Aug
17
2010
‘મુક્તક’ -કાકુ માફ કરજો તમને ખોટું લાગ્યું કે અમે તમને ઓળખ્યા નહિ એક વાત કહું ખનગી કે હજુ અમે ખુદને પણ ઓળખ્યા છે કયાં? બધો સરંજામ રાખ્યો છે તૈયાર, એક બાંધવા ને ઝુપડું અહીં, સરનામુ આપું અમારું ક્યાંથી, ગજ જમીન હજુ મળી છે ક્યાં?
Aug
12
2010
છાનુ માનુ ધીરે ધીરે આભ સરક્યુ અવની ભણી ભીની ભીની અવની સોના વરણી થઇ રહી! ને સળવળી કૈક જિંદગી વાદળની અટારીએથી જોયુ ચાંદે આંખ ઝીણી કરી એને જઇ તારલાને કહ્યુ, ને સાંભળી ગઇ રાતરાણી ને મહેંકી ઉઠી જિંદગી એક ભોંમાં ભંડારેલ ઠળીયો, ઉઠ્યો આળસ મરડી એના હોઠોથી છલકી રસધાર ધરણીના ધાવણની ને પાંગરી મીઠી જિંદગી! [...]
Aug
03
2010
ઉનાળાનું લાંબુ વેકેશન અને લાંબા લાંબા દિવસો! સમય પસાર કરવા માટે આજ ની માફક ત્રીસ -પાત્રીસ સાલ પહેલા?કોંપ્યટર, ટીવી, વિડીયો ગેઇમ જેવી સગવડ તો હતી નહિ! ઘરમાં જ ચેસ, નવ કુકરી, કેરમ, ચોપાટ જેવી રમતો ભાઇ-બહેનો જ મિત્રો બની ને રમતા, ક્યારેક વાચેલુ એક બીજા ને કહેતા તો ક્યારેક કોઇ વિષય નક્કિ કરીને થોડુ થોડુ [...]
Jul
28
2010
માણસોની દિવાલ ને માણસોનુ છત નહિ બારી નહિ બાર વાળીચોળીને નવરા થયા ને કોઇ પગલા પાડે એ રાહ ગઇકાલનો કોથળો લઇને ખભે લોથપોથ આજ ઢસડતા મોરલાના ટહુકાતો આઘા ઘણા, ચી ચી થીય મલકાતા ઉધામો આ સન્નટાનો ને અકળાવે ઓલો શેરી નો શોર ઘર લઇને બહાર નિકળ્યા અને ઘરમા પુરેપુરુ બઝાર પોતીકા પૂછે નહિ, સૂનમુન મમતા [...]
Jul
10
2010
નવી ઓઢણીમાં નવરંગ ભાત,પાલવે આભલા ટાંક્યા આયનાએ આંખ મારી, ને લાલ-ગુલાલ શરમાયા! બારસાખને તોરણ અમે મોતી થઇને પરોવાયા, ઉંચી મેડીને દિવડે અમે દિવેલ થઇને પુરાયા ઇશારે ઇશારે અમે થોડુ ઉગ્યા ને થોડુ આથમ્યા પરોણાએ પુછાયા, ને પગલે પગલે પરખાયા અપેક્ષાએ ઉણા ઉતર્યા,તો અમે સાવે પરાયા રેશમી રેશમી અમે કેસરી કેસરી કરમાયા! પીયરની ચુંદડી ઓઢી અમે [...]
May
29
2010
અનુરાગી અમીરોને ખબર છે આંસુઓની કિંમત શું છે ! ઘણીવેળા તો ગટરમાં વહિને ગંગા સુધી પહોંચ્યા છે ને કીચડમાં પડીને કમળના બીજને પણ સિંચ્યા છે કોઈ નાદાનીએ આંસુને શરાબની બોતલમાંય ભર્યા છે વળી કોક હાસીને ઠોકરે ઠોકરે કાળા ભંમર થઈ રહ્યા છે ક્યારેક એ સહાનુભૂતિની સંકડાશમાં ફસાઈ ગયા છે જેને વહાવ્યા નથી આંસુની કિમંત એને [...]
May
28
2010
બધાની દુનિયાનો અલગ અલગ છે વ્યાસ સમે સમે સફળતાનો અલગ અલગ ક્યાસ ન જાણુ ખપનો ક્યા, કેટલો ને ક્યો અભ્યાસ જાણી જોઇને અમે પાળ્યો છે ખુંખાર આભાસ બરફને બંગલે સજાવ્યો છે અમારો નિવાસ સુતરને તાંતણે કસીને બાંધ્યો છે વિશ્વાસ..
May
25
2010
મારા ઓરડાની બારીની બરાબર સામે એના મકાનની દિવાલ, બારી અને દિવાલ વચ્ચેથી પસાર થતો નાનકડો રસ્તો, જે શહેર જતા રસ્તાને મળે છે. કોઇ માલણના ફુલોની ટોકરીમાંથી, ફુલોની સુગંઘ જબરજસ્તી બારીમાંથી ઓરડામાં પ્રવેશે છે. કોઇ ફળવાળાના ટોપલાના ફલોના રંગો મારી આંખોએ ચડે છે.શાળાએ જતાં ભુલકા અને એની કામઠી માં વચ્ચેનો સંવાદ અનાયાસ કાને અથડાય છે. ક્યારેક [...]
May
14
2010
ઘુઘવતા સમંદરનું સૌદર્ય માણતા માણતા, પ્રસાદના પડિયામાંથી મીઠાઇ મારી ગયા! પાણીની બોટલ ખાલી ને જીભને ગળચટ્ટો સ્વાદ ઢળતી સાંજ ને મોટો પટ,તુટેલ ચંપલ ને આ રેત, ઉપરથી સતાવે જીભ ઉપરનો એ ગળચટ્ટો સ્વાદ મુકામ થોડો દૂર રહ્યો અને બઝાર પૂરી બંધ! વાળુ વેળા થઇ ગઇ અને બારણા બધા બંધ! કેવો પજવે આ જીભ ઉપરનો ગળચટ્ટો [...]
May
10
2010
મોટાની વાત બધી મોટી, હું તો કહું છુ બસ અમથી ઓલો સૂરજ સંધ્યા સંગ સુવે , ને ઉઠે બાહુમા ઉષાની! નદીયુ સમર્પે ખુદને પૂરેપુરી પણ સાગરને ચાહત ચંદ્રની! મોરલાની ફરતે ઘુમે ઢેલડી ને મોરલો ચાહે ઓલી વાદળી! “કાકુ”