મને ગોતું છું હું -કાકુ

By: | Post date: November 10, 2017 | Comments: No Comments

Posted in categories: Uncategorized Uncategorized

મારું ને મારાના ગઢ માંથી મને ગોતું છું હું,
ઘાસના ઢગ માંની સોય હું, મને ગોતું છું હું .

ઘોંઘાટ અને સન્નાટામાં, સંગીત અને સંવાદ માં
મૌનને સંગાથે, ‘હું’ શબ્દ એક ગોતું છું હું

નકશા કે નિશાની , ભોમિયા કે સગડ વગર
કોઈ અજાણી કેડીઓમાં, મને ગોતું છું હું .

ધારા, ધજા ને ધોરણથી જરા અળગા થઈને,
ધરામાં પંચતત્વનું તત્વ હું, મને ગોતું છું હું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Powered By Indic IME