Mar
29
2010
સોનીને હાથ લાગ્યો એક સોનાનો ટુકડો મોતી ને હિરા, મીણો ને ઝડતરથી સજાવ્યો નોખે નોખે ઘાટે ને નવી નવી ભાતે કંડાર્યો! સોનીડા તારા હાથમાં કોને આ જાદુ ભર્યો? કુંભારને હાથ આવ્યો એક માટીનો ટીંબો, ચાકડે ચડાવી એને હાથ એવો લગાવ્યો નવતર ઘાટે એતો નામ કૈક લઇ ગયો કુંભારી તને આવો તે કૌવત કોને ભણાવ્યો? કવિને [...]
Mar
24
2010
ઇશારો તારો મળે તો, પાળી તોડી વહી લઉ સાગરને મળુ ના મળુ, એક ઝરણુ જીવી લઉ દિશા તું નક્કી કર, હું તો વહેવાનુ શીખી લઉ ઇશારો તારો મળે તો, બાંધી ઘુંઘરુ નાચી લઉ મર્યાદાને મલાજે , અટકેલા કૈક વહેણ જોઉ પથ્થરોની એ જાતને, છાનામાના પલાળી લઉ ઇશારો તારો મળે તો, રસ્તાઓને જરા મળી લઉ પંખીડાની [...]
Mar
22
2010
કેટલા આળ ચડ્યા સમંદરને એના ખારા હોવા પર? પણ એને તો ખુદને બાષ્પ કરી કરી ઉગાડ્યા વાદળ ! ધરતી અને ગગન વચ્ચેના આમ સુધારી દીધા સબંધ એના દિલમાં ઉતરનારના મોતીઓથી ભરી દીધા હાથ, રત્નો ભર્યુ અંતર એનુ ગર્ભશ્રીમંત સમી ગંભીર અદા! પ્રેમીય એવો કે આસમાની ચાંદ પર થઇ ગયો ફીદા! સજાવી ધરાને ખુદ પાનેતર થઇ [...]
Mar
17
2010
કુંડાળા કરી કરી ને કેવા રમ્યા પૈતાદાવ! ઠીકરીની કરી કુકરીને રમ્યા પૈતાદાવ ત્રીજે કુંડાળે કુંકરી પડી એને ઠેકી જાવ ચોથે કુંડાળે આપણુ ઘર, જીત્યા પૈતાદાવ પાંચમે કુંડાળેથી એક પગે પાછા આવી જાવ નાના હતા તો નાના કુંડાળે રમ્યા પૈતાદાવ મોટા થઇ ને કર્યા મોટા મોટા કુંડાળાના દાવ અહિ નાના-મોટા સહુ કોઇ રમે પૈતાદાવ! રાઝ રહ્યું [...]
Mar
10
2010
ભૈ અહિં તો હું, ‘હું’ જ છુ એય સાબીત કરવુ પડે છે મારા કરતા, ફોટો આઇ ડીનુ વજન વધારે પડે છે.
Mar
10
2010
આંખને ઝાંખુ છે કે, ધુમ્મસ ભર્યુ આ શહેર છે? ઉંબરેથી ઝાપા સુધી, માંડ માંડ દેખાય છે! કહે છે, ધુમ્મસને પેલે પાર સૂરજ વહે છે. અહિં આવ્યા હતા, કિરણના એક કટકા માટે કતરા કતરા લોહિ વહાવ્યુ વાદ-વીવાદ માટે જરા સમાચાર પુછ્યા અમે વ્યોમ વિહંગીને, સાંભળ્યાં અરૂણના અશ્વોના ડાબલા તમે? અમ નજરુ તલસે વિમલ કંકુવર્ણી પ્રભાતને!
Mar
05
2010
અનુરાગી અમીરોને ખબર છે આંસુઓની કિંમત શું છે? ઘણીવેળા તો ગટરમાં વહિને ગંગા સુધી પહોંચ્યા છે ને કિચડમા પડીને કમળના બીજને પણ સિંચ્યા છે કોઇ નાદાનીએ આંસુને શરાબની બોટલમાંય ભર્યા છે વળી કોક હાસીને ઠોકરે ઠોકરે કાળા ભમ્મર થઇ રહ્યા છે ક્યારેક એ સહાનુભૂતીની સંકડાશમાં ફસાયા છે નથી વહાવ્યા એને ખબર છે આંસુની કિંમત શું [...]
Mar
03
2010
ગગનને ગોંદરે અટકચાળો ચાંદ અડપલુ કરતો જાય કો’ક દિ એકલો આવે ને કો’ક દિ તારલા ઢોળી જાય સંતાતો સંતાતો થોડો થોડો આવે ચાંદની ઢોળતો જાય ગોત્યો જડે નહિં એતો કોક દિ એવો સંતાય જાય! ક્યાંથી આવે ને ક્યાં ચાલ્યો જાય એ ના સમજાય. ગલગલીયા કરી કરી એને દરીયાને છંછેડ્યો, હસી હસી થયો અધમૂવો,એતો જઇ રેતમાં [...]
Mar
01
2010
આવ આપણે રમીએ ધુળેટી, ગમ્મતને ગુલાલે એકમેકને રગદોળીએ, આંખે ઉગેલ ગુલાબી રંગોમાં, અતીતની ગમતી ફોરમ ભેળવીએ ઘડી બે-ધડી ભારેખમ શબ્દાર્થોના કોથળા કાતરીયામાં લાદીએ કોઇ કારણ વગર હસીએ ને, અમથુ અમથુ દેકારા માટે બોલીએ આકાશે ઉગેલી સંઘ્યાની, ભરી ભરી પીચકારી છીનવી લઇ-લઇએ કેસુડાની વાંકી કળીથી વાંકુ વાઢી, કેસરી કેસરી થૈ મન ભરીએ દૂરી થોડી દૂર કરીને [...]