Archive for the ‘Uncategorized’ Category

Wednesday, March 10th, 2010

ભૈ અહિં તો હું, ‘હું’ જ છુ એય સાબીત કરવુ પડે છે

મારા કરતા, ફોટો આઇ ડીનુ વજન વધારે પડે છે.

કિરણના એક કટકા માટે – ” કાકુ”

Wednesday, March 10th, 2010

આંખને ઝાંખુ છે કે, ધુમ્મસ ભર્યુ આ શહેર છે?

ઉંબરેથી ઝાપા સુધી, માંડ માંડ દેખાય છે!

કહે છે, ધુમ્મસને પેલે પાર સૂરજ વહે છે.

અહિં આવ્યા હતા, કિરણના એક કટકા માટે

કતરા કતરા લોહિ વહાવ્યુ વાદ-વીવાદ માટે

જરા સમાચાર પુછ્યા અમે વ્યોમ વિહંગીને,

સાંભળ્યાં અરૂણના અશ્વોના ડાબલા તમે?

એના ઉડાનને અમારા બોલ ક્યાંથી આંબે?

રોકાય ગયા’તા અમે તો, બટકું રોટલા કાજે!

આંસુ – “કાકુ”

Friday, March 5th, 2010

અનુરાગી અમીરોને ખબર છે આંસુઓની કિંમત શું છે!

ઘણીવેળા તો ગટરમાં વહિને ગંગા સુધી પહોંચ્યા છે

ને કિચડમા પડીને કમળના બીજને પણ સિંચ્યા છે

કોઇ નાદાનીએ આંસુને શરાબની બોતલમાય ભર્યા છે

વળી કોક હાસીને ઠોકરે ઠોકરે કાળા ભંમર થઇ રહ્યા છે

ક્યારેક એ સહાનુભૂતીની સાકડાશમાં ફસાયા છે

નથી વહાવ્યા એને ખબર છે આંસુની કિંમત શુ છે!

ગગનને ગોંદરે અટકચાળો ચાંદ – “કાકુ”

Wednesday, March 3rd, 2010

ગગનને ગોંદરે અટકચાળો ચાંદ, અડપલુ કરતો જાય

કો’ક દિ એકલો આવે ને કો’ક દિ તારા્લા ઢોળી જાય

સંતાતો સંતાતો થોડો થોડો આવે ચાંદની ઢોળતો જાય

ગોત્યો જડે નહિં એતો કોક દિ એવો સંતાય જાય!

ક્યાથી આવે ને ક્યા ચાલ્યો જાય એ ના સમજાય.

ગલગલીયા કરી કરી એને દરીયાને છંછેડ્યો,

હસી હસી થયો અધમૂવો,એતો જઇ રેતમાં આળોટ્યો

છલકી છલકીને ઉછળી ઉછળીને કેવો પછડાયો?

આંખ મીચકારી, એને ઘેલુ ચાતકને લગાડ્યુ

ભૂલ્યુ સાન-ભાન એતો રાતભર ટગર ટગર જોતુ

એક અડપલુ રાતરાણીનુ કર્યુ, ખુલી ગઇ એની આંખ્યુ

સુગંધનુ ઓઢણુ વાયરાએ ખેચ્યું, એને રહ્યુ નહિ કૈ ભાન !

ગગનને ગોંદરે અટકચાળો ચાંદ, અડપલુ કરતો જાય

કો’ક દિ એકલો આવે ને કો’ક દિ તારા્લા ઢોળી જાય.

આવ આપણે રમીએ ધુળેટી – “કાકુ”

Monday, March 1st, 2010

આવ આપણે રમીએ ધુળેટી, ગમ્મતને ગુલાલે એકમેકને રગદોળીએ,

આંખે ઉગેલ ગુલાબી રંગોમા, અતીતની ગમતી ફોરમ ભેળવીએ

ઘડી બે-ધડી ભારેખમ શબ્દાર્થોના કોથળા કાતરીયામાં લાદીએ

કોઇ કારણ વગર હસીએ ને, અમથુ અમથુ દેકારા માટે બોલીએ

આકાશે ઉગેલી સંઘ્યાની, ભરી ભરી પીચકારી છીનવી લઇલએ

કેસુડાની વાંકી કળીથી વાંકુ વાઢી, કેસરી કેસરી થૈ મન ભરીએ

દૂરી થોડી દૂર કરીને પ્રીત્યુની પીચકારી, ભરી એકમેકને પલાળીએ

અણગમતાની કરી હોળી કાલે, ગમતાની આવ આપણે ધુળેટી રમીએ.

Friday, February 26th, 2010

ઉંડો કૂવોને ટુકુ સિચણ,અરધી જાજેરી વળી,

ભરી ભરી તોય મારી ગાગર અધુરી અધુરી!

ઉભી બઝાર હાલી હું તો, ચુંદડી ભીની ભીની

નજરે નજરે નંદવાણી, હું તો એવી લજવાણી!

Friday, February 26th, 2010

તારલા ભરેલી છાબડીમાં, પતલું રૂપાળુ પીછું બીજચન્દ્રનુ

બસ ત્યાંથીજ ટપક્યુ, મઘમઘતું સ્વપ્ન પુર્ણીમાનુ!!!

આંખને પાલવ – “કાકુ”

Tuesday, February 23rd, 2010

આંખને પાલવ એક મોતી ભર્યુ,

એને સાગરમા મેં તો સંતાડ્યું

ચંદ્રમાને જોઇને એવુ તો સળવળ્યુ

કે ચાતકની આંખોથી વરસ્યુ!

એવુ જ અડપલું એને મોરલાનું કર્યુ

કે વાદલીના રંગે એ ટહુક્યુ!

ને મોરપીછમાં ટીલું થૈને ટપક્યુ

કૃષ્નના મુગટમા જઇ ને ઝળુક્યુ

પછી એની વાંસળીમાં થૈને સરક્યુ!

ને ગોકુળ થઇ ગયુ આખુય ગાંડુ ગાંડુ!

કીડીની માએ કહ્યુ…’કાકુ’

Tuesday, February 23rd, 2010

કીડીની માએ કહ્યુ,

લાઇનમાં જાઓ ને સંભાળીને સાકર લઇ આવો

એકલ-દોકલ છુટા-છવાયા પામર થઇ ના ફરજો

એક-મેક્ની સાથે રહીને પૂરો સાપ તાણી લાવજો

નાના કદની નાની વાતુ કરી કદિ ના શરમાવજો

એક શાણી ચાલ ચાલી હાથીને ધુજવજો- હંફાવજો

શાહિ સલ્તનતને છાજે એવો એક રાફડો ચણાવજો

કલા કારીગરી ને ઠાઠ માઠથી એને ખુબ સજાવજો

શાનથી જીવ્યાની મિસાલ મુકીને શાન લૈને મરજો!

કીડીની માએ કહ્યુ……!!

ચાતક – “કાકુ”

Friday, February 19th, 2010

નભ રમ્યે રમે ચંદ્રમા સીતારા લૈ સંગમા

શિતલ, સૌદર્ય, નમણી મસ્તી ભરી અદા!

જુએ અનિમેશ ચાતક, દ્રષ્ટી એક તોડી ના!

વાહ ચાતક પ્યારા! પ્યારની તારી પરીભાષા!

અરે ઓ પ્યારા ક્યું બિંદુ વસે છે હૃદયમાં તારા?

કદિ ચહ્યું જાણવા તેં ચંદ્રમા જુએ છે તને પ્યારમાં?