Feb 26 2010
એવી લજવાણી…”કાકુ”
ઉંડો કૂવોને ટુકુ સિચણ,અરધી જાજેરી વળી, ભરી ભરી તોય મારી ગાગર અધુરી અધુરી! ઉભી બઝાર હાલી હું તો, ચુંદડી ભીની ભીની નજરે નજરે નંદવાણી, હું તો એવી લજવાણી!
Feb 26 2010
ઉંડો કૂવોને ટુકુ સિચણ,અરધી જાજેરી વળી, ભરી ભરી તોય મારી ગાગર અધુરી અધુરી! ઉભી બઝાર હાલી હું તો, ચુંદડી ભીની ભીની નજરે નજરે નંદવાણી, હું તો એવી લજવાણી!
Feb 26 2010
તારલા ભરેલી છાબડીમાં, પતલું રૂપાળુ પીછું બીજચન્દ્રનુ બસ ત્યાંથીજ ટપક્યુ, મઘમઘતું સ્વપ્ન પુર્ણીમાનુ!!!
Feb 23 2010
આંખને પાલવ એક મોતી ભર્યુ, એને સાગરમા મેં તો સંતાડ્યું ચંદ્રમાને જોઇને એવુ તો સળવળ્યુ કે ચાતકની આંખોથી વરસ્યુ! એવુ જ અડપલું એને મોરલાનું કર્યુ કે વાદળીના રંગે એ ટહુક્યુ! ને મોરપીછમાં ટીલું થૈને ટપક્યુ કૃષ્ણ નામુગટમાં જઇ ને ઝળુક્યુ પછી એની વાંસળીમાં થૈને સરક્યુ! ને ગોકુળ થઇ ગયુ આખુય ગાંડુ ગાંડુ!
Feb 23 2010
કીડીની મા એ કહ્યુ, લાઇનમાં જાઓ ને સંભાળીને સાકર લઇ આવો એકલ-દોકલ છુટા-છવાયા પામર થઇ ના ફરજો એક-મેક્ની સાથે રહીને પૂરો સાપ તાણી લાવજો નાના કદની નાની વાતુ કરી કદિ ના શરમાવજો એક શાણી ચાલ ચાલી હાથીને ધ્રુજવજો- હંફાવજો શાહિ સલ્તનતને છાજે એવો એક રાફડો ચણાવજો કલા કારીગરી ને ઠાઠ માઠથી એને ખુબ સજાવજો શાનથી [...]
Feb 19 2010
નભ રમ્યે રમે ચંદ્રમા સીતારા લૈ સંગમા શિતલ, સૌદર્ય, નમણી મસ્તી ભરી અદા! જુએ અનિમેશ ચાતક, દ્રષ્ટી એક તોડી ના! વાહ ચાતક પ્યારા! પ્યારની તારી પરીભાષા! અરે ઓ પ્યારા ક્યું બિંદુ વસે છે હૃદયમાં તારા? કદિ ચહ્યું જાણવા તેં ચંદ્રમા જુએ છે તને પ્યારમાં?
Feb 16 2010
‘હું’ અને ‘તું’ની રમત શરબતી મખમલી ગુલાબી ગુલાબી ઓચીંતાનુ ‘મેં’ ને ‘તેં’નુ ધીંગાણુ જામ્યુ કડક કેનવાસી! લેણ-દેણ ને જમા-ઉધારની વણલેખી ખુલી ખાતાવાહી, ‘મારા’-’તારા’ના ભાગાકારે થઇ સણસણતી બાદબાકી!
Feb 10 2010
શબ્દોની દુનિયા કોને, ક્યારે અને કેવી રીતે બનાવી? ઘણા પ્રશ્નોના જવાબ નથી હોતા, તેમજ આ પ્રશ્ન પણ વણ ઉકેલ્યો લાગે છે. પણ શબ્દોની દુનિયા-એક ભાષા, બોલવુ, સાંભળવુ, લખવું, વાંચવું- શબ્દ એક સાંકળ. શબ્દના સામ્રાજ્યમાં ‘હું’, ‘મેં’, ‘મને’, અને ‘મારૂ’ તું ,તેં અને તારૂ વસે, આ એક અને બે અક્ષરોના શબ્દોનુ વજન પૂરી સૃષ્ટીના વજન જેટલુ.! [...]
Feb 09 2010
શબ્દ – શબ્દ બ્રહ્મા-શબ્દ વિષ્ણુ- શબ્દ રુદ્ર -શબ્દ શક્તિ અને સરસ્વતી. સૃષ્ટીનો એક પણ ખૂણો શબ્દ વિહોણો નહી! કેવડુ મોટું એશ્વર્ય?અને આશ્ચર્ય આ શબ્દ! શબ્દ મૌનમાં, નઝરમાં, હાસ્યમાં, કલ્પનામાં અને સંવાદમાં.શબ્દ ઘુઘવતા સાગરમા, ખળખળતા ઝરણામાં પવનના સૂસવાટામાં જંગલના ઝાડવામાં, વિજળીના ગગડાટમાં, વરસતા વરસાદમાં, સૂમસાન રાતમાં, દિવસના ઘોંઘાટમાં. શબ્દો- કેવા છે આ શબ્દ? શબ્દ ક્યારેક નવોઢાના [...]
Feb 08 2010
હંસોનુ ટોળુ ઉડ્યુ ને કગડાને આવ્યુ હસવું , આંખ મિચકારી એક-બીજાની સામે જોયુ! ખાલી મોતી ચણવા સમંદર પાર ઉડવું? ભૈ આવું ગણિત આપણને ના પરવડતું. વ્યવહારુ કાગડાએ મોતી કેમનુ પચાવવું? હંસોની વાત હંસો જાણે, કાગડાએ દૂર રહેવું.
Feb 06 2010
મૃદુ હસે છે રવિ નભાન્તે- ડુંગર પાછળથી ફરી ફરી દ્રષ્ટીમાં સૃષ્ટી ભરી અહા, ઉજાળી છે સૃષ્ટી કલાકો તપી તપી! સમજી ચાલ્યો, હવે ન આવશે અંધકાર ફરી. સંતોષાયો , અંધકાર હણાય ગયો એનાથી! પીઠ ફેરવી સુતો, જાણી સૃષ્ટી છે હવે સુખી સુખી. પણ ના, રવિ તણુ રશ્મી તો રવિ સાથે જ ગયુ, જ્યોતિ જાતા સ્થાન તિમિરે [...]