પત્ર…

By:

પૂજ્ય બા-બાપૂજી,

કુશળતા ચાહતા અમે સર્વઅહિ કુષળ છૈએ.

ધીરે ધીરે પાનખર આવી રહીછે લક્ષ્મીજીના હાથમાંથી ખરતા સોનાના સિક્કાની જેમ

ઝાડ ઉપરથી પીળા પડી ગએલા પાન સતત ખરી રહ્યા છે. અને થોડજ સમયમાં ઝાડવા

પોતાના બળકોને બધી સંપત્તી વહેંચી દઇ, કંગાળ પણ મક્કમ વૄધ્ધ ડોસા જેવા જણાશે!

અને ઠંડી, વરસાદ અને જોરથી ફૂંકાતા પવન સામે આંખ મિચકારીને કહેશે કે તારા જેવા

તો કઇક જોયા! પણ નાના નાના છોડવાતો બિચરા ઠંડીના મરણતોલ મારથી દયા જનક

પરિથ્સિતીમાં મુકાઇ જશે. આમ છતા દરેક ૠતુને કુદરત પોતાના કલાત્મક પિછડા વડે

શણગારી એને આગવુ સૌદર્ય આપતી હોય છે તેમ પાનખરને પણ એક અલગ સૌદર્ય છે.

રિટાયર્ડ થવાને આરે આવેલા સરકારી કર્માચારીની જેમ સૂરજ વારંમવાર રજા ઉપર ઉતરી

જાય છે, જેથી દિશાઓ બિલકુલ ઝાંખી ઝાંખી અને ધુંધળી થઇ જતી હોવાથી સાવ પતલા પડદા

પાછળ કોઇ રૂપવતી ઉભી હોય એવી કુદરત લાગે છે. અને આકાશમાં જાણે ક્લાસમાં શિક્ષકને

આવતા વાર લાગે અને બાળકો જેવી ધમાલ કરી મુકે એમ વદળાઓ ધમાચકડી મચાવેછે!

ટુંકા ટુકા દિવસો અને લાંબી લાંબી રાત,ગોદડામાં ભરાય રહેવાની અને કોફી પીવાની મજા

આવે એવી આ ૠતુ! જોકે કામઠા લોકો સૂરજની અવગણના કરી ઘડિયાળને કાંટે પોતાના કામ

કર્યે જાય છે!

બસ ત્યા સર્વેને અમારી સ્નેહભરી યાદ આપશો, તબિયત સારી રહેતી હશે જોકે તમારી નિયમિતતા

એ ફિકરથી દૂર રાખે છે…….એજ આપની ઉષાના વંદન…….

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Powered By Indic IME