવો શોખ છે.

૪]  પેહલાના વખતમાં જમણવારી નો અર્થ અનોખો હતો.આતિથ્યની ભાવના અને પરોણાગતની ભાવના ના દર્શન થતા હતા.

૫]     આપણા ‘દાદીમા’ના સમયે અને જુના જમાનામાં સગડી ઉપર શાંતિથી રાંધેલો ખોરાક એ અતિ મહત્વનું કાર્ય ગણાતું,  એમાંથી ધીમે ધીમે ગેસ આવ્યા, માઈક્રોવેવ આવ્યા અને આજે તો માઝા મૂકાઈ ગઈ.  ઓફીસ હોય કે ઘર રેડીમેડ પડીકા અને ટીનના ડબ્બા ખુલે નહિ અને અકરાંતિયાની જેમ ખાય  નહિ  ત્યાં સુધી ચેન પડે નહિ.

૬]     જુનું ને જાણીતું સુત્ર જે દરેક જાણે છે પણ આચરણમાં મુકવાની આળસ છે—જીવવા માટે ખાવું કે ખાવા માટે જીવવું?

 

પેહલા એક સમય એવો હતો કે આપણે ભોજન ની સાથે સાથે બનાવનાર પ્રત્યે  આપણાપણા ના એહસાસથી ભરાઈ જતા હતા. ઘરે ઘરે રોટલીનું સ્થાન ખાખરા,પીત્ઝા અને બ્રેડ માં રૂપાંતરિત થયું છે.   પહેલાં ના સમયમાં ભોજન બનાવનાર પોતાની ફરજ સમજીને બિનશરતી પ્રેમ થકી ભાત ભાત ના ભોજન બનાવીને આપતા.  આજની તારીખમાં સયુંકત પરિવાર વિખુટા પાડીને આધુનિકતા નામના વાયરસ માં હોમાઈ ગયા, હવે પરસ્પર લાગણી અને ઉત્સાહની બાદબાકી થઇ ગઈ અને દરેક બાબતની ગણતરી તથા હરીફાઈનો જમાનો બની ગયો.   હવે આ દોટ ક્યાં જઈને રોકાય ? તે આપણી જાણ માં નથી, પરંતુ આપણે આપણી  દોરને સાંભળી લઈએ અને જરા જ્યાં છીએ ત્યાં રોકાઈ જઈએ – વિચારીએ.   આપણે જે કોઈ પણ આપણા ઈસ્ટદેવ ને (ભાવ – શ્રદ્ધાથી) માનતા હોઈએ તેને સાક્ષી રાખીને વાચકમિત્રો આજે આપણે એક નવી દ્રષ્ટી કેળવીએ અને આપણા ભોજન પ્રત્યે આપણે જેટલી રુચિ દાખવીએ છીએ એટલી જ આપણે બનાવનાર તથા ખવડાવનાર પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરીએ.

 

ભોજન સમયે કરવામાં આવતી પ્રાર્થના:

 

ભોજન ના કણ કણમાં સ્વામી તમે તમારી જ છબી ને ઉતારી છે, આ તમને મનની આંખોથી જ જોઈ શકાય એવી તમારી માયા છે. તમે એવા એવા મહાન કાર્યો કર્યા છે જે ભાગ્યેજ કોઈ વિચારી અને સમજી શકે છે.

 

હે માં અન્નપૂર્ણ દેવી, હે રચયિતા, હે દાતા, હે વિધાતા આપે અમને સુખ, શાંતિ તથા સંતોષપૂર્વક ભોજન કરવાની વ્યવસ્થા કરી આપી છે તે તો અમે સપના માં પણ મેળવી શકત કે કેમ તે પ્રશ્ન છે.

 

તમારી પાસે તો દરેક જીવ માત્ર ને ભોજન મળે તેવી વ્યવસ્થા છે (કુદરતી કરામત છે), જોગવાઈ છે. પરંતુ વિવેક બુધિ થકી આપે મનુષ્યને દરેક જીવથી જુદો પડ્યો છે. તમે જ આવો પ્રસાદ અમને ભાવપૂર્વક ખવડાવી શકો છો. તમે તો સાક્ષાત બ્રહ્મ થઈને ઉતરીને આવ્યા હો એવો અનુભવ આજના ભોજન આરોગતા સમયે અનુભવવા મળી રહ્યો છે. આ ભોજન મારા અંગ અંગ માં તમામ પ્રકારના જરૂરી પોષક દ્રવ્યોને બનાવે અને સ્વસ્થતા અપાવે એવી મંગળ પ્રાર્થના.

– ડૉ. ઝરણા દોશી…

 

“ સર્વે પાઠક મિત્રો ને વિનંતી  કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે  ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.ઝરણા દોશી … આપને શક્ય એટલો ઝડપી  જવાબ બ્લોગ પર આપવા જરૂર પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતા – જાળવવી હોય તો તેઓ તેમની સમસ્યા ડાયરેક્ટ [email protected] ઉપર અથવા ડૉ.ઝરણા દોશી ને [email protected] ઈમેઈલ દ્વારા પૂરી વિગત સ્વાસ્થ્યની સમસ્યા – સમય, ઉંમર  સાથે મોકલી શકો છો.. તમને  તમારા  email ID પર યોગ્ય માર્ગદર્શન ડાયરેક્ટ મોકલી આપવા કોશિશ કરીશું. ”

બ્લોગ ની મુલાકાત લેવા માટે અહીં લીંક પર ક્લિક કરશો : http://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Ashokchandra Ramniklal Jailwala

  am very much impressed by the multi-personality knowledge.

  I am secretary of Vrajdham vadil parivar(Senior citizen) at Manjalpur Baroda. I would like to invite her as a speaker for the benefit and knowledge for our members. We gather every Thursday of every month except last thursday.

  So she can utilise her socila sevices for the benefit of senior citizens. So if it is convinient please reply at my email address giving your contact number(of Dr. Zaranaben).

  Awaiting your positive response,

  Ashok Jailwala; Tel: (0265)2638603; Mob;9924535508.

 • Bharat Raja

  દાદીમાં ની પોટલી વાંચીને ઘણી સમજ વધે છે અને શરીર તંદુરસ્ત રાખવામાં મદદ થાય છે તે માટે ખરેખર
  આપ ને દિલ થી ધન્યવાદ . આપ ને વિનંતી છે કે મહેરબાની કરી લકવા માટે ઉપચાર , વજન ઘટાડવા
  માટે નુસખા તેમજ પેટ ઘટાડવા માટે માર્ગદર્શન આપશો જી .
  મારું નામ ભરત ભાઈ રાજા , અને અમો નાગપુર માં રહીએ છીએ . મારા સાસુજી , ઉમર લગભગ ૭૭ ને
  એક માસ પહેલા ડાબી બાજુ લકવા નો હુમલો થયેલ , હવે આમ તો સુધારો છે પણ હવે ફરી આવી તકલીફ
  ના થાય તે માટે સાવચેતી શું રાખવી ? તેમને હાય બીપી છે . ડાયાબીટીસ નથી .
  આપ ના જવાબ ની રાહ જોશું .
  ધન્યવાદ
  ભરત ભાઈ રાજા , નાગપુર.

 • Hemant Mahendra Dave

  Murabbi Shri Ashokbhai, Dr. Zaranabene lakheli tamam vaato saav sachi che. Aaj ni yuvan pedhi ne jyare jyare fast food ma mast thati jou chu tyare tyare khub dukh thay che. Fast food no saav virodhi nathi. Kyarek kyarek ame pan te tes thi khaiye chiye, pan jem kahyu che ke Ras na to chatkaaj hoi, kundao na hoi, tevi rite. Tamne banne ne aava aankho ughadnaara lekh badal sacha dil thi khub khub abhinandan. Priya, khub saras ane lokupyogi sharing. Taaro pan khub khub aabhar.

 • Kanu Patel

  ‘જીવન લક્ષ્ય ‘ … કેટેગરી હેઠળ માર્ગદર્શન આપવા માટે સહમતિ આપવા બદલ અમો ડૉ.ઝરણા દોશી ના અંતરપૂર્વકથી આભારી છીએ …

 • Jaykumar Sagar

  NA THODU J POCHE CHE DADIMAA
  JETLI BANE TELI KASART NE YOGA , TOY AD DHO KHORAK J POCHE CHE SIR , PLZ DONT MIND MARA KARTA TAMNE VADHARE KHABAR HASE KEM SAHEB AMARI PATHSAHAL LO CHO , CHOTA BACHHA HE HUM TO APKE SAMNE

 • Ashokchandra Ramniklal Jailwala

  I am very much impressed by the multi-personality knowledge.

  I am secretary of Vrajdham vadil parivar(Senior citizen) at Manjalpur Baroda. I would like to invite her as a speaker for the benefit and knowledge for our members. We gather every Thursday of every month except last thursday.

  So she can utilise her socila sevices for the benefit of senior citizens. So if it is convinient please reply at my email address giving your contact number(of Dr. Zaranaben).

  Awaiting your positive response,

  Ashok Jailwala; Tel: (0265)2638603; Mob;9924535508.

 • Dr. Zarana Doshi

  નમસ્તે લલીતભાઈ
  ગળ્યું ખાવાની ટેવ તમને સમજાય છે અને આરોગ્યને હાનિ નથી પહોચાડતી તેમ છતા તમે એમાંથી બહાર નીકળવા માંગો છો તે તમારા મન ને મજબુત બનવાનો માર્ગ પૂછી રહ્યા છો એવું તારણ થયું.આપણું મન ઘણી બધી માંગણીઓ કરતુ હોય છે અને આપણે એને બધી જ માંગણીઓની સામે બુધિ ને કાર્ય સોંપીએ છીએ કે જે સારા નરસાનો સમન્વય કરીને ચેકપોસ્ટ જેવું કાર્ય કરી હા અથવા ના મા જવાબ આપે છે ,પરંતુ એક બીજો મહત્વનો ભાગ ભજવનાર આપણો બાળપણનો ઉછેર અને બાળપણ મા પડેલા સંસ્કાર પણ છે , જે જમાનો તમારા સમયનો હતો અને તે જમાનામાં જે શુદ્ધ ભોજન અને મીઠાઈઓ મળતી તે હવે આજના જમાનામાં આધુનિકતાના પરિવર્તનમાં છુમંતર થઇ ગયેલ છે.

  આ માટે તમને એક વાર્તા સંભળાવું ,જે તમને પણ ખબર જ હશે,
  એક વાર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પાસે એક સ્ત્રી પોતાના ૩-૪ વરસના બાળકને લઇ ને આવી ,માતાએ બાપુને વિનંતી કરીકે મારો પુત્ર અખો દિવસ ગોળ બહુ ખાય છે ,તમે તો સંત છો,મહાત્મા છો આમારા માટે પૂજનીય છો,તમે મારા બાળકને સમજાવો ને કે આટલો બધો ગોળ ના ખવાય,નુકસાન કરે ,
  ગાંધીજી તરફથી એમ કહેવાયું કે હે માતા તમે ૩ દિવસ પછી આવો હું ફરી મળું ત્યારે તમને ઉપાય જણાવું .માતા રાજી થઈને નમન કરીને ઘરે ગઈ.ફરી ૩ દિવસ પછી માતા એના પુત્ર ને લઈને આવી,ગાંધીજીએ બાળકને ખોળામાં લઈને વ્હાલ કરતા કરતા માથે હાથ ફેરવતા પ્રેમભાવે એક જ વાક્ય કહ્યું,જો બેટા ગોળ બહુ ના ખવાય હો…… એટલામાં તો માતાને થોડો ગુસ્સો પણ આવ્યો કે બાપુ તમે આ એક જ વાક્ય કહેવા માંગો છો તો ૩ દિવસ પહેલા પણ કહી શકતા હતા ને? ત્યારે બાપુ મલકાયા અને કહ્યું કે બેન હું તો કહી શકતો હતો પરંતુ એમાં ઊંડાણભરી દીક્ષા ના જોડી શકત કેમકે હું પોતે પણ તારા બાળકની જેમ રોજ જમવામાં ગોળ લેતો હતો ,એટલે મેં પહેલા ૩ દિવસ વગર ગોળ નું ભોજન કરીને પરેજી પાળી જોઈ પછી મારા મનમાં પણ સંકલ્પ આવ્યો કે ગોળની અતિશય માત્ર બંધ કરીને સંયમ પૂર્વક ખાવું જરૂરી છે,એટલે આજે મેં બાળકને ખરા અંતકરણથી કહ્યું છે તો તારો બાળક પણ સંયમ ની મહતા ને ગ્રહણ કરશે અને ગોળ રોજરોજ ખાવાનું બંધ કરશે.
  માતા હે અહોભાવ્પુર્વક વંદન કર્યું અને બાળકને લઈને ઘરે જવા નીકળી ,આ સમયે માતાના મુખ પર સંતોષ જ કઈ જુદો હતો.
  લલીતભાઈ તમે તો શુખ રૂપ આવરદા ભોગવી રહ્યા છો પરંતુ તમારી હાજરીમાં જ તમે આવા સંયમરૂપી જીવન ને સાર્થક બનવા હેતુ આજથી જ કર્મરૂપી પ્રયત્ન કરવાનું શરુ કરો અને થોડા જ દિવસમાં તમે પણ આ ટેવ બાબતે વિજય ચોક્કસ મેળવશો એની મને ખાતરી છે.અને સાથે સાથે તમારા બાળકો માટે પણ ઉદાહરણ તૈયાર કરશો તો તેઓને પણ મનને સંયમમાં રાખવાની પ્રેરણામળશે.
  હવે એક વિજ્ઞાન ની દ્રષ્ટી એ તમને મહત્વની વાત સમજવું
  આપણો ખોરાક જયારે ચાવીને ગાળા નીચે ઉતારીએ છીએ ત્યારબાદ તેનું સ્વરૂપ તેવું ને તેવું તો નથી જ રહેતું,હોજરીમાં જઈને તેમાંથી ઉપયોગી દ્રવ્યોની ક્રિયા થઈને આખા શરીરને પહોચે બરાબર? બસ આ આખી ક્રિયા દરમ્યાન આપણા હાથમાં ખોરાકને ઉત્તમ રીતે ઉપયોગી બનાવવાની કુશળતા વાપરવી હોય તો ચાવતી વખતે ખોરાકના કોળિયાને એટલી હદે મોમાં ચાવવો જોઈએ કે તેમાંથી જ ગળ્યો ગળ્યો સ્વાદ આવે,હવે તમારી જે ઉમર છે તેમાં તમે આ રીત મુજબ તમારો આહાર લેશો અને શાંતિથી જેપણ વાનગી આરોગો છો તે ખુબ જ ચાવી ચાવીને ગ્રહણ કરશો તો ગળ્યું ખાવાની લાલસા માંથી છુટકારો મળશે.

  તમારી મુંજવણ નો ઉકેલ મારા ઉત્તરમાં મળ્યો હોય તો હું પણ સંતોષ મેળવીશ.છતા ના મળ્યો હોય તો આપ શ્રી મારી સાથે મોબાઈલ પર વાત કરી શકો છો.
  ૯૮૬૭૭૧૬૦૧૫ મુંબઈ મલાડ

  આભાર

 • Lalit Parikh

  પ્રિય ઝરણા બહેન,
  આપનો આહાર વિશેનો લેખ વાંચી ખુશ થયો.આપે સાહિત્યમાંથી આહાર શાસ્ત્ર અને નિસર્ગોપચાર તરફ જે ગતિ અને પ્રગતિ કરી છે તે જોઈ વિશેષ ખુશી થઈ.હું પણ ૮૧ વર્ષની ઉમરે નિવૃત્તિમાં પ્રવૃત્તિનો આનંદ લેવા વાર્તાઓ લખું છું.મારો બ્લોગ છે:- lalitparikh.wordpress.com
  મારી આહાર સંબંધી સમસ્યા એક જ છે.મને મિષ્ટાન્નો બહુ જ પ્રિય છે અને ‘ગળ્યું તે ગળ્યું;બાકી બધું બળ્યું’ની મનોવૃત્તિનો ગુલામ થઈ નાસ્તા,ભોજન અને ડિનર પછી ગળ્યું ખાવું પસંદ કરું છું.અત્યાર સુધી માબાપના સારા જીન્સના કારણે કે મારી નિયમિત ચાલતા રહેવાની આદતના કારણે મને કોઈ
  કરતા કોઈ મેડિકલ પ્રોબ્લમ નથી-ત્યાં સુધી કે ન કોઈ દવા પેવી પડે છે કે ન ક્યારેય માથાનો,કમરનો કે પેટનો દુખાવો સુદ્ધા અનુભવું છું.ગળ્યું ખાવાના એડીક્શનથી કેવી રીતે છુટાય તે જરા સમજાવશો તો આભારી થઈશ.
  સધન્યવાદ
  લી.લલિત પરીખ