Apr 20 2010
રમત – “કાકુ”
ભારેખમ પોલાણ માંથી સરકી રહ્યા
એ શબ્દોનો બોજ અમથો વહી રહ્યા
‘બધું જ આપનુ છે’, એ સાંભળ્યુ જરા
નમકિન સાથે સોમરસ ગટકી ગયા!
સરગવાની ડાળે બાંધેલ ઝુલે ઝુલ્યા
કુવાની લગોલગ આંઘળોપાટો રમ્યા
તમે સમજતા અમે સાવ નાદાન રહ્યા
અમે તો બસ રમત માટે રમતા હતા
ગઠડીના બધા ચણા તો અમે વહેંચી દિધા
પણ હજુ એ ગાભાને અમે સંભાળી રહ્યા!