Archive for November, 2009
Monday, November 30th, 2009
ધર્મ એટલે વ્યક્તિએ સમાજમાં કેમ રહેવુ અને સમાજે વ્યક્તિને કેમ સંભાળવી તેનો ચીતાર.
મારી આ માન્યતા છે. ખબર નથી કે આમા કેટલુ અધુરુ છે.?
આધ્યાત્મીક લેખો વાચવાથી અમુક અંશે પતનથી અટકી શકાયછે, એવી મારી શ્રધ્ધા છે.
Posted in Uncategorized | No Comments »
Monday, November 30th, 2009
લઇ શ્રધ્ધાપુષ્પ તુજ મંદિરે આજ આવી,
અપ્યુ તેં ઘણું, કશુ માંગવા નથી આવી
સર્જી મને તેં, તને નિહાળવા આવી,
જીવન ભર્યુ છે જીવનમાં, જીવવા આવી
ભૂલા પડી ભવરણે ભટકવા નથી આવી.
બની છું પાત્ર તો કહાની રચવા આવી
મૌન છું કારણ બોલવા નથી આવી
સજાવી તેં આ સ્રુષ્ટી જે નિહાળવા આવી.
Posted in Uncategorized | No Comments »
Monday, November 30th, 2009
આ મહેકી ઉઠી ફુલવાડી ને
કોયલ બોલી મુઠું મીઠુ-
ફુલડે ફુલડે પતંગા ઉડેને,
મયુર નાચે રુમઝુમ રુમઝુમ!
સુંદર અહા! સુંદર સુંદર-
ધરણી આજે સુંદરતમ!
ગીત દરદનુ કાં ગાય બુલબુલ?
દરદનુ? ના ના એ તો દિલનુ.
તેથી તો આટલુ સુરીલુ-મધુરું.
વસંતનુ નઝરાણુ ગીત બુલબુલનુ.
Posted in Uncategorized | No Comments »
Monday, November 30th, 2009
અડધું જાજેરુ તો ચાલ્યા આપણે કેડીને રસ્તે,
સામે ડુંગરની તિરાડમાથી સોનુ સરકે,
ને આંખ્યુને ઓરતા સગડ શ્યામના મળે.
માળે જંપતા પહેલા પંખીડા કલબલાટ કરે
ને સુર સાંભળવા વાંસળીના કાન તલસે.
લઇ જાણીતી ફોરમ ઓલા વાયરા આવે,
ને આશ મારગેથી એક મોરર્પીછ મળે!
એ પહેલાકે સાંજ રાતની પછેડી ઓઢે…
Posted in Uncategorized | No Comments »
Sunday, November 29th, 2009
દરમાં તો ગુંગળાઇ મરતા
બહાર બિલાડા તાકી બેઠા,
ડરના માર્યા રામજી રટવા
જિંદગી જીવવા મરતા જીવડા
?
કાને દીધા હાથ,આંખે બાધ્યા પાટા,
કોને પુછવુ ગુરુએ દિધી કઇ દિક્ષા?
કંઠી, તિલકને ફરતા મણકા
ધરમ ટકાવવા મરતા જીવડા!
?
કો’ક મરતાને કો’ક પરણતા,
જમણવાર અને સેજ, દહેજમાં
શોર, ગોરને રિજવવા જાતા,
રસમ નિભાવવા મરતા જીવડા.
?
રાજાધુતરાષ્ટ્રને લોચન નોતા
કરણ, દ્રોણ અને ભિષ્મ નમતા,
ખુદ શ્રીક્રિષ્નની સામે લડતા!
કસમ નિભવવા મરતા જીવડા!
Posted in Uncategorized | No Comments »
Thursday, November 26th, 2009
લઇ ટાંકણુ ને હથોડી, ટક્ટક કોતરે છે શિલા રુપાળી
નિંદ્રા અને આહાર ભુલી, બેઠો આ શિલ્પી સ્થીર બની
રાત્રી આખીય હ્રદયમાં દોરી, દિવસ ભર પત્થરમાં કોરી
મુરતનુ હાસ્ય દેખી, શિલ્પી ઉભો જરી જોવા ક્રુતિ પોતીકી
મુર્તિ કહે, “ક્રુતિ હું તારી, “શિલ્પી કહે, “ના ના હું તમારી”!
ભક્ત અને ભગવાનમા પણ બસ આજ સંવાદ સંભળાય!!
Posted in Uncategorized | No Comments »
Wednesday, November 25th, 2009
અસફળતાનું ટાપલુ મારી, અભિમાની થતા અટકાવે તું
કોઇ સુંદર પક્તી આપી , વૈચારિક પતનથી અટકાવે તું
ઉપેક્ષાની અનુભૂતી કરાવી, અપેક્ષાના દર્દોથી બચાવે તું
બહારના મિત્રોની ભીડ જાજી ,અંદરના શત્રુથી રક્ષે તું
શીશ ઝુકે કદિ શરમથી તો અનુભૂતિ કરાવે અમીદ્રષ્ટીની તું
શંકા ઉઠે તવ અસ્તિત્વની તો, ગેબી મદદથી શ્રધ્ધા ટકાવે તું.
Posted in Uncategorized | No Comments »
Wednesday, November 25th, 2009
સાથ તારો સાંપડે તો આખીય રાત જાગી લવ
ચકમક ઘસતા તણખો મળે તો દિવો જલાવી લવ
પોહ ફાટતાની સાથે્ જ પ્રકાશને પકડી લવ
જંગલો,આશ્રમો,મહાપૂરુષો અને પુસ્તકો સહુ,
સમેટીને મોતીઓની માળા બનાવીપહેરી લવ.
છીછરા પણ મમ પાત્રને છલોછલ ભરી લવ.
સાથ તારો જો સાંપડે તો સાથ તારો સાંપડે તો—
Posted in Uncategorized | No Comments »
Wednesday, November 25th, 2009
ટકેટકનુ ખાવુ ને રાત પૂરી સુવુ,
પછી બહાર શાને જોવુ?
કોણે કોણે ખાધુને કોણ છે ભુખ્યુ?
એવી જંજટમાં શા માટે પડવુ?
ખબોચીયાનું સ્વર્ગ મળ્યુ છે,
તો કાં ન ભેસા થઇને મહાલવુ?
જનમ્યા જીવ્યા ને મરી ગયા,
એમાનુ કયાય ના નોંધાયુ!
એને જીવતર કેમ કહેવાયુ?
Posted in Uncategorized | No Comments »
Tuesday, November 24th, 2009
નશો ક્યા છે અફિણના ડોડવામાં,જેટલો ભર્યો છે અમારી નસેનસમાં?
હું લંબાયો ને પડછાયો નંદવાયો,તુટ્વાનો શબ્દ એક કાને ના પડ્યો.
ખખડી બંગડી તોય સાવ અજણ્યો, ભર્યો નસેનસમામ એવો નશો,
કમાવામા,ખર્ચવામા, બનવામા બનાવવામા ચડ્યો કેવો નશો?
કહો ક્યા છે નશો વધારે કોઇ બાટલાંમાં કે અફીણના ડોડવામા.?
Posted in Uncategorized | No Comments »