May 04 2010
સૂરજ – “કાકુ”
સવાશેર સોનુ ને અધમણ ચાંદી
કેસર વરણી શામલી સંગ હિંચકે બે ઘડી
રજનીને અંબોડે આંખ એની ઘેરાણી
સૂરજની શેખી કે ઉજાળી પૂરી અવની!
May 04 2010
સવાશેર સોનુ ને અધમણ ચાંદી
કેસર વરણી શામલી સંગ હિંચકે બે ઘડી
રજનીને અંબોડે આંખ એની ઘેરાણી
સૂરજની શેખી કે ઉજાળી પૂરી અવની!
Apr 20 2010
ભારેખમ પોલાણ માંથી સરકી રહ્યા
એ શબ્દોનો બોજ અમથો વહી રહ્યા
‘બધું જ આપનુ છે’, એ સાંભળ્યુ જરા
નમકિન સાથે સોમરસ ગટકી ગયા!
સરગવાની ડાળે બાંધેલ ઝુલે ઝુલ્યા
કુવાની લગોલગ આંઘળોપાટો રમ્યા
તમે સમજતા અમે સાવ નાદાન રહ્યા
અમે તો બસ રમત માટે રમતા હતા
ગઠડીના બધા ચણા તો અમે વહેંચી દિધા
પણ હજુ એ ગાભાને અમે સંભાળી રહ્યા!
Apr 07 2010
અમે જનમ્યા એના પુરાવા છે અમારી પાસે,
માતા-પીતાનુ નામ ગામ ને સરનામા સાથે
કાગળીયામાં, સીક્કો ને અજાણી સહિ સાથે
કચેરીમાં પુરવાર કરી શકુ છુ, ‘જન્મી ગયા અમે’.
અહિં છે સાબીતી કદિ થવું જો રુબરુ ખુદની સાથે
ભણ્યા ને પરણ્યાના પણ પુરાવા છે અમારી પાસે
કાગળીયામાં, સીક્કો ને અજાણી સહિ સાથે
કદિ પુછ્યયું નથી કોઇએ ‘આ સહિ છે કોની’ ભલેને
હરવખ્ત સાબીત કરવું પડયું અજાણી સહિ સાથે!
Mar 29 2010
સોનીને હાથ લાગ્યો એક સોનાનો ટુકડો
મોતી ને હિરા, મીણો ને ઝડતરથી સજાવ્યો
નોખે નોખે ઘાટે ને નવી નવી ભાતે કંડાર્યો!
સોનીડા તારા હાથમાં કોને આ જાદુ ભર્યો?
કુંભારને હાથ આવ્યો એક માટીનો ટીંબો,
ચાકડે ચડાવી એને હાથ એવો લગાવ્યો
નવતર ઘાટે એતો નામ કૈક લઇ ગયો
કુંભારી તને આવો તે કૌવત કોને ભણાવ્યો?
કવિને હાથ આવ્યો એક શબ્દોનો સુંડલો,
ભકતિ, મુક્તિ, શક્તિ ને પ્રિતીનો ચિતારો
અનંત બ્રહ્માંડના કૌવત કાગળે ટપકાવતો
કવિડા તને કલ્પનાનો ખજાનો કોને દીધો?
સુતાર, લુહારને હાથ માળીનો કસબી કેવો?
મધમાખીનો મધપૂડો ને પંખીડાનો માળો-
દર, ગુફા ને રાફડામાં આવો કસબ કોને ભર્યો?
Mar 24 2010
ઇશારો તારો મળે તો, પાળી તોડી વહી લઉ
સાગરને મળુ ના મળુ, એક ઝરણુ જીવી લઉ
દિશા તું નક્કી કર, હું તો વહેવાનુ શીખી લઉ
ઇશારો તારો મળે તો, બાંધી ઘુંઘરુ નાચી લઉ
મર્યાદાને મલાજે , અટકેલા કૈક વહેણ જોઉ
પથ્થરોની એ જાતને, છાનામાના પલાળી લઉ
ઇશારો તારો મળે તો, રસ્તાઓને જરા મળી લઉ
પંખીડાની ચાંચે ચડીને, વાદળોને પગે પડી લઉ
અડીખમ ઝાડવાના મૂળને ગલગલીયા કરી દઉ
ઇશારો તારો મળે તો, ધીરેથી મીઠું મીઠું ગાઇ લઉ
સુનકાર રસ્તાની હથેળીમાં સરગમ સજાવી દઉ
કોઇ તરસ્યાની અંજલી પૂરા પ્રેમથી પલાળી લઉ
ઇશારો તારો મળે તો, ઝરણુ જીવી લઉ જીવી લઉ
Mar 22 2010
કેટલા આળ ચડ્યા સમંદરને એના ખારા હોવા પર?
પણ એને તો ખુદને બાષ્પ કરી કરી ઉગાડ્યા વાદળ !
ધરતી અને ગગન વચ્ચેના આમ સુધારી દીધા સબંધ
એના દિલમાં ઉતરનારના મોતીઓથી ભરી દીધા હાથ,
રત્નો ભર્યુ અંતર એનુ ગર્ભશ્રીમંત સમી ગંભીર અદા!
પ્રેમીય એવો કે આસમાની ચાંદ પર થઇ ગયો ફીદા!
સજાવી ધરાને ખુદ પાનેતર થઇ રહ્યો એ પ્રેમાળ પીતા,
બાહુ પ્રસારી હસી હસીને ખુદમાં સમાવી સૌ સરીતા.
મોટાઇ મોટી એની, હસી લીધા આળ કે ઉપહાર જે મળ્યા.
Mar 17 2010
કુંડાળા કરી કરી ને કેવા રમ્યા પૈતાદાવ!
ઠીકરીની કરી કુકરીને રમ્યા પૈતાદાવ
ત્રીજે કુંડાળે કુંકરી પડી એને ઠેકી જાવ
ચોથે કુંડાળે આપણુ ઘર, જીત્યા પૈતાદાવ
પાંચમે કુંડાળેથી એક પગે પાછા આવી જાવ
નાના હતા તો નાના કુંડાળે રમ્યા પૈતાદાવ
મોટા થઇ ને કર્યા મોટા મોટા કુંડાળાના દાવ
અહિ નાના-મોટા સહુ કોઇ રમે પૈતાદાવ!
રાઝ રહ્યું એ કોણ જીત્યુ, કોણ હાર્યુ આ દાવ!!
Mar 10 2010
ભૈ અહિં તો હું, ‘હું’ જ છુ એય સાબીત કરવુ પડે છે
મારા કરતા, ફોટો આઇ ડીનુ વજન વધારે પડે છે.
Mar 10 2010
આંખને ઝાંખુ છે કે, ધુમ્મસ ભર્યુ આ શહેર છે?
ઉંબરેથી ઝાપા સુધી, માંડ માંડ દેખાય છે!
કહે છે, ધુમ્મસને પેલે પાર સૂરજ વહે છે.
અહિં આવ્યા હતા, કિરણના એક કટકા માટે
કતરા કતરા લોહિ વહાવ્યુ વાદ-વીવાદ માટે
જરા સમાચાર પુછ્યા અમે વ્યોમ વિહંગીને,
સાંભળ્યાં અરૂણના અશ્વોના ડાબલા તમે?
અમ નજરુ તલસે વિમલ કંકુવર્ણી પ્રભાતને!
Mar 05 2010
અનુરાગી અમીરોને ખબર છે આંસુઓની કિંમત શું છે?
ઘણીવેળા તો ગટરમાં વહિને ગંગા સુધી પહોંચ્યા છે
ને કિચડમા પડીને કમળના બીજને પણ સિંચ્યા છે
કોઇ નાદાનીએ આંસુને શરાબની બોટલમાંય ભર્યા છે
વળી કોક હાસીને ઠોકરે ઠોકરે કાળા ભમ્મર થઇ રહ્યા છે
ક્યારેક એ સહાનુભૂતીની સંકડાશમાં ફસાયા છે
નથી વહાવ્યા એને ખબર છે આંસુની કિંમત શું છે!