Archive for October, 2009

તણાયા – “કાકુ”

Monday, October 19th, 2009

એ ધસમસતાપ્રવાહને જોઇને, માત્ર જોવાજ ત્યા ગયા હતા

રમતમાં જ પગ પલાળ્યા ને , પુરેપુરા અંદર સરકી ગયા

થયુ’તુ કે તરી લઇશુ મોજ્થી,પણ આપણે તો તણાઇ ગયા!

કોઇ આજાણ્યા કિનારે નીકળ્યા, કોઇ ગેબી હાથ જાલી ને!!

સુંદર – “કાકુ”

Monday, October 19th, 2009

સંપ્રદાયોની કરવતીથી ધર્મ કપાયો,

જે પછી વાડાઓ મા વટાયો,

ને ચર્ચાને ચકદોળે ચડાવ્યો!!

છાનોમાનો સુંદર ત્યાથી સરક્યો,

એ આભ થઇને ઉઠયો,પ્રુથ્વી થઇ ને પથરાયો.

એ પાણી થઇને વરસ્યો, અન્ન થઇને ઉગ્યો.

એ દિપક થઇને પ્રકશ્યો,પ્રેમ થઇને પ્રસર્યો

વાડાને નાડે હજુ લટ્ક્યો નર બીચારો !!

એને ધરમ ના સમજાયો! ઇશ ના ઓળખાયો!

મધમાખી – “કાકુ”

Saturday, October 17th, 2009

એવુ તે શું કહ્યુ મધમાખીએ ફુલોના કાનમાં,

કે હસી હ્સીને ભરી દીધૂ મધ ફુલે તેના હાથમાં?

સ્વાગતમ્

Saturday, October 17th, 2009

અંદરની ઉથલ પાથલ ને વીચારોના વંટોળથી,

ખર્યા જે શબ્દ પુશ્પો,

સજાવ્યા તેને છાબડી માં,

બસ એજ આપના સ્વાગતમાં.

My Husband & Me