Archive for January, 2010

The Amazing Lyrebird of Australia – Unseen Footage

Friday, January 29th, 2010



પગથીયા પાંચ ઉતરાય નય – “કાકુ”

Wednesday, January 27th, 2010

ધુપસળીની સુગંધ અને દિપમાળનો પ્રકાશ

સાવ નજીક તારા મંદિરની ઝાકમઝોળ,

પણ મારે પોપચે ઝડ્યુ મોતી કે ઉચકાય નય

ને પાપણ્યુમાં પ્રીત બહુ એતો અળગી થાય નય

આરતીની જાલર ને શંખનાદ સંભળાય

શ્યામસુંદરની મુરત મીઠુ મીઠુ મલકાય

પણ મારા કાનના ઝુમખા લટકમટક થાય

કે આયનાથી અળગુ થવાય નય.

મારા ઝાંઝરામાં ઘુઘરી માલંમાલ

ઉઠુને બેસી જાવ થોડુ ચાલુને પાછી આવી જાવ.

તારા મંદિરને પગથીયે દિવા નવ નવ

મારા મહેલના પગથીયા પાંચ ઉતરાય નય.

Monday, January 25th, 2010

ચંદ્રમાને સાથે લઇલે કે સમંદર ઢુંકડો આવે

વસંતના વાવડ દઇદે કે ઉપવન આખ્યું ખોલે

ઓઢણીએ વાદળ લહેરાવ કે મોરના ઝાંઝર રણકે

સપનાના આંજણ આંજીલે ને કંકુના ચાંદલા કપાળે.

બનાવી દે – “કાકુ”

Monday, January 25th, 2010

મને તું મુળીયું બનાવી દે,પાંદડાને પાનખર ડરાવે છે.

મને તું આગિયો બનાવી દે, ચોમેર અંધારૂ ડરાવે છે.

મને તું તમરું બનાવી દે, આ સન્નાટો બહુ મુંજવે છે.

મને તું સમંદર બનાવી દે, ઝરણાને તો દુકાળ ડરાવે છે.

મને તું તરાપો બનાવી દે, આ ઊંડાણ મને ડુબાડે છે.

હવે તું અહીં નગર સજાવી દે, જંગલીયત સતાવે છે

મને તું માનવી બનાવી દે, આ જંગલ બહું ડરાવે છે.

ઉજાણી – “કાકુ”

Sunday, January 24th, 2010

અલગ અલગ ક્યારા ને અલગ અલગ ફસલ

તારી વાડીમાં ઝુમે જોને કેવી અસલ ફસલ!

શેરડી ને એરડી, કપાસ ને માંડવીની ફસલ

રંગબેરંગી ફળ-ફૂલની ભરી છાબડી છલોછલ

ઘન ને ઘાન ઢગલે ઢગલા કેવી તારી મહેર

અલગ અલગ રંગ, રૂપ અને અલગ છે સૂગંધ!

તારી વાડીમાં કેવી ઉભરે રંગોળી રંગેરંગ

મોસમ મોસમ ધરે નવલા નવલા રંગરૂપ

અવનવા રંગ વળી ઉલ્લાસ અને ઉજાસ!

ઉજાણી ઉલ્લાસની, વાડીમાં મળ્યો મુકામ.

શબ્દો – “કાકુ”

Thursday, January 21st, 2010

કૈંક આડા અવળા-ઉલટા સુલટા,

શબ્દો સમેટી બંધ હોઠોમાં સીવ્યા

એ આંખોથી ઉભરાયા ને છલકાણા

ચહેરા ઉપર આવી આવીને ઝળક્યા

કદિ મૌન બનીને મીઠુ મીઠુ મલક્યા,

તો કદિ સન્નાટો થૈને કેવા તાડુક્યા?

ઝાંઝરમાં ઝણક્યા, બંગડીમાં ખખડ્યા

ટપ ટપ કરતા કલમથી એ સરક્યા

અસલ પાણી જેવા શબ્દો બધાં આ

એ ગમ્મે ત્યાંથી મારગ કરી લેતા!!

સંઘર્યા ના સંઘરાતા એ સંધર્યા ના સંધરાતા.

મ્રુત્યુ સુધીની સફરમાં – “કાકુ”

Monday, January 18th, 2010

થોડું થોડું અહિં ઉમેરાય છે કશુક,

સુવાળા- હુંફાળા સ્પર્શે લપેટાય છે કશુક.

મરક મરક મલકે છે કશુક

ધીરું ધીરું ગુંજે છે કશુક

રાડ પાડી પાડીને કહે છે કશુક,

રાતી આંખ કરીને ડરાવે છે કશુક

ક્યાંક ક્યાંક કદિ ખુંચે છે કશુક

ધીરે ધીરે સરકે છે કશુક

કણ કણ કરીને ખરે છે કશુક

શીતલ ચાંદનીમાં ફોરે છે કશુક

સૂરજની રોશનીમાં આથમે છે કશુક

જાજી તો ખબર નથી અમને પણ,

મ્રુ ત્યુ સુધીની સફરમાં આવુ આવે છે કશુક.

અજાણ્યા મલકમાં – “કાકુ”

Sunday, January 17th, 2010

આ અજાણ્યા મલકમાં અમે સાવ અધુરા અધુરા

એ ફેરિયાઓના અવાજ અને છોકરાઓના દડા,

એ ભીખારીની અરજ અને કુતરાની દહાડ ક્યાં?

આ અજાણ્યા મલકમાં અમે સાવ અધુરા અધુરા.

પાણીની તકરાર તોય પરસ્પર પડોશિઓમા પ્રેમ

આજુ-બાજુ શું રંધાયું અને કોના ઘેર આવ્યું કોન?

આ અજાણ્યા મલકમાં અમે સાવ અધુરા અધુરા

ઘેર આવેલા મહેમાનના હોર્નનો ટિટ્ટીટ..ટીટ અવાજ

ઓટલા ઉપરની મંડળી અને ઉનાળાની અગાશી ક્યાં?

આ અજાણ્યા મલકમાં અમે સાવ અધુરા અધુરા

ધરતીનું રૂપ – “કાકુ”

Wednesday, January 13th, 2010

સફેદ હંસ વાહિની શ્વેતાંમ્બરી સરસ્વતીની મૂર્તીને, સફેદ આરસમાં કંડારી હોય એવું સુંદર રૂપ ધરતીએ આજ ધર્યુ છે. આકાશમાંથી સફેદ પૂશ્પોની પાખડી વરસાવી દેવો જાણે ધરતીના આ સુંદર સ્વરુપને વધાવી રહ્યા છે. પાનખરના મારથી ફળ, ફુલ અને પાન વીહોણા થઇ ગયેલા ઝાડવા જાણે ગરીબની ગુણીયલ નારીએ શણગારેલી ઝુંપડી જેવા શોભાયમાન છે.

(more…)

ઇશની આશનુ સોપાન બીજુ – “કાકુ”

Monday, January 11th, 2010

ઇશની આશનુ સોપાન બીજુ

જન્મેછે ઇસુ લઇ રૂપ નાનુ

હસી મનને મોહતુ એ રૂપ રામનુ

માંની ગોદમા રમે બાળ વહાલુ

માતાની આંખનુ નૂર બાબુ

પિતાની નાવનુ થશે હલ્લેસુ

કુટુમ્બના નામને કરશે ઉંચુ

કબીલાએ કહાનનુ રૂપ જોયુ

સૌ અપેક્ષાથી અજાણ એવુ

અપેક્ષાની શૈય્યા પર સુતુ કેવુ?

બંધ મુટ્ઠીમા પયગામ પ્રભુનો લાવ્યુ

સુતુ શાંત નવજાત માનવ નીરાલુ!