કાચું-પાકું પપૈયું ઉત્તમ ઔષધ છે (આરોગ્ય અને ઔષધ) …- (ભાગ-૨) … (દાદીમાનુ વૈદુ) …

કાચું-પાકું પપૈયું ઉત્તમ ઔષધ છે (આરોગ્ય અને ઔષધ) …  (ભાગ-૨) … (દાદીમાનુ વૈદુ) …

 

 

 

મિત્રો, ગઈકાલની પોસ્ટ …સુપાચ્ય અને ગુણકારી ફળ પપૈયું … (ભાગ-૧) … માં આપણે પૈયું ની થોડી જાણકારી મેળવી, આજની પોસ્ટ કાચું-પાકું પપૈયું ઉત્તમ ઔષધ છે…(ભાગ-૨)માં આપણે પપૈયા નાં લાભાલાભ અને તે વિશે થોડી વિશેષ જાણકારી મેળવીશું. 

 
raw papayiyu

 

 

પપૈયુ હાર્ટ એટેક અને ડાયાબિટિશમાં લાભકારી …

 

આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી ગણાતા પપૈયાના ફળનું મહત્વ દિનપ્રતિદિન વધી રહ્યુ છે. જીવલેણ બીમારીઓને રોકવામાં પણ આ ફળ ખૂબ જ ઉપયોગી છે. પપૈયુ હાર્ટ એટેકના ખતરાને રોકવામાં તથા ડાયાબિટીશને અંકુશમાં લેવામાં મદદરૂપ બની શકે છે તેવુ તારણ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા આપવામાં આવ્યુ છે. યુનિવર્સિટીની ઓફ કરાંચીના વિદ્યાર્થીઓની એક ટીમે પપૈયા ફળ સાથે સંકળાયેલા આરોગ્યના લાભની ચકાસણી કરી લીધી છે અને આ ફળની કેટલીક વાસ્તવિકતાઓ શોધી કાઢી છે. આમા જણાવાયુ છે કે તેના વધારે ઉપયોગથી હાર્ટ એટેકના ખતરાને ટાળી શકાય છે.

 

બીએસ એગ્રીકલ્ચર એંડ એગ્રી બિઝનેસ ડિપાર્ટમેંટના અંતિમ વર્ષના વિદ્યાથીઓની એક ટીમ પપૈયાના બીયાના શ્રેણીબદ્ધ લાભ પણ શોધી કાડ્યા છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પપૈયાના જ્યુસથી પણ ફાયદો થાય છે. આનાથી નિષ્ક્રીય બનવાથી કિડનીને રક્ષણ મળે છે. પપૈયામાં રહેલા બીયા ખૂબ જ ઉપયોગી બને છે. આ બિયામાં ફેનોટીક નામના તત્વો હોય છે. આ ઉપરાંત્ર ફ્લેવોનોઈડ્સ નામના તત્વો હોય છે. આવા રોગના કીટાણુઓથી રક્ષણ ઉપલબ્ધ કરાવે છે. આ ઉપરાંત પપૈયાના બીયા ઘણા બધા ઈંફેક્શનથી પણ બચાવે છે. આંતરડામાં રહેલા જીવાણુઓને દૂર કરવામાં મદદરૂપ બને છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પપૈયુ ખૂબ જ ઉપયોગી ફળ તરીકે છે. આ અભ્યાસમાં જણાવાયુ છે કે નાયજીરિયામાં સાત દિવસમાં પપૈયાના બીયા સાથે સંબંધિત રસના ઉપયોગથી જંતુઓને નષ્ટ કરવામાં મદદ મળી છે.

 

પપૈયુ ખુબ જ ગુણકારી તેમજ સર્વસુલભ ફળોમાંનું એક છે. આનાથી નીકળતો રસ પોતાના વજન કરતાં 100 ગણું પ્રોટીન વધારે ઝડપથી પચાવી લે છે, જેનાથી આંતરડા અને પેટને લગતી મુશ્કેલીઓમાં લાભ મળે છે.

 

નિયમિત પપૈયુ ખાવાથી વિટામિન્સની ઉણપ રહેતી નથી …

 

 

પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પપૈયામાંથી અનેક વિટામિન મળે છે. તેને નિયમિતરૂપે ખાવાથી શરીરમાં ક્યારેય વિટામિન્સની ઉણપ નહીં રહે. બીમાર વ્યક્તિને આપવામાં આવતા ફળોમાં પપૈયું પણ સામેલ હોય છે કારણ કે તેના એક નહીં અનેક ફાયદા છે.

 

સરળતાથી એકરસ થઇ જવાના તેના ગુણને કારણે તે શરીરને બહુ જલ્દી ફાયદો પહોંચાડે છે. પપૈયું એક એવું ફળ છે જે કાચું અને પાકું એમ બંને રીતે ખાઇ શકાય છે. કાચું પપૈયું લીલા રંગનું દેખાય છે અને મોટેભાગે તેનું શાક બનાવવામાં આવે છે. ફળના રૂપમાં પાકેલું પપૈયું ખાવામાં આવે છે.

 

 

papaiyu.3

 

 

તેમાં શું-શું મળે છે ? …

 

ભરપુર માત્રામાં વિટામિન એ, બી અને સીની સાથે તેમાંથી થોડી માત્રામાં વિટામિન ડી પણ મળે છે. પપૈયું પેપ્સિન નામના પાચકતત્વનો એક પ્રાકૃતિક સ્રોત છે. તેમાં કેલ્શિય અને કેરોટીનની પણ સારી માત્રા રહેલી હોય છે. આ સિવાય ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન, એન્ટીઓક્સિડેન્ટ્સ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન પણ તેમાં હોય છે. પપૈયું આખા વર્ષ દરમિયાન બજારમાં ઉપલબ્ધ હોય છે.

 

પેટ તથા હ્રદય માટે ઉતમ,પૌષ્ટિક પપૈયું …

 

પપૈયું બારે માસ મળતું મધુર ફળ છે. તે ઘરને આંગણે વાવીને બારે માસ મેળવી શકાય છે. તેની ખેતી પણ થાય છે.

પપૈયું સ્વાદે મીઠું, તાસીરે ઠંડું, પચવામાં ભારે, સહેજ ચીકણું, મળને સાફ લાવનાર, વાત અને કફકર તથા પિત્તનાશક છે. કાચું પપૈયું ગરમ છે અને પિત્તકર છે.

જેમનો જઠરાગ્નિ મંદ હોય, બીમારી પછી અશક્તિ આવી ગઈ હોય, ખોરાક ખાઈ શકતા કે પચાવી શકતા ન હોય તેવી વ્યક્તિ પપૈયામાં મીઠું-મરી ભેળવી ખાઈ શકે.

પપૈયાના બી પેટના કૃમિને મારે છે. રોજ પાંચથી સાત પપૈયાના બીનો ભૂકો ખાવો.

પપૈયાના મૂળનો ઉકાળો પીવાથી પથરીના રોગમાં લાભ થાય છે. ઘણીવાર પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

પપૈયું પૌષ્ટિક છે. અશક્તિ, માંસક્ષય, લોહીની ઓછપમાં તે સારું છે. પેટના રોગી અને હ્રદયના રોગી પપૈયું છૂટથી ખાઈ શકે.

કબજિયાતવાળા અને આંતરડાંની નિર્બળતામાં પપૈયું નિયમિત લેવું. પેટનો ગોળો અને બરોળ વૃદ્ધિમાં પપૈયું ફાયદો કરે છે.

બાળકોને પપૈયું ખવડાવવાથી તેની ઊંચાઈ વધશે.

કાચાં પપૈયાનું છીણ-સંભારો ખાવાથી પાચનશક્તિ સુધરે છે.

પપૈયું ગરમ છે માની સગર્ભાને ખવરાવાતું નથી તે ખોટું છે.

 

પપૈયું પપૈયાના દુધને સુકવીને બનાવેલું પેપન આહાર પચાવવમાં ખુબ જ ઉપયોગી છે. પપૈયાનું દુધ ઉત્તમ પાચક, કૃમીઘ્ન અને વેદનાશામક છે. પપૈયું વૃદ્ધો માટે ઉત્તમ ફળ છે. એમાં વીટામીન એ, બી, સી અને ડી છે. વળી એમાં રહેલું પેપ્ટોન પ્રોટીનને પચાવવામાં ખુબ જ સહાયક થાય છે. ઘડપણમાં પાચનશક્તી નબળી હોય છે, આંખોનું તેજ તથા હૃદયનું બળ ઘટે છે, તથા નાડીતંત્રનું નીયમન ખોરવાય છે. આ બધી સમસ્યામાં પપૈયું આશીષરુપ છે. પપૈયું ખાવાથી વૃદ્ધોને પુરતી શક્તી મળી રહે છે. પપૈયું પૌષ્ટીક છે. પપૈયામાં વીટામીન સી મોટા પ્રમાણમાં છે. શરીરમાં વીટામીન સી વધુ પ્રમાણમાં હોય તો ત્વચા યુવાન દેખાય, તેના પર કરચલીઓ પડવાના પ્રમાણમાં તથા ત્વચાની રુક્ષતામાં ઘટાડો થાય છે. વીટામીન સી ત્વચા માટે ખુબ જરુરી છે.

papaiyu.1

પપૈયાના 1, 2, 3 નહીં પૂરાં 11 Surprising Advantages, ખાઈ તો જુઓ !

 

 

પપૈયાના ગુણ…

 

નિયમિત રીતે પપૈયાનું કરવાથી ત્વચા હંમેશા જવાન બની રહે છે. વાળોનું ખરવું, એસીડીટી, ગેસ, વર્મસ, નબળાઈ, વિટામીન-સીની ખામીને લીધે થતા રોગ, બવાસીર, સ્કિન પ્રોબ્લેમ, અનિયમિત માસિક ધર્મ વગેરે બીમારીઓ દૂર થઈ જાય છે. પપૈયામાં કેલ્શિયમ, ફોલ્ફોરસ, લોહ તત્વ, વિટામીન-એ, બી, સી, ડી, પ્રોટીન, કાર્બોઝ, ખનીજ વગેરે અનેક તત્વો જોવા મળે છે.

-પપૈયુ હાઈબ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કારણ કે તેમાં કારપેન કે કાર્પેઈઝ નામનું એક ક્ષારિય તત્વો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેને લીધે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને એક પપૈયુ(કાચુ) નિયમિત રીતે ખાતા રહેવું જોઈએ.

-નવા બૂટ-ચપ્પલ પહેરવાથી જો પગમાં છાલા પડી ગયા હોય તો તેની ઉપર કાચ પપૈયાનો રસ લગાવવામાં આવે તો ઝડપથી સારું થઈ જાય છે.

– પપૈયાનો રસ અરૂચી, અનિદ્રા, માથાનું દર્દ, કબજીયાત તથા જાડા વગેરે રોગોમાં રાહત આપે છે.

-દિલના દર્દીઓ માટે પણ પપૈયુ ખૂબ જ ફાયદાકારક રહે છે. જો તેઓ પપૈયાના પાનનો ઉકાળો બનાવીને નિયમિત રીતે એક-એક કપની માત્રામાં રોજ પીવે તો ખૂબ જ ફાયદો થાય છે.

– પપૈયાનો રસનું સેવન કરવાથી ખાટા ઓડકાર બંધ થઈ જાય છે.

-કબજિયાત અને બવાસીર જેવી સમસ્યાઓમાં પપૈયુ ખૂબ જ ફાયદાકારક રહે છે. બવાસીરના દર્દીઓને દરરોજ એક પાકેલ પપૈયુ ખાતા રહેવું જોઈએ. બવાસીરના મસા ઉપર કાચા પપૈયાના દૂધને લગાવવાથી પણ ઘણો ફાયદો થાય છે.

-સુંદરતા વધારવા માટે પણ પપૈયાનો ઉપયોગ કરવામાં આવે છે. પપૈયાને ચહેરા ઉપર રગડવાથી સ્કિન પ્રોબ્લેમ દૂર થઈ જાય છે. તેને લગાવવાથી સ્કિન ગ્લો કરવા લાગે છે પરંતુ તેની માટે હંમેશા પાકેલા પપૈયાનો ઉપયોગ કરવો જોઈએ.

– પપૈયા ત્વચાને ઠંડક પહુંચાડે છે. પપૈયાને કારણે આંખોની નીચે કાળા કુંડાળા દૂર થાય છે. કાચા પપૈયાના ગૂંદરને મધમાં મેળવીને ચહેરા પર લગાડવાથી ખીલનો અંત આવી જાય છે.

-પપૈયા નબળાઈન દૂર કરનારા છે. જે પુરુષોના વીર્ય સાથે સંબંધિતસમસ્યા હોય તેમની માટે પપૈયુ રામબાણને જેમ કામ કરે છે.

-પપૈયુ પથરીને દૂર કરે છે, શરીરની વધારાની ચરબી પણ દૂર કરે છે. પપૈયા કફની સાથે આવનાર લોહીને રોકે છે તથા હરસને સારું કરે છે.

-સમય પહેલા ચહેરા ઉપર કરચલી પડી જવી તે વૃદ્ધાવસ્થાની નિશાની છે. સારા પાકેલા પપૈયાના ગુંદીને ઉબટન તૈયાર કરીને ચહેરા ઉપર લગાવો. અડધો કલાક રહેવા દો. જ્યારે તે સૂકાઈ જાય તો નવશેકા પાણીથી ધોઈ લો તથા મગફળીના તેલથી હળવા હાથે ચહેરા ઉપર માલિશ કરો. એમ કમ સે કમ એક મહિના સુધી ચોક્કસપણે કરો. કરચલીઓની સમસ્યા થઈ જશે દૂર.

-પીળીયાના રોગમાં લીવર ખૂબ જ નબળું થઈ જાય છે, પપૈયાનુ સેવન ખૂબ જ ફાયદાકારક રહે છે. પીળીયાના દર્દીઓને દરરોજ એક પાકુ પપૈયુ ચોક્કસ ખાવું જોઈએ. તેનાથી પાચન શક્ત વધે પણ છે અને સુધરે પણ છે.

-પીરીયડ્સ જે મહિલાઓને વધુ પરેશાની હોય છે કે અનિયમિત માસિક ધર્મ થાય છે. માસિક દર્દથી પીડિત મહિલાઓને અઢીસો ગ્રામ પાકેલ પપૈયુ દરરોજ ઓછામાં ઓછા એક મહિનો ખાવું જોઈએ. તેનાથી માસિક ધર્મ સંબંધી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.

-જો તમે કબજિયાતથી પરેશાન હોવ તો ડિનર પછી પપૈયાનું સેવન નિયમિત રીતે કરતા રહો. ત્યારબાદ સવારે દસ્ત સાફ થઈ જાય છે અને કબજિયાત દૂર થઈ જાય છે.

-પાકેલા કે કાચા પપૈયાનું શાક બનાવીને ખાવાથી પેટ માટે લાભકારી થાય છે.

-જે પ્રસૂતાને દૂધ ઓછું બનતું હોય, તેમને કાચા પપૈયાનું સેવન કરવું જોઈએ. શાકના રૂપમાં પણ તેનું સેવન કરી શકાય છે.

-પાકેલા પપૈયા પાચન શક્તિમાં વધારો કરે છે, ભૂખને વધારે છે, મૂત્રાશયના રોગનો નાશ કરે છે.

 

 

પપૈયાના લાભ …

 

૧) તાજા પપૈયાનું દુધ દાદર કે દરાજ પર લગાડવાથી તે મટે છે.

(૨) પપૈયાનું દુધ ઉત્તમ પાચક, કૃમીઘ્ન, વેદનાશામક અને ભુખ લગાડનાર છે. મોં પર એ લગાડવાથી ખીલ અને તેના ડાઘા દુર થાય છે.

(૩) કાચું પપૈયું ચામડીના રોગોમાં અને પાકું પપૈયું પાચનતંત્રના રોગોમાં ઉપયોગી છે.

(૪) કાચા પપૈયાના દુધનાં ૧૦-૧૫ ટીપાં સવાર-સાંજ પાણી સાથે પીવાથી યકૃતવૃદ્ધી, બરોળવૃદ્ધી, અરુચી અને અપચો મટે છે.

(૫) પપૈયું પેટ માટે બહુ ફાયદાકારક હોય છે. તેનાથી પાચન તંત્ર સારું રહે છે અને પેટના રોગો પણ દૂર થાય છે. પપૈયું પેટના ત્રણ મુખ્ય રોગો વાયુ, પિત અને અપચોમાં રાહત પહોંચાડે છે. તે આંતરડા માટે ઉત્તમ હોય છે.

(૬) પપૈયામાં મોટી માત્રામાં વિટામિન એ હોય છે. માટે તે આંખો અને ત્વચા માટે બહુ સારું ગણાય છે. તેનાથી આંખોની રોશની તો સારી થાય છે સાથે ત્વચા પણ સ્વસ્થ, સ્વચ્છ અને ચમકદાર બને છે.

(૭) પપૈયામાં કેલ્શિય પણ ઘણુંહોય છે. માટે તે હાડકાંને મજબૂત બનાવે છે.

(૮) તે પ્રોટીનને પચાવવામાં મદદરૂપ બને છે.

(૯) પપૈયું ફાઇબરનો એક સારો સ્રોત છે.

(૧૦) તેમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી, કેન્સર વિરોધી અને હીલિંગ પ્રોપર્ટી હોય છે.

(૧૧) જે લોકોને વારંવાર શરદી-ખાંસી થાય છે તેમના માટે પપૈયાનું નિયમિત સેવ ઘણું લાભદાયક હોય છે. તેનાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે.

(૧૨)તેમાં વધતા બાળકોના યોગ્ય વિકાસ માટે જરૂરી પોષક તત્વો હોય છે. શરીરને પોષણ આપવાની સાથે તે રોગોને દૂર પણ ભગાડે છે.

(૧૩) કબજીયાત અને કફ માટે ફાયદાકારક.

(૧૪) ભારે પદાર્થને સરળતાથી પચાવી લે છે.

(૧૫) પપૈયાના સેવનથી વાયુનું શમન થાય છે.

(૧૬) કાચા પપૈયાની લુગદી બનાવીને લેપ કરવાથી ઘા ભરાઈ જાય છે.

(૧૭) હૃદય, નાડી અને પેશિયોની ક્રિયા સરખી રાખવામાં મદદ કરે છે.

(૧૮) ત્વચા અને નેત્ર સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે.

 

 

કંઈક વિશેષ …

 

સંવેદન શીલતા અને આડાસરો …

 

પપૈયાનો ઉપયોગ મોટેભાગે વાળને રશમી અને ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે, પણ તેને અલ્પ પ્રમાણમાં વાપરવું હિતાવહ છે. અપાકટ અવસ્થામાં પપૈયાં દૂધ ઝારે છે, આ દ્રવ્ય અમુક વ્યક્તિઓમાં સંવેદના કે એલર્જી ઉત્પન્ન કરી શકે છે. પપૈયાંના ફળ, ફૂલ, બીજ, દૂધ અને પાંદડાઓ કાર્પાઈન એન્થેલ્મીન્ટીક આલ્કલોઈડ (એવું રસાયણકે જે શરીરમાંથી પરોપજીવી કૃમી કાઢે) ધરાવે છે. આ દ્રવ્ય મોટા પ્રમાણમાં લેતાં તે ઘાતક ઠરે છે.

એવું માનવામાં આવે છે કે કાચા પપૈયાંનાં દૂધની સાંદ્રતા ગર્ભનલિકામાં સંકુચન લાવે છે અને પરિણામે ગર્ભપાત થવાની સંભાવના રહે છે. વાંદરા અને ઉંદર પર થયેલા પરીક્ષણોમાં પપૈયાંના બીજના અર્કને કારણે ગર્ભપાતી અસર જોવા મળી છે. પણ અલ્પ માત્રામાં નવજાત પર તેની અસર થતી નથી. પપૈયાંનું વધુ પડતું સેવન કરવાથી કઠેળી અને પાનીઓ પીળી પડી જવાનો રોગ કેરોટિનેમિયા થાય છે જો કે આથી કોઈ અન્ય નુકશાન નથી થતું. જો કે આવું થવા માટે અત્યંત વધારે પપૈયાં ખાવાની જરૂર પડે છે કેમકે પપૈયાં ગાજરમાં મળતા બીટા કેરોટીનના ૬% જેટલું જ તત્વ ધરાવે છે જે કેરોટિનેમિયાનું કારણ હોય છે.

પપૈયાનો ઉપયોગ મોટેભાગે વાળને રશમી અને ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે, પણ તેને અલ્પ પ્રમાણમાં વાપરવું હિતાવહ છે. અપાકટ અવસ્થામાં પપૈયાં દૂધ ઝારે છે, આ દ્રવ્ય અમુક વ્યક્તિઓમાં સંવેદના કે એલર્જી ઉત્પન્ન કરી શકે છે. પપૈયાંના ફળ, ફૂલ, બીજ, દૂધ અને પાંદડાઓ કાર્પાઈન એન્થેલ્મીન્ટીક આલ્કલોઈડ (એવું રસાયણકે જે શરીરમાંથી પરોપજીવી કૃમી કાઢે) ધરાવે છે. આ દ્રવ્ય મોટા પ્રમાણમાં લેતાં તે ઘાતક ઠરે છે.

એવું માનવામાં આવે છે કે કાચા પપૈયાંનાં દૂધની સાંદ્રતા ગર્ભનલિકામાં સંકુચન લાવે છે અને પરિણામે ગર્ભપાત થવાની સંભાવના રહે છે. વાંદરા અને ઉંદર પર થયેલા પરીક્ષણોમાં પપૈયાંના બીજના અર્કને કારણે ગર્ભપાતી અસર જોવા મળી છે. પણ અલ્પ માત્રામાં નવજાત પર તેની અસર થતી નથી. પપૈયાંનું વધુ પડતું સેવન કરવાથી કઠેળી અને પાનીઓ પીળી પડી જવાનો રોગ કેરોટિનેમિયા થાય છે જો કે આથી કોઈ અન્ય નુકશાન નથી થતું. જો કે આવું થવા માટે અત્યંત વધારે પપૈયાં ખાવાની જરૂર પડે છે કેમકે પપૈયાં ગાજરમાં મળતા બીટા કેરોટીનના ૬% જેટલું જ તત્વ ધરાવે છે જે કેરોટિનેમિયાનું કારણ હોય છે.

 

 

લેખ સંકલિત : સાભાર સંદર્ભ :

સંદેશ, દિવ્યભાસ્કર, વેબ દુનિયા, વિકિપીડિયા …

 

… સંપૂર્ણ 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli

facebook at : dadimanipotli