લીધો છે ઉછીનો ઉજાસ -કાકુ

By: | Post date: March 25, 2019 | Comments: 1 Comment

Posted in categories: Uncategorized Uncategorized

હા અમે લીધો છે ઉછીનો ઉજાસ
ને અમે ભરીએ છએ હપ્તા ને વ્યાજ
આઓ, બેસો તો આપીએ હિસાબ
હા જયારે અમે વાપર્યો’તો ઉજાસ
લીપેલી ઓસરીએ પાડી પાંદડાની ભાત
ને થઇ ગયા’તા ફૂલડાં આપોઆપ!
પોરવી’તી માળા ત્યારે વાપર્યો ઉજાસ
એના ધાગાએ કરી કૈક એવી કમાલ,
કે એના મણકાએ મણકાએ પ્રેમનો પ્રકાશ
હા અમે લીધો છે ઉછીનો ઉજાસ
ને અમે ભરીએ છએ હપ્તા ને વ્યાજ

શ્યામને કહો અમથું અમથું સંતાય ના –કાકુ

By: | Post date: September 5, 2018 | Comments: No Comments

Posted in categories: Uncategorized Uncategorized

શ્યામને કહો અમથું અમથું સંતાય ના ,
એની પાઘડીનું મોરપીછ અમને દેખાય છે!
શ્યામને કહો અમથું અમથું સંતાય ના ,

સાથે ચાલે ને વળી ઝાડવે ઝાડવે સંતાય,
એના પગલાનો રવ અમને સંભળાય છે !
શ્યામને કહો અમથું અમથું સંતાય ના ,

મૂંગા રહેવાને ફૂલોને દે ભલે ફોરમની લાંચ
એના હસવાનો ઈશારો અમને સમજાય છે !
શ્યામને કહો અમથું અમથું સંતાય ના ,

યમુનાની ધારામાં નાહક સંતાય ભલે,
મારી મટકીના પાણીમાં એનો રંગ વરતાય છે!
શ્યામને કહો અમથું અમથું સંતાય ના ,

આભે ચડી ને એ તો ભલે ગેડીદડે રમે
એનો જ રંગે ભરી વાદળી છલકાય છે!
શ્યામને કહો અમથું અમથું સંતાય ના

મૂર્તિમાં છુપાય કે છુંપાય પ્રકૃતિમાં ભલે
પંચ તત્વ થકી એ સર્વત્ર પથરાય છે !
શ્યામને કહો અમથું અમથું સંતાય ના

aabhe

ઘર જેવા સબંધ છે ખુદ સાથે – કાકુ

By: | Post date: July 22, 2018 | Comments: No Comments

Posted in categories: Uncategorized Uncategorized

ઘર જેવા સબંધ છે ખુદ સાથે,
અમને એકલતાં અકળાવે નહી
અને ગીર્દી ગુંગળાવે નહિ,

સોનેરી સવાર ને કેસરી સાંજ
વચ્ચે બપોરની તપન જોઈ છે
હવે અંધારા અમને ડરાવે નહિ

અમને શી ખબર પેલે પાર શું છે ?
જો કે અહીની પણ ક્યાં પૂરી ખબર છે?
લાગે બાહર-અંદર કોઈ ભેદ નહિ !

પેલે પાર – ચાલ મારી સાથે,
તરતા ન આવડે તો શું થયું?
ડૂબવા જેટલું પાણી અહી છે નહિ

Powered By Indic IME