May
29
2010
અનુરાગી અમીરોને ખબર છે આંસુઓની કિંમત શું છે ! ઘણીવેળા તો ગટરમાં વહિને ગંગા સુધી પહોંચ્યા છે ને કીચડમાં પડીને કમળના બીજને પણ સિંચ્યા છે કોઈ નાદાનીએ આંસુને શરાબની બોતલમાંય ભર્યા છે વળી કોક હાસીને ઠોકરે ઠોકરે કાળા ભંમર થઈ રહ્યા છે ક્યારેક એ સહાનુભૂતિની સંકડાશમાં ફસાઈ ગયા છે જેને વહાવ્યા નથી આંસુની કિમંત એને [...]
May
28
2010
બધાની દુનિયાનો અલગ અલગ છે વ્યાસ સમે સમે સફળતાનો અલગ અલગ ક્યાસ ન જાણુ ખપનો ક્યા, કેટલો ને ક્યો અભ્યાસ જાણી જોઇને અમે પાળ્યો છે ખુંખાર આભાસ બરફને બંગલે સજાવ્યો છે અમારો નિવાસ સુતરને તાંતણે કસીને બાંધ્યો છે વિશ્વાસ..
May
25
2010
મારા ઓરડાની બારીની બરાબર સામે એના મકાનની દિવાલ, બારી અને દિવાલ વચ્ચેથી પસાર થતો નાનકડો રસ્તો, જે શહેર જતા રસ્તાને મળે છે. કોઇ માલણના ફુલોની ટોકરીમાંથી, ફુલોની સુગંઘ જબરજસ્તી બારીમાંથી ઓરડામાં પ્રવેશે છે. કોઇ ફળવાળાના ટોપલાના ફલોના રંગો મારી આંખોએ ચડે છે.શાળાએ જતાં ભુલકા અને એની કામઠી માં વચ્ચેનો સંવાદ અનાયાસ કાને અથડાય છે. ક્યારેક [...]
May
14
2010
ઘુઘવતા સમંદરનું સૌદર્ય માણતા માણતા, પ્રસાદના પડિયામાંથી મીઠાઇ મારી ગયા! પાણીની બોટલ ખાલી ને જીભને ગળચટ્ટો સ્વાદ ઢળતી સાંજ ને મોટો પટ,તુટેલ ચંપલ ને આ રેત, ઉપરથી સતાવે જીભ ઉપરનો એ ગળચટ્ટો સ્વાદ મુકામ થોડો દૂર રહ્યો અને બઝાર પૂરી બંધ! વાળુ વેળા થઇ ગઇ અને બારણા બધા બંધ! કેવો પજવે આ જીભ ઉપરનો ગળચટ્ટો [...]
May
10
2010
મોટાની વાત બધી મોટી, હું તો કહું છુ બસ અમથી ઓલો સૂરજ સંધ્યા સંગ સુવે , ને ઉઠે બાહુમા ઉષાની! નદીયુ સમર્પે ખુદને પૂરેપુરી પણ સાગરને ચાહત ચંદ્રની! મોરલાની ફરતે ઘુમે ઢેલડી ને મોરલો ચાહે ઓલી વાદળી! “કાકુ”
May
04
2010
સવાશેર સોનુ ને અધમણ ચાંદી કેસર વરણી શામલી સંગ હિંચકે બે ઘડી રજનીને અંબોડે આંખ એની ઘેરાણી સૂરજની શેખી કે ઉજાળી પૂરી અવની!