Archive for November, 2009

Nov 30 2009

ધર્મ-સમાજ

Published by kaku under Uncategorized

ધર્મ એટલે વ્યક્તિએ સમાજમાં કેમ રહેવુ અને સમાજે વ્યક્તિને કેમ સંભાળવી તેનો ચીતાર. મારી આ માન્યતા છે. ખબર નથી કે આમા કેટલુ અધુરુ છે.? આધ્યાત્મીક લેખો વાચવાથી અમુક અંશે પતનથી અટકી શકાયછે, એવી મારી શ્રધ્ધા છે.

No responses yet

Nov 30 2009

નિહાળવા આવી -”કાકુ”

Published by kaku under Uncategorized

લઇ શ્રધ્ધાપુષ્પ તુજ મંદિરે આજ આવી, આપ્યુ તેં ઘણું, કશુ માંગવા નથી આવી સર્જી મને તેં, તને નિહાળવા આવી, જીવન ભર્યુ છે જીવનમાં, જીવવા આવી ભૂલા પડી ભવરણે ભટકવા નથી આવી. બની છું પાત્ર તો કહાની રચવા આવી મૌન છું કારણ બોલવા નથી આવી સજાવી તેં આ સૃષ્ટી જે નિહાળવા આવી.

No responses yet

Nov 30 2009

નઝરાણુ વસંતનુ -”કાકુ”

Published by kaku under Uncategorized

આ મહેકી ઉઠી ફુલવાડી ને કોયલ બોલી મુઠુ મીઠુ- ફુલડે ફુલડે પતંગા ઉડેને, મયુર નાચે રુમઝુમ રુમઝુમ! સુંદર અહા! સુંદર સુંદર- ધરણી આજે સુંદરતમ! ગીત દરદનુ કાં ગાય બુલબુલ? દરદનુ? ના ના એ તો દિલનુ. તેથી તો આટલુ સુરીલુ-મધુરું. વસંતનુ નઝરાણુ ગીત બુલબુલનુ.

No responses yet

Nov 30 2009

મોરપીછ -”કાકુ”

Published by kaku under Uncategorized

અડધું જાજેરુ તો ચાલ્યા આપણે કેડીને રસ્તે, સામે ડુંગરની તિરાડમાથી સોનુ સરકે, ને આંખ્યુને ઓરતા સગડ શ્યામના મળે. માળે જંપતા પહેલા પંખીડા કલબલાટ કરે ને સુર સાંભળવા વાંસળીના કાન તલસે. લઇ જાણીતી ફોરમ ઓલા વાયરા આવે, ને આશ મારગેથી એક મોરર્પીછ મળે! એ પહેલાકે સાંજ રાતની પછેડી ઓઢે…

No responses yet

Nov 29 2009

મરતા જીવડા -”કાકુ”

Published by kaku under Uncategorized

દરમાં તો ગુંગળાઇ મરતા બહાર બિલાડા તાકી બેઠા, ડરના માર્યા રામજી રટવા જિંદગી જીવવા મરતા જીવડા કાને દીધા હાથ,આંખે બાધ્યા પાટા, કોને પુછવુ ગુરુએ દિધી કઇ દિક્ષા? કંઠી, તિલકને ફરતા મણકા ધરમ ટકાવવા મરતા જીવડા! કો’ક મરતાને કો’ક પરણતા, જમણવાર અને સેજ, દહેજમાં શોર, ગોરને રિજવવા જાતા, રસમ નિભાવવા મરતા જીવડા. રાજાધુતરાષ્ટ્રને લોચન નોતા કરણ, [...]

No responses yet

Nov 26 2009

શિલ્પી -”કાકુ”

Published by kaku under Uncategorized

લઇ ટાંકણુ ને હથોડી, ટક્ટક કોતરે છે શિલા રુપાળી નિંદ્રા અને આહાર ભુલી, બેઠો આ શિલ્પી સ્થીર બની રાત્રી આખીય હ્રદયમાં દોરી, દિવસ ભર પત્થરમાં કોરી મુરતનુ હાસ્ય દેખી, શિલ્પી ઉભો જરી જોવા ક્રુતિ પોતીકી મુર્તિ કહે, “ક્રુતિ હું તારી, “શિલ્પી કહે, “ના ના હું તમારી”! ભક્ત અને ભગવાનમા પણ બસ આજ સંવાદ સંભળાય!!

No responses yet

Nov 25 2009

બચાવે તું -”કાકુ”

Published by kaku under Uncategorized

અસફળતાનું ટાપલુ મારી, અભિમાની થતા અટકાવે તું કોઇ સુંદર પક્તી આપી , વૈચારિક પતનથી અટકાવે તું ઉપેક્ષાની અનુભૂતી કરાવી, અપેક્ષાના દર્દોથી બચાવે તું બહારના મિત્રોની ભીડ જાજી ,અંદરના શત્રુથી રક્ષે તું શીશ ઝુકે કદિ શરમથી તો અનુભૂતિ કરાવે અમીદ્રષ્ટીની તું શંકા ઉઠે તવ અસ્તિત્વની તો, ગેબી મદદથી શ્રધ્ધા ટકાવે તું.

No responses yet

Nov 25 2009

સાથ તારો સાંપડે તો- -”કાકુ”

Published by kaku under Uncategorized

સાથ તારો સાંપડે તો આખીય રાત જાગી લવ ચકમક ઘસતા તણખો મળે તો દિવો જલાવી લવ પોહ ફાટતાની સાથે્ જ પ્રકાશને પકડી લવ જંગલો,આશ્રમો,મહાપૂરુષો અને પુસ્તકો સહુ, સમેટીને મોતીઓની માળા બનાવીપહેરી લવ. છીછરા પણ મમ પાત્રને છલોછલ ભરી લવ. સાથ તારો જો સાંપડે તો સાથ તારો સાંપડે તો—

No responses yet

Nov 25 2009

જીવતર – “કાકુ”

Published by kaku under Uncategorized

ટકેટકનુ ખાવુ ને રાત પૂરી સુવુ, પછી બહાર શાને જોવુ? કોણે કોણે ખાધુને કોણ છે ભુખ્યુ? એવી જંજટમાં શા માટે પડવુ? ખાબોચીયાનું સ્વર્ગ મળ્યુ છે, તો કાં ન ભેસા થઇને મહાલવુ? જનમ્યા જીવ્યા ને મરી ગયા, એમાનુ કયાય ના નોંધાયુ! એને જીવતર કેમ કહેવાયુ?

No responses yet

Nov 24 2009

નશો – “કાકુ”

Published by kaku under Uncategorized

નશો ક્યા છે અફિણના ડોડવામાં,જેટલો ભર્યો છે અમારી નસેનસમાં? હું લંબાયો ને પડછાયો નંદવાયો,તુટ્વાનો શબ્દ એક કાને ના પડ્યો. ખખડી બંગડી તોય સાવ અજણ્યો, ભર્યો નસેનસમાં એવો નશો, કમાવામા,ખર્ચવામા, બનવામા બનાવવામા ચડ્યો કેવો નશો? કહો ક્યા છે નશો વધારે કોઇ બાટલાંમાં કે અફીણના ડોડવામા.?

No responses yet

Next »

Powered By Indic IME