સ્ત્રીઓ દ્વારા બંગડી શા માટે પહેરવામાં આવે છે ? …

સ્ત્રીઓ દ્વારા બંગડી શા માટે પહેરવામાં આવે છે ? …

 

 

 

bengales

 

 

સ્ત્રીઓ દ્વારા બંગડી પહેરવા પાછળના રસપ્રદ કારણો …

 

 

bengales.1

 

 

સ્ત્રીઓની બંગડીઓ(ચુડીઓ) જ્યારે ખણકે છે ત્યારે બધાની નજર એ તરફ જતી હોય છે. મોટાભાગની મહિલાઓ બંગડીઓ કે કંગન ચોક્કસ પહેરે છે. ખાસ કરીને આ બાબતે એવી ધારણા છે કે બંગડીઓ સુહાગની નિશાની હોય છે એટલા માટે પહેરવામાં આવે છે પરંતુ તેની પાછળ બીજા પણ કારણો રહેલા છે….

 

શારીરિક રીતે મહિલાઓ પુરુષોની સરખામણીમાં વધુ નાજુક હોય છે.  સ્ત્રીઓના હાડકાં પણ ઘણા નબળા હોય છે. બંગડીઓ પહેરવા પાછળ સ્ત્રીઓને શારીરિક રીતે શક્તિ પ્રદાન કરવાનો મુખ્ય હેતુ હોય છે.  મહિલાઓની ઉંમર જેમ જેમ વધે છે તેમ અનેક પ્રકારની બીમારીઓ પણ તેમને ઘેરી લે છે અને શરીર નબળુ થવા લાગે છે.

 

આજકાલ મોટાભાગની મહિલાઓ બંગડીઓ નથી પહેરતી.  જેના કારણે મહિલાઓમાં નબળાઈ અને શારીરિક શક્તિનો અભાવ લાગે છે.  તેઓ ઝડપથી થાકી જાય છે અને ગંભીર બીમારીઓ ઘેરી લે છે.

 

 

bengles.3

 

 

પ્રાચીનકાળથી નારીઓના શૃંગારમાં આભૂષણો મુખ્ય માનવામાં આવ્યા છે.  બધા ઘરેણાં સોના કે ચાંદીના જ બનાવવામાં આવતા.  સોના કે ચાંદીની ભારે બંગડીઓ અને કડાં પહેરવાનો રિવાજ હતો.  તેની પાછળનું મૂળ કારણ હતું મહિલાઓની નબળાઈ.

 

ચિકિત્સા વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો મહિલાઓની વધતી ઉંમર સાથે હાડકાં પણ નબળા થતા અને તેની સાથે અનેક બીમારીઓ પણ લાગતી હતી.  સોના અને ચાંદીના કડાં હાડકાંને મજબૂત કરતા હતા.  અને લગાતાર ઘર્ષણથી આ ધાતુઓના ગુણ શરીરમાં પણ જોવા મળતા હતા.  જેનાથી મહિલાઓના સારું આરોગ્ય પ્રાપ્ત થતું હતું. મોટી ઉંમરે પણ તેઓ સ્વસ્થ્ય રહેતી હતી. તેની પાછળ એક બીજું કારણ પણ એ હતું કે, જીવનના ઊતાર-ચઢાવ આવતા હતા આવા સમયે ઘરેણાં આર્થિક સહારો પણ આપતા હતા. એટલા માટે આપણે ત્યાં સોનાની બંગડીઓ અને ઘરેણાં પહેરવાની પરંપરા બનાવવામાં આવી છે.

 

આ કારણે જ પ્રાચીન સમયમાં મહિલાઓ લાંબી ઉંમર સુધી સ્વસ્થ અને નિરોગી રહેતી હતી.  તેમની ઉંમર પણ વધુ રહેતી હતી અને મૃત્યુ પહેલા સુધી તેઓ બધા કામ  કરવામાં સક્ષમ પણ રહેતી હતી.  તે સિવાય ધાર્મિક માન્યતા એ છે કે જે નવવિવાહિત મહિલાઓ બંગડીઓ પહેરે તો તેમના પતિની ઉંમર લાંબી થાય છે.  આ વાતો તો બધા જાણે છે.  બંગડીઓનો અવાજ પણ સ્ત્રીઓના મન ઉપર શુભ પ્રભાવ પાડે છે.

 

કોઈપણ સ્ત્રીનો શ્રૃંગાર બંગડીઓ વગર અપૂર્ણ માનવામાં આવે છે.  તેને લીધે પણ તેને શૃંગારનું અભિન્ન અંગ માનવામાં આવે છે. આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની બંગડીઓ મળે છે જેનાથી કાંચની, સોના-ચાંદી જેવી ધાતુઓની, લાખની.  સામાન્ય રીતે બંગડીઓ વિવાહિત સ્ત્રીઓ માટે અનિવાર્ય માનવામાં આવે છે.  તે સુહાગની અને પતિના લાંબી ઉંમરની સાથે જોડીને જોવામાં આવે છે.  આ એક ખૂબ જ સામાન્ય ધારણા છે.  પ્રાચીન કાળથી નારી શૃંગારમાં આભૂષણ પ્રમુખ રહ્યું છે.  બધા આભૂષણોમાં સોનું કે ચાંદી રહેતા જ.  પ્રાચીન સમયમાં સોના અને ચાંદીના ભારે બંગડીઓ અને કપડાં પહેરવાની પરંપરા રહેતી હતી.

 

જે ઘરમાં બંગડીઓનો ખણ-ખણ અવાજ આવતો રહે છે ત્યાંના વાતાવરણમાં નકારાત્મકતા નથી રહેતી. બંગડીઓનો અવાજ પણ સકારાત્મક વાતાવરણ  તૈયાર કરે છે.  જે રીતે મંદિરમાં ઘંટનો નાદ અવાજ કરે છે અને સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે એ જ રીતે બંગડીઓનો મધુર ધ્વનિ પણ એવું જ કાર્ય કરે છે.

 

જ્યાં મહિલાઓની બંગડીઓનો અવાજ આવે છે ત્યાં દેવી-દેવતાઓની પણ વિશેષ કૃપા બની રહે છે.  એવા ઘરમાં બરકત પણ રહે છે અને ત્યાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.  તેની સાથે જ એ વાત પણ ધ્યાન રાખવા યોગ્ય છે કે સ્ત્રીને પોતાનું આચરણ સંપૂર્ણ રીતે ધાર્મિક રાખવું જોઈએ.  માત્ર બંગડીઓ પહેરવાથી જ સકારાત્મકતાનું ફળ પ્રાપ્ત નથી થતું.

 

બંગડીઓના અવાજમાં એક એ સંકેત પણ છુપાયેલો હોય છે કે પ્રાચીન સમયમાં પર્દા પ્રથા અનિવાર્ય હતી.  મહિલાઓ પુરુષોની સામે પરદામાં રહેતી હતી.  ઘરના વૃદ્ધ અને અન્ય પુરુષો પણ મહિલાઓનો આદર-સન્માનનું પૂરું ધ્યાન રાખતા હતા.  પ્રાચીન સમયમાં જ્યારે બંગડીઓનો અવાજ આવતો હતો ત્યારેપુ રુષો સમજી જતા હતા કે કોઈ સ્ત્રી તેમની તરફ આવી રહી છે અને સાવધાન થઈ જતા હતા જેથી જાણતા-અજાણતા પણ કોઈ અનૈતિક કાર્ય કે વાત ન થાય.

 

આ પ્રકારે ઘરના વૃદ્ધ આ વાતનું પણ ધ્યાન રાખતા હતા કે જે રૂમમાં કે કોઈ સ્થાને બંગડીઓનો અવાજ આવે ત્યાં તેઓ ન જાય.

 

 

સૌજન્ય: દિવ્યભાસ્કર દૈનિક

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલાવી પુન: પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ, અમો સુશ્રી પૂર્વીબેન મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી અભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli