‘રામ – કૃષ્ણ’ … ‘કાકુ’ …

‘રામ – કૃષ્ણ’   …
– ‘કાકુ’

 

 

 
ram-krishna
 

 

‘રામ – કૃષ્ણ’ …

આ બન્ને નામ માત્ર ભારતનાં જ  નહિ, પરંતુ  વિશ્વના અનેક  લોકોમાં પરિચિત છે.  આ બે નામ હજારો વર્ષથી લોકોના દિલો- દીમાગ પર રાજ કરે છે.   રામ અને કૃષ્ણનું ચરિત્ર હિંદુ પરંપરાનો ધર્મ ધ્વજ છે.

 

રામ અને કૃષ્ણને ઈશ્વર કે અવતારની ઉપાધિથી અલગ કરીને વિચારવાનું મને પણ મન થયું. આમતો આ બંને નામમાં યુગોથી લોકો રંગ પૂરતા રહ્યા છે . છાંટતા રહ્યા છે , ઢોળતા રહ્યા છે. હું જાણું છુ કે આમાંનું કશુજ કરવાની મારી હેસિયત નથી, કારણ કે હું જેટલું જાણું છુ એના કરતા આ બંને ચરિત્ર ઘણા વિશાળ છે.

 

‘રામ – કૃષ્ણ’ના ચરિત્ર ગ્રંથને ધાર્મિક ગ્રંથને બદલે એક ઐતિહાસિક વાર્તાના રૂપથી વિચારવાની થોડી હિંમત કરું તો, રામ કરતા કૃષ્ણનું પાત્ર મને વધારે આકર્ષે છે, કદાચ હું નારી છુ એટલે એવું હોય શકે.

 

અહલ્યાને ઇન્દ્રે દુષિત કરી અને તેના આઘાતમાં તે પથ્થર બની ગઈ (ડીપ્રેશનમાં સરી પડી ) શ્રી રામ ત્યાં આવ્યા અને અહલ્યાને સજીવન કરી. (ડીપ્રેશાનમાંથી બહાર નીકાળી ) અને મહર્ષિ ગૌતમને સોપી, ઋષિએ ખુબજ સહજતાથી એનો સંપૂર્ણપણે સ્વીકાર કર્યો.  આવી ઉદાર અને ઉત્કૃષ્ટ વાર્તાઓ આપણા સાહિત્યમાં છે એની ખુશી છે.

 

એજ રામે ધર્મ બજાવવા જતા ધોખો ખાધેલી સીતાને લંકાથી રાવણને હરાવીને છોડાવી તો ખરી પણ સીતાજી ની  એને અગ્નિ પરિક્ષા લીધી !   કદાચ પોતાના નહિ પણ લોકોના સમાધાન માટે કે ‘સીતા શુદ્ધ છે’ નું પ્રમાણ જનતાને પૂરું પાડ્યુ !!   સીતા શુદ્ધિ પ્રમાણપત્ર સાથે ઘેર આવ્યા, રાજા બન્યા, રાજ સંભાળ્યું , ’રામ રાજ્ય’ સ્થાપ્યું, રાજ્યનો આદર્શ, રાજા નો આદર્શ ‘રામ’!

 

એક દિવસ લોક વિવાદે સીતાને જંગલમાં મૂકી દીધી !   પોતાના અંશને ઉદરમાં ધારણ કરનારી સીતાને વનને હવાલે કરી દીધી !!   લોકોના મતને કે વિવાદને ના તો બદલ્યો કે ના તો અવગણ્યો !

 

(અહીં  એ તો સારું થયું કે, સીતાને વાલ્મીકીજી મળ્યા, બીજો રાવણ ના મળ્યો.)

 

સાધુને ભિક્ષા આપવી એ કુલ ધર્મ બજાવવા જતાં, લક્ષ્મણ રેખા ઓળંગવા જેવા એક દોરા ના અપરાધની એક મીટર જેવડી શિક્ષા મેળવીને પણ રામના વંશને સંભાળીને, સુરક્ષિત રામ સુધી પહોચાડીને, પોતાને ધરતીને હવાલે કરતી સીતાને મર્યાદા પુરુષોતમ રામ જોતા રહી ગયા !

 

ધર્મરાજ યુદ્ધિષ્ઠિર :-  એવું સાંભળ્યું છે કે યુદ્ધિષ્ઠિરનો રથ જમીનથી એક વેંત ઉચો ચાલતો, અને યુદ્ધ દરમ્યાન જયારે “અશ્વસ્થામા હણાયો”  એ અસત્ય બોલવામાં એને તકલીફ પડી અને હાથી અથવા માણસ એ અર્થનું મનમાં બોલ્યા, તો એમનો રથ જે જમીનથી એક વેંત ઉચો ચાલતો હતો તે જરા નીચો આવી ગયો !!   પણ પોતાની પત્ની કે જેની સુરક્ષા અને સન્માન તેની જવાબદારી હતી, તેને ધૃતમાં દાવમાં મુકી અને હારી જવા છતાં આવું કઈ ના બન્યું !!!

 

પણ શ્રી કૃષ્ણે સમયસર દ્રૌપદીના ચીર પૂરીને એનું સન્માન અને આબરુ જાળવી લીધા.  અને  શ્રી કૃષ્ણે રુક્ષ્મણીનું મન જાણીને તેનું હરણ કર્યું અને સુભદ્રાનું મન જાણીને અર્જુન પાસે હરણ કરાવ્યું.  કાલ યવન જેવો રાક્ષસ હજારો છોકરીઓને ઉપાડી ગયો હતો, એ બધી છોકરીઓને એને છોડાવી પણ ખરી અને સન્માનિત પણ કરી.. કુબજા જેવી કુરૂપ અને જાંબુવાન જેવી રીછ કન્યાને પણ તેઓ એ  અપનાવી !

 

શ્રી કૃષ્ણે લોક વિવાદને બદલ્યો પણ છે અને ન્યાય ને કારણ  અવગણ્યો પણ છે.
 

 

કાંઈક વિશેષ …
 

 

(૧) નાદાન, નાદાર અને નાસમજ –    ‘કાકુ’

 

એક વખત એક શીખ ભાઈસાબ જુસ્સથી બોલી રહ્યા હતા, કે આ હિંદુ લોકો ડરપોક અને નિર્માલ્ય હોય છે. એના ભગવાન, એના ધર્મ કે એના રીતી- રીવાજ ઉપર કોઈ પણ ક્યાય પણ મસ્તી, મજાક કરી લ્યે અને એઓ હસીને કે ઇગ્નોર કરીને ખસી જતા હોય છે.
 
એ જગ્યાએ અમારા ધર્મ કે ઈશ્વર વિષે કોઈ ઘસાતું બોલે તો અમે એને તલવારથી વાઢી નાખીએ. અને આવુજ ઝનુન મુસ્લિમ ધર્મમાં પણ જોવા મળે છે. એ સારું છે કે પોતાના ધર્મ માટે સન્માન હોય,પોતાના ઈશ્વર માટે, રીતી- રીવાજ માટે વફાદારી હોય.
પણ પ્રશ્ન એ છે કે મસ્તી મજાક કરવા વાળો , એને સહન કરવા વાળો કે તલવાર ઉઠાવી લેવા વાળા માંથી સાચા ધર્મને સાચી રીતે સમજેલું કોણ?
 
કોઈ નહિ, એક નાદાન છે, એક નાદાર છે અને એક નાસમજ.
 

 

(૨)  બસ છે  –  ‘કાકુ’

 

 

મારા નાના ઓરડામાં એક દીવો જલે છે,
આ રાત્રી માટે આટલું તો બસ છે.

મારા આંગણામા રોજ રોજ ફૂલ મહેકે છે,
આ દિવસ માટે આટલું તો બસ છે.

આખીય નદીયું ક્યાં પીવી છે?
તરસ છીપાવવા એક પ્યાલું બસ છે.

 

 
સાભાર :   ‘કાકુ’
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો સુશ્રી ઉષાબેન દેશાઈ (લંડન)  – ‘કાકુ’ ના અંતરપૂર્વકથી આભારી છીએ.   આપ સર્વે એક વખત જરૂરથી ‘કાકુ’ ના બ્લોગની મુલાકાત લઇ તેમના દ્વારા રચિત અનેક  રચનાઓ બ્લોગ પર  જઈ માણશો.  ‘કાકુ’ ના બ્લોગની લીંક : http://kaku.desais.net/

આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ જરૂર મૂકશો. આપના દ્વારા મૂકેલ દરેક પ્રતિભાવ લેખિકાની કલમને પ્રેરણાદાયી બને રહેશે  અને  તેમની કલમને બળ પૂરશે.
 

 

 

KAKUઅંદરની ઉથલ પાથલ ને વિચારોના વંટોળથી,
ખર્યા જે શબ્દ પુષ્પો,
સજાવ્યા તેને છાબડીમાં,
બસ એજ આપના સ્વાગતમાં…..

ઉષા દેશાઈ (લંડન)
‘કાકુ’ સ્વરચિત ગુજરાતી રચનાઓ નો બ્લોગ…
બ્લોગ લીંક : http://kaku.desais.net/
email : usd2011@hotmail.co.uk

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net 

email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli