માનવી – “કાકુ”

જન્મ અને મૃત્યુ વચ્ચેની સફરમાં કેટલી વખત જન્મ પછી જન્મે છે માનવી ને મૃત્યુ પહેલા કેટલી વખત મરે છે માનવી? હર એક નવા સંબંધોથી, નવા અનૂભવથી, નવા અભ્યાસથી અને નવી પરિસ્થિતિથી નવો જન્મે છે માનવી! કદિ અરણ્યનો ખૂંખાર પશુ માનવી, તો કદિ ઉપવનનો ઋષી માનવી! હર એક માનવી એક નવલકથા! હર એક નવલકથાનું કોઇ એક પાત્ર હર એક માનવી, હર એક મનવીની એક કહાની. કોઇ શબ્દોમાં કંડારાય ને ઇતિહાસ બની જાય તો કોઇ ઇતિહાસમાં ધરબાય જાય! પૂરી દુનિયાનુ હર એક પશુ માનવી,પક્ષી માનવી, દેવ માનવી, દાનવ માનવી અને માનવી પણ માનવી!……જન્મ્યા પછી કેટલી વાર જન્મે છે માનવી! મૃત્યુ પહેલા કેટલી વખત મરે છે માનવી?

હર એક હારમા,ચાલમાં, વારમાં મરે માનવી. સંબંધો, સમૃધ્ધી અને શાખ સંભાળવામાં ને તેમાં સરકવામાં પણ મરે છે માનવી! કૈંક શોધવામાં ને કૈંક છુપાવવામાં મરે છે માનવી!

આકાશની ઉંચાઇથી સમંદરના ઉંડાણ સુધીની સફર, જન્મથી મૃત્યુ સુધીમાં જીવે છે માનવી!!!

Leave a Reply