પત્ર

By: | Post date: May 27, 2015 | Comments: 2 Comments

Posted in categories: Uncategorized Uncategorized

પૂજ્ય બેન, મોટાભાઈ,

કુશળ હશો /છીએ. આ સાથે અમે ૧૧ દિવસ ફ્રાન્સ અને સ્પેનનો પ્રવાસ કર્યો એનું થોડું વર્ણન કરું છું.કદાચ તમને ગમશે.

અમે લંડનથી ગાડીમાં ડોઅર નામના બંદર આવ્યા અને અમારી ગાડી શીપમાં ચડાવી દીધી, લગભગ બે કલાકે કેલે નામના બંદરે- ફ્રાન્સ- અમે ગાડી સાથે ઉતર્યા અને પેરીસ ૩ કલાકમાં પહોચી ગયા.પેરીસ ફ્રાન્સનું મોટું શહેર છે.અહીની નગર રચના ખુબ સુંદર છે, મોટામોટા પથ્થરોના ભવ્ય બિલ્ડીંગસ્ છે, સરસ રસ્તાઓ અને રસ્તાની બંને બાજુ ઝાડવા જે સરખી ઉચાઈએ અને ચોરસ બધાંજ સરખાં કાપીને માણસોએ કુદરતની કળા ઉપર પોતાની કલાની કલગી લગાવી છે. શહેરની વચ્ચે નદી છે નદીમાં હોડીથી બે કલાકની ટુર થાય છે,વચ્ચે આવતાં પૂલને પત્થરોથી કોરીને, રંગીને ખુબ આકર્ષક બનાવ્યા છે. દુનિયાની અજાયબીઓ માંથી એક -એફીલ ટાવર અહી છે,
જે દિવસ કરતા રાતના વધારે સુંદર દેખાય છે.પુરેપુરો પીળી લાઈટથી ઝળહળતો ઉંચો ઉંચો ખુબ ઉંચો લોખંડનો મિનારો છે જેને દર કલાકે ૧૦ મીનીટ લબક-ઝબક થતી સફેદ લાઈટથી ઝળહળાવે છે જે અતી સુંદર અને ભવ્ય દેખાય છે.આ કાર્યક્રમ રાતના ૧ વાગ્યા સુધી ચલે છે. અમે દોઢ વાગ્યા સુધી ત્યાં હતા. દુનિયા ભરના પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ત્યારે ત્યાં હતા! ટાવરની એક બાજુ ખુબ મોટો અને સરસ બગીચો છે, જ્યાં લોકો પતપોતાની રીતે મજા કરે છે, ફોટાઓ,વીડીઓ પાડીને સફરની યાદો ભેગી કરી લ્યે છે.માધવ ઘણું જાણતો હોયને વચ્ચે વચ્ચે અમને બધું સમજાવતો હતો, તેથી અમારી મજામાં વધારો થતો હતો.
અહીના લોકો લાંબા અને ગોરા, ફેશનેબલ અને રંગીલા છે.લોકો પોતાની ભાષામાજ બોલે છે. ઈગ્લીશ નથી બોલતા કદાચ તેઓ ઇગ્લીશને નાપસંદ કરે છે.અહી મેકઅપ અને પરફ્યુમ સારા મળે છે, આઈસ્ક્રીમ અને ચોકોલેટ ખાવાની મજા આવે છે.બાકીતો અમે ત્યાં કેરેવાન માં રહ્યા હતા તેથી અમારું જમવાનું બનાવી લેતા હતા.પણ એક વાર શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા.જ્યાં હિન્દીમાં વાતચીત થતી હતી અને એ એરિયામાં ગુજરાતી બોલવા વાળા પણ અમને મળી ગયા હતા! પરદેશમાં આપણા લોકોને આપણી ભાષામાં વાત કરતા અને આપણા નામો સાથે ધંધો કરતા જોઈને ખુશીમાં ઉમેરો થાય એ સ્વાભાવીક છે.અમે પેરિસના રસ્તાઓ ઉપર ખુબ ઘૂમ્યા, ચોકલેટની ફેક્ટરી અને શોપિગ સેન્ટરો જોયા. પ્રમાણમાં અહી વસ્તુઓ ખુબજ મોંઘી વેચાય છે.અહી ત્રણ દિવસ રોકાઈને અમે સ્પેન જવા રવાના થયા.

૧૦ કલાકનો રસ્તો હતો માધવ એકલોજ ડ્રાયવર હતો.પણ વાતચીત, ખાવાપીવાનું અને કુદરતનું સૌંદર્ય જોવામાં રસ્તાની થકાન મહેસુસ થતી ના હતી. રસ્તા પહોળા અને વ્યવસ્થિત છે. રસ્તાની બંને બાજુ ઉચા ઉચા ડુંગરા, ઊંડી ઊંડી ખીણો,મોટા મોટા જંગલો અને એ બધુજ મોટા મોટા ઝાડવાઓથી લીલુંછ્મ! લીલો, ઘાટોલીલો,પોપટી લીલો ,એંવાં લીલા રંગના શેડથી નયનરમ્ય ભાત રચાતી હતી.રસ્તામાંજ સાંજ પડી અને સંધ્યા નો નઝારો શરુ થયો,ચાલતી ગાડીએ ઝાડવાઓની પાછળ નટખટ કિશોરીના દુપટ્ટાની માફક સોનેરી આકાશ લહેરાતું હતું. ડુંગરાઓ ની પાછળથી ક્યારેક આખો ક્યારેક અડધો ક્યારેક થોડો અમથો, સોનીએ ઘડેલા નવા નવા સોનાના ઘરેણાં જેવો તેજસ્વી ચમકતો સૂર્ય આંખમિચોલી રમતો હતો.કદાચ શ્રીક્રુષ્ણની સોનાની દ્વારકા ઉપર સ્યમંતક મણી આવોજ સુંદર ચમકતો હશે!?

જોતજોતામાં સુરજ આથમી ગયો.અને અમે સ્પેનમાં પ્રવેશી ચુક્યા. અહી બંને દેશો વચ્ચે બોર્ડર જેંવું કશું નથી, પાસપોર્ટ કે વિસાની માથાકૂટ નથી. સ્પેનમાં પહોચતા જ દરિયાની સુગંધ અને અસર વરતાવા લાગી લીલોતરી થોડી ઓછી થઇ ગઈ.અમે કડાકસ્ નામના ગામમાં રાતના રોકાઈ ગયા. સવારે ગામમાં થોડું ફરીને અમે પાછી સફર શરુ કરી અને સીડગીસ નામના ગામમાં એક ફ્લેટ રાખ્યો હતો,ત્યાં આવી ગયા, જે દરિયા કિનારે છે, અહીનો દરિયો સ્વચ્છ અને લીલારંગનો -બાપુજીની આંખના રંગ જેવો છે.અહીંથી અર્ધો કલાક દુર બાર્સલોના સ્પેનનું મોટું શહેર છે જે દુનિયામાં ટુરીસ્ટ પોઈન્ટમાં જાણીતું છે. સુંદર દરિયા કિનારો છે , દરિયા ઉપર રોપવે બનાવ્યો છે.ઘણા એતિહાસિક સ્થળો, કિલ્લાઓ અને મ્યુઝિયમ છે.મોડી રાત્રી સુધી ઝળહળતું બઝાર છે.અહી સયકાલ અને સ્કૂટર ભાડેથી મળે છે, છોકરાઓને દરિયો અને સ્કુટરમાં જ વધારે રસ હતો.ત્રણ દિવસ રોકાઈને અમે પાછા ફર્યા.

પાછા ફ્રાન્સ આવ્યા, ડિઝનીલેન્ડ જે દુનિયામાં જાણીતું છે. આના વિશે માધવે એના માલિક વિશે, એનો ઇતિહાસ એનું વર્તમાન એ બધું કહ્યું હતું પણ એ બધું તો મારાથી નહી લખાય. પણ આ એક ખુબ મોટી જગ્યામાં, પાંચ વિભાગ માં પથરાયેલ ગાર્ડન છે જ્યાં ઘણી બધી રાઈટસ્, સ્ટુડીઓ વગેરે છે. એક ઇન્ડિયન થીમ છે જ્યાં આપણી જૂની મૂર્તિ, આપણા જંગલ જેવું તમારા ,જીવ -જંતુ તેમજ પક્ષીના અવાજ કૃત્રિમ રીતે ઉભું કર્યું છે , મજા આવી. એક રાત રોકાઈને બીજે દિવસે એજ રસ્તે પાછા ઘેર ….દુનિયાનો છેડો…

ઉષાના વંદન

2 Comments

  • kaku says:

    માં-બાબાને ખુશ કરવાનો આછો-પાતળો ક્યારેક થોડો પ્રયત્ન કરી લઉં છું. પણ તું એટલી સ્પેશિઅલ છે કે તારા માટે કશું નથી કરતી!

  • nitashah says:

    Dear Ushashi.
    I have read your parents letter , sorry about it . I thinkpartly it’s my rite as well. ! I am very happy for your family holiday
    love you . See you soon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Powered By Indic IME