ફળિયાનું આકાશ -કાકુ

By: | Post date: July 22, 2016 | Comments: 2 Comments

Posted in categories: Uncategorized Uncategorized

દોમ દોમ જુવાનીએ ફળિયાનું આકાશ નાહ્યા અમે
ભીતને છાયડે બેસીને ધોમ ધોમ તડકો જોયો અમે.
ભૂલી પડેલ ચાંદનીમાં ડૂબીને, ચાંદને ખોજીએ અમે.
દિવાલે ચિતરેલ બગીચાનું પતંગીયું છેડીએ અમે.
ખરીદેલા મોરપીછથી મોરલાનો ટહુકો માણીએ અમે.
કુદરતનું તાપમાન ટી વીની બારીએથી જોઈએ અમે
ઈન્ટરનેટની પાંખે ચડીને, અંતરીક્ષમાં ઘૂમીએ અમે.
ભવની ભવાઈ માં ભળીને હસીએ અમે, રડીએ અમે.

2 Comments

  • kaku says:

    ભાઈશ્રી ,
    મારા બ્લોગની મુલાકાત લઈને મને પ્રોત્સાહિત કરવા બદલ આપનો ઘણોજ આભાર, હું એક ગૃહિણી છું .અને ક્યારેક કઈક સળવળે તો થોડું લખી લઉં છું .બસ મારો પરિચય તો આટલો જ છે .બ્લોગની નામ પ્રમાણેની યાદીમાંથી અગાઉ આપનો અનામિકા બ્લોગના પત્રો મેં વાચ્યા હતા. આપ જુદા જુદા દેશો અને જુદા જુદા વિષયોનું ઘણું જ નોલેજ ધરવો છો.——આપની શુભેચ્છા થી ખુશી થઈ.

  • આપના બ્લૉગ પર મારી આ પ્રથમ વિઝિટ છે. આપનો પરિચય નથી, પરંતુ આપની કલમનો કસબ ગમ્યો. આપ નિયમિત સર્જન કરતા રહો અને ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરો તેવી શુભેચ્છાઓ!

    આપ મારા ‘મધુસંચય’ , ‘અનામિકા’ આદિ પાંચ બ્લૉગથી પરિચિત હશો. તાજેતરમાં મેં વર્ડપ્રેસ પર ‘મુક્તપંચિકા અને લઘુલિકા’ લોંચ કરેલ છે. આપને ગમશે. જરૂર મુલાકાત લેશો. આભાર.
    … હરીશ દવે અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Powered By Indic IME