શ્યામને કહો અમથું અમથું સંતાય ના –કાકુ

By: | Post date: September 5, 2018 | Comments: No Comments

Posted in categories: Uncategorized Uncategorized

શ્યામને કહો અમથું અમથું સંતાય ના ,
એની પાઘડીનું મોરપીછ અમને દેખાય છે!
શ્યામને કહો અમથું અમથું સંતાય ના ,

સાથે ચાલે ને વળી ઝાડવે ઝાડવે સંતાય,
એના પગલાનો રવ અમને સંભળાય છે !
શ્યામને કહો અમથું અમથું સંતાય ના ,

મૂંગા રહેવાને ફૂલોને દે ભલે ફોરમની લાંચ
એના હસવાનો ઈશારો અમને સમજાય છે !
શ્યામને કહો અમથું અમથું સંતાય ના ,

યમુનાની ધારામાં નાહક સંતાય ભલે,
મારી મટકીના પાણીમાં એનો રંગ વરતાય છે!
શ્યામને કહો અમથું અમથું સંતાય ના ,

આભે ચડી ને એ તો ભલે ગેડીદડે રમે
એનો જ રંગે ભરી વાદળી છલકાય છે!
શ્યામને કહો અમથું અમથું સંતાય ના

મૂર્તિમાં છુપાય કે છુંપાય પ્રકૃતિમાં ભલે
પંચ તત્વ થકી એ સર્વત્ર પથરાય છે !
શ્યામને કહો અમથું અમથું સંતાય ના

aabhe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Powered By Indic IME