સરસ્વતી વંદના …

સરસ્વતી વંદના …
સ્વર: નીખીલભાઈ ત્રિવેદી (યુ એસ એ)

(નિખિલ નારાયણભાઈ ત્રિવેદી, વડનગરા નાગર બ્રાહ્મણ -પેટલાદ ખાતે પ્રાથમિક શિક્ષણ લીધા પછી વડોદરા ખાતે સ્થાપત્યનો અભ્યાસ પુરો કર્યો. ચારેક વર્ષ અમદાવાદ  ખાતે Architect to Governmentમાં કામ કર્યા બાદ અમેરિકા આવીને મોટા ભાગે ખાનગી ઓફિસોમાં કામ તેમણે કર્યું. સાથે સાથે Gujarati Samaj, Federation of Indian Associations,A.I.A., India Festival Committee, Vishva Hindu Parishad, Adhyatmik Vikas Kendra,Ram-katha Samiti, I.S.K.Con વિગેરે સંસ્થાઓમાં સેવા આપી. પાંચેક વર્ષ પહેલાં Early Retirement લઈને स्वधर्मे निधनम श्रेयो ધ્યાનમાં રાખીને સ્થાનિક મંદિરમાં પુજારી તરીકે જીવન-સમય પસાર કરી રહ્યા  છે. બાળપણમાં ભણેલા  કેઃ साहित्य संगीत कला विहिनः सक्षाद पशुः पुच्छ विशाण हिनः એટલે સાહિત્યના ક્ષેત્રમાં કાંઈક લખવાનો પ્રયત્ન, સંગીતના ક્ષેત્રમાં ગાવાનો પ્રયત્ન, કલાના ક્ષેત્રમાં કાંઈક ચિત્રકારી કરવાનો પ્રયત્ન મોડો મોડો પણ મોકો તેમને સંપડ્યો છે.

આજની આ સુંદર પોસ્ટ …  ‘સરસ્વતિ વંદના ,, .’ નિખિલભાઈ દ્વારા  સ્વરબધ કરવામાં આવેલ  છે અને  વડોદરા ખાતે શશાંક ફડનિસના કલાકારોએ વાદ્ય સંગીત આપેલું છે. ભવિષ્યમાં સાહિત્યના ક્ષેત્રમાં તથા કલાના ક્ષેત્રમાં તેમના દ્વારા કરેલો ઉદ્યમ પણ આપ  અહીં માણી શકશો. )

નિખીલભાઈ દ્વારા સ્વરબધ થયેલ રચના સરસ્વતી વંદના … ને ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો નિખિલભાઈ ના. ત્રિવેદી… (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર ના કોમેન્ટ્સ બોક્ષ દ્વારા જરૂર મૂકશો, જે અમોને સદા આવકાર્ય છે.


या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता

या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।

या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता

सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥

 

સરસ્વતી વંદના …

વંદુ વિણાધારી આજ માત શારદે….
સોહે મણિ રત્નતાજ માત શારદે….

 

ગૌર વદન સ્ફટિક માળ
કરતી નિત્ય સામગાન
સૂર-અસૂર ધરત ધ્યાન
અભય દાન દે…..

 

ઘોર તિમિર ટાળવાને
તુજ પ્રકાશ પામવાને
એ જ રાહ ચાલવાને
શુભ મતિ તું દે….

 

વંદુ વિણાધારી આજ માત શારદે….
સોહે મણિ રત્નતાજ માત શારદે….

 

બ્લોગ લીંક:  http://das.desais.net

email:[email protected]

નિર્વાણાષ્ટકમ …(આત્મષટક)

નિર્વાણાષ્ટકમ … (આત્મષટક) ..
સ્વર: નિખિલ ના. ત્રિવેદી ..(યુ એસ એ)

મિત્રો, આપણે  બ્લોગ પોસ્ટ પર અનેક નવા સાથીઓ-(લેખકો) ની કૃતિઓ  છેલ્લા થોડા દિવસથી માણીએ છીએ. આજે પણ એક નવા સાથી અને તેની પ્રતિભાને જાણીશું અને તેમના દ્વારા  સ્વરબદ્ધ થયેલ રચના માણીશું …

(નિખિલ નારાયણભાઈ ત્રિવેદી, વડનગરા નાગર બ્રાહ્મણ -પેટલાદ ખાતે પ્રાથમિક શિક્ષણ લીધા પછી વડોદરા ખાતે સ્થાપત્યનો અભ્યાસ પુરો કર્યો. ચારેક વર્ષ અમદાવાદ ખાતે Architect to Governmentમાં કામ કર્યા બાદ અમેરિકા આવીને મોટા ભાગે ખાનગી ઓફિસોમાં કામ કર્યું. સાથે સાથે Gujarati Samaj, Federation of Indian Associations, A.I.A., India Festival Committee, Vishva Hindu Parishad, Adhyatmik Vikas Kendra, Ram-katha Samiti, I.S.K.Con વિગેરે સંસ્થાઓમાં સેવા આપી. પાંચેક વર્ષ પહેલાં Early Retirement લઈને स्वधर्मे निधनम श्रेयो ધ્યાનમાં રાખીને સ્થાનિક મંદિરમાં પુજારી તરીકે જીવન-સમય પસાર કરી રહ્યો છું. બાળપણમાં ભણેલો કેઃ साहित्य संगीत कला विहिनः सक्षाद पशुः पुच्छ विशाण हिनः એટલે સાહિત્યના ક્ષેત્રમાં કાંઈક લખવાનો પ્રયત્ન, સંગીતના ક્ષેત્રમાં ગાવાનો પ્રયત્ન, કલાના ક્ષેત્રમાં કાંઈક ચિત્રકારી કરવાનો પ્રયત્ન મોડો મોડો પણ મોકો સંપડ્યો છે. નિર્વાણષ્ટકના શબ્દો બિડ્યા છે. आंसु भरी है ये जीवनकी राहें મુકેશના ફિલ્મ-ગીત નો ઢાળ છે. વડોદરાખાતે શશાંક ફડનિસના કલાકારોએ વાદ્ય સંગીત આપેલું છે. ભવિષ્યમાં સાહિત્યના ક્ષેત્રમાં તથા કલાના ક્ષેત્રમાં તેમના દ્વારા કરેલો ઉદ્યમ પણ તમો અહીં માણી શકશો. )

નિખીલભાઈ દ્વારા સ્વરબધ થયેલ રચના નિર્વાણાષ્ટકમ …ને ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો નિખિલભાઈ ના. ત્રિવેદી… (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર ના કોમેન્ટ્સ બોક્ષ દ્વારા જરૂર મૂકશો, જે અમોને સદા આવકાર્ય છે.




.

.

મનોબુદ્ધયહંકારચિત્તાનિ નાહં
ન ચ ક્ષોત્રજિહ્વે ન ચ ધ્રાણનેત્રે |
ન ચ વ્યોમભૂમિર્ન ન તેજો ન વાયુ:
ચિદાનન્દરૂપ: શિવોઙહં શિવોઙહમ્ ||૧||


હું (આત્મા) મન, બુદ્ધી, અહંકાર કે ચિત્તસ્વરૂપ નથી; તેમજ હું કાન, જીભ, નાક કે આંખો નથી. વળી હું આકાશ, પૃથ્વી, તેજ કે વાયુ નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદસ્વરૂપ છું.૧

 

ન ચ પ્રાણસંજ્ઞો ન વૈ પંચવાયુ –
ર્ન વા સપ્તધાતુર્ન  ન વા પંચકોશ: |
ન વાક્ પાણિપાદૌ ન ચોપસ્થપાયૂ
ચિદાનન્દરૂપ: શિવોઙહં  શિવોઙહમ્ ||૨||

 

હું પ્રાણ નથી. હું પાંચ વાયુ (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન) નથી. હું સાત ધાતુ (રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર ) નથી. હું પાંચ કોશ (અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય ) નથી. વળી હું વાણી, હાથ, પગ, ઉપસ્થ (જનનેન્દ્રિય) કે પાયું (ગુદા) નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદસ્વરૂપ છું. ૨

 

ન મે દ્વેષરાગૌ ન મે લોભમોહૌ
મદો નૈવ મે નૈવ માત્સર્યભાવ: |
ન ધર્મો ન (ચ) ચાર્થો ન કામો ન (ચ) મોક્ષ:
ચિદાનન્દરૂપ: શિવોઙહં  શિવોઙહમ્ ||૩||


મને દ્વેષ કે રાગ નથી, લોભ કે મોહ નથી તેમજ મદ કે ઈર્ષ્યા નથી. વળી મારે માટે ધર્મ, અર્થ, કામ કે મોક્ષ (કોઈ પણ પુરુષાર્થ) નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદસ્વરૂપ છું. ૩

 

ન પૂણ્યં ન પાપં ન સૌખ્યં ન દુઃખં
ન મંત્રો ન તીર્થ ન વેદા ન યજ્ઞા: |
અહં ભોજનં નૈવ ભોજ્યં ન ભોક્તા
ચિદાનન્દરૂપ: શિવોઙહં શિવોઙહમ્ ||૪||

 

મને પૂણ્ય નથી, પાપ નથી, સુખ નથી, દુઃખ નથી.  તેમજ મારે મંત્ર, તીર્થ, વેદો કે યજ્ઞો (ની જરૂર) નથી.  વળી હું ભોજન (ક્રિયા), ભોજ્ય (પદાર્થ) કે ભોક્તા (ક્રિયા કરનાર – ભોગવનાર ) પણ નથી.  હું તો મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદસ્વરૂપ છું. ૪

 

ન મે મૃત્યુશંકા ન મે જાતિભેદ:
પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ |
ન બન્ધુર્ન મિત્રં ગુરુર્નૈવ શિષ્ય:
ચિદાનન્દરૂપ: શિવોઙહં શિવોઙહમ્ ||૫||

 

મને મૃત્યુની શંકા (ભય) કે જાતિભેદ નથી. મારે પિતા નથી કે માતા નથી કે જન્મ નથી. વળી મારે સગાં, મિત્ર, ગુરુ કે શિષ્ય નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદસ્વરૂપ છું. ૫

 

અહં નિર્વિક્લ્પો નિરાકારરૂપો
વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણમ્ |
સદા મે સમત્વં ન મુક્તિર્ન બન્ધ:
ચિદાનન્દરૂપ: શિવોઙહં શિવોઙહમ્ ||૬||

 

હું નિર્વિકલ્પ, નિરાકારરૂપ છું (મારે કોઈ સંકલ્પ નથી, મને કોઈ આકાર નથી). હું સર્વ ઇન્દ્રિયોમાં છું., સર્વ સ્થળે વ્યાપી રહેલો વિભુ છું. મારે હંમેશાં સમભાવ છે, મને મુક્તિ નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદસ્વરૂપ છું. ૬

 

બ્લોગ લીંક: http://das.desais.net