May 25 2010
ઓરડાની બારી…”કાકુ”
મારા ઓરડાની બારીની બરાબર સામે એના મકાનની દિવાલ, બારી અને દિવાલ વચ્ચેથી પસાર થતો નાનકડો રસ્તો, જે શહેર જતા રસ્તાને મળે છે. કોઇ માલણના ફુલોની ટોકરીમાંથી, ફુલોની સુગંઘ જબરજસ્તી બારીમાંથી ઓરડામાં પ્રવેશે છે. કોઇ ફળવાળાના ટોપલાના ફલોના રંગો મારી આંખોએ ચડે છે.શાળાએ જતાં ભુલકા અને એની કામઠી માં વચ્ચેનો સંવાદ અનાયાસ કાને અથડાય છે. ક્યારેક એકલદોકલ પસાર થતા રાહીના પગની ગતી તેના અંતરની ગડમથલને ગણગણતી દેખાય છે. કદિ જુલુસમા ભળવા ઉતાવળા ચાલતા લોકો, તો કદિ રમતના મેદાને જતા બાળકોનો જોશ જોવા મળે. મારો નાનો ઓરડો અને બારી સામેનો નાનકડો રસ્તો, આવડી દૂનિયા જાણે રોજ રોજ નવી નવી લાગે છે.સામેની દિવાલ કશુ જ બોલતી નથી, ને મારી બારી કદિ મુંગી રહેતી નથી!
This entry was posted on Monday, February 8th, 2010 a
આદરણીય સુશ્રીઉષાબહેન,
આપની રચનામાં પ્રાણ છે.
કદાચ આ બારી અંતરમાં વસતા આતમની પણ છે.
આપને અને શ્રીઅશોકભાઈને `દાદીમાની પોટલી` માટે, મારા હાર્દિક અભિનંદન.
માર્કંડ દવે.