ઉજાસ – “કાકુ”

મૃદુ હસે છે રવિ નભાન્તે-

ડુંગર પાછળથી ફરી ફરી દ્રષ્ટીમાં સૃષ્ટી ભરી

અહા, ઉજાળી છે સૃષ્ટી કંલાકો તપી તપી!

સમજી ચાલ્યો, હવે ન આવશે અંધકાર ફરી.

સંતોષાયો , અંધકાર હણાય ગયો એનાથી!

પીઠ ફેરવી સુતો, જાણી સૃષ્ટી છે હવે સુખી સુખી.

પણ ના,

રવિ તણુ રશ્મી તો રવિ સાથે જ ગયુ,

જ્યોતિ જાતા સ્થાન તિમિરે ભરી દિધુ.

ઘણાએ મહામાનવીઓ આવી ને ગયા,

કાયા જલાવી જલવી કિરણ પાથરી ગયા

સૃષ્ટી ઉજાળી સ્વર્ગે સંતોષ લઇને સુતા!

એ ના જાણતા કે, ઉજાસ સાથે જ લઇ ગયા!

Leave a Reply