દરિયાને સામે પાર – કાકુ

By: | Post date: December 2, 2017 | Comments: No Comments

Posted in categories: Uncategorized Uncategorized

દરિયાને સામે પાર લહેરાય દુપટ્ટો રાતો પીળો
કંચન વર્ણી ઉષા ખોલે આંખ ધીરે ધીરે
નાજુક હાથે ઉલાળે, સુવર્ણ દડો એ આકાશે
ત્યાં તો રણકી ઉઠે શાંત પડેલ વાજિંત્રો સર્વે
ને ઝળકી ઉઠે જગ ગઢના કાંગરા તમામે…
ખુલી જાય પંચતત્વ અને ચૈતન્યનો દાબડો
ને રમે પકડાપકડી જગની બધી ચેતનાઓ!
આ પાર ઉભી હેમાંગીની સંધ્યા અલબેલી
બાહો પ્રસારી જીલે રૂપાળા રવિને નઝાકતથી
લહેરાવી ભગવો પંપાળે તપ્ત ઘરાને પ્રેમથી
સોપે રજનીને સુવર્ણ દડો એ ઘડી બે ઘડી રમી.
થાક્યો પાક્યો સૂરજ સુતો ઓઢી કાળી કામળી.
ત્યાં તો સંતાયેલા તારલા સોં ઝળક્યા આભ મહી
સજીધજી મહેકે રજની ફોરે ચોમેર રાતરાણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Powered By Indic IME