ધુપસળીની સુગંધ અને દિપમાળનો પ્રકાશ
સાવ નજીક તારા મંદિરની ઝાકમઝોળ,
પણ મારે પોપચે ઝડ્યુ મોતી કે ઉચકાય નય
ને પાપણ્યુમાં પ્રીત બહુ એતો અળગી થાય નય
આરતીની જાલર ને શંખનાદ સંભળાય
શ્યામસુંદરની મુરત મીઠુ મીઠુ મલકાય
પણ મારા કાનના ઝુમખા લટકમટક થાય
કે આયનાથી અળગુ થવાય નય.
મારા ઝાંઝરામાં ઘુઘરી માલંમાલ
ઉઠુને બેસી જાવ થોડુ ચાલુને પાછી આવી જાવ.
તારા મંદિરને પગથીયે દિવા નવ નવ
મારા મહેલના પગથીયા પાંચ ઉતરાય નય.