Oct 19 2009
તણાયા – “કાકુ”
એ ધસમસતાપ્રવાહને જોઇને, માત્ર જોવાજ ત્યાં ગયા હતા રમતમાં જ પગ પલાળ્યા ને , પુરેપુરા અંદર સરકી ગયા થયુ’તુ કે તરી લઇશુ મોજ્થી,પણ આપણે તો તણાઇ ગયા! કોઇ આજાણ્યા કિનારે નીકળ્યા, કોઇ ગેબી હાથ જાલી ને!!

સંપ્રદાયોની કરવતીથી ધર્મ કપાયો, જે પછી વાડાઓ મા વટાયો, ને ચર્ચાને ચકદોળે ચડાવ્યો!! છાનોમાનો સુંદર ત્યાથી સરક્યો, એ આભ થઇને ઉઠયો,પ્રુથ્વી થઇ ને પથરાયો. એ પાણી થઇને વરસ્યો, અન્ન થઇને ઉગ્યો. એ પવન થઇ લહેરાયો,સુગંધ થઇ છલકાયો એ દિપક થઇને પ્રકશ્યો,પ્રેમ થઇને પ્રસર્યો વાડાને નાડે હજુ લટ્ક્યો નર બીચારો !! એને ધરમ ના સમજાયો! ઇશ [...]
Oct 17 2009
એવુ તે શું કહ્યુ મધમાખીએ ફુલોના કાનમાં, કે હસી હ્સીને ભરી દીધૂ મધ ફુલે તેના હાથમાં?
Oct 17 2009
અંદરની ઉથલ પાથલ ને વિચારોના વંટોળથી, ખર્યા જે શબ્દ પુષ્પો, સજાવ્યા તેને છાબડીમાં, બસ એજ આપના સ્વાગતમાં…..