એને જરા સારું લાગે… -કાકુ

By: | Post date: November 1, 2017 | Comments: No Comments

Posted in categories: Uncategorized Uncategorized

ફળો બધાં વેડાઈ ગયા
ને પાન બધાં ખરી ગયા
નિશબ્દ ઉભા ઝાડવા,
સૌ પાનખરને પી ગયા.
કબાટ માંથી લીલી સાડી કાઢી
ફૂલ-પાંદડાંની ભાત વાળી
થયું લાવ ઓઢાડી દઉં ઝાડવાને
એને જરા સારું લાગે…
ને તમે નહિ માનો;
ઝાડવાઓ ફરી સજવા લાગ્યા
ને એની આંગળીઓ
ચોકલેટી ચોકલેટી થવા લાગી!

ચાંદીની રૂપાળી થાળી જેવા
આકાશી કમળ ચંદ્રમાને
ચન્દુ સઘળા કોસે એવું
ચાંદમાં ડાઘ છે ચાંદમાં ડાઘ છે
ને ધીરે ધીરે ચાંદ ઘસાવા લાગ્યો
બાલદી પાણી ને સાબુ લઇ
ઉચી ઈમારતની અગાશીએ જઈ
થયું લાવ નવરાવી દઉં ચાંદને
એને જરા સારું લાગે…
ને તમે નહિ માનો;
ચાંદ ધીરે ધીરે વધવા લાગ્યો!
એની છટા છવાઈ ચોમેર
ને ચાંદની ચાંદની થઇ રહી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Powered By Indic IME