(૧) સ્વાસ્થ્યપ્રદ બટાકા (હેલ્થ ન્યુટ્રિશન) … અને (૨) સ્વાસ્થ્ય માટે બદનામ બટેટા છે શ્રેષ્ઠ ઔષધ, જાણો ઉપયોગ વિધિ …

(૧)  સ્વાસ્થ્યપ્રદ બટાકા (હેલ્થ ન્યુટ્રિશન) …

હેલ્થ ન્યૂટ્રિશન – શ્રુતિ

 

 

potetto

 

 

એક મોટાં બટાકામાં રોજિંદી જરૂરિયાતના ૪૫% જેટલું વિટામિન ‘સી’ રહેલું છે. તે શરીરની ઇમ્યુન-સીસ્ટમને ટકાવીને ઝેરી તત્ત્વોની હાનિથી શરીરના કોષોને રક્ષે છે.

 

‘બટાકા’ ની વાનગીઓ ના ભાવતી હોય એવી કોઇ વ્યક્તિ હજી સુધી જોવામાં નથી આવી. હા, જેમ બીજી દરેક બાબતમાં અપવાદો હોય છે તેમ આ બાબતમાં પણ અપવાદ હોઇ શકે છે. દરેક ઉંમરના માણસને બટાકા પ્રિય લાગે છે. બટાકા એ સ્વાસ્થ્યપ્રદ, પૌષ્ટિક કંદમૂળ છે. પરંતુ શું તમે જાણો છો? બટાકામાં એંશી ટકા પાણી અને શૂન્ય ચરબી હોય છે ?  જો તમે ઉપરથી ચરબી ના ઉમેરો કે તેને તળો નહિ તો બટાકા એ હલકો, સુપાચ્ય આહાર છે.

 

બટાકા ચરબીમુક્ત હોવાને કારણે તેમને વિના કોઇ ડર ખાઇ શકાય છે. તેમાં કોલસ્ટરોલ કે સેચ્યુરેટેડ ફેટ કે મીઠું (નમક) નથી હોતા. તેમાં કયા પોષક-તત્ત્વો છે તે જોઇએ.

 

કાર્બોહાઇડ્રેટસ

બટાકામાં સારા પ્રમાણમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટસ હોય છે જે ધીમે ધીમે શક્તિ આપે છે. લાંબો સમય રક્તશર્કરાને નિયંત્રિત રાખે છે. ઊર્જાદાયક બટાકામાં પાચનમાર્ગના રોગોને દૂર કરનારા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો છે. તે શરીરમાંના ટોક્સિન્સનો નિકાલકરે છે.

 

વિટામિન્સ

બટાકામાં ઘણાં જીવનદાયક વિટામિન્સ રહેલા છે. એક મોટાં બટાકામાં રોજિંદી જરૂરિયાતના ૪૫% જેટલું વિટામિન ‘સી’ રહેલું છે. તે શરીરની ઇમ્યુન-સીસ્ટમને ટકાવીને ઝેરી તત્ત્વોની હાનિથી શરીરના કોષોને રક્ષે છે. વિટામિન ‘બી’ ગ્રૂપના આઠમાંના પાંચ વિટામિન્સ જેવા કે થિયામિન, નાયસિન, રિબોફલેવિન, ફોલેટ અને બી-૬ બટાકામાં હોય છે.

 

પોટેશ્યમ

આપણાં શરીરને તેનું કાર્ય કરવા માટે કેટલાંક ખનીજ-તત્ત્વોની જરૂર પડે છે. હૃદયના કાર્ય, સ્નાયુઓના સંકોચનકાર્ય, શરીરમાં પ્રવાહીના પ્રમાણની જાળવણી અને બી.પી.નિયંત્રણમાં બટાકાનું પોટેશ્યમ ઉપયોગી છે. એક મોટા બટાકામાં ૬૨૦ ગ્રામ જેટલું પોટેશ્યમ હોય છે.

 

રેસા

સુપાચ્ય રેસા પાચનમાર્ગ અને રક્તવસાના પ્રમાણને જાળવવામાં ઉપયોગી છે. રેસા પાણી શોષતા હોવાથી પેટ ભરાવાનો સંતોષ આપે છે. બટાકાની સામાન્ય માત્રા રોજિંદી રેસાની જરૂરિયાતના ૧૦% જેટલી જરૂરિયાત પૂરી કરે છે.

 

અન્ય ખનિજ-તત્ત્વો

 

બટાકાને જો યોગ્ય રીતે રાંધવામાં આવે તો તેમાંથી મેન્ગેનીઝ, ક્રોમિયમ, સેલેનિયમ અને મોલીબડીનમ જેવા જરૂરી ખનિજ-તત્ત્વો મળે છે.

 

બટાકાનો રસ

 

કાચા બટાકાનો રસ લીવરના રોગો, હોજરીમાંના ચાંદા, ડાયાબિટીસ, મૂત્રપિંડના રોગો, હૃદયના રોગો, હાઇપરટેન્શન, કટિવા (લમ્બેગો) વગેરેમાં લાભદાયક છે. તેમાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો એસિડીટીમાં રાહત આપે છે. રુમેટોઇડ-આર્થ્રાઇટિસની સારવારમાં ફક્ત કાચા બટાકાના રસનું સેવન કરવામાં આવે છે. તે લીવરને શુદ્ધ કરતા હોવાથી ત્વચાની ગુણવત્તા ઘણી સુધરે છે. તેની એસ્ટ્રીન્જન્ટ અને એન્ટી-બેકટેરિયલ અસરને કારણે ખીલની સમસ્યામાં તે ઉપયોગી છે.

 

બટાકાનો રસ તૈયાર કરવા આ પ્રમાણે કરો. બટાકાને સારી રીતે ધોઇને તેને છીણી લો. કપડામાં છીણને મૂકીને રસ નીચોવી લો. તરત પી લો. સ્વાદ વધારવા તેમાં લીંબુનો રસ કે મધ ઉમેરો. જમ્યા બાદ બે ચમચી જેટલો રસ પીઓ. ત્રણેક સપ્તાહ સુધી નિયમિત પીવાથી શરીરમાંના ટોક્સિન્સનો નિકાલ થાય છે.

 

 

 

સૌજન્ય : સંદેશ દૈનિક

 

 

 

(૨)  સ્વાસ્થ્ય માટે બદનામ બટેટા છે શ્રેષ્ઠ ઔષધ, જાણો ઉપયોગ વિધિ …

 

 

potetto.1

 

 

સામાન્ય રીતે બટેટાને ચરબી વધારનાર માનવામાં આવે છે, પણ બટેટાના અદભુત ફાયદા ખૂબ ઓછા લોકો જાણે છે. આપણે ત્યાં દરેક શાકભાજીમાં બટેટા નાખીને બનાવવામાં આવે છે. આપણે ત્યાં બટેટા જેમને ભાવતા હોય તેઓ એશથી તેને આરોગતા હોય છે અને જેમને બટેટાથી સૂગ હોય તેઓ તેની પરેજી કરે છે. પરંતુ બટેટાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તેનાથી લાભ પણ પ્રાપ્ત કરી શકાય છે. આજે અમે તમારી માટે બટેટાના કેટલાક લાભ લઈ આવ્યા છીએ જેને તમે જાણશો તો ચોક્કસ અપનાવશો.

 

બટેટામાં વિટામમિન સી, બી કોમ્પ્લેક્ષ તથા આયરન, કેલ્શિયમ, મેગનીજ, ફાસ્ફોરસ તત્વ હોય છે. બટેટાના પ્રતિ 100 ગ્રામ પર 1.6 ટકા0, 22.6 ટકા કાર્બોહાઈટ્રેડ, 0.1 ટકા વસા, 0.4 ટકા ખનીજ અને 97 ટકા કેલેરી ઉર્જા મળે છે.

 

રસોડામાં રોજ ઉપયોગ થતા બટેટાના આ મલ્ટિપલ યુઝ તમે કરશો તો તમને એકથી એક ચડિયાતા ફાયદા થશે….

 

 

– બટેટાના રસમાં લીંબુના રસના થોડા ટીપા નાખીને તેને ચહેરા પર લગાવવાથી ચહેરા પરના અણગમા ડાઘા ઝડપથી દૂર થાય છે.

 

– બટેટાના ટુકડાને ગર્દન, કોણી, પીઠ વગેરે સખત અંગો પર રગડવાથી ત્યાંની ત્વચા સાફ તથા કોમળ થઈ જશે.

 

– બટેટા બાફીને નમકની સાથે ખાવાથી શરીરમાં ચરબીની માત્રા ઘટે છે.

 

– ચહેરા પરની કરચલીઓથી છુડકારો પામવા માટે બટેટાના રસમાં મુલ્તાનની માટી મેળવીને લગાવવાથી કરચલી દૂર થાય છે.

 

– છીણેલા બટેટા જુની કબજીયાત દૂર કરે છે. બટેટામાં પોટેશિયમ સોલ્ટ હોય છે જે અમ્લપિત્તને રોકે છે.

 

– ચાર બટેટાને સેકો અને પછી તેની છાલ ઉતારી નમક, મરચું નાખીને ખાવો, આવું કરવાથી સાંધાના રોગમાં રાહત મળે છે.

 

– હાઈ બલ્ડપ્રેશરના રોગી પણ બટેટા ખાય તો રક્તચાપ સામાન્ય કરવામાં લાભ મળે છે.

 

-સુપાચ્ય રેસા પાચનમાર્ગ અને રક્તવસાના પ્રમાણને જાળવવામાં ઉપયોગી છે. રેસા પાણી શોષતા હોવાથી પેટ ભરાવાનો સંતોષ આપે છે. બટાકાની સામાન્ય માત્રા રોજિંદી રેસાની જરૂરિયાતના ૧૦% જેટલી જરૂરિયાત પૂરી કરે છે.

 

– બળવા પર કાચા બટેટા કચળીને બળેલા પર તરત લગાવી દેવાથી આરામ મળી જાય છે.

 

– બટેટાને પીસીને ત્વચા પર લગાવવાથી ત્વચાનો રંગ ગોરો થાય છે અને ત્વચા ચમકદાર બને છે.

 

– બટેટા ઉકાળ્યા પછી વધેલા પાણીમાં એક બટેટું મસળીને વાળ ધોવાથી વાળ એકદમ ચમકવા લાગશે, મુલાયમ અને વાળ મૂળમાંથી મજબૂત થશે. માથામાં ખંજવાળ આવવી, વાળ સફેદ થવા કે ટાલ પડવી, આવી સમસ્યા દૂર થઈ જશે.

 

-બટાકામાં સારા પ્રમાણમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટસ હોય છે જે ધીમે ધીમે શક્તિ આપે છે. લાંબો સમય રક્તશર્કરાને નિયંત્રિત રાખે છે. ઊર્જાદાયક બટાકામાં પાચનમાર્ગના રોગોને દૂર કરનારા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો છે. તે શરીરમાંના ટોક્સિન્સનો નિકાલ કરે છે.

 

હાલમાં જ થયેલા એક રિસર્ચ પ્રમાણે બટાકા ખાવાથી વજન વધતું નથી ઉલટાનું તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી તે બ્લડપ્રેશરની બીમારીને કંટ્રોલમાં રાખે છે.

 

બટાકાની માઈક્રોવેવમાં બનાવવામાં આવેલી ચિપ્સ ખરેખરમાં હેલ્ધી ખોરાક છે. તમે બટર ઓઈલ કે કેચઅપ વગર જો બટાકાનો ઉપયોગ કરો તો તે આપના શરીર માટે વરદાન બની જાય છે. એટલે કે તમે બાફેલા બટાકાનો જમવામાં ઉપયોગ કરો છો તો તમારું વજન વધશે નહીં. ઉલટાનું આપનું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે.

 

પણ જો આપ બટર ઓઈલ સાથે બટાકા લેશો તો આપનું વજન અવશ્ય વધશે. જો આપના ડાયટમાં ફેરફાર કરશો તો બટાકા ખાવાથી વજન વધશે નહીં.

 

આ રિસર્ચ યુએસના એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટે કર્યું છે. જેમાં 180 વ્યક્તિઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું તેમને એક અઠવાડિયા સુધી લંચ અને ડિનરમાં બાફેલા બટાકા આપવામાં આવ્યાં હતાં અને તે બાદ તેમનું વજન વધ્યું નહોતું ઉલટાનું તેમને બ્લડપ્રેશરની દવા લેવાની જરૂર પડી ન હતી.

 

 

 

સૌજન્ય : દિવ્યભાસ્કર દૈનિક

 

 

 

ચેતવણી o   ઉપરોક્ત લેખમાં તથ્યપૂર્ણ જાણકારી આપવાની અમે સંપૂર્ણપણે સાવધાની રાખી છે. તેમ છતાં પણ વાચકોને ચેતવણી આપીએ છીએ કે કોઇ પણ પ્રકારના પ્રાયોગ પૂર્વે /ઔષધિના સેવન કરતા પૂર્વ તમારા વૈદ્ય/ચિકિત્સક/હેલ્થ ન્યુટ્રિશન કે ડોકટરની સલાહ અવશ્ય લો.

 

 

સૌજન્ય: પૂર્વી મોદી મલકાણ (યુએસએ)

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli