શબ્દની સીમા વટાવી ગઇ નજર
નજારાઓ ભમે ફરતી નજરે નજર!
નજર પાથરી, ખુમારી થઇ ખંડિત
નજર ઝુકાવી, શરમ જો સળવળી
નજર ઉઠાવી, તકરાર થઇ સાબદી
નજરથી નજર રમે ને પાંગરે પ્રેમ!
નજરથી ચકમક ખરે, ફણગે નફરત
નજર બદલે ગજબ રંગ-રાગ ને રુતબા!
શબ્દની સીમા વટાવી ગઇ નજર
નજારાઓ ભમે ફરતી નજરે નજર!
નજર પાથરી, ખુમારી થઇ ખંડિત
નજર ઝુકાવી, શરમ જો સળવળી
નજર ઉઠાવી, તકરાર થઇ સાબદી
નજરથી નજર રમે ને પાંગરે પ્રેમ!
નજરથી ચકમક ખરે, ફણગે નફરત
નજર બદલે ગજબ રંગ-રાગ ને રુતબા!