Archive for February, 2010
Friday, February 26th, 2010
તારલા ભરેલી છાબડીમાં, પતલું રૂપાળુ પીછું બીજચન્દ્રનુ
બસ ત્યાંથીજ ટપક્યુ, મઘમઘતું સ્વપ્ન પુર્ણીમાનુ!!!
આંખને પાલવ – “કાકુ”
Tuesday, February 23rd, 2010આંખને પાલવ એક મોતી ભર્યુ,
એને સાગરમા મેં તો સંતાડ્યું
ચંદ્રમાને જોઇને એવુ તો સળવળ્યુ
કે ચાતકની આંખોથી વરસ્યુ!
એવુ જ અડપલું એને મોરલાનું કર્યુ
કે વાદલીના રંગે એ ટહુક્યુ!
ને મોરપીછમાં ટીલું થૈને ટપક્યુ
કૃષ્નના મુગટમા જઇ ને ઝળુક્યુ
પછી એની વાંસળીમાં થૈને સરક્યુ!
ને ગોકુળ થઇ ગયુ આખુય ગાંડુ ગાંડુ!
કીડીની માએ કહ્યુ…’કાકુ’
Tuesday, February 23rd, 2010કીડીની માએ કહ્યુ,
લાઇનમાં જાઓ ને સંભાળીને સાકર લઇ આવો
એકલ-દોકલ છુટા-છવાયા પામર થઇ ના ફરજો
એક-મેક્ની સાથે રહીને પૂરો સાપ તાણી લાવજો
નાના કદની નાની વાતુ કરી કદિ ના શરમાવજો
એક શાણી ચાલ ચાલી હાથીને ધુજવજો- હંફાવજો
શાહિ સલ્તનતને છાજે એવો એક રાફડો ચણાવજો
કલા કારીગરી ને ઠાઠ માઠથી એને ખુબ સજાવજો
શાનથી જીવ્યાની મિસાલ મુકીને શાન લૈને મરજો!
કીડીની માએ કહ્યુ……!!
ચાતક – “કાકુ”
Friday, February 19th, 2010નભ રમ્યે રમે ચંદ્રમા સીતારા લૈ સંગમા
શિતલ, સૌદર્ય, નમણી મસ્તી ભરી અદા!
જુએ અનિમેશ ચાતક, દ્રષ્ટી એક તોડી ના!
વાહ ચાતક પ્યારા! પ્યારની તારી પરીભાષા!
અરે ઓ પ્યારા ક્યું બિંદુ વસે છે હૃદયમાં તારા?
કદિ ચહ્યું જાણવા તેં ચંદ્રમા જુએ છે તને પ્યારમાં?
હું અને તું -”કાકુ”
Tuesday, February 16th, 2010‘હું’ અને ‘તું’ની રમત શરબતી મખમલી ગુલાબી ગુલાબી
ઓચીંતાનુ ‘મેં’ ને ‘તેં’નુ ધીંગાણુ જામ્યુ કડક કેનવાસી!
લેણ-દેણ ને જમા-ઉધારની વણલેખી ખુલી ખાતાવાહી,
‘મારા’-'તારા’ના ભાગાકારે થઇ સણસણતી બાદબાકી!
Wednesday, February 10th, 2010
શબ્દોની દુનિયા કોને, ક્યારે અને કેવી રીતે બનાવી? ઘણા પ્રષ્નોના જવાબ નથી હોતા તેમજ આ પ્રષ્ન પણ વણ ઉકેલ્યો લાગે છે. પણ શબ્દોની દુનિયા-એક ભાષા, બોલવુ, સાંભળવુ, લખવું, વાંચવું- શબ્દ એક સાકળ.
શબ્દના સામ્રાજ્યમાં ‘હું’, ‘મેં’, ‘મને’, અને ‘મારૂ’ તું ,તેં અને તારૂ વસે, આ એક અને બે અક્ષરોના શબ્દોનુ વજન પૂરી સૃષ્ટીના વજન જેટલુ.!
‘હું’ એશબ્દોના આસામ્રાજ્યનો શહેનશાહ! હુંની સાથી એક અરીસો ઉભો થાય કે જે ખુદના વ્યક્તિત્વનું વક્ત્વ્ય કરે. હું તો સૃષ્ટી, સબંધ, સુખ, દૂઃખ, સમજ નાસમજ, આશા, નિરાશા, ઉપેક્ષા, સ્વપ્ન, આરામ, માન, અપમાનઅ ને એવુ બધુંજ હું તો.અને હું નહિ તો કશુ જા નહી!
‘મેં’ એતો કર્તવ્યની ડાયરી! દરેક સફળતા-નિષ્ફળતાનું સરવૈયુ,સમજી-નાસમજીથી, પ્રેમથી-મજબુરીથી, ફરજથી કે શોખથી કરેલા દરેક કર્મના હિસાબનો?ચોપડો!
શબ્દ – “કાકુ”
Tuesday, February 9th, 2010શબ્દ – શબ્દ બ્રહ્મા-શબ્દ વિષ્નુ શબ્દ રુદ્ર શબ્દ શક્તિ અને સરસ્વતી. સૃષ્ટીનો એક પણ ખૂણો શબ્દ વિહોણો નહી! કેવડુ મોટું ઐષ્વર્ય અને આશ્ચર્ય આ શબ્દ! શબ્દ મૌનમાં, નઝરમાં, હાસ્યમાં, કલ્પનામાં અને સંવાદમાં.શબ્દ ઘુઘવતા સાગરમા, ખળખળતા ઝરણામાં પવનના સૂસવાટામાં જંગલના ઝાડવામાં, વિજળીના ગગડાટમાં, વરસતા વરસાદમાં, સૂમસાન રાતમાં, દિવસના ઘોંઘાટમાં.
શબ્દો- કેવા છે આ શબ્દ? શબ્દ ક્યારેક નવોઢાના ઢળેલા નયન જેવા તો ક્યારેક કાળી નાગણના દાંત જેવા. ક્યારેક ચાંદની રાતની રાતરાણી જેવા મઘમઘતા તો ક્યારેક વૈશાખના બપોર જેવા બળબળતા! શબ્દ ક્યારેક નવજાત શિશુના રૂદન જેવા તો ક્યારેક વિધવાના તુટતા કંકણ જેવા. શબ્દ ક્યારેક ઘી સાકરની મીઠાઇ જેવા તો ક્યારેક હળાહળ ઝેર જેવા. શબ્દ માના ખોળાના આરામ જેવા તો વળી ડાકણનો બિહામણો પંજો! શબ્દ મંદિરમા જલતો ઘીનો દિવો તો વળી મૃત્યુનો ઘંટ નાદ! શબ્દ સાગરના તળીયા જેટલા ઉંડા તો પર્વતની ટોચ જેટલા ઉચા, ક્યારેક સૂકા તુંમડા જેવા પોલા તો ક્યારેક સિહા જેવા નક્કર. શબ્દ સંગીત શબ્દ ઘોંઘાટ, શબ્દ શક્તી શબ્દ મુફલીસી. શબ્દ કોડી જેવા સસ્તા તો મોતી જેવા મોંઘા! દરેક જગ્યાએ શબ્દ, શબ્દ સર્જનમાં દરેક વિસર્જનમા!
?
કાગડાએ દૂર રહેવું. – “કાકુ”
Monday, February 8th, 2010હંસોનુ ટોળુ ઉડ્યુ ને કગડાને આવ્યુ હસવું ,
આંખ મિચકારી એક-બીજાની સામે જોયુ!
ખાલી મોતી ચણવા સમંદર પાર ઉડવું?
ભૈ આવું ગણિત આપણને ના પરવડતું.
વ્યવહારુ કાગડાએ મોતી કેમનુ પચાવવું?
હંસોની વાત હંસો જાણે, કાગડાએ દૂર રહેવું.
Monday, February 8th, 2010
મારા ઓરડાની બારીની બરાબર સામે એના મકાનની દિવાલ, બારી અને દિવાલ વચ્ચેથી પસાર
થતો નાનકડો રસ્તો જે શહેર જતા રસ્તાને મળે છે.કોઇ માલણના ફુલોની ટોકરી માંથી ફુલોની
સુગંઘ જબરજસ્તી બારીમાંથી ઓરડામાં પ્રવેશે છે. કોઇ ફળવાળાના ટોપલાના ફલોના રંગો મારી
આંખોએ ચડે છે.શાળાએ જતાં ભુલકા અને એની કામઠી માં વચ્ચેનો સંવાદ અનાયાસ કાને
અથડાય છે.ક્યારેક એકલદોકલ પસાર થતા રાહીના પગની ગતી તેના અંતરની ગડમથલને
ગણગણતી દેખાય છે.કદિ જુલુસમા ભળવા ઉતાવળા ચાલતા લોકો તો કદિ રમતના મેદાને જતા
બાળકોનો જોશ જોવા મળે.મારો નાનો ઓરડો અને બારી સામેનો નાનકડો રસ્તો આવડી દૂનિયા
જાણે રોજ રોજ નવી નવી લાગે છે.સામેની દિવાલ કશુજ બોલતી નથી, ને મારી બારી કદિ મુંગી રહેતી નથી!