દેખીતુ તો કઈ નથી -કાકુ

By: | Post date: June 13, 2015 | Comments: No Comments

Posted in categories: Uncategorized Uncategorized

દરવાજો ક્યાં છે અહીંથી નીકળવાનો,
તો અટકવાને દિવાલ પણ ક્યાંછે?
ન ડૂબવા જળરાશી, નહિ તરવા તરાપો,
નથી અહી ચડવા પગથીયા કોઈ
પકડવાને ના કોઈ કઠેડો
ધરતીની માટી આંજી ઉડવું ઘણુએ
વિરમવા માટે ના મુંઢેર કોઈ
દેખીતુ તો કઈ નથી….
પણ રોજ અટકાવું, છટકવું, ડૂબવું, તરવું,
ચડવું,પકડવું, ઉડવું ને વિરમવું પકડી કઈ
તમારી-અમારી કહાની સરખે સરખી
રોજ રાતે નવી નવી વારતા કોઈ
રોજ નવા પ્રભાતિયા, નવી સવાર કોઈ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Powered By Indic IME