હું માનું છુ કે -કાકુ

ધર્મની ચર્ચા ઘણી વખત અનાયાસે થતી અને સંભાળતી હોય છે .ધર્મ એ મારી દ્રષ્ટિએ સમાજ વ્યવસ્થા છે . ધર્મની અંદર સંસ્કૃતિ, સભ્યતા , સંબંધ ,સંપ્રદાય ,શિક્ષણ,સંગઠન,સરક્ષણ , ન્યાય , કાયદો અને આવા દરેક વિષયો કે જે સામાજિક ધોરણને નીચું પડતા અટકાવે એ બધા વિષયોનો સમાવેશ થાય છે. નાના બાળકોની રમતની પઝલમાં જુદા જુદા ટુકડાંઓને જોડતા એક ચિત્ર બને એ રીતે ઉપરોક્ત બધાં પાસાઓ જોડાય ત્યારે ધર્મ બને . સંસ્કૃતિ કે સંપ્રદાય કદાચ વ્યક્તિ, સમાજ, દેશ,સમય કે સંજોગો પ્રમાણે જુદા જુદા હોય શકે, પણ ધર્મ પૂરી દુનિયા માટે સરખોજ હોય શકે. આજે ધર્મને માત્ર સંપ્રદાયના દાયરામાં બંધાયેલો સમજાય છે. પૂજા, મંદિર, મસ્જીદ,ચર્ચ કે અન્ય સાંપ્રદાયિક સંસ્થાને ધર્મ સંસ્થા ગણી લેવાય છે. જયારે મારી માન્યતા મુજબ પૂજા,પ્રાર્થના, ભક્તિ એ પૂરા ચિત્રનું એક ચોકઠું છે, જેના વગર ધર્મનું ચિત્ર અધૂરું છે. પણ એ એકજ ટુકડો પૂરો ધર્મ નથી.
ધર્મે સમાજનું રક્ષા કવચ છે કોઇ પણ વ્યક્તિ સમાજ વ્યવસ્થાને સ્વીકારનાર ધર્મનો અસ્વીકાર ના કરી શકે, કારણ ધર્મ વગર સમાજ વ્યવસ્થા શક્ય નથી. અર્જુન અને દુર્યોધન વચ્ચે કોઇ સાંપ્રદાયિક ઝગડો તો નથી, છતાં શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધને ધર્મ યુદ્ધ કહ્યું કારણ કે એ યુદ્ધ સામાજિક અવ્યવસ્થાને અટકાવવા માટેનું યુદ્ધ હતું.

 

મારામારી – કાકુ

મારું મારું રહે એની મારામારી

તારું મારું બને એની મારામારી

રોટલી ઉપરના ઘી માટે હાડમારી

ત્યાં આન, બાન ને શાન ની મારામારી

મોટા મોટા થોથા ભણવાની ભેજામારી

એમાં પાછી ધરમ ને ધજાની મારામારી

હદ અને સરહદની અંદર હાડમારી

એમાં પાછી હદ અને સરહદની મારામારી

 

ચાહે હર કોઇ -કાકુ

ચાહે હર કોઇ ખુદનું ‘હસ્તી’ નું પૂર સલામત રહે,

પણ વર ઈચ્છા મ્રુત્યુનો બધાને થોડો મળે છે?

બાણશૈયા તો લગભગ ઘણાને મળે છે

લબડતા સરને બાણના ટેકનો તકિયો કોને મળે છે ?

લાક્ષાગૃહ નો નિવાસ તો ઘણાને મળે છે

પણ ઈશારો સુરંગનો બધાને થોડો મળે છે?

ખુદથી અને ખુદનાઓથી ઝખમ તો ઘણાને મળે છે

પણ ગીતાના ઉપદેશનો મલહમ બધાને થોડો મળે છે?