Archive for December, 2009

વાત વારતાની

Wednesday, December 30th, 2009

એ નાના નાના પગમાં કેટલુ જોર ભર્યુ હતુ! નીશાળેથી આવ્યા કે બેગ મુકી ઓસરીમાં શીંગ-દલીયાનું ખીસુ ભર્યુને નાના ભાઇને કાખમાં ઉચકી ઉપડ્યા નદિ કિનારે. નદિને પેલે પાર શિવજીનું નાનકડું સુંદર મંદિર. મદિર ફરતા કરેણ અને ટિકડીના ફૂલોના નાના- મોટા છોડ. છોડની ડાળીએ ડાળીએ પીળા, ગુલાબી અને સફેદ ફૂલો!ચુટી ચુટીને ફૂલોનો ઢગલો ઓટલે બેસાડેલા ભાઇની બાજુમાં કરી, મંદિરની ફરતે દોડાદોડી, પકડા-પકડીના દાવની ધમા ધમી!

ફૂલોને નાની થેલીમાં ભરી, એક હાથમાં થેલીને બીજી કાંખમાં નાનો ભાઇ. આંગણામાં રાહ જોતી ઉભેલી બાને જોઇને પેટમાં પડેલી ફાળ સાથે, અહેસાસ થયો કે કેટલો સમય વીત્યો હશે. માંની આંખમાં ચિંતા અને ગુસ્સો!પેટમાં લાગેલી જબરી ભુખ અને પગમાં લાગેલા કાંટાની બળતરા! નાના ભાઇના વજનથી થાકેલ કંમર ને ફૂલોની ચીવટ માટેની ચિંતા! નદિમાં ભિંજાયેલા કપડા અને સાંજના ઠંડા પવનથી ઠંડુ પડી ગયેલુ શરીર. એક સાથે નાનકડી જાન ઉપર કેટલું જબરું જોર!

આંખમાં આસુ તગતગી ગયુ,બા પરિસ્થિતી પામી ગઇ. ભાઇને મોટીબેનના હાથમા આપી વીખરાયેલા વાળ ઉપર હાથ ફેરવી કહ્યુ ,” તારું ભાવતુ શાક બનાવ્યુ છે, કપડા બદલાવીને જમવા આવ તારી થાળી પીરસુ છુ.” જમીને સુવા જતા બાએ એક વારતા રોજીંદા નીયમ પ્રમાણે કહી. જેમા પશુ અને પક્ષી સમયને સમજે છે અને સાંજ ઢળે ગાય તેની ગમાણમાં અને પક્ષી તેના માળામાં પહોચી જાય છે.એવા સાર વાળી વારતા કહી.અને સમજાય ગયુ આ વારતાનુ તાતપર્ય.

મહેફીલ – “કાકુ”

Tuesday, December 29th, 2009

આ મહેફીલમાં લૂટાય છે કોઇ, વળી ખુદને લૂટાવે છે કોઇ

ખુદને બચાવી બચાવી અહિંથી પણ સરકી જાય છે કોઇ

સાવચેતી ધરી ધરી સલામત રાખે ખુદને કેટલી ઘડી કોઇ?

અધુરા જામ છોડી જાય છે કોઇ,અધુરેથી શરુ કરે છે કોઇ

અમને હજુ સમજાઇ નથી આ રમતની શરતો ઘણી ,

અહિં પોતે જ કરવાના ખુદની હાર-જીતના ફેંસલા કોઇ

વિજેતા સમજતા હતા, નતમસ્તક હતા તેમાના કોઇ કોઇ

અગર જીતીને જાય અહિથી તે વિરલ હોય નક્કી કોઇ!

Monday, December 28th, 2009

મધમાખીએ પ્રેમથી સજાવ્યુ પૂરુ ફૂલોથી ચમન,

ને આ કીડાએ આવી કોરી ખાધુ ફૂલનું દલેદલ!

અજાણ્યો – “કાકુ”

Thursday, December 24th, 2009

સન્નટો જાણે ચીસ ગળી ગયો!

મુછાળો આવી લટાર મારી ગયો

ધુણી ધખાવવાનો મનસુબો કરી ગયો

ભીના ઘાસમાં દિવાસળી ચાંપી ગયો,

નાક ગુંગળાવી આંખ બાળી ગયો

આંસુ સર્યા તો સંત બની ગયો!!

એક હાથ આવ્યો ને છ હાથ ગયો,

શું કરવું હતુ એને અને શુ કરી ગયો??

અજાણ્યા જગે આવી, અજાણ્યો બની ગયો!

તલસે કાન – “કાકુ”

Wednesday, December 23rd, 2009

ગિરદી તણા આ શોરબકોરમાં, એક સૂર તલસે કાન

સુનકાર સીમના સંન્નાટામા, એક શબ્દ તલસે કાન

કિલ્લોલતુ ને હિલોળતું આંગણ વહાણે ચડ્યું ને-

સાંજ ઢળેને બોખલા ઓટલાનો શબ્દ તલસે કાન

તાજી તાજી ગારમાં પડી હતી જે નાની નાની પગલી,

આજ છનછન -છનછન ઝાંઝરનો ઝણકાર તલસે કાન

તારલીયાની ફોજ મોટી પણ તોય સાગર શોધે ચાંદ!

દૂર દૂર ઉભેલા શાંત દરિયાનો ઘુઘવાટ તલસે કાન.

ઓરડામા – “કાકુ”

Monday, December 21st, 2009

આ બારીના ઝરુખેથી-

જોયા ઉગતા આથમતા સૂરજના નઝારા આપણે

મધ્યાહ્ને આવી વસે તડકાનું ચોસલુ ઓરડામા

લઇ રજકણ આવ્યા કેવા વાવાઝોડાના વાયરા

કદિ વાછટ અરસાદની આવી સ્પર્શે વહાલમાં

એવે ટાણે નઝર તારી સ્પર્શે મને ઓ વાલમા

-ને મલકે હોઠ ઝીણુ ઝીણુ ઢળેલી આંખોમા

અનોખી કોઇ ઝણઝણાટી ઉઠે અંગઅંગમા

આખીય દૂનિયાની સંપતી વસે ઓરડામાં!

છે – નથી!! – “કાકુ”

Thursday, December 17th, 2009

આખુય પ્લેટફોર્મ રોકીને, લાંબી લચક આ રેલગાડી ઉભી
આમ તેમ સામાન ગોઠવી, ચતુરભાઇ બેઠા પલાઠી વાળી
સામાનની થાય ના ચોરી , કસીને સાંકળ બરાબર મારી!
આમ તેમ જોઇ વાતની દોર જાલી, ‘ગાડીને ચાલક નથી’!
‘હેં.. શું…!’ સૌની આંખ થૈ પહોળી, ‘ગાડીને ચાલક નથી?’
મેં તો નથી જોયો, તેં જોયો- તેં જોયો? કોઇએ જોયો ભાઇ?
કેવો છે આગળ જમાનો? એક ડાહ્યાએ વાત આગળ ચલાવી
ભૈ હમણાં જ મેં ક્યાક વાંચ્યુ’તુ, આ બધી કમાલ છે કોમ્પુટરની!
સમય અને સ્પીડ સેટ કરવાથી, ટ્રેન ચાલે સાવ ઓટોમેટીકલી!
સાભળી બોલ્યા બુઝર્ગ મો મલકાવી, શાને કરેચ્છ આટલી ઉપાધી?
તરા મુકામે ઉતરી જોજે જરી, ચલાવતોતો કોણ ચાલક આ ગાડી!
ભલેને રહ્યો કોમ્પુટરનો જમાનો, પણ ચાલે છે તો કોક ચાલક જરુરી.
જગે સંભળાય બસ આવો જ દેકારો, ‘ઇશ્વર છે -નથી, છે – નથી’!!

આરપાર – “કાકુ”

Tuesday, December 15th, 2009

કણ કણ કરીને કાંકરી ખરી
એક દિ’ આખી પછીત પડી
રોટલો લૈને કુતરુ નાઠું,
લોટો લૈને નાઠું છોકરું!
મોનાલીસાનુ પોસ્ટર પેલુ
ઇંટુના ઢગલા માંથી જોતુ!
ભૈ દેવા ડેલીએ તાળા શું,
કે બારીએ ટાંગવા પડદા?
રાત પડેને તમરા બોલતા ,
અહિં સૌ આરપાર ઓળખાયા!

Saurashtra & the Union of India…

Sunday, December 13th, 2009

સરદાર પટેલ અને નેહરૂ નો સ્વતંત્રતા પછીનો એક વિડીયો

?

ધરીએ વિશ્વાસ – “કાકુ”

Thursday, December 10th, 2009

મુકો ઝંઝટ ‘છે-નથી, છે-નથી’, એવી,

કરીએ વાત કોઇ સુંદર મજાની.

ઝુકી ઝુકીને ધરાને ચુમતા ગગનની

પ્રુથ્વીના શ્વેત પાનેતર સમા સાગરની

ધરતીની સુગંધના આંગડીયા પુષ્પોની

સરગમના વાધ્યો સમા આ પંખીડાની

માની છાતીએ વળગેલા નવજાત શિશુની

ગગન ગોખે તણાતા રુપાળા મેઘધ્નુષ્યની

ગાજવીજ સાથે વરસતા મેઘ મોતીની

પત્થરોના પેટેથી ફુંટતા મીઠા ઝરણાની

ગુલાલ- કેસુડે રમતા નમતા સૂરજની

સુવ્યવસ્થીત, સુંદર જોઇ કારીગરી બધી

તો હશે કોઇ કારીગર પણ એ વાત નક્કી

ધરીએ વિશ્વાસ, છે જ એ અહિં કહી, અહિ કહી.