મારા ઓરડાની બારીની બરાબર સામે એના મકાનની દિવાલ, બારી અને દિવાલ વચ્ચેથી પસાર
થતો નાનકડો રસ્તો જે શહેર જતા રસ્તાને મળે છે.કોઇ માલણના ફુલોની ટોકરી માંથી ફુલોની
સુગંઘ જબરજસ્તી બારીમાંથી ઓરડામાં પ્રવેશે છે. કોઇ ફળવાળાના ટોપલાના ફલોના રંગો મારી
આંખોએ ચડે છે.શાળાએ જતાં ભુલકા અને એની કામઠી માં વચ્ચેનો સંવાદ અનાયાસ કાને
અથડાય છે.ક્યારેક એકલદોકલ પસાર થતા રાહીના પગની ગતી તેના અંતરની ગડમથલને
ગણગણતી દેખાય છે.કદિ જુલુસમા ભળવા ઉતાવળા ચાલતા લોકો તો કદિ રમતના મેદાને જતા
બાળકોનો જોશ જોવા મળે.મારો નાનો ઓરડો અને બારી સામેનો નાનકડો રસ્તો આવડી દૂનિયા
જાણે રોજ રોજ નવી નવી લાગે છે.સામેની દિવાલ કશુજ બોલતી નથી, ને મારી બારી કદિ મુંગી રહેતી નથી!