મળવા જેવા માણસ – ૨૧ …શ્રી રમેશભાઈ પટેલ …

મળવા જેવા માણસ – ૨૧ (શ્રી રમેશભાઈ પટેલ) (યુએસએ) …

 

 

ramesh patel
સમ્પર્ક : 550, બકનેલ વે, કરોના-કેલીફોર્નીઆ (યુએસએ), 92881

 

 

રમેશભાઈનો જન્મ ૧૯૪૮ માં ખેડા જીલ્લાના મહુધા તાલુકાના મહિસા ગામમાં થયો હતો. પિતા ઝવેરચંદભાઈ અને માતા કાશીબાના કુટુંબની ગણત્રી ગામના મોભાદાર મુખી કુટુંબમાં થતી. આઝાદીના આંદોલનમાં રંગાયલા આ સંસ્કારી કુટુંબમાં રમેશભાઈનો ઉછેર થયો હતો. આમ તો પિતાનો વ્યવસાય ખેતી હતું, પણ માતા-પિતા બન્ને શિક્ષિત અને શિક્ષણ પ્રેમી તથા વાંચનના શોખીન હતા. આઝાદી સંગ્રામના તાલુકા-જીલ્લાના આગેવાનો સાથે પિતા ઝવેરભાઈને નજીકનો ઘરોબો હતો.

 

રમેશભાઈનું શાળાનું શિક્ષણ ગામની જ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં થયું હતું. અભ્યાસમાં તેજસ્વી રમેશભાઈએ બારમા ધોરણ સુધી અભ્યાસની સાથે સાથે હિન્દી, સંસ્કૃત, ડ્રોઈંગ વગેરેના અભ્યાસમાં પણ રસ લીધો. શાળાજીવન દરમ્યાન એમના વાંચનના જબરા શોખને લીધે, એમણે રામાયણ-મહાભારત ઉપરાંત સ્વામી વિવેકાનંદ, અને ઝવેરચંદ મેધાણીના પુસ્તકો વાંચેલા. એમના ઘરમાં જ એક નાનું પુસ્તકાલય હતું, જેનું સંચાલન રમેશભાઈ જાતે કરતા. ગામમાં પૂજ્ય રવિશંકર મહારાજની મુલાકાત દરમ્યાન એમણે કરેલા પ્રવચનની રમેશભાઈના જીવન ઉપર ઊંડી અસર થયેલી.

 

બારમાં ધોરણમાં સારા માર્કસ મેળવી, વલ્લભ વિદ્યાનગરની બિરલા એન્જીનીઅરીંગ કોલેજમાં દાખલ થયા અને ૧૯૭૧ માં પ્રથમ વર્ગમાં પાસ થઈ B.E.(Electrical) ની ડીગ્રી મેળવી. ૧૯૭૨ માં રમેશભાઈના લગ્ન સવિતાબહેન સાથે થયા અને આ સાથે એમના વ્યવસાયિક અને સાંસારિક એમ બન્ને જીવનની શરૂઆત થઈ ગઈ.

 

નોકરીની શરૂઆત એમણે ૧૯૭૨માં ગુજરાત વિદ્યુત બોર્ડ સબડિવીઝનમાં, કપણવંજ મુકામથી, ફિલ્ડવર્ક દ્વારા કરી. ગ્રામ્ય વિદ્યુતકરણની તે વખતે શરુઆત હતી. પોતે તો ફાનસના અજવાળે ગામમાં ભણેલા, તેથી આ કામને ઉમળકાથી વધાવી લીધું. ગામોના કાચા ધૂળિયા રસ્તા, ખેતરો, વાત્રક અને મહોર નદીઓની કોતરોમાં ભર ઉનાળે બળબળતા બપોરે સર્વે માટે તેઓ ખૂબ ઘૂમતા. ગામડામાં ઘરોમાં વીજળી પહોંચાડવા અને ગામની ધરતીને પંપદ્વારા પાણી પહોંચાડી હરિયાળી બનાવવા, સાત વર્ષો સુંધી તેમણે મહત્વનું યોગદાન આપ્યું. એમના શબ્દોમાં કહું તો, “આજથી ૪૫ વરસ પહેલાં ગામડાઓમાં.વીજળી, રસ્તા, ટેલિફોન અને દવાખાનાઓની પાયાની જરુરિયાતોનો અભાવ વરતાતો હતો.લોકો તે માટે  અધીરા હતા. ધૂળિયા રસ્તામાં પગપાળા સર્વે કરી.વિદ્યુત લાઈનો ઉભી કરાવવી, અને આખા ગામને  ખેતીવાડી માટે વિદ્યુત જોડાણ આપવું, એ  કપરી મહેનતનું કામ હતું. શહેરી જીવડાઓને તો તે ફાવે તેવું ન જ હતું.”

 

રમેશભાઈની મહેનત રંગલાવી સાત વર્ષમાં તાલુકાની રોનક ફરી ગઈ. ધરોમાં વીજળીના દીવા અને લીલાછમ લહેરાતા પાક જોઈ રમેશભાઈને આત્મસંતોષ મળતો.

રમેશભાઇની કારકિર્દીનું બીજું અગત્યનું સોપાન એટલે વણાકબોલી થર્મલ પાવર સ્ટેશન. આધુનિક સ્ટીમ જનરેટર માટે તોતીંગ ૨૨૦ ફૂટ ઊંચા બોયલરોના નિર્માણ માટે ૧૯૭૯માં તેમનું પોષ્ટીંગ થયું. શરૂઆત મહિસાગરની વેરાન કોતરોને સમતળ બનાવવાથી કરી. અહીં નિર્માણ કાર્ય તબક્કાવાર આગળ વધવાનું હતું. રહેવા, જમવા અને ફેમીલી સાથે રહેવા માટે સગવડ થવાની વાર હતી. મોટાભાગે ફક્કડ ગિરિધારી જેવો સ્ટાફ, પણ પાયાના પથ્થરો જેવા આ  સ્ટાફ સાથે તેઓ એકલવીર બની યજ્ઞમાં જોડાઈ ગયા. એક પછી એક, ૨૧૦ મેગાવૉટની ક્ષમતા વાળા મહાકાય યુનિટો, ઊભા  કરી, અડધા ઉપરાંત ગુજરાત રાજ્યને પહોંચે એટલું વીજ ઉત્પાદન કરી, સતત ૨૧ વર્ષ ત્યાં ફરજ બજાવી. આ કાર્યને લીધે તેઓ એક નિષ્ણાત વીજ ઈજનેર તરીકે  પ્રખ્યાત થયા. ગુજરાત સરકારે કદર રૂપે,ચીફ બોયલર ઈન્સ્પેક્ટર અને મેમ્બર ઓફ બોર્ડ ઓફ એક્ઝામીનર્સ તરીકે અને મોર્ડન હાઈ પ્રેશર બોયલરના પ્રેક્ટીકલ નિષ્ણાત તરીકે, ત્રણ વર્ષ માટે (૧૯૯૯-૨૦૦૧) નીમણૂક કરી. વીજ નિગમોના ટેકનિકલ પ્રશ્નો ઉકેલવાની સમિતિમાં રહી, ફોરેન કંસલ્ટીંગ ટીમો સાથે, ઈક્વીપમેન્ટોમાં દૂરોગામી ફેરફારો કરી, લાખોટન રીઝેક્ટમાં જતા કોલસા બચાવી, દેશની સંપત્તિ માટે એક આગવો ફાળો આપ્યો. તેમના આ યોગદાનની, કેન્દ્ર સરકારની થર્મલ પ્લાન્ટ બનાવતી, બીએચએલ કંપનીની ડિઝાઈનીંગ ટીમે નોંધ લીધી. તેમણે ૫૦૦ મેગાવૉટના યુનિટોના સ્પેસીફીકેશનમાં ફેરફાર કર્યા. આ ફેરફારે, અનેક રાજ્યોના નિગમોને આર્થિક ફટકામાંથી બચાવી લીધા, આ રમેશભાઈની કોઇ નાનીસુની સિધ્ધી ન કહેવાય.

 

ત્યારબાદ એમણે ગાંધીનગર થર્મલ પ્લાન્ટ ખાતે એક્ઝીક્યુટીવ એંજીનીઅર તરીકે સેવા આપી. આ દરમ્યાન એમણે અનેક તજજ્ઞ સમિતીઓનું નેતૃતવ કર્યું. તે સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ એમને મળવા બોલાવેલા.

 

આ બધી વાતોથી તમને લાગશે કે રમેશભાઈ માત્ર એક નિષ્ણાત વીજ-ઈજનેર જ છે. ના ભાઈ ના, એવું નથી. રમેશભાઈ એક સારા કવિ પણ છે. સન ૨૦૦૦ની આસપાસ તેઓ મેઘાવી સાહિત્યકાર શ્રીદોલતભાઈ ભટ્ટના સંપર્કમાં આવ્યા અને તેમની પ્રેરણાથી કવિતાઓ લખવાનું શરૂ કર્યું. “આકાશદીપ” ઉપનામથી ગુજરાત સમાચાર દૈનિક અને ગુજરાત સરકારના ‘ગુજરાત’ પાક્ષિક દ્વારા કવિતાઓ પ્રગટ કરી, ‘આકાશદીપ’ ઝગમગવા લાગ્યા. સાહિત્યકારોના સત્સંગથી, અને વિશાળ વાંચનથી..સુંદર રચનાઓ કરી, ત્રણ કાવ્ય સંગ્રહ ,’સ્પંદન’, ‘ઉપાસના’ અને ‘ત્રિપથગા’ પ્રસિધ્ધ કર્યા. સાથે સાથે, જીઈબી ગાંધીનગરની લાયન્સ ક્લબના તેઓ ફાઉન્ડર મેમ્બર બની તરીકે અનેક સામાજિક કાર્યોમાં સહભાગી બન્યા.

 

છેલ્લા દશકાથી , અમેરિકામાં કેલિફોર્નીઆથી, શ્રી સુરેશભાઈ જાનીના માર્ગદર્શનથી શરૂ કરેલા ‘આકાશદીપ’ બ્લોગ થકી , બ્લોગ જગતમાં માનીતા થઈ ગયા છે. ‘કાવ્ય સરવરના ઝીલણે’ નામે ૪૦૦ ઉપરાંત રચનાઓની પ્રથમ ઈ બુક અને ‘ઉપવન’ નામે કાવ્યોની બીજી ઈ-બુક વેબમાં મૂકી એમણે એમનો કવિ તરીકેનો પરિચય દઈ દીધો છે. યુ.કે. સ્થિત શ્રી દિલીપભાઈ ગજ્જર અને રોશનીબેન શેલતના મધુર કંઠે ગવાયેલી, તેમની દેશ પ્રેમની એક રચના, સાચે જ  યશકલગી સમાન છે. http://leicestergurjari.wordpress.com/2012/01/25/ તારી-શાન-ત્રિરંગા-શ્રી-

આ લીન્ક વાપરી તમે એ ગીત સાંભળી તેમને અભિનંદન આપ્યા સિવાય રહી શકશો નહીં.

 

રમેશભાઇની રચનાઓનો પરિચય આ નાનકડા લખાણમાં આપી શકાય નહિં. માત્ર નમુનો જ આપું તો,

 

“નથી  અમારું  નથી  તમારું, આ  જગ સૌનું સહીયારું,

મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું.”

 

 

એમની અનેક ઉત્તમ રચનાઓ માણવા તો તમારે એમના બ્લોગ ની આ લીંકનો ઉપયોગ કરી મુલાકાત લેવી પડશે. http://nabhakashdeep.wordpress.com/

રમેશભાઈનો બ્લોગ ‘ આકાશદીપ’

એમના પરિ્વારમાં ત્રણ સુશિક્ષિત દીકરીઓ શ્વેતા, મેનકા ને વિતલના સુખી પરિવારની મહેક માણતા, ધર્મપત્નિ સવિતા સાથે રહી, કવિતા દ્વારા સૌને મળતા જ રહે છે.

સાભાર :પી. કે. દાવડા

 

 

બ્લોગ લીંક : http://das.desais.net 

email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli

(૧) પ્રથમ પહેલાં સમરીએ રે … (ગણેશ વંદના) … અને (૨) એક બાર શ્રી ભોલે ભંડારી …

(૧) પ્રથમ પહેલા સમરીએ  રે … (ગણેશ વંદના) …

સ્વર : દશરથસિંહ દરબાર …

આલ્બમ: ભોળા શંભુને …

 

 

ganesh vandana

 

 

 

ગુણપતિ ગુણ આગે રહો (૨)
દોઈ કર જોડે દાસ
આવા સદા સર્વદા સ્રમરતાં
વિઘ્ન ન આવે પાસ …
 

 

 

પ્રથમ પહેલાં સમરીએ રે, સ્વામી તમને સુંઢાળા (૨)
રિદ્ધિ સિદ્ધિ ના તમે દેવ દેવ મારા (૨)
મહેર કરો મહારાજજી …
 
માતા રે જેના, (૨)પાર્વતી એ સ્વામી તમને સુંઢાળા
પિતા રે શંકર દેવ દેવ મારા (૨)
મહેર કરો મહારાજજી …
 
ધૂપ સિંદુરની સેવા ચડે રે સ્વામી તમને સુંઢાળા (૨)
ગળામાં ફૂલડાનો હાર દેવ મારા
ગળામાં ફૂલડાની માળ દેવ મારા
મહેર કરો મહારાજજી …
 
કાનમાં કુંડળ જળહળે રે સ્વામી તમને સુંઢાળા (૨)
ગળામાં મોતીડાની માળ દેવ મારા (૨)
મહેર કરો મહારાજજી
 
પ્રથમ પહેલાં સમરીએ રે, સ્વામી તમને સુંઢાળા (૨)
રિદ્ધિ સિદ્ધિ ના આગેવાન તમે દેવ મારા (૨)
મહેર કરો મહારાજજી …
 
રાવ કારણસિંહની વિનંતી રે સ્વામી તમને સુંઢળા (૨)
ભગતો ને કરજો સહાય દેવ મારા (૨)
મહેર કરો મહારાજજી
 
પ્રથમ પહેલાં સમરીએ રે, સ્વામી તમને સુંઢાળા (૨)
રિદ્ધિ સિદ્ધિ ના તમે તમે દેવ મારા (૨)
મહેર કરો મહારાજજી … (૨)

 

 

 

 

(૨) એક બાર શ્રી ભોલે ભંડારી  …

સ્વર: દશરથસિંહ દરબાર …

આલ્બમ: ભોળા શંભુને

 

 

shankar nari

 

 

 

 

 

એક બાર શ્રી ભોલે ભંડારી
બનકર બ્રિજ કી નારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
પાર્વતી ને મના કિયા
પર ના માને ત્રિપુરારી
ગોકુલ મેં ભા ગયે .. (૨)
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
રાસ રચેગા વૃજ મેં ભારી
હમેં દિખાદે પ્યારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
ઓ હ ! મો રે ભોલે સ્વામી .. (૨)
કૈસે લે જાઉં, તુમ્હેં રાસ મેં
મોરી સિવા કોઈ
કોઈ ના જાવે, ઇસ રાસ મેં ..
 
હાંસી કરેગી બ્રિજ કી નારી .. (૨)
માનો બાત હમારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
એક બાર શ્રી ભોલે ભંડારી
બનકર બ્રિજ કી નારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
એસા સજા દે મુજ કો .. (૨)
કોઈ ના જાને ઇસ રાજ કો
 
સહેલી હૈ યે મેરી
એસા બતાના બ્રિજ રાજ કો
 
લગા કે ગજરા, બાંધ કે સાડી .. (૨)
તાલ ચલે મતવાલી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
એક બાર શ્રી ભોલે ભંડારી
બનકર બ્રિજ કી નારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
પાર્વતી ને મના કિયા
પર ના માને ત્રિપુરારી
ગોકુલ મેં ભા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
એસી બજાઈ બંસી .. (૨)
શુદ્ધ-બુદ્ધ ભૂલે ભોલે નાથ રે
આ હી ગયે શંભુ
જાન ગયે સબ વૃજ નાર રે ..
 
બીચક ગઈ જબ સર સે સાડી .. (૨)
મુશ્કુરાયે બનવારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
પાર્વતી ને મના કિયા
પર ના માને ત્રિપુરારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
એક બાર શ્રી ભોલે ભંડારી
બનકર બ્રિજ કી નારી
ગોકુલ મેં ભા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
પાર્વતી ને મના કિયા
પર ના માને ત્રિપુરારી
ગોકુલ મેં આ ગયે
ઓ હ ! ગો કુલ મેં આ ગયે …
 
ઓ હ ! મો રે ભોલે સ્વામી .. (૨)
તબ સે ગોપિશ્વ્રર હુઆ ધામ રે
 
ઓ હ ! મો રે ભોલે સ્વામી
તબ સે ગોપિશ્વર પડા નામ રે ..
 
તારા ચંદ હું શરણ તુમ્હારી .. (૨)
રાખો લાજ હમારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
એક બાર શ્રી ભોલે ભંડારી
બનકર બ્રિજ કી નારી
ગોકુલ મેં ભા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
પાર્વતી ને મના કિયા
પર ના માને ત્રિપુરારી
ગોકુલ મેં ભા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
એક બાર શ્રી ભોલે ભંડારી
બનકર બ્રિજ કી નારી
ગોકુલ મેં આ ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે … (૨)
 
ઓ હ ! ગોકુલ મેં .. આ .. ગયે … (૨)

 

 

source: [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net 

email : [email protected]

 

 

 સૌ કચ્છી મિત્રોને તેમના આજથી શરૂ થતાં નવા વર્ષની  શુભકામના સાથે અષાઢીબીજના શુભપર્વ પર આપ સર્વે મિત્રો તેમજ પરિવારને ‘દાદીમા ની પોટલી’ પરિવાર તરફથી શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ  ….

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli

નારિયેળથી કરો અસાધ્ય રોગોની દવા …

નારિયેળથી કરો અસાધ્ય રોગોની દવા  …

 

 

 

coconut.1

 

 

દરેક વ્યકિતને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું ગમે છે અને તેના માટે તે દરેક પ્રકારનાં ઉપાયો પણ અજમાવવા તૈયાર હોય છે. ધગધગતા ઉનાળામાં તરસ છીપાય અને સાથે સાથે પ્રોટીન અને વિટામીન મળે તેવું એક ફળ છે જેનું નામ લીલું નાળિયેર છે. ઉનાળાની ઋતુમાં નારીયેળનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. આ પાણીમાં વિટામીન અને મિનરલ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. આયુર્વેદમાં પણ જણાવાયું છે કે 100 પ્રકારની બિમારીઓ સામે નારીયેળ પાણીથી લાભ થાય છે. ઉપરાંત શરીરને તંદુરસ્તં રાખવામાં પણ તેની મહત્વ પૂર્ણ ભૂમિકા હોય છે.

 

ઉલ્લેખનીય છે કે નારીયેળને શ્રીફળ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

નારિયેળના ઉપયોગથી સ્વાસ્થ્યની કેટલીક બીમારીઓ કરો દૂર …

 

આપણે ત્યાં સારા-માઠા પ્રસંગે ‘નાળિયેર’ અચૂક પ્રયોજાય છે.  દીકરા-દીકરીની સગાઈમાં રૂપિયો અને નાળિયેર અપાય છે.  મકાનમાં વાસ્તુપૂજનમાં કે કોઈ પવિત્ર યજ્ઞામાં હવનના અંતે શ્રીફળ હોમાય છે.  અરે, અરથી ઉપાડતી વખતે તેના ચારે ખૂણે ચાર શ્રીફળ બંધાય છે અને અંતિમ સંસ્કારમાં તે સાથે નંખાય છે.  ટૂંકમાં,આપણા કોઈ પણ ધાર્મિક પ્રસંગ શ્રીફળ વગર શક્ય નથી. આ વખતે આપણાં આ પવિત્ર ફળ અને આયુર્વેદના અનુપમ ઔષધનો વાચકોને સંક્ષિપ્તમાં પરિચય કરાવવા આ કલમ ઊંચકું છું.

 

ગુણકર્મો … 

 

સમુદ્રકિનારે ખૂબ જ થતાં આ વૃક્ષના બગીચાઓની શોભા અનન્ય હોય છે. નાળિયેરનાં વૃક્ષો દક્ષિણ ભારત, કચ્છ, સૌરાષ્ટ્ર, કર્ણાટક, કોંકણ, બર્મા, મલાયા, શ્રીલંકા, આફ્રિકા, અમેરિકા વગેરે દેશ-પ્રદેશોના સમુદ્રકિનારાનાં સ્થળોએ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

 

નાળિયેર (કોપરું) સ્વાદમાં મધુર, શીતળ, પચવામાં ભારે, વાયુ અને પિત્તશામક, મળ અને વાયુને નીચે તરફ સરકાવનાર, હૃદય માટે હિતકારી, મૂત્રાશયને શુદ્ધ કરનાર, બળપ્રદ, પૌષ્ટિક તથા તૃષા, દાહ-બળતરા, રક્તદોષ અને તાવનો નાશ કરનાર છે.

 
નાળિયેરનું પાણી શીતળ, શરીરનો રંગ-વર્ણ સુધારનાર, મૂત્ર સાફ લાવનાર, દાહશામક તથા પિત્તની બળતરા શાંત કરનાર છે.

 

લીલું નાળિયેર ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન અને ખનિજ ક્ષારો પુષ્કળ પ્રમાણમાં રહેલાં છે.  બધાં જ આરોગ્યદાયક તત્ત્વો અને વિટામિનો નાળિયેરમાં સમાયેલાં છે.
 

 

 green coconut

 

 

ઉપયોગો …

 

 
અમ્લપિત્ત-એસિડિટી માટે નાળિયેરના પાણીનો એક સરસ ફળદાયી ઉપચાર-પ્રયોગ આ પ્રમાણે છે. પાંચ લિટર નાળિયેરના પાણીને ધીમા તાપે પકવવું. પાણી થોડું ઘટ્ટ બને ત્યારે તેમાં જાયફળ, જાવંતરી અને ત્રિકટુનું એક-એક ચમચી ચૂર્ણ નાંખી બાટલી ભરી લેવી. આ દ્રવઔષધ એક-એક ચમચી સવાર-સાંજ લેવાથી અમ્લપિત્ત મટી જાય છે. ૧૦થી ૧૫ દિવસ આ ઉપચાર કરવો.

 
નાળિયેરનાં ફૂલ કે જે ખરી જતાં હોય છે એ સૂકાં ફૂલ લાવી, તેનું ચૂર્ણ કરી, બાટલી ભરી લેવી. આમાંથી એક ચમચી જેટલાં ચૂર્ણને ચપટી જવખાર સાથે પાણીમાં ખૂબ વાટી ચટણી બનાવવી. રોજ સવારે આ રીતે ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં મેળવીને નરણાં કોઠે પીવામાં આવે તો કિડનીની, મૂત્રનળીની કે મૂત્રાશયની પથરી ધીમે ધીમે નીકળી જાય છે.  આ ઉપચારથી પથરીનો દુખાવો, ઊબકા, ઊલટી પણ મટી જાય છે.

 
નાળિયેરનું પરિપક્વ તાજું ફળ લઈ તેનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો પિત્તજન્ય તાવ, પિત્તના અન્ય વિકારો, રક્તના વિકારો, તૃષા, ઊલટી, બળતરા, રક્તસ્રાવ વગેરેમાં લાભ થાય છે.  પાચનતંત્રના પિત્ત વિકારો, અમ્લાધિક્ય વગેરેમાં પણ તે લાભપ્રદ છે.  તે મળને નીચે તરફ સરકાવનાર હોવાથી પેટનો ગેસ, આફરો, મળની દુર્ગંધ વગેરે મટાડે છે.  જેમને મળ સૂકો અને કઠણ આવતો હોય તેમને મળોત્સર્ગમાં સહાયક બને છે.

 
શિયાળાના ત્રણથી ચાર મહિના સવારે કોપરું અને ગોળ ખૂબ ચાવીને ખાવામાં આવે તો હાડ ન લેતાં પાતળાં બાળકો પુષ્ટ થાય છે.  યુવક-યુવતીઓનાં શરીર સુદૃઢ બને છે.  છાતી પહોળી થાય છે.  ઊંચાઈ વધે છે.  સવારનાં નાસ્તામાં થોડું કોપરું અને ખજૂર ખાવામાં આવે તો વીર્યની વૃદ્ધિ થાય છે.  શુક્રજંતુઓની સંખ્યા વધે છે.

 
નાળિયેરનાં તાજા ફૂલો લાવી, તેનો વિધિવત્ ગુલકંદ બનાવી, તેમાં સફેદ ચંદન અને વિરણવાળાનું થોડું ચૂર્ણ ઉમેરી પાણી સાથે પીવામાં આવે તો ઊબકા, ઊલટી, અતિસાર-ઝાડા, મોઢાનાં ચાંદાં, તૃષા વગેરે મટે છે.

 
નારિયેળ અનેક જાતના ઔષધીય ગુણોથી ભરપૂર છે સાથે સૌંદર્ય નિખારવામાં પણ નારિયળ અત્યંત ઉપયોગી છે. આ ઊર્જાનો એક સારો સ્ત્રોત છે. જેથી તમે ભોજનમાં પણ નારિયેળનો ઉપયોગ કરી શકો છો.  નારિયેળમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મિનરલ્સ, વિટામિન જેવા પોષક તત્વો સારી માત્રામાં હોય છે. નારિયેળમાં ફાઈબરની માત્રા વધુ પ્રમાણમાં હોય છે.  જેથી જે લોકોને કબજિયાતની પરેશાની રહેતી હોય છે એ લોકો માટે નારિયેળ વરદાન સમાન છે.

 

coconut

આજે આપણે નારિયેળના ગુણો અને ફાયદા વિશે અહીં જણાવીશું. …

 

– સવારે નિયમિતપણે 50 ગ્રામ નારિયેળનું ગર ચાવીને ખાવાથી ગર્ભવતી સ્ત્રીઓને સ્વાસ્થ્યમાં બહુ લાભ થાય છે. સાથે ગર્ભસ્થ બાળક પણ ચુસ્ત અને તંદુરસ્ત રહે છે.

 

– નારિયેળ તેલમાં ઝીણો વાટેલો બદામનો ભૂકો માથા પર લગાવવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.

 

– જો પેટમાં કૃમિ થવાની સમસ્યા હોય તો રોજ નાશ્તામાં એક ચમચી પીસેલું નારિયેળ ખાવાથી પેટના કૃમિ નાશ પામે છે.

 

-નારિયેળનું દૂધ પીવાથી ગળાની ખરાશમાં રાહત મળે છે. નારિયેળનું દૂધ પેટના અલ્સરને સાજું કરવામાં પણ મદદ કરે છે.

 

-નારિયેળ કિડની, થાઈરોઈડ, ડાયાબિટિસ અને મૂત્રાશય સંબંધી બીમારીઓથી ગ્રસ્ત રોગીઓ માટે અત્યંત લાભકારક રહે છે.

 

-નારિયેળમાં અનેક એન્જાઈમ હોય છે. જે પાચન ક્રિયામાં મદદ કરે છે.  જેથી જો પેટમાં દુખાવો રહેતો હોય કે ગેસની સમસ્યા થતી હોય તો નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી ઊલટીમાં પણ રાહત થાય છે.

 

-જો નારિયેળના ગરમાં બદામ, અખરોટ અને સાકર મિક્ષ કરીને ખાવામાં આવે તો યાદશક્તિ તેજ થાય છે.

 

-ઉધરસમાં નારિયેળ રામબાણ દવાનું કામ કરે છે.  નારિયેળના દૂધમાં એક ચમચી ખસખસ  અને એક ચમતી મધ નાખીને દરરોજ આ મિશ્રણનું સેવન રાત્રે સૂતા પહેલા કરવાથી તરત ફાયદો થાય છે.

 

-નારિયેળની તાસીર ઠંડી હોવાથી નારિયેળનું સેવન કરવાથી નસકોરીમાં પણ બહુ ફાયદો થાય છે.

 

-મોઢામાં ચાંદા રહેતા હોય તો કાચું નારિયેળ ખાવું જોઈએ અને વધુને વધુ નારિયેળ પાણી પીવું જોઈએ. તરત લાભ થશે.

 

-નારિયેળ તેલને સ્કિન પર લગાવવાથી પ્ણ અનેક ફાયદા થાય છે.  નારિયેળના તેલના કેટલાક ટીપાં સ્કિન માટે લાભકારક રહે છે.

 

-ખાટા દહીંમાં મુલ્તાની માટી મિક્ષ કરીને આ ઉબટનમાં નારિયેળ તેલના ટીપાં નાખીને વાળમાં લગાવવાથી વાળમાં નવી ચમક અને જાન આવી જાય છે.  વાળ સ્વસ્થ બને છે.

 

-દરરોજ 2-3 નારિયેળ પાણી પીવાથી ચહેરાનો ગ્લો વધે છે અને સ્કિન નિખરે છે. નારિયેળ પાણી ત્વચા માટે અત્યંત ફાયદાકારક રહે છે.

 

-ઠંડીમાં દરરોજ સૂકું નારિયેળ ખાવું જોઈએ.  જો ચહેરા કે અન્ય ભાગ પર કરચલીઓ થઈ હોય તો રાત્રે સૂતી વખતે તે ભાગ પર નારિયેળ તેલ લગાવવું જોઈએ.  હાથથી ઉપર તરફ લઈ જતાં હળવા હાથે માલિશ કરવાથી કરચલીઓ દૂર થવા લાગે છે.  ત્યારબાદ સવારે ઉઠીને ચહેરો પાણીથી ધોઈ નાખવો.

 

-નારિયેળનું ગર સૈંદર્યવર્ધક હોય છે.  નારિયેળના ગરને ચહેરા પર જ્યાં ડાઘા કે ધબ્બા પડ્યા હોય તે ભાગ પર ઘસવાથી ધીરે-ધીરે ડાઘા દૂર થવા લાગે છે અને ચહેરો ગ્લો કરવા લાગે છે.

 

-મોટાભાગની સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતાની સમસ્યા રહેતી હોય છે. જો તમને પણ આ સમસ્યા હોય તો દરરોજ લગભગ દસ ગ્રામ તાજુ નારિયેળ ખાવું સાથે ગાયનું ઘી નાખેલું દૂધ પીવું.  આવું નિયમિત કરવાથી માસિક સંબંધી સમસ્યાઓ દૂર થશે.

-જો પુરૂષોને શીઘ્રસ્લખનની સમસ્યા રહેતી હોય તો દરરોજ સવારે દસ ગ્રામ નારિયેળના સૂકા ગરને ખાવું સાથે એક ગ્લાસ ગાયનું દૂધ પીવું.  આવું કરવાથી પુરૂષોની આ સમસ્યા દૂર થશે.

 

 

દર્યની દ્રષ્ટિએ જોવા જઇએ તો નારિયેળની સરખામણી અન્ય કોઇ ફળ સાથે ન કરી શકાય. આવો જાણીએ કે ચહેરો નિખારવા અને ડાઘા, ધબ્બા દૂર કરવા નારિયેળનો પ્રયોગ કઇ રીતે કરી શકાય…

 

ડેડ સ્કિન દૂર કરશે –

 
1 ચમચી નારિયેળ તેલ કે નારિયેલનો પલ્પ લઇ તેમાં બેકિંગ સોડા મિક્સ કરી સ્ક્રબ તૈયાર કરો. આને 2-3 મિનિટ માટે ચહેરા પર ઘસો અને પછી ગરમ પાણીથી મોઢું ધોઇ લો.

 
1 ચમચી નારિયેળ પાણી અને પીસેલી દાળ લઇ મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર બે મિનિટ રહેવા દઇ સ્ક્રબ કરો. તમારી સ્કિન હાઇડ્રેટ થઇ જશે અને તેમાં કસાવ આવશે.

 
મોઇશ્ચ્યુરાઇઝર –
 

 
રોજ રાતે ઊંઘતા પહેલા થોડું નારિયેળ પાણી તમારા ચહેરા પર ઘસો. આવું થોડા દિવસો સુધી કરવાથી ચહેરા પરથી બધા ડાઘા ગાયબ થઇ જશે અને ચહેરો હાઇડ્રેટ થશે તેમજ તેમાં નમી પણ આવશે.

 
લીંબુના રસના થોડા ટીપાં સાથે નારિયેળનું થોડું પાણી મિક્સ કરી ચહેરા અને શરીર પર લગાવો. આનાથી ત્વચામાં નમી આવશે તથા કસાવ પણ આવશે.  જેનાથી તમારી ઉંમર ઓછી દેખાશે.  સ્નાન કર્યા બાદ તમારા શરીર પર નારિયેળનું દૂધ લગાવો અને 15 મિનિટ પછી ધોઇ લો.  આનાથી શરીરમાં પ્રભાવી રૂપે નમી આવશે અને રંગ પણ નીખરશે.

 
ખીલ …
 

 
શું તમારા ચહેરા પર પુષ્કળ માત્રામાં ખલ છે ?   ખીલથી પડેલા ડાઘાને સાફ કરવા માટે રોજ રાતે ઊંઘતા પહેલા થોડું નારિયેળ પાણી લગાવો. આવું અનેક દિવસો સુધી કરવાથી ચહેરા પરના ડાઘા ગાયબ થઇ જશે અને ચહેરો બિલકુલ સાફ થઇને ચમકવા માંડશે.
 

જો નારિયેળનો અને તેના પાણીનો યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવતો ઘણા પ્રકારની નાની નાની તકલેફો પર કાબુ મેળવી શકાય છે. જેમકે …

 

એટકી : કાચા નારિયેળનું પાણી પીવાથી એટકી આવતી બંધ થઈ જશે.  સાથે સાથે ઉલ્ટી અને પેટના ગેસદર્દમાં અને પેટમાં દુખાવો પણ ઓછો થઈ જશે.

 

દમ : નારિયેળની ચોટીને સળગાવીને અને તેની રાખને મધમાં ભેળવીને ત્રણ-ચાર વખત ચાટવાથી સારો ફાયદો થાય છે.

 

યાદશક્તિ : નારીયેળના મિશ્રણમાં બદામ, અખરોટ તેમજ સાકરને મિક્સ કરીને સેવન કરવાથી યાદ શક્તિમા વધારો થાય છે.

 

નસકોરી : જેને નસકોરી ફુટતી હોય તેને નારિયેળનું પાણી નિયમીત રૂપે પીવું જોઈએ.  સાથે સાથે ખાલી પેટે નારિયેળનું સેવન કરવાથી પણ લોહી વહેતું બંધ થઈ જશે.

 

ખીલ : નારિયેળના પાણીની અંદર કાકડીનો રસ ભેળવી સવાર-સાંજ નિયમીત રૂપે લગાવવાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દુર થાય છે તેમજ ચહેરો સુંદર અને ચમકરદાર થાય છે.  નારિયેળના તેલમાં લીંબુનો રસ અથવા ગ્લિસરીન ભેલવીને ચહેરા પર લગાવવાથી ખીલ મટી જશે.

 

અનિંદ્રા : રાતનું ભોજન લીધા બાદ નિયમીત રૂપે નારિયેળનું પાણી પીવાથી ઉંઘ સારી આવે છે.

 

માથાનો દુ:ખાવો : નારિયેળના તેલમાં બદામને ભેળવીને તેમજ ખુબ જ ઝીણી પીસીને માથા પર લેપ લગાવવાથી માથાના દુ:ખાવામાં રાહત થાય છે.

 

ખોડો : નારિયેળના તેલમાં લીંબુનો રસ ભેળવીને વાળમાં લગાવવાથી ખોડો તેમજ માથામાં આવતી ખુજલીથી રાહત મળે છે.

 

ગર્ભાવસ્થા : સવારે રોજ નિયમીત રૂપે 50 ગ્રામ નારિયેળને ચાવવાથી ગર્ભવતી મહિલાને તો લાભ થાય જ છે સાથે સાથે આવનાર બાળક પણ હુષ્ટ પુષ્ટ તેમજ ઉજળા વર્ણનું થાય છે.

 

પેટના કૃમી : પેટમાં કૃમિ થવા પર સવારે નાસ્તાની સાથે એક ચમચી પીસેલ નારિયેળનું સેવન કરવાથી પેટના કૃમિ તુરંત જ મૃત્યું પામે છે.

 

 

સાભાર: સંદેશ – દિવ્યભાસ્કર – ગુજરાત સમાચાર અને વેબ દુનિયા …

બ્લોગ લીંક : http://das.desais.net 

email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli

તગતગતા તા૫માં તન-મનને તરબતર રાખતા શરબત …

તગતગતા તા૫માં તન-મનને તરબતર રાખતા શરબત …
 

 

 
sharbat.1
 

 

ઉનાળાની બળબળતી ગરમીમાં પાણીની ખૂબ તરસ લાગી હોય, ગળામાં શોષ પડતો હોય એ વખતે કોઈ ફ્રીઝનું ઠંડું પાણી ભરેલો ગ્લાસ સામે ધરે તો કેવી હાશ થાય. તેમાંય પાણીને બદલે સરસ, મીઠું મધુર શરબત કે ઠંડાઈનો પ્યાલો આપે તો તો બસ, વાત જ પૂછવાની ન હોય, પ્યાલો હોઠે માંડીને શરબત ગટગટાવી જાવ તેની સાથે જ પાણી માટેની તૃષ્ણા તૃપ્ત થઈ જાય.

 

હવે તો જોકે તરસ છિપાવવા ઠંડા પાણીનો એક ગ્લાસ પીવો હોય તોય પૈસા ચૂકવવા પડે છે.  બજારમાં ઠંડું પાણી વેચાય છે તો પછી શરબત, ઠંડાઈ અને કોલ્ડડ્રિંક્સની માર્કેટ ખાસ્સી મોટી હોય તેમાં નવાઈ શી. ગોલ્ડ સ્પોટ, પેપ્સી થમ્સ અપ, લિમકા, કોકાકોલા, ફેન્ટા… ઉનાળો બેસતાં જ એક બાજું આવાં કોલ્ડ ડ્રિંક્સ-એરીએટેડ વોટરનું બજાર ગરમી પકડતું જાય છે.  તેમાં લગ્ન સરાની સીઝન હોય એટલે ઠંડા પીણાંની બાટલીઓનો ઉપાડ સારો રહેવાનો.

 

બીજી તરફ લારી-ગલ્લા કે ખૂમચાવાળાનો શરબત-ઠંડાઈ તથા આઇસક્રીમ-કુલ્ફીનો બિઝનેસ પણ રોજ બેવડાતો જાય છે.  તો ઘણા શેરડીનો રસ અથવા નાળિયેર પાણી પીને તરસ છિપાવ્યાનો સંતોષ માણે છે. હવે તો લીંબુ શરબત તથા પાઇનેપલ જ્યુસ વેચનારા ગલ્લા પણ રસ્તા પર પાંચ મિનિટ ચાલો એટલામાં માર્ગમાં એકાદ લારી-ગલ્લાવાળો મળશે. જે ક્યાંક તો શેરડીનો સંચો ચલાવતો હશે અથવા નાળિયેર, લીંબુ શરબત કે બીજાં ફ્રૂટ જ્યુસ વેચતો હશે.

 

આજે માત્ર લોકોની તરસ છિપાવવાનાં બહાને પૈસા કમાઈ લેવા પૂરતો શરબત-ઠંડાઈનો ધંધો  ફાલી રહ્યો છે.  પરંતુ તેનો ઇતિહાસ ઉખેળવાં બેસો તો એ એટલો ખટમધુરો અને રંગીન જણાશે જેવા કે બાટલીઓમાં ભરેલા કલરફુલ શરબત !   એકલા ભારતમાં જ નહીં, ગ્રીષ્મ ઋતુમાં તનબદનને તાજગી આપતાં ઠંડા પીણાં-શરબતનો મહિમા તમામ દેશોમાં એકસરખો જોવા મળે છે.  એવા શીતળ અને આરોગ્યપ્રદ ગુણોને લીધે ઠંડા પ્રદેશોમાં પણ તેની લોકપ્રિયતા જળવાઈ રહે છે.
 

 
sharbat
 

 
રાજામહારાજાઓના સમયમાં વિવિધ શરબત, ફળફૂલમાંથી તૈયાર કરેલા આસવ તેમ જ બીજાં શીતપેયો બનાવવાની કળા પૂરબહારમાં વિકસી હતી.  જેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં વાંચવા મળે.  સમ્રાટ અકબર તથા જહાંગીરના દરબારમાં કેવડા-ગુલાબના અર્કમાંથી મધુપેય બનાવનારા તથા વિવિધ ફળોના રસમાંથી શરબત બનાવનારા નિષ્ણાતોની એક ટીમ નિમવામાં આવતી હતી.  આ લોકો સમ્રાટને મનપસંદ ફળોના રસ, ફૂલોના અર્ક, બીજી કેટલીક વનસ્પતિ, ચંદનતેલ, ખસખસનો કાઢો તથા વરિયાળી વાપરીને શીતલ પેય બનાવી આપતા.

 
કહે છે કે સિકંદરે હિંદુસ્તાનમાં સહેલાઈથી દૂધ, મધ અને વિવિધ પ્રકારનાં ફળો મળી રહે છે તે જાણીને આ દેશ પર ચઢાઈ કરવાનો મનસૂબો ઘડયો હતો.  હિંદુસ્તાનમાં તો દૂધ અને મધની નદીઓ વહે છે.  આથી અહીં રહેનારા કેટલા સમૃદ્ધ હશે તેવું વિચારી તે હિન્દુસ્તાન આવવા પ્રેરાયેલો.  આમેય આપણા દેશમાં રામાયણકાળથી શીતમધુર પીણાંઓ એક રિવાજની માફક રહેણી-કરણી સાથે સંકળાઈ ગયાં છે.  ઘેર મહેમાન આવે અને ગરમ ચા કે કોફી પીવાની અવેજીમાં ઠંડા-શરબતનો ગ્લાસ સામો ધરી દઈએ છીએ. પ્રાચીન સમયમાં તો વૈદ-હકીમો જડબુટ્ટી વાપરીને એવાં શરબતો બનાવતા જે જીભનો સ્વાદ શોખ પૂરો કરવા ઉપરાંત પેટની તકલીફો પણ દૂર કરતાં.  સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પૂર્વે ભોગ વિલાસમાં અમન-ચમન કરતો હતો ત્યારે રોજ દ્રાક્ષાસવ અને મધ સાથે અફીણનો અર્ક ભેળવીને નશાકારક શરબત પીતો હતો.
 

 
sharbat.2
 

 
શરબત અરબી શબ્દ છે.  એનો અર્થ એક જાતનું લિજ્જદાર પાણી એવો થાય છે અને ખરેખર બળબળતા તાપમાં શરબત જેવી લિજ્જત કશામાં મળતી નથી.  શરબત બનાવવાનું ક્યારથી અને કઈ જગ્યાએથી શરૃ થયું એની કોઈ ચોક્કસ માહિતી જોવા મળતી નથી.  પણ બે હજાર વરસ પહેલાંય શરબત બનતા હતા અને પીવાતા હતા એ હકીકત છે.

 
શરબતમાં મૂળ ઠંડુ-મીઠું પાણી અને સુંગધ જ હોય છે.  અને ગરમીમાં વારેઘડીએ પીવા પડતા પાણીને લિજ્જતદાર બનાવવામાંથી જ શરબત શોધાયું છે.  પાણીને માટલામાં એકદમ ઠંડું કર્યા પછી એને વધારે લિજ્જતદાર બનાવવા માટે સુગંધ ઉમેરવાની શરૃઆત થઈ હશે.  સુંગધ ઉમેરવાનો વિચાર નવા માટલામાં ભળી જતી માટીની ભીની ભીની મહેક ઉપરથી આવ્યો હશે.  એમ કરતાં સુગંધિત બનેલા શરબતને હજી મજેદાર બનાવવા માટે એમાં મીઠાશ અને ફળ વગેરેનો રસ પણ નાખવાનો રિવાજ શરૃ થયો હશે.

 
પછીથી તો જેમ ચીનની ચામાં અંગ્રેજોએ ખાંડ અને દૂધ નાખીને સાવ નવી જાતની ચા બનાવી એમ શરબતમાં પણ ઠેકઠેકાણે જે તે દેશના રિવાજ અને પસંદ મુજબ જુદી-જુદી ચીજો મેળવીને હજારો શરબત બનાવવા માંડયા છે.  શરબતનું ચલણ આપણા દેશમાં પૂર્વના દેશોમાં અને આરબ દેશોમાં જ વધારે જોવા મળે છે.  યુરોપના દેશોમાં શરબતની જગ્યાએ કોફી અને જવનો આસવ એટલે કે બિયર તથા મદિરા એટલે કે વાઇન પીવાનો રિવાજ વધારે છે.  એનું કારણ કદાચ એ છે કે ત્યાં વરસના મોટા ભાગમાં ઠંડી જ પડતી રહેવાથી ગળા તર કરનાર શરબતની નહીં, પણ ગળામાં ગરમાટો કરનાર ચીજ પીવાની વધારે જરૃર પડતી હશે.  એમને ઉનાળામાં પીવા માટે શરબત  તો ગમ્યા પણ એમાં જીભે ચચરાટ થાય એ માટે ગેસ ભેળવી દીધો.  એ ચચરાટ વાળા કોલા, નારંગી અને લીંબુના ઠંડા પીણા આખી દુનિયામાં છૂટથી પીવાય છે.  જોકે, એને શરબત ન કહી શકાય પણ એમાં ભેળવેલો વાયુ કાઢી લો તો બાકી જે બચે એ અસલ શરબત જ હોય છે.

 
સહુથી પહેલા બદામનું શરબત બન્યું હશે એવી ધારણા છે, કારણ કે એકવીસસો વરસ, જૂનાં, ઇરાનના શિરાજ નામના પાક શાસ્ત્રમાં બદામનું શરબત બનાવવાની રીત બતાવવામાં આવી છે.  એમાં બદામને થોડા ગરમ પાણીમાં પલાળી રાખ્યા પછી એ જ પાણીમાં વાટી લેવાની અને પછી એ પાણીને બરાબર ગાળી લઈને માટીના વાટકા અથવા માટલામાં રાખીને ઠંડુ કરવાની રીત બનાવી છે.
ત્યાર પછી ઓરિસ નામની વનસ્પતિના બીજને આ રીતે પલાળીને એની સુગંધ વાપરવાની રીત પણ છે. ઓરિસના બીજની એ સુગંધને આપણે કેવડાની સુંગધ કહીએ છીએ.  કેવડો આપણે ત્યાં રાજસ્થાનમાં ભરપૂર થાય છે.

 
બીજી એક જાતની વનસ્પતિ ઉપર પોશના ડોડા જેવા ડોડા થાય છે.  એના બીજને પલાળીને બરાબર વાટીને એનો કસ કાઢવામાં આવે તો લીલા રંગનો મદમસ્ત સુગંધવાળો અર્ક નીકળે છે.  એને આપણે ખસની સુગંધ કહીએ  છીએ.  ખસ આપણે ત્યાં ઉત્તર ભારતમાં ભરપૂર ઊગે છે.  અસલમાં તરસ છિપાવવાના પાણીને સુગંધદાર બનાવવામાંથી અને પછી સ્વાદિલું બનાવવામાંથી શરબતની શરૃઆત થઈ ગઈ છે.  ઇરાનમાંથી શરબત થયા પછી તે તુર્કસ્તાનના લોકોનેય ગમી ગયું.  તુર્કસ્તાનના તુર્કી લોકો એને ‘શોરબત’ કહેતા હતા.  લુઇ ચોથાના રાજમાં તુર્કસ્તાનનું શોરબત ફ્રાન્સ દેશમાં પહોંચી ગયું અને ફ્રાન્સના શોખીન લોકો તો શરબતની લિજ્જત પર આફરીન થઈ ગયા.  ફ્રાન્સમાં રાતના ભોજનમાં તેર પકવાન પિરસવાનો રિવાજ હતો.  ત્યાં એ દરેક પકવાન ખાધા પછી શરબતના ઘૂંટ ભરવાનો રિવાજ શરૃ થયો હતો જેથી મોંના સ્વાદ સાફ થઈ જાય અને નવી વાનગી માટે જીભ તાજી થઈ જાય.

 
ફ્રાન્સમાં શરબતને વધારે રસીલું અને મજેદાર બનાવવા માટે કાચના ગ્લાસમાં અડધે સુધી બરફ ભરીને એમાં શરબત રેડવાનું શરૃ કર્યું.  એનાથી શરબત એવું ઠંડું થયું કે જીભ અને ગળાની સાથે કાળજેય ઠંડક પડી જાય.  ખાંડની મીઠાશવાળા સુગંધી પાણીના સીધાસાદા શરબતને બદલે એમણે નારંગી, દાડમ અને રાસ્પબરી નામના ત્યાંના ફળનો રસ શરબતમાં ભેળવવા માંડયો એનાથી શરબતની મઝા ઓર વધી ગઈ.

 
શરબતમાં આવા બધા ઉમેરા કરવાનો રિવાજ ફ્રાન્સથી પાછો તુર્કસ્તાન થઈને ઇરાન પણ પહોંચ્યો. ઇરાનના રજવાડી તથા પૈસાદાર ઘરના લોકો પિસ્તા, ઘઉંના લોટની અને મેંદાની શેકેલી સેવ અને દૂધ લઈને એમાં ગુલાબનું શરબત નાખીને તથા એના પર મલાઈ નાખીને ફાલુદા નામનું ખાસ શરબત પીતા હતા.  આજે આપણે ત્યાં ફાલુદામાં મલાઈને બદલે વેનિલા આઇસક્રીમ નાખવામાં આવે છે.

 
દક્ષિણમાં કેટલાક રાજવીઓ તેમનો શરબતશોખ અનોખી રીતે પૂરો કરતા હતા.  ભીંજાવેલી ભાંગનું દ્રાવણ બનાવી તેમાં કેસર, દૂધમલાઈ, મધ, કાજુ-બદામ વગેરે ભેળવીને તૈયાર કરેલી વિશિષ્ટ પ્રકારની ઠંડાઈ  ‘આયરિક’ના  નામે પ્રખ્યાત હતી.   રાજા પોતે પણ આયરિક પીતા અને દરબારીઓને પણ પિવડાવતા.  આયરિકનો અર્થ અમૃત થતો હશે પરંતુ આજે તો દક્ષિણ ભારતમાં શરાબ માટે ‘અરાક’ જેવો શબ્દ વપરાય છે.

 
પ્રખ્યાત ચીની ફિલસૂફ હ્યુ એન શાંગ તેમ જ કોન્ફ્યુશિયસે તેમની નોંધપોથીમાં હિન્દુસ્તાનમાં ઉષ્ણતાશામક, દાહનિવારક પીણાંઓ કેમ બનાવાતાં હતાં તેની નોંધ કરી છે.  દ્રાક્ષના તાજા રસમાં બદામની લીલી છાલને પલાળી તેમાં આથો આવ્યા બાદ બનતા અર્કમાં કેશર અને વાંસકપૂરની છાંટ આપી બનાવેલું શરબત તેમણે અનેક વાર પીધુ-વખાણ્યું હતું.  તે મહાયાત્રી માર્કોપોલોએ હિન્દુસ્તાની ઠંડા પીણાનો ઉલ્લેખ કરતાં ત્યાં સુધી લખ્યું છે કે આ દેશમાં બનતા મધુર ફળોનાં સમિશ્રિત પીણાં અન્ય કોઈ દેશોમાં બનતા હોય એવું મારી જાણમાં નથી.’

 
ભારતમાં શરબત-ઠંડા પીણાંનો સિલસિલો ભલે રામાયણકાળથી આરંભ થયો હોય પરંતુ મધુર, ખટમીઠા શરબત, શીતળ પેયની અનેક વિધ વેરાયટી તો મોગલ શહેનશાહના કાળમાં જ વિકસી હતી.  તરબૂચ, નારંગી, લીંબુ, સફરજન, અનાનસ ઇત્યાદિ ફળોને દૂધ, કેસર, માવો સૂકો મેવો, એલચી, ઇસબગુલ, મધ સાથે પ્રમાણસર મેળવીને જાત-જાતનાં શરબતો મોગલ બાદશાહો પીતા હતા. અકબરના દરબારમાં બીજા રાજવીઓનો આદરપૂર્વક સત્કાર કરતી વેળા મહેમાનોને ખાસ કેસર, એલચી અને કસ્તુરીમિશ્રિત શરબત પિવડાવવામાં આવતું.  હિંદુ રાજવીઓ કેરીના રસમાં દૂધ એલચી વગેરે ભેળવીને બનેલાં મધમધતાં પીણાં પીતા.

 
ભારતમાં અત્તરની શરૃઆત નૂરજહાંએ કરાવી હોવાનું કહેવાય છે તેમ શરબતની શરૃઆત પણ નૂરજહાંએ જ કરાવી છે.  ભારતની મહારાણી બનીને આવ્યા પછી મહારાણી નૂરજહાં પોતાના શાહી બગીચામાં રોજ ફરતી હતી.  ઉનાળાની એક સાંજે હવાની ખુશનુમા લહેરખીઓ સાથે ગુલાબની ક્યારીઓમાંથી ગુલાબની મીઠી-મીઠી સુગંધ પણ આવતી હતી.

 
ગુલાબની મીઠી સુગંધની મઝા લેતાં-લેતાં નૂરજહાંને ઇરાનના પેલા ગુલાબના ફાલુદા શરબતની યાદ આવી ગઈ.  એને એવું જ શરબત બનાવડાવીને પીવાનું મન થયું મહારાણીની ઇચ્છાનો તરત અમલ થયો અને ત્યારથી ગુલાબના શરબતનો સ્વાદ આપણા દેશમાં આવ્યો.  ગુલાબનું શરબત જોતજોતામાં આપણા દેશના રજવાડા અને નવાબો તથા ઠાકુરોના ઘરમાં મનગમતું બની ગયું હતું.

 
ગુલાબના શરબતથી શરૃઆત થયા પછી આપણાં દેશમાં ખસ, કેવડો, ચંદન, કેસર એમ કુદરતી સુંગધવાળા શરબતો બન્યા અને ત્યાર પછી ફ્રાન્સના લોકોની જેમ આપણે ત્યાં પણ નારંગી, મોસંબી જેવા ફળના રસ શરબતમાં મિલાવવા માંડયા.  પંજાબમાં લસ્સી જ પીવાતી હતી.  ત્યાંના લોકોએ શરબતને લસ્સીમાં મિલાવીને અપનાવી લીધું.  તો દૂધના શોખીન આપણા ગુજરાતીઓએ શરબતને દૂધમાં મિલાવીને પીવા માંડયું.  દૂધ, લસ્સી અને ફળની ભેળસેળ થવાથી શરબતમાં લિજ્જત સાથે ફાયદો પણ મળવા લાગ્યો.

 
કાળજે ઠંડક પણ થાય અને ભરપૂર ફાયદો પણ થાય એ માટે ખસ, કેરીના, લીંબુના જીરાના અને આદુના શરબત બનાવવામાં આવ્યા.  કાચી કેરીને બાફીને એનો ગર્ભ બરાબર પાણીમાં મસળીને ફણો અથવા ‘બાફલો’ નામનું શરબત બને છે.  લૂ લાગી હોય તો મટાડે છે.  તો લીંબુના રસમાં પાણી અને મીઠાશ ઉમેરીને લીંબુનું શરબત બને છે.  એ શરીર અને આંખમાં ઠંડક આપે છે. જીરાને વાટીને પાણીમાં પલાળી રાખ્યા પછી એમાં મીઠાશ ઉમેરવાથી જીરાનું શરબત જે પાચન સુધારી આપે છે અને આદુને વાટીને એનું નિતરેલું પાણી લઈ આદુંનું શરબત બને છે.  એનાથી કબજિયાત મટે છે.

 
ગુલાબનું શરબત બનાવવા માટે ગુલાબની પાંખડીઓને લગભગ બાર કલાક પાણીમાં પલાળી રાખીને પછી ઉકાળવામાં આવે છે. એને ગાળીને ઠંડુ કરી લો, તો ગુલાબનું પાણી-ગુલાબ જળ બને છે.  જેમાં મીઠાશ ઉમેરો તો ગુલાબનું શરબત બની જાય છે.  પંજાબ અને એની આસપાસના વિસ્તારમાં શિયાળામાં જે કાળા ગાજર થાય છે એના રસમાં મીઠાશ ઉમેરીએ તો ‘કાલાખટ્ટા’  શરબત બની જાય છે.

 
અંગ્રેજો અને યુરોપના લોકોએ વિજ્ઞાાનની જાતજાતની શોધો કરી એમાંથી દરેક જાતની સુગંધ બનાવવાની શોધ થયા પછી શરબતોની કાયાપલટ થઈ ગઈ છે.  પહેલાં ખસ અથવા કેવડાની સુગંધવાળા શરબત બધે છૂટથી નહોતા મળતા, કારણ કે ખસ અને કેવડો બધે નહોતા થતા.  પણ નકલી રસાયણવાળી સુગંધ બનાવવાનો કીમિયો જડી ગયો એટલે ગમે તે સુગંધ ગમે ત્યાં બનવા લાગી.

 
અંગ્રેજોના શાસન દરમિયાન મોગલોની શરબતી જાહોજલાલી લુપ્ત પામી.  પરંતુ રાજરજવાડામાં તો મધુર ઠંડા પીણાંની બોલબાલા એવીને એવી જ હતી.  જાહેરમાં ફળોના રસ વેચવાનો ધંધો તે વખતે વિકસ્યો નહોતો.  મોટા શહેરોમાં બરફ, ખસખસ, વાળો, વરિયાળી, એલાયચી તથા કેસર-મધ નાખેલાં શરબતો લગ્નપ્રસંગે પીરસાતા હતા.  શેરડીનો રસ પણ ગામડે જઈને ખેતરોમાં ચાલતા કોલુમાંથી મેળીને જ પીવા મળતો.  શહેરોમાં સિંચોડામાં શેરડીનો રસ કાઢીને વેચવાનો ધંધો બહુ મોડેથી શરૃ થયો.  લોકો બહારની ચા પીવાની સુદ્ધાં ટાળતા તો પછી રસ-શરબતની વાત જ ક્યાં કરવી ?   પરંતુ ઇરાની રેસ્ટોરાં વધતી ગઈ તેમ રસ, શરબત, ફાલુદાની ફેશન જોર પકડવા લાગી.  બીજી તરફ ઠેર-ઠેર ફ્રુટ જ્યુસ સેન્ટરો પણ ખીલ્યા.  શહેરજનો રાત્રે જમ્યા પછી ટહેલવા નીકળે અને તાજાં જ્યુસના પ્યાલા ગટગટાવે.  જોકે એવુંય બને છે કે મોસંબીના શરબતમાં મોસંબીનું ટીપુંય ન હોય અને ખસના શરબતમાં ખસનો દાણોય ના હોય !  ખાંડની ચાસણી અને પાણીમાં નકલી સુગંધ અને રંગ મિલાવીને હજારો જાતના શરબત બનવા લાગ્યા. ખાંડની ચાસણીની જગ્યાએય સેકરીન જેવી નકલી મીઠાશ વપરાવા લાગી.  એનાથી જોકે, મૂળ શરબતને કશું નુક્સાન નહોતું.  કારણ કે શરબતનું મૂળ કામ તો કાળજે ઠંડક પાડવાનું અને લિજ્જત આપવાનું જ છે જે નકલી સુંગધવાળા શરબતમાંય પાર તો પડે જ છે.

 
પણ હવે એ જ વિજ્ઞાને શોધી કાઢ્યું છે કે નકલી મીઠાશ, નકલી સુગંધ અને રંગ શરીરને  નુકસાન કરે છે અને બીજી બાજુ આપણી આયું ઘટાડે છે આયુર્વેદની બોલબાલા થઈ છે એટલે હવે ફરીથી શરબતને ગુણકારી બનાવવાનું શરૃ થયું છે અને અસલી શરબતો મળવા લાગ્યા છે.  ગોળની મીઠાશ, અસલી સુગંધ અને પાણી વડે બનાવેલા શરબતથી તબિયતનો ફાયદો થાય કે ના થાય એનાથી રતીભર પણ નુકસાન નથી થતું અને ઠંડી-મીઠી લિજ્જત મળે છે એ હકીકત છે.

 
રસ્તાના કિનારે ઊભા રહેતા બરફના ગોળાવાળાનું શરબત હોય કે મોંઘેરી હોટલમાં મઝાના રૃપકડા ગ્લાસમાં ટ્રેમાં મૂકીને વેઇટર મારફત અદાથી પીરસાવામાં આવતું અસલી કેરી અથવા અસલી કેસરનું શરબત હોય.  એનું કામ તો ગળુંતર કરીને કાળજે ઠંડક પાડવાનું તથા લિજ્જત આપવાનું જ છે અને બળબળતી ગરમીમાં ગમે તે શરબતથી ઠંડક તો એકસરખી જ મળે છે.
 

 

 
સૌજન્ય : કેતન ત્રિવેદી -ગુજરાત સમાચાર -દૈનિક

 

 

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

હિન્દુ ધર્મ : એ ધર્મ કે જીવનપધ્ધતિ નો માર્ગ ? …

હિન્દુ ધર્મ : એ ધર્મ કે જીવનપધ્ધતિ નો માર્ગ ? …

 

 

 

આ લાંબા સમયથી ચાલતી આવેલી આપણા ધર્મ વિષેની ગેરસમજ ને સામે લાવી આપણને એ બતાવે છે કે હિન્દુ ધર્મ કેવી રીતે જીવનપધ્ધતિ ના માર્ગથી વિશેષ છે …

 

 

HINDUISM

 

 

આ એક પ્રશ્ન અવારનવાર પૂછવામાં આવે છે. એ કાયમ જ જુસ્સા ભરી ચર્ચા બની રહે છે, કેમ કે તેમાં ઉત્સુકતા ભર્યો રસ અને વિવિધ અભિપ્રાયો નો સમાવેશ થાય છે. વર્ષો પહેલાં, સ્વામી ચિન્મયાનંદા, ચિન્મયા મિશન ના સ્થાપક, તેમણે એક જોરદાર ભાષણ આ વિષય પર આપ્યું. (bit.ly/hinduism-way-of-life). આ તેનો વિશેષ ફકરો છે: “હિન્દુ ધર્મ એ ધર્મનો માર્ગ નથી એ માત્ર જીવનપધ્ધતિ નો માર્ગ છે.”  તમે આજે આ વાત જ્યાં યુવાનો બેસીને હિન્દુ સંસ્કૃતિ અને ભારતની ચર્ચા કરતા હોય ત્યાં સાંભળવા મળશે. તેઓ આછકલાઈથી કહેશે: “હિન્દુ ધર્મ એ બિલકુલ અલગ છે. એ ધર્મ નથી. તો પછી એ શું છે ?   એ જીવન પધ્ધતિનો માર્ગ છે”  આ એકદમ ખોટું વાક્ય છે !  કોઈ સમજદાર વ્યક્તિ આનો સ્વીકાર કરે નહીં અથવા એનો વિશ્વાસ કરે નહીં.  કેવી ધૃણાસ્પદ મુર્ખામી લપેટાયેલી છે આ આકર્ષક વાક્યમાં !  ‘હિન્દુ ધર્મ એ ધર્મ નથી પણ જીવન પધ્ધતિનો માર્ગ છે.’   એમ, તો પછી ખ્રીસ્તી ધર્મ ?  એ ધર્મ છે ?   હા, તો એ જીવન પધ્ધતિનો માર્ગ નથી ?  વિચારો, એ પ્રત્યક્ષ વિરોધાભાસી છે એમ કહેવું કે એ ધર્મ નથી, પણ જીવન પધ્ધતિનો માર્ગ છે.  જો હિન્દુ ધર્મ એ ધર્મ નથી, અને માત્ર જીવન પધ્ધતિ હોય તેમ ખ્રીસ્તી ધર્મ એ ધર્મ છે અને જીવન પધ્ધતિનો માર્ગ ના હોઈ શકે.  ધર્મ વગરની જીવન પધ્ધતિ કેવી ?  શું ધર્મ આપણને આપણાં જીવનમાં, આપણી દુનીયામાં માર્ગદર્શક નથી બની રહેતું ?  તેથી જ આ ખોખલુ, ઉચ્ચકક્ષામાં હોય તેવું વાક્ય છે.”

 

એ અભિપ્રયનો ઉદભવ જર્મન, જેઓ ભારતીય વિદ્યાના જાણકાર હતા તેમણે ૧૮૦૦ માં, મત શબ્દનું અનુવાદ ધર્મ તરીકે કર્યું: “જર્મન ના લોકો, જેમણે સૌથી પહેલા સંસ્કૃત શાસ્ત્રોનું અનુવાદ કરવાની કોશિષ કરી, કમનસીબે તેમણે સૌથી મોટી ભુલ કરી.  તેમણે શબ્દ મત ને ધર્મની જગ્યાએ વાપર્યો.  બુધ્ધ મત- બુધ્ધ ધર્મ, ખ્રિસ્તી મત- ખ્રિસ્તી ધર્મ,  મુહમમેદીય મત- ઈસ્લામ ધર્મ. તેમ તેઓ હિન્દુ મત પર આવ્યા અને બીચારા જર્મનો મુંઝવણમાં મૂકાઈ ગયા. કેમ કે હિન્દુ ધર્મ માં ઘણી જાતના મત છે.  એ એક સંયુક્ત મત છે.  મત સંસ્કૃત શબ્દ મતી પરથી આવે છે. જેનો અર્થ બુધ્ધિ.  જેનો આકાર બુધ્ધિમાં અપાયો છે તે મત. મત નો અર્થ તો માત્ર અભિપ્રાય !  હિન્દુ ધર્મમાં શંકર મત, રામાનુજ મત, માધવ મત નો સમાવેશ થાય છે.  વિવિધ આચાર્યો જેમણે જીવન વિષે વિભિન્ન અભિપ્રાયો આપ્યા છે, ઉપનિષદ ના વિચારો અને દ્રષ્ટિકોણ- આ બધાને મત કહેવાય.  તેથી જર્મન લોકો એ વાતના તારણ પર આવ્યા કે હિન્દુ ધર્મ ધર્મ નથી, તો એ શું છે ?  (તેમને આશ્ચર્ય થયું) એ તો એક જીવન પધ્ધતિ છે.”

 

જે હિન્દુઓ આ બદનામ વાક્યની મૂલ્યતા વિશે પ્રશ્નો કરતા હોય છે તેમણે મોટે ભાગે હિન્દુ ધર્મને અપનાવીને આચરણમાં મૂક્યું નથી હોતું.  તેમને કદાચ મનમાં એમ હોય કે હિન્દુ ધર્મનો મૂળ સારાંશ એ સદગુણી જીવન જીવવું અને પોતાની ફરજનું પાલન કરવું, અને તેથી વિશેષ કશુ કરવાની જરૂર નથી.

 

હિન્દુ ધર્મ એ જીવન પધ્ધતિ છે, પણ તે આધ્યાત્મિક જીવન પધ્ધતિ છે.  જેમાં સારો વ્યવહાર, પૂજાપાઠ, નિઃસ્વાર્થ સેવા, આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાન નો સમાવેશ થાય છે.  અને આધ્યાત્મિક જીવન પધ્ધતિની શું વ્યાખ્યા છે ? ધર્મ !

 

જર્મનોએ તારણ કાઢ્યું કે સનાતન ધર્મ એ વિવિધ ધર્મોનું સંગઠન છે, એ પોતાની જાતે પણ સ્વમાનપૂર્વક, હિંમત સાથે ધર્મ તરીકે ઉભો રહી શકે.  આ બધા ધર્મોમાં કેટલાક સામાન્ય મૂળ અંશો સરખા હોય, જેમ કે સંસ્કૃતિ, પૂજાપાઠ, શાસ્ત્રો અને મુળભુત જીવનદ્રષ્ટિ જે પાયાની માન્યતાઓમાં દર્શાવાય છે : કર્મ, ધર્મ, પુનર્જન્મ, સર્વવ્યાપી દિવ્યતા અને વિશેષ. હિન્દુ ધર્મ ભવ્યતાથી ધર્મની દરેક વ્યાખ્યા અને ગુણને પરિપૂર્ણ કરે છે.

 

એ વાત યાદ રહે કે જર્મન લોકો હિન્દુઓના મિત્રો ન હતા. તેમની આપણા ધર્મની આ એક પુનઃવ્યાખ્યા એ ખૂબ જ પ્રભાવશાળી નિંદા છે, જે કમનસીબે હિન્દુઓએ જાતે જ અપનાવી લીધી છે. આપણા ધાર્મિક સિધ્ધાંતોને ધર્મ તરીકે ન ગણવા એ એક બૌધ્ધિક આત્મહત્યા અને સર્વ વિશ્વવ્યાપી લોકોના સંબંધની નિષ્ફળતા કહેવાય. હિન્દુ ધર્મની ગર્વ પૂર્વક બીજા ધર્મની સાથે ગણના થાય છે અને તે શક્ય બને છે નહીં કે માત્ર જીવન પધ્ધતિ થકી.  શાકાહારી હોવું એ એક જીવન પધ્ધતિ છે, અહિંસા એ એક જીવન પધ્ધતિ છે.  પરંતુ તે ન તો ધર્મ છે કે ન તો તેમને પાર્લમેન્ટ ઓફ વર્લ્ડ રિલિજન માં આમંત્રણ મળશે, જેમ સ્વામી વિવેકાનંદને ૧૮૯૩ માં મળ્યું હતું તેમ.  તેમને આમંત્રણ મળ્યું અને તેઓએ દુનિયાને શિકાગોના મંચ પરથી પ્રવચન આપ્યું કેમ કે તેઓ હિન્દુ હતા.

 

હા, એવા લોકો છે કે જેઓ વિચારે છે કે “હ” શબ્દ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે, પરંતુ તેઓ ખોટા છે. તેઓ દુનિયાના મંચ તેમજ સ્થાનિક લોકોમાં અને બીજા ધાર્મિક સમુદાયમાં ધર્મ શબ્દનો પ્રવેશ કરવા પર ઉપેક્ષા કરે છે.  એક સાથે હિન્દુ ધર્મના ઝંડા નીચે ઊભા રહી આપણે બીજા ધર્મોને મળતા સંરક્ષણને માણી શકીએ, અને આપણો એક સંગઠીત આવાજ જેની કદર સમાચારના માધ્યમ, સરકાર, બૉર્ડ ઓફ ઍજુકેશન અને પ્લાનિંગ ડિપાર્ટમેંટ કરશે. આપણે એવા ઉપરથી હિન્દુ દેખાતા હોય તેવા જૂથોને જાણીએ છે જેઓ “હ” શબ્દનો ઉપયોગ કરતા અચકાતા હોય છે પરંતુ તેને આતુરતાથી અપનાવી લે છે જ્યારે વિસ્તૃત જુથમાં તેમનો વિશ્વાસ પામવા માટે,  દાખલા તરીકે કોર્ટના વિષયમાં.

 

હિન્દુ ધર્મનું ઉજ્જવળ ભવિષ્ય બીજા ધર્મોની સાથે ઊભા રહેવામાં છે, નહીં કે કોઈ જીવન પધ્ધતિમાં.  જે હિન્દુઓ સમજ્યા વગર એ મત ધરાવે છે કે હિન્દુ ધર્મ નથી તેઓ સનાતન ધર્મને કોઈ સારી રીતે ઉપયોગી નથી બનતા.  તેઓ એ વાત સમજી શક્યા નથી કે આ અવળું વલણ બીજા ધર્મોની કક્ષામાં કેવું લાગે છે, એમ વિચારો કે શું મુસલમાનો એમ કહે કે ઈસ્લામ ધર્મ નથી માત્ર જીવન પધ્ધતિ છે ? અથવા ખ્રીસ્તિઓ ? યહૂદીઓ ?  તેઓ તેવું ન કરે.  તેઓ પોતાની આધ્યાત્મિક વ્યક્તિત્વનો ગર્વ ધરાવે છે.  પરંતુ કેટલાક કારણોને લીધે, એક માનસિક ઉપદ્રવ થકી, હિન્દુઓ આ પોતાને માટે વિનાશક થઈ શકે તેવી ભ્રમણામાં જીવે છે.  અગણિત સ્વામીઓ જેમણે વીસમી સદીમાં પશ્ચિમમાં આ વિચારને પ્રોત્સાહન આપ્યું, ખાસ કરીને જ્યારે તેઓ ખ્રિસ્તી અને યહુદીઓને વેદાંત, યોગ અને ધ્યાન શીખવાડતા હતા ત્યારે, જેથી તેમની ધાર્મિક લાગણીઓ ન ઉશ્કેરાય.  આને લીધે હવે આવા વાક્યોની ઘર ઘરમાં સામાન્ય શબ્દો તરીકે જ ગણના થાય છે, તેના હિન્દુ મૂળને અવગણીને. સ્વામી ચિન્મયાનંદા એ ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કર્યું : “આ એક ખોખલું, ઉચ્ચાકક્ષામાં હોય તેવું વાક્ય છે.”  જેનાથી આપણે બધા દૂર રહીએ.

 

ખુશીની વાત છે કે આ ધીમે ધીમે પણ સારી રીતે બદલાઈ રહુયું છે.  આજકાલના હિન્દુ યુવકો અને યુવતીઓ પોતાના ધર્મ પ્રત્યે ગર્વ ધરાવે છે, તેઓ વધુ જાણવા માટે આતુરતા બતાવે છે.  આખા વિશ્વની યુનિવર્સિટીઓમાં હિન્દુ વિધ્યાર્થીને ગર્વથી બીજા ધર્મના વિદ્યાર્થીઓ સાથે ઉભા રહેવું છે.  હિન્દુ અમેરિકન ફાઉંડેશનનું “યોગ ને પાછું લઈએ”  એ ઝુંબેશ, જેમાં યોગના મૂળ જે દુનીયાના સૌથી પ્રાચીન ધર્મમાં જોડાયેલા છે તેની સાથે પુનઃસ્થાપિત કરવાનો છે.  આ એક સ્પષ્ટ કાયદેસરનો આરોપ છે “ધાર્મિક જીવન પધ્ધતિ” ની દલીલ તરફ.

 

દરેક લોકોને એક પાયાનો પ્રશ્ન અચુક ઉદભવે છે. “હું હિન્દુ ધર્મને મારા રોજીન્દા જીવનમાં કેવી રીતે વ્યવહારિક બનાવું ?”   હું એક વાત પર ખૂબ મહત્વ આપું છું કે હિન્દુ ધર્મને સંપૂર્ણ રીતે સમજવા અને વ્યવહારમાં અમલમાં મૂકવા, વ્યક્તિએ તેના દરેક ક્ષેત્ર સાથે જોડવું પડે: ધર્મ, પૂજા પાઠ, નિઃસ્વાર્થ સેવા, આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાન. આ પાંચનું સંમેલન એક સંપૂર્ણ શારીરિક, માનસિક, ભાવનશીલ અને આધ્યાત્મિક જીવન પધ્ધતિ આખી જીન્દગી માટે બની રહે.

 

ભક્તિનું આચરણ આધ્યાત્મિક અભ્યાસ વિના અંધશ્રધ્ધામાં સહેલાઈથી પરિવર્તીત થઈ શકે.  આધ્યાત્મિક અભ્યાસ ભક્તિ અને નિઃસ્વાર્થ સેવા વિના માત્ર બુધ્ધિપૂર્વકની દલીલો અને અનુમાનો બની રહે.  હિન્દુ ધર્મને માત્ર જીવન પધ્ધતિમાં ગણતરી કરવાથી, વ્યક્તિ ભક્તિ અને તત્વજ્ઞાનના ઉંડા ફાયદાઓ ને ચૂકી જાય છે.  અને ધ્યાન સિવાય વ્યક્તિને આત્મા અને પરમાત્મા, જીવ અને શીવ ના મિલનનો અનુભવ ન થઈ શકે, જે પ્રકાશ અને મોક્ષ તરફ લઈ જાય છે. ચાલો આપણે આ પાંચ સ્તરોને ઉંડાણથી જોઈએ.

 

ધર્મ એ હિન્દુ ધર્મનો પાયો છે, જેનો વ્યવહારના આચરસંહિતા યમ માં સમાવેશ થાય છે.  યમ એટલે કે “કાબુમાં રાખવું” આપણો મૂળ, પ્રાકૃતિક સ્વભાવ જેમ કે ગુસ્સો કરવો કે બીજાને હાનિ પહોંચાડવી, જૂઠૂ બોલવું કે હોંશીયારીથી ઘટનાને આપણા ફાયદામાં ફેરવવી, પોતાને ગમતી વસ્તુ જે બીજી રીતે લઈ ન શકાય તેની ચોરી કરવી.  આ બધા પ્રાકૃતિક સ્વભાવને વ્યક્ત કરતી પ્રકૃતિ પર લગામ મુકવી, કારણ કે આ વલણ સાથે કરેલા કાર્યો કુકર્મો કરાવે અને આપણાં મનને ઉશ્કેરીને રાખે. બીજા ઘણા સાંસ્કૃતિક રીતરીવાજોની ગણતરીપણ ધર્મમાં થાય છે.

 

સેવા, નિઃસ્વાર્થ પ્રવૃતિ, એ હિન્દુ ધર્મનું બીજું પાસું છે, ઘણા લોકો નાણાકીય દાન કોઈ ધાર્મિક કે બીજા નોન- પ્રોફિટ સંગઠનોને આપે છે.  આમ જોવા જાવ તો પોતાનું પાકીટ ખોલી અને ૫૦ રૂપિયા આપવા એ આસાન છે, નિઃસ્વાર્થ સેવા એ વિશેષ ગંભીર જવાબદારી છે, જેમાં વ્યક્તિએ પોતાના અંગત સમયનો ભોગ આપવો પડે છે. નિઃસ્વાર્થ સેવા માત્ર મંદિર પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ, એ શાળામાં, કામની જગ્યાએ કે સંસારમાં જ્યાં હોઈએ ત્યાં થઈ શકે.

 

ભક્તિ, જેમ કે મંદિરમાં થતી પૂજામાં હાજરી આપવી, તીર્થ યાત્રા પર જવું, ઘરના પૂજાના ઓરડામાં બેસીને મંત્ર કે જાપ કરવા, નમ્રતાને કેળવવી અને નાજુક શક્તિને ઉપરના ચક્રો, જ્ઞાન અને પવિત્ર પ્રેમ તરફ વાળવા.

 

ભઆધ્યાત્મિક અભ્યાસ એ તત્વજ્ઞાનની સ્પષ્ટતાનો પાયો છે, ઈશ્વર,  આત્મા અને દુનિયા જે વ્યક્તિની જીન્દગીના દરેક ક્ષેત્રને પ્રેરણા આપે છે અને વધારે છે, તે પ્રત્યે એક ચોક્કસ સમજ.  આ અભ્યાસમાં વેદ, અગમ, પોતાના ધાર્મિક સંપ્રદાયના પુસ્તકો અને સંતપુરુષ કે પોતાના ગુરુનો બોધ.  અભ્યાસ વ્યક્તિના પોતાના સંપ્રદાયના તત્વજ્ઞાનને અનુલક્ષીને હોવો જોઈએ. દાખલા તરીકે, જો વ્યક્તિ અદ્વૈત સંપ્રદાય સાથે જોડાયેલો હોય તો અભ્યાસ એ વિચારને મજબુત બનાવે કે આપણે ઈશ્વર સાથે એક છીએ, આ સચ્ચાઈ માટે બીજી કોઈ ઘટના ઘટવી જરૂરી નથી.

 

ધ્યાન અને બીજી યોગની સાધનાઓ, જે હિન્દુ ધર્મનું પાંચમું સ્તર છે તે વ્યક્તિગત સ્પષ્ટતાનું દ્વાર છે. ધ્યાન વ્યક્તિને ઈશ્વર પ્રત્યેની તત્વજ્ઞાનની કલ્પણમાંથી આગળ ધકેલીને આ સચ્ચાઈની અનુભુતિ કરાવે છે.  આ વાતની સરખામણી કરી શકાય કે, તાજી રસદાર કેરી વિશે વર્ણન વાંચવું કે તેનું પહેલું બટકું મોઢામાં માણવું.  તમે શું પસંદ કરશો ?  બે પ્રાથમિક રસ્તા છે.  પહેલો, રાજ઼ યોગ, જેમાં શ્વાસનું નિયંત્રણ, ઈન્દ્રીઓ પર કાબુ, એકાગ્રતા અને ધ્યાન. બીજો જ્ઞાન યોગ, આધ્યાત્મિક અભ્યાસ, મનન અને અવિચલ ઉંડુ ધ્યાન.

 

આ પાંચ ધાર્મિક પરિમાણો હિન્દુ ધર્મનાં વિવિધ સંપ્રદાયમાં મળે છે, દરેક પંથ અને સંપ્રદાય પોતાની સંસ્કૃતિ, ભક્તિ અને આધ્યાત્મિક અનુપમતાને અમુલ્ય ગણી તેને સુરક્ષિત રાખવાની કોશિષ કરે છે.
 

 

 
સાભાર : http://www.hinduismtoday.com/
 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli

મનોવૃત્તિ …

મનોવૃત્તિ …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 
manovruti

 

 

મનોવૃત્તિ એટલે મનના વિચારો. મન તો ચંચળ છે અને તેમાં અવિરત વિચારો ચાલતા હોય છે પણ તે બીજાને કળાતા નથી. જો આપણે એક બીજાના વિચારો વાંચી શકતા હોત કે જાણી શકતા હોત તો કદાચ આ દુનિયા જુદા જ રંગમાં રંગાઈ હોત. એક રીતે આ સારૂં છે નહી તો આપસ આપસના સંબંધોની જે વલે થાત તે વિચારી પણ ન શકાય.

 

મનમાં ચાલતા બે પ્રકારના વિચારો હોય છે – સારા અને નરસા. સારા વિચારો આપણી જીંદગી આનંદસભર કરે છે જયારે ખરાબ વિચારો જીવનરાહને દુર્ગમ બનાવે છે. દરેકના મનમાં આ બન્ને પ્રકારના વિચારો ઉદભવે છે પણ ખરાબ વિચારોને હટાવી દેવા તેની ક્ષમતા કેટલી છે તે તેના ઉપર આધારિત છે.

 

સારા વિચારો આપણા ઉછેર પર નિર્ભર છે. વળી સારૂં વાંચન, સત્સંગ અને માનસિક બળ પણ ખોટા વિચારો દૂર કરવામાં મદદ કરે છે.

 

અગાઉના સમયમાં જયારે વડીલોની આમન્યા રહેતી ત્યારે કુટુંબનો દરેક સભ્ય તેમના વિચારો અને મંતવ્યોને પ્રાધાન્ય આપતો. તે જમાનામાં વડીલો ખોટું ન કરે એવી ભાવના હતી અને મહદ અંશે તે સાચું પણ હતું. એટલે તેમના વિચારોને અનુસરવામાં કોઈને વાંધો નહોતો જણાતો કેમકે તેમને ખાત્રી હતી કે વડીલ બધાનું સારૂં જ ઈચ્છે છે અને સત્યનો રાહ નહી છોડે.

 

પરંતુ હવે આનાથી વિપરિત છે. એક તો વડીલોની કોઈ ગણના કરતું નથી અને વળી હવે વડીલો પણ નવા રંગે રંગાઈ ગયા હોય સારા–નરસાના ભેદભાવને ન ગણકારતાં સમયોચિત વાતો અને વિચારો કરે છે જે સારા પણ હોય અને ખરાબ પણ હોય!

 

ખરાબ વિચારો માટે જવાબદાર છે માનસિક કચાશ, સંબંધો, મિત્રો, મતભેદો વગેરે. આને કારણે વાતાવરણ બગડે છે અને સાથે સાથે સંબંધો. ધર્મઝનૂન પણ આમાનું એક મોટું કારણ છે જેને કારણે દંગાફસાદ, ખૂનામરકી જેવા બનાવો બને છે અને બનતા રહેશે.

 

ખરાબ વિચારોને પરિણામે   ‘હું મરૂં પણ તને રાંડ કરૂં’   જેવો માહોલ બની રહે છે. આ બધાને કારણે સામાને તો નુકસાન પહોંચે છે પણ તેને પોતાને પણ નુકસાન થાય છે એ તે વિચારશે નહી.

 

છેલ્લા કેટલાક સમયથી લોકોમાં જાગૃતિ આવી છે અને ધર્મધ્યાન, સત્સંગ તરફ વધુને વધુ ખેંચાતા જાય છે. આ સારી વાત છે જો તેનો યોગ્ય ઉપયોગ રીતે અપનાવાય. જેટલો વધુ પ્રચાર એટલો સમાજને ફાયદો. તે જ રીતે જ્ઞાનપિપાસા પણ વધતી ગઈ છે અને તેને કારણે લોકોના વિચારોમાં પરિવર્તન પણ આવી રહયું છે જેથી લોકોના વાણી અને વર્તનમાં ફેરફાર જરૂર થવાના. આશા રાખીએ કે તે હકારાત્મક હોય.

– નિરંજન મહેતા (મુંબઈ)

 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’  પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  નિરંજનભાઈ મહેતા (મુંબઈ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

  લેખકશ્રી ના સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta

A/602, Ashoknagar(Old), Vaziranaka, L.T. Road, Borivali(West), Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli

કડવી કોફીની કહાણી …

કડવી કોફીની કહાણી …

 

 

 
coffee.1
 

 

કાફી….કાફી….કાફી…..કહેતો એક સ્વર વહેલી સવારે ગુંટકલ સ્ટેશન ઉપર ગુંજી ઉઠ્યો. પૂના છોડયા બાદ આ પ્રથમ એવું સ્ટેશન હતું જ્યાં મને ચા ને બદલે પહેલા કોફીનો સ્વર સંભળાયો હતો. પૂનાથી અત્યાર સુધી દરેક સ્ટેશને પ્રથમ ચા અને બીજો શબ્દ કોફીનો હતો જે ગુંટકલ સ્ટેશનથી બદલાઈ ગયો હતો. આ સ્વર આવતા જ હું સાઉથ ઈન્ડિયામાં પહોંચી ગઈ છુ તે વાતનો અહેસાસ થઈ ગયો. પણ મારી સફર હજુ લાંબી હતી તેથી મારી ચા ને મીસ કરતાં કરતાં એક ઘૂંટ ગરમ ગરમ કોફીનો લઈ જ લીધો. એ ગરમ ગરમ કોફીની ચૂસકી લેતાં જ મનમાં કાફી અને કોફીની શોધની અનેક કહાણીઓ આકાર લેવા લાગી.

 

 

coffee.3

 

 

એક્સ્પ્રેસો, મોકા, લાટે, ફેંચ વનેલા, હેઝલનટ, સિનેમોન, આલ્મંડ ક્રંચ, કોલમ્બિયા પ્લેઇન, કાર્ડામમ, મિન્ટ, વગેરે જેવા અનેક ફ્લેવર ધરાવતી કોફીનું મૂળસ્થાન યમન અને ઇથોપિયા માનવામાં આવ્યું છે. એક કિંવદતી અનુસાર કોફીની શોધ શેખ અબ્દુલ હસનના સેવક ઓમર દ્વારા થઈ હતી. એકવાર કોઈક કારણસર શેખ અબ્દુલે ઓમરને દેશવટો આપ્યો. પોતાની જન્મભૂમિથી નિષ્કસીત થઇ ફરતા ઓમરને અતિ ભૂખ લાગી ત્યારે તે ફરતા ફરતા એક રણદ્વીપ ઉપર આવ્યો. અહીં ઓમરને પીવા માટે પાણી મળી ગયું, પણ ઓમર ભૂખ્યો હતો તેથી તે દ્વીપ ઉપર કશુક ખાવાનું શોધવા માટે ફરવા લાગ્યો. આમતેમ દ્વીપ ઉપર ફરતા ઓમરને કશું ખાવાનું તો ન મળ્યું પણ તેણે જોયું કે રણના પક્ષીઑ કોઈક પ્રકારના ફળ ખાઈ ને ઉર્જાપૂર્વક ઊડી રહ્યા છે ત્યારે ઓમરે વિચાર્યું કે જો પક્ષીઓ આ ફળ ખાઈ શકે છે તો પોતે તે ફળ કેમ ખાઈ ન શકે? આમ વિચારી ઓમરે તે ફળ ખાવા માટે પ્રયત્ન કર્યો ત્યારે તે ફળ તેને કડવું લાગ્યું. એ કડવા રસને કારણે ઓમરની ભૂખ ન બુઝાઇ. તેથી તેણે વિચાર્યું કે કદાચ આ ફળ રંધાયું નથી તેથી કડવું લાગતું હશે આથી તેણે તે ફળને બીજ સમેત શેકીને ખાવાનો પ્રયત્ન કર્યો પરંતુ આમ કરતા તેણે મહેસુસ કર્યું કે તે ફળની છાલ બળી ગઈ છે અને અંદરના બીજ હાર્ડ થઈ ગયા છે તેથી તેણે બીજું એક ફળ લઈ તે ફળને પાણીમાં નાખી ગરમ કર્યું. પછી તે પીવા લાગ્યો. આ પાણી પણ તેને કડવું જ લાગ્યું પણ તેની ભૂખ કંઈક અંશે ઓછી થઈ હતી અને તેનું ખોવાયેલું જોમ પણ પાછું આવ્યું હતું. આ નવા પ્રકારના ફળના પાણીને તેણે કહવા નામ આપ્યું. સૂફીસંતોએ કાહવાનો અર્થ શરાબ તરીકે કર્યો છે. શરાબ જે આસપાસનું અસ્તિત્વ ભુલાવી કેવળ અને કેવળ પોતાના જ નશામાં રાખે છે તે પરંતુ સાથે સાથે આ સૂફીસંતો કહે છે કે જે ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં જે મગ્ન થઈ પોતાના અસ્તિત્વને ભૂલી જવામાં મદદ કરે છે તે પણ એક પ્રકારનો શરાબ છે. સૂફીસંતોને કારણે ઈસ્લામિક દેશોમાં કહવા પીણું અતિ પ્રખ્યાત થયું, પરંતુ ઈસ્લામિક દેશોમાંથી બહાર જતાં એ કહવા શબ્દ કાહવા, કાહફા, કાફી અને કોફીમાં રૂપાંતરિત થયો.

 

 
coffee.4

 

 

કોફીનો ઈતિહાસમાં કહે છે કે ૧૩ મી સદીથી ૧૭ મી સદી સુધી અરેબિક લોકો ભેગા થઈ શતરંજ રમતા, અને કોફી પીતા તે સ્થળને કાહફે તરીકે ઓળખતા જેને આજે આપણે કાફે તરીકે ઓળખીએ છીએ. પરંતુ ચાર્લ્સ દ્વિતીય એમ માનતો હતો કે કાહફેમાં ભેગા થઈ લોકો સત્તાની વિરુધ્ધ ચર્ચાઓ કરતાં હતાં આથી તેણે યુરોપમાં પબ્લિક કાહાફે ઉપર પ્રતિબંધ લગાવેલો હતો. ૧૪૧૪ની સાલ સુધીમાં કોફીનો ફેલાવો મક્કા સુધી થયો હતો. ૧૫ મી સદી સુધીમાં કોફી ઈરાન, મિસ્ત્ર અને ભારત સુધી પહોંચી ગઈ હતી. ૧૫ મી સદી પછી અરેબિયાથી ફેમસ થયેલી કોફીને અરેબિયામાંથી બહાર લઈ સખત મનાઈ હતી. જે વ્યક્તિ કોફી અરેબિયાની બહાર લઈ જતાં પકડાય તો તેઓની ઉપર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવતો. તેથી આ અરસામાં કોફીનું વાવેતર કેવળ અમુક ઘરો અને નગરો સુધી જ સીમિત હતું. ભારતમાં પ્રથમવાર કોફી લાવનાર ઈસ્લામિક સૂફી સંતો હતાં. ૧૬ મી સદી સુધીમાં કોફીનો ફેલાવો યુરોપીયન અને એશિયાઈ દેશો સુધી થયો હતો. ૧૬ મી સદીના ઉત્તરાર્ધમાં કોફીએ સમસ્ત દક્ષિણ અમેરિકાને પણ કવર કરી લીધું હતું. યુરોપમાં કોફી પહોંચી ચૂકી હોવા છતાં પણ કોફીનું મૂલ્ય બ્રિટિશરો સુધી ઓછું પહોંચ્યું તેનું કારણ એ કહી શકાય કે ૧૬ મી સદી સુધીમાં બ્રિટિશરો ઈન્ડિયાની ચાના શોખીન બની ચૂક્યા હતાં. પરંતુ અમેરિકનોએ ચા પીવાનો ઇનકાર કરી કોફીને વધુ પ્રાધાન્ય આપ્યું તેનું મુખ્ય કારણ એ હતું કે અમેરિકન ૧૭૭૬ પહેલા અમેરિકા ઉપર બ્રિટિશરોની સત્તા હતી. આ સત્તા દરમ્યાન બ્રિટિશરો ચા ઈન્ડિયાથી લાવી તેને અમેરિકન માર્કેટમાં ઠેલવતાં હતાં. ઈંડિયાથી બ્રિટિશ થઈને આવતી આ ચા ઉપર કિંગ જ્યોર્જે ટેક્સ નાખેલો હતો. આ ટેક્સના વિરોધમાં અમેરિકનોએ ચા ને બદલે કોફી પીવાનું ચાલુ કરેલું. પરંતુ આજે સમય અલગ છે, આજે  Flogers, Moccono , Nescafe, Maxwell House, StarBucks વગેરે જેવી અનેક અમેરિકન બ્રાન્ડ વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ૧૭ મી સદીની શરૂઆતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ડચ ઈન્ડિયા કંપનીએ યમનના મોચા પોર્ટ ઉપરથી ખરીદી હતી જે તેમને ખૂબ મોંઘી પડી હતી. આથી તેમણે કોફી માટે બીજા દેશોમાં નજર કરી ત્યારે તેમને ઈન્ડિયા નજર આવ્યું. આ ઉપરથી એમ કહી શકાય કે યુરોપમાં કોફીનો ફેલાવો થવા છતાં પણ તેઓને કોફી માટે ઇન્ડિયા ઉપર આધાર રાખવો પડ્યો. આ રીતે કહી શકાય કે ભારતીય ચા અને કોફી યુરોપીયન માર્કેટ માટે અત્યંત ફાયદાકારક હતાં એમાયે ભારત ઉપર બ્રિટિશરોનું રાજ્ય આવ્યા બાદ તેઓને માટે ઈન્ડિયા સોનાની મરઘી બની ગઈ ગઈ જે વિવિધ સ્વરૂપે તેને ઈંડા આપતી હતી. યમનથી જે કોફીની શરૂઆત થઈ હતી તે યમન કે કોઈપણ અરેબિયન દેશો આજે કોફીની બાબત વૈશ્વિક માર્કેટમાં મહત્તમ સ્થાન ધરાવતા નથી તેથી ગઇકાલે જે સ્થાન યમન, ઇથોપિયા અને અરેબિયાનું હતું તેજ સ્થાન આજે ઈન્ડિયા, બ્રાઝિલ, કોલમ્બિયા અને અમેરિકન કોફીએ મેળવેલ છે.

 

 
coffee.2
 

 

ફૂલછાબ ૨૦૧૪ માં પ્રકાશિત
 
Copy Right ISBN-10:150012608X

 

 

આ લેખ પૂર્વીબેન મોદી મલકાણ (યુએસએ) ના આગામી પ્રકાશન “વિવિધા” નો એક અંશ છે.

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

 

 

 
કંઈક વિશેષ :

 

 

 

ગ્રીન કોફી બીન્સ દરરોજ સેવન કરવાથી વજનમાં ૧૦ ટકાનો ઘટાડો

 

 

green coffee beans

 

 લંડન :

ગ્રીન કોફી બિન્સ ખાવાથી કે શેક્યા વિનાના કોફીના દાણાનું દરરોજ સેવન કરવાથી વજનમાં ઘટાડો થતો હોવાનું સંશોધકોને જણાઈ આવ્યું છે, જો દરરોજ ગ્રીન કોફી બિન્સ ખાવામાં આવે તો તેનાથી વજનમાં ઘટાડો થાય છે અને શરીર પાતળું રહે છે. ટૂંકા સમય ગાળામાં વજનમાં ૧૦ ટકાનો ઘટાડો થાય છે.

 

જૉ વિન્સનની ટીમ દ્વારા આ અંગે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં વધુ વજન ધરાવતા અને શરીરમાં જાડા માણસો દ્વારા કેટલાક મિલિગ્રામ ગ્રીન કોફીનું દરરોજ સેવન કરવાથી વજનમાં ૧૦ ટકાનો ઘટાડો થાય છે. ઓછા ફેટ ધરાવતો પોષણક્ષમ આહાર લેવાથી અને નિયમિત કસરત કરવાથી વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. વજન ઘટાડવાનો આ સલામત, અસરકારક અને સસ્તો પ્રયોગ છે તેમ સ્કેરેન્ટોન યુનિર્વિસટીના સંશોધક વિન્સને જણાવ્યું હતું.

 

આ અભ્યાસ કરવા માટે વધુ વજન ઘરાવતા અને જાડા એવાં ૧૬ લોકો પર પ્રયોગો કરવામાં આવ્યા હતા, તેમને ગ્રીન કોફીના એબ્સ્ટ્રેક્ટ ધરાવતી કેપ્સ્યુલ્સ ૨૨ અઠવાડિયા માટે આપવામાં આવતી હતી, તેમને ગ્રીન કોફીનો ઓછો અને વધુ ડોઝ સમયાંતરે અપાતો હતો. ઓછા ડોઝમાં કોફીનું એબ્સ્ટ્રેક્ટ ૭૦૦ મિ. ગ્રામ હતું જ્યારે વધારે ડોઝમાં કોફીનું એબ્સ્ટ્રેક્ટ ૧,૦૫૦ મિ. ગ્રામ હતું. છ અઠવાડિયા સુધી તેમના ડોઝમાં ફેરફાર કરાયો હતો. દરેકની ખાવાની અને કસરત કરવાની પદ્ધતિ પર દેખરેખ રાખવામાં આવી હતી. અભ્યાસ દરમિયાન તેમની કેલેરી, કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબીમાં કે પ્રોટીનમાં કોઈ ફેરફાર થયો નહોતો.

 

જેમના પર પ્રયોગો કરાયા હતા તેવાં લોકોનાં વજનમાં ૨૨ અઠવાડિયામાં ૭ કિલો વજન ઘટયું હતું. શરીરનાં વજનમાં ૧૦.૫ ટકાનો અને શરીરની ચરબીમાં ૧૬ ટકાનો ઘટાડો થયો હતો, વજનમાં ધારણા કરતાં ઝડપથી ઘટાડો થતો હોવાનું જણાયું હતું.

 

 

 

દરરોજ કોફી પીવાથી બ્રેઈન સ્ટ્રોકનું જોખમ ઘટે છે …

 

 

લંડન, તા.૧૯

 

દરરોજ ત્રણથી ચાર કપ કોફી પીવાથી બ્રેઈન સ્ટ્રોકનું જોખમ ઘટે છે તેવું તાજેતરમાં હાથ ધરવામાં અભ્યાસનાં તારણો પરથી જાણવા મળે છે. જો કોફીનું નિયમિત સેવન કરવામાં આવે તો તેને કારણે શરીરમાં લોહી જામ થતું અટકે છે અને બ્રેઈન સ્ટ્રોકનાં જોખમમાં ૧૭ ટકાનો ઘટાડો થાય છે.

 

વૈજ્ઞાનિકો દ્વારા જુદા જુદા આઠ અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના અભ્યાસનું તારણ એવું હતું કે, કોફીમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વોને કારણે મગજમાં લોહી જામ થતું અટકે છે અને કોલેસ્ટરોલનું પ્રમાણ પણ ઘટે છે.

૩થી ૪ કપ કોફી પીવાથી લોહી જામ થતું અટકે છે.

 

વૈજ્ઞાનિકોએ છેલ્લાં ૪૫ વર્ષમાં કરવામાં આવેલા આઠ અભ્યાસનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં એવું જણાઈ આવ્યું હતું કે, કોફીમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વો બ્રેઈન સ્ટ્રોક સામે રક્ષણ મેળવવા અસરકારક પુરવાર થાય છે.

 

સંશોધકોના જણાવ્યા મુજબ જે લોકો દરરોજ બે કપ કોફી પીવે છે તેમનાં મગજમાં લોહીના ગઠ્ઠા જામ થવાનાં જોખમમાં ૧૪ ટકાનો ઘટાડો થાય છે. કેફીનના બંધાણીઓ કે જેઓ દરરોજ છ કે તેથી વધારે કપ કોફી પીવે છે તેમનાં મગજનાં લોહી જામ થવાની શક્યતામાં ૭ ટકાનો ઘટાડો થાય છે. જોકે, સ્વિડિશ સંશોધકોનો મત થોડો જુદો છે. તેમના જણાવ્યા પ્રમાણે કોફી પીવાના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે.

ૐ નમો ભગવતે વાસુદેવાય … (ભજન) …

ૐ નમો ભગવતે વાસુદેવાય … (ભજન) …

સ્વર: પંડિત જશરાજ …

 

 

 

govindam

 

 

ૐ (ઓમ) નમો ભગવતે વાસુદેવાય …

 

હે …ગોવિંદમ્, ગોવિંદમ્, ગોવિંદમ્, ગોકુલાનંદમ્,

ગોપાલમ્   ગોપીવલ્લભમ્
ગોવર્ધનો ઉદ્ધરમ ધીરમ્,  ગોવર્ધનો ઉદ્ધરમ્ ધીરમ્,
તમ વંદે ગોમતીપ્રિયમ્, તમ વંદે ગોમતીપ્રિયમ્

ૐ નમો ભગવતે વાસુદેવાય …

 

 

નીચે દર્શાવેલ પ્લેયર પર ક્લિક કરી ભજન માણો …

 

 

 

 

 

Lyrics – Govindam Gokulanandam …

 

 

 

 

Govindam Gokulanandam
Gopalam Gopivallabham
Govardhanodharam Dhiram
Tam vande Gomatipriyam

Narayanam Nirakaram
Naraviram Narottamam
Nrusinham Naganathamch
Tam vande narakantakam

Pitambaram padnabham
Padmaksham Purushottamam
Pavitram Paramanandam
tam vande Parmeshwaram

Raghavam Ramcandramach
Ravanarim Ramapatim
Rajiv lochan Ramam
Tam vande Raghunandanam

Vaman Vishwrupam
Vasudevamach Viththlam
Vishweshwaram Vibhinyasam
Tam vande vedvallabham

Damodaram Dityasinham
Dayadrum Dinanayankam
Daityarim Devadevesham
Tam vande Devakisutam

Murari Madhavamatsim
Mukundam Mushtimardanam
Munjakesham Mahabahum
Tam vande Madhusudanam

Keshvam Kamalakant
kamesham kaustubhatkurum
kaumudim dharam Krishnam
Tam vande Kauravantakam

Bhudharam Bhuvananandam
Bhutesham Bhutanayakam
Bhavnaik Bhujangesham
Tam vande Bhavnashanam

Janardanam Jagnnatham
Jagadjajyo Vinashakam
Jamdaganyamvaram Jotyi
Tam vande jalshayanam

Chaturbhujam Chidanandam
Chanurmall mardanam
Charanchargatam Devam
Tam vande Chakrapaninam

Shriyakaram Shironatham
Shridharam Shrivarpradam
Shrivatsal Dharam Sangam
Tam vande Shrisureshwaram

Yogishwaram Yagyapatim
Yashodanand Balakam
Yamunajal kallorim
Tam vande yadunayakam

Shaligram Shilashuddham
Shankhachkrot Shobhitam
Surasursada Sevim
Tam vande Sadhuvallabham

Trivikramam Tatomur
Trividhabhog nashnam
Tristhalam Tirtharajendram
Tam vande Tulsipriyam

Anantam Adipurusham
Achyutamach Varpradam
Anandamch Sadanandam
Tam vande aghanashanam

Nilayakrut Bhudharam
Lokasatvaik vandatim
Yogeshwaramach Shrikantam
tam vande laxmanpriyam

Harinch Harinakinch
Harinatham haripriyam
halayudho Sanharamach
tam vande Hanumatpatim

 

 

source : dadima 4shared … by pndt. jasraj

 

 

બ્લોગ લીંક :http://das.desais.net
email : [email protected]

 

 

આજનું ભજન આપને પસંદ આવ્યું હોય તો,બ્લોગ પોસ્ટ પર આપના પ્રતિભાવ મૂકી આભારી કરશો, બ્લોગ પોસ્ટ વિશે આપના કોઈપણ સૂચન, બ્લોગ પર સદા આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

facebook at : dadimanipotli

શરીર અને પ્રકૃતિ … દરેક ઋતુમાં મળતા કેળા, તમારા આરોગ્ય માટે …

શરીર અને પ્રકૃતિ … દરેક ઋતુમાં મળતા કેળા, તમારા આરોગ્ય માટે …

 

 

શરીર અને પ્રકૃતિ – ખાનપાન અંગેની માન્યતા-ગેરમાન્યતાઓ  …

 

 

body & nature

 

 

શરીર અને પ્રકૃતિ, એકબીજા સાથે, Wi Fi જેવી કોર્ડલેસ અને ‘ગુઢ’ સિસ્ટમથી જોડાયેલા છે. શરીર અને પ્રકૃતિ વચ્ચે ચાલતા આદાન પ્રદાનના તમામ વ્યવહારો નુ નામ જીવન છે.  શરીર અને જીવન, રહસ્યમય, ગુઢ અને ન સમજી શકાય તેવા હોવાથી તેની વ્યાખ્યા ન થઇ શકે, માત્ર તેના વિશે થોડીક વાતો કરી શકાય.

 

મગજને એક બાજુ રાખીને, જેવા પડશે તેવા દેવાશેના મંત્ર સાથે જીવન જીવાય ત્યારે જીવનમાં ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.  અને, થોડી જાગરૃકતા રાખી જીવનને જોઇ-જાણી-સ્વીકારીને જીવાય ત્યારે પણ જીવનમાં ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

 

પરંતુ ‘મને બધી ખબર છે’ અને ‘મનેય બધુ આવડે છે’ તેવું ભૂસૂં મગજમાં ભરાય જાય ત્યારે ભૂસા સાથે આવી જતા શંકા-ડર-ટેન્શન જેવા ઉપદ્રવો મગજનું સંતુલન બગાડી જીવનની મુસીબતો વધારતું રહે છે.

 

લોકમાનસ પર, પ્રચાર માધ્યમોની અધુરી માહીતીની જાહેરાતોના ‘મારા’ને કારણે લોકોની નિર્ણયશકિત એટલી નબળી પડી જાય છે કે લોકો પોતાની જીવન જરૃરીયાતની ચીજોની પસંદગીની બાબતોમાં પોતાની કોમનસેન્સનો ઉપયોગ કરવાનું ચૂકી જાય છે.

 

રહેણીકરણી અને ખાનપાન અંગેની ઘણી માન્યતાઓ સાથે ડર-શંકા-ચિંતા જેવા ઉપદ્રવો જોડાયેલ હોવાથી, આવી માન્યતાઓના આધારે લેવાતા નિર્ણયોને કારણે જીવનમાં શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય લાભની ઘણી તકો ગુમાવવી પડતી હોય છે.

 

ખાનપાન અંગેની આવી એક માન્યતા લોકોના મગજમાં બંધ બેસી ગયેલ છે કે ‘ભાત, બટેટા અને કેળા ખાવાથી શરીરનું વજન વધી જાય છે.’   ઘણા લોકોને આ ચીજો ભાવતી હોવા છતાં શરીરના વજન વધી જવાની બીકને કારણે આ ચીજો ડરી-ડીરને ખાવી પડતી હોય છે અને તેને આ ચીજો ખાતા જોઇ જનાર લોકો આ માટે ભાષણ આપવાની એકપણ તક જવા દેતા નથી.

 

જો આ માન્યતા ખરેખર સાચી હોત તો બધા દૂબળા પાતળા લોકોએ પોતાનું વજન આ ચીજોનો ઉપયોગ કરીને સરળતાથી વધારી લીધું હોત.

 

અગાઉના સમયમાં દૂબળા શરીરને નબળુ અને ભરાવદાર શરીરને સબળું કે સુખી ગણવામાં આવતું જયારે આજે લોકોને દૂબળા શરીરની ઇર્ષા થાય છે.  અને જાડા શરીરને નબળું અને બીમારીઓ ઉભી કરનાર ગણવામાં આવે છે.

 

શરીરનું વજન વધી જવા, ન વધવા કે ન ઘટવા માટે કયારેય એકજ કારણ હોતું નથી પણ વ્યકિતનું એકટીવીટીલેવલ, શરીરના અંગ કે ગ્રંથીનું અસંતુલન અને સ્વભાવ જેવા અનેક કારણો હોય છે.  એટલે માત્ર ડાયેટીંગ કે ખોરાકના ફેરફારોથી શરીરના વજનનો પ્રશ્ન દુર કરી શકાતો નથી.

 

શરીરના વજનની ચિંતા કરાવતા તત્વ, ફેટ કે ચરબીનું પ્રમાણ ભાતમાં ૦.૬ ગ્રા, બટેટામાં ૦.૧ ગ્રા. અને કેળામાં ૦.૩ ગ્રા. જેટલું જ હોય છે.

 

આ ખાદ્ય ચીજોને તળવામાં આવે કે તેલ-ઘી – માખણ – પનીર-ચીઝ-ખાંડ-ગોળ – દુધ – દહી – બેસન જેવી બીજી ચીજો સાથે રાંધવામાં આવે કે ભેળવવામાં આવે ત્યારે ભાત-બટેટા-કેળા જેવી ચીજોનું પોષક મૂલ્ય ઘટે છે, બનેલી વાનગી પચવામાં ભારે બની જાય છે. અને શરીર નબળું હોય તોં ઉપદ્રવો શરૃ કરે છે.

 

માત્ર બાફેલા ભાત-બટેટા, રાંધેલ શાક-સંભારા કે સૂપ સાથે લેવાથી સરળતાથી પચી જાય છે. અને કેળા ફ્રુટ હોવાથી ભોજન ન લેવું હોય ત્યારે કે નાસ્તામાં ઉપયોગ કરવાથી સરળતાથી પચી સ્વાસ્થ્ય વધારે છે. વૃધ્ધ અને બાળકો માટે આ રીતે ભાત-બટેટા અને કેળાનો ઉપયોગ શ્રેષ્ઠ ભોજન બની રહે છે.

 

રોટલી કરતા ભાત-બટેટા-કેળા ઝડપથી અને સરળતાથી પચી જઇ શકિત આપે છે.  ઉપરાંત આ ચીજોમાં રહેલ પોષકતત્વો બીપી-હૃદયરોગ-કિડની લીવરની તકલીફો – હાડકાસ્નાયુઓની તકલીફોમાં બીમારીને કારણે શરીરને થતું નકશાન ઘટાડી બીમારીને કંટ્રોલમાં રાખવાનો ગુણ પણ ધરાવે છે.

 

 

 સૌજન્ય : પૂર્વી મોદી મલકાણ (યુએસએ)

દરેક ઋતુમાં મળતા કેળા, તમારા આરોગ્ય માટે …

 

 

bannana

 

 

કેળા ઘણી એવી બીમારિઓમાં રામબાણની જેમ કામ કરે છે. કેળાના સામાન્યગુણોથી તો તમે પરિચિત છો પણ કેટલાક એવા ગુણ છે જે તમે કદાચ ન જાણતા હોય. કેળાના એવા ગુણોની કેટલીક એવી વાતો છે જેનાથી તમે કેળા દરરોજ ખાવાનું પસંદ કરતા થઈ જશો.

 

આવો જાણીએ આપણે કેળાના એવા કેટલાક ગુણો વિશે…

 

 

bannana.2

 

 

કેળાને અંગ્રેજીમાં મ્છશછશછ કહે છે. ‘બનાન’ અરેબીક ભાષાનો શબ્દ છે. જેનો અર્થ ‘આંગળી’ થાય છે. આ કેળા લગભગ બારે માસ મળે છે. એવું માનવામાં આવે છે કે પૃથ્વી ઉપર સૌથી પહેલું ફળ ઉત્પન્ન થયું તે ‘કેળા’ હતા. બીજા બધા ફળો ઝાડ ઉપર ઉગે જયારે આ કેળા ના ફળ એક જ એવા ફળ છે જેનો છોડ હોય છે. અમેરિકાના કેલીફોર્નિયા સ્ટેટમાં ‘મીસ્ટર બ્રેક ફાસ્ટ ઇન્સ્ટીટયુટ ઓફ કેલીફોર્નીઆ’ (એમ.બી.આઇ.સી.) નામની સંસ્થાએ પણ તેના છેલ્લા માસિક રિપોર્ટમાં ભાર દઇને જણાવ્યું છે કે સૌ કોઈએ સવારના બ્રેક ફાસ્ટમાં અઠવાડીએ ઓછામાં ઓછા ત્રણ વાર કેળાનો સમાવેશ કરવો જોઈએ. ઇન્ટરનેશનલ બનાના એસોશીએશને આખા જગતનો સર્વે કરીને નક્કી કર્યું છે કે કેળાનો ઉપયોગ બીજા બધા જ ફળોની સરખામણીમાં ૭૦ થી ૮૦ ટકા વધારે થાય છે.
 
ઉપરોકત એમ.બી.આઇ.સી. સંસ્થાએ ૨૦૦૩માં કરેલા રીસર્ચ પ્રોજેકટમાં જણાવ્યા પ્રમાણે તમે જો રોજ ખોરાકમાં કેળાનો પ્રમાણસર ઉપયોગ કરો તો નીચેના ફાયદા થાય છે :-

 

 

૧. કેળામાં આયર્ન છે જે લેવાથી તમારૂ લોહી સુધરે છે અને તેને લીધે ‘એનીમીઆ’ નહીં થાય.

 
૨. જો તમે ખોરાકમાં મીઠુ વધારે ખાઓ તો તમારા હાડકાની ઘનતા ઘટી જશે અને પોલા થઇ જશે (ઓસ્ટીઓપોટોસીસ) રોજ તમે ફકત એકજ કેળુ ખાશો તો હાડકાનું રક્ષણ થશે.

૩. કેળામાં ફાઇબર છે જેને લીધે તમારી કબજીયાત જતી રહેશે. માટે રોજ એક કેળુ ખાઓ.

૪. કેળામાં ટ્રાઇપોફેન છે આ એક પ્રકારનું પ્રોટીન છે જેને લીધે તમારા શરીરમાં એક ન્યુરોટ્રાન્સ્મીટર જેનું નામ સેરોટીનીનન બનશે. આ સેરોટીનીન ને લીધે તમને ઉંઘ સારી આવશે અને ‘ડીપ્રેશન’ નહીં આવે.

૫. કેળામાં ‘પોટાશ્યમ’ છે. રોજ એક કેળુ ખાવાથી તમારૂ બી.પી. બે મહિનામાં નોર્મલ થઇ જશે.

૬. કેળામાં ચામડીને સુંવાળી અને ચુસ્ત બનાવવાનો ગુણ છે.

૭. વજન વધારવા માટે કેળામાં ખાંડ અને ઘી નાખીને ખાઓ. એક પાકા મોટા કેળાની કેલરી ૯૦ ગણાય. રોજ બે કેળાં ખાઓ.

૮. કોઇક વખત ખાવામાં કાંઈ આવી ગયું હોય અને ઝાડા થઇ ગયા હોય અથવા એસીડીટી કે ગેસ થયો હોય તો બે પાકા કેળા શાંતિથી ઉતાવળ કર્યા વગર ખાશો અને ધીરે ધીરે ઉતારશો તેના પહેલા કે પછી (અર્ધો કલાક દરમ્યાન) પાણી પીશો નહીં કે કશું ખાશો નહીં.

૯. કેળામાં ગ્લુકોઝ છે. એક કેળામાં ૨૩ ગ્રામ એટલે કે લગભગ પાંચ ચમચી જેટલી ખાંડ છે. આ કુદરતી ખાંડ છે જેનાથી તમારા જ્ઞાનતંતુને શક્તિ મળે છે. જેથી એકાગ્રતા, ચોકસાઇ અને કાર્ય તત્પરતા વધે છે. આ ખાંડ કેળુ ખાધા પછી તરત તમારા લોહીમાં ભળી જતી નથી. વાર લાગે છે. ડાયાબીટીસવાળા ફક્ત એક કેળુ રોજ ખાય તો ડાયાબીટીશ વધશે નહીં.

૧૦. કાચા તેમજ પાકા કેળામાં વિટામીન એ, વિટામીન બી કોમ્પ્લેક્ષ, વિટામીન ડી અને વિટામીન સી છે જે શરીરના અનેક કાર્યોમાં ઉપયોગી થાય છે.

૧૧. કેળામાં કેલ્શ્યમ ૮મી ગ્રામ અને ફોસ્ફરસ ૪ મિ.ગ્રા. છે. નાના બાળકોના હાડકા મજબૂત કરવામાં કેળા ખુબ મદદ કરશે.

૧૨. દરેક વ્યકિતના આંતરડા અને હોજરીમાં પાચક રસો ઉત્પન્ન કરનારા બેકટેરીઆ (ફ્રેન્ડલી) બેકટેરીઆ હોય છે. કેળા ખાવાથી આ બેકટેરીઆની સંખ્યા અને શકિત વધે છે આને લીધે શરીરને નુકશાન કરનારા કોઇપણ બેકટેરીઆ- વાયરસ ખોરાક કે પાણી વાટે દાખલ થઇ ગયા હોય તે નાશ પામે છે. આને કારણે તમારા આંતરડામાં ચાંદા, હોજરીમાં થતા ચેપ જેને કારણે પાચન શકતિ નબળી પડી ગઈ હોય તે ભધા નાશ પામશે.

૧૩. કોઇપણ કારણસર તમે દાઝી ગયા હો ત્યારે દાઝેલા ભાગ પર કેળાને છુંદી નાખી કે ક્રશરમાં તેનો રસ કાઢી લગાડવાથી બળતાર ઓછી થાય છે. અને દાઝેલા ભાગમાં જલદી રૂઝ આવે છે.

૧૪. સ્ત્રીઓને માસિક આવતા પહેલા પેઢુમાં દુખાવો થાય છે. આ માટે માસિક આવતા પહેલાના પાંચ દિવસ રોજ એક કેળુ ખાવાથી દુખાવો થશે નહીં. આ જ રીતે મેનોપોઝ શરૂ થાય ત્યારે થતી તકલીફો માટે પણ કેળુ ખાવાથી રાહત થશે.

૧૫. ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ (આઇ.બી.એસ.) અથવા સંગ્રહણીના રોગમાં કેળા આપવાથી પેટમાં થતો દુઃખાવો, ગેસ અને બળતરા તેમજ ઝાડાની અનિયમિતતા તેમજ ચિકાશ ઓછી થાય છે.

૧૬. મોટી ઉંમરના બહેનોમાં વારે વારે પેશાબ કરતી વખતે થતી બળતરા અને પેશાબમાં પરૂ જવાની સમસ્યામાં દવા લેતા પહેલાં રોજ એક કેળુ ખાવાથી તકલીફ ઓછી થઇ જાય છે.

૧૭. જમવા સાથે એક કેળુ ખાવાથી ખોરાકના પાચનમાં મદદ થાય છે તેમજ ભુખ વધારે લાગે છે. માંદગીમાંથી ઉઠેલા અને તાવને કારણે અશક્તિ આવી ગઈ હોય તેવી વ્યક્તિઓને કેળુ ખાવાથી શકિત સ્ફૂર્તી મળે છે.

૧૮. આયુર્વેદના મત પ્રમાણે કેળા વીર્ય વર્ધક, દાહ શામક, પુષ્ટિ વર્ધક, શક્તિ વર્ધક અને ચામડીના રોગોને મટાડનારા છે.

 

 

 

રોજ  ૩  કેળા ખાવ અને સ્વસ્થ રહો …

 

 

bannana.1

 

 

સંશોધકોએ નવા અભ્યાસમાં જણાવ્યું છે કે દરરોજ કેળા ખાનાર લોકોમાં સ્ટ્રોકનો ખતરો ખૂબ જ ઘટી જાય છે. કેળામાં ઘણા એવા પોષક તત્વો રહેલા છે દિવસમાં ત્રણ કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. આનાથી સ્ટ્રોકનો ખતરો અને અન્ય રોગની તકો પણ ઘટી જાય છે.

 

– બ્રેકફાસ્ટમાં એક, બપોરે જમતી વેળા એક અને સાંજે પણ એક કેળુ ખાવાથી પૂરતા પ્રમાણમાં પોટેશિયમ મળે છે, જે બ્રેઇનમાં લોહીના જથ્થાની તકોને ઘટાડી દે છે. આ તકોને પોટેશિયમ ૨૧ ટકા સુધી ઘટાડી દે છે.

 

– કેળા બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં અને સ્ટ્રોકને રોકવામાં મદદરૃપ થાય છે. સરેરાશ કેળામાં ૫૦૦ મિલિગ્રામ પોટેશિયમનું પ્રમાણ હોય છે. જે બ્લડપ્રેશરને ઘટાડવામાં મદદરૃપ થાય છે. સાથે સાથે શરીરમાં ફલુઇડના સંતુલનને નિયંત્રણમાં રાખે છે.

 

– હાઈ બ્લડપ્રેશર રહેતુ હોય તેવા શાકાહારી લોકો માટે કેળા ઉત્તમ ફળ છે. કેળા ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે.

 

કેળામાં પોટેશિયમ પૂરતા પ્રમાણમાં છે. પોટેશિયમ હૃદયના આરોગ્ય માટે ફાયદાકારક છે. હાઇ બલ્ડપ્રેશરના દર્દીઓએ એક કેળુ સવાર અને સાંજે લેવું ફાયદાકારક છે.

 

કેળામાં કોપર, મેગ્નેશિયમ અને વિટામિન બી કામ્પ્લેક્સ જેવા પોષક તત્વ મળે છે, જે તમારા સ્વાસ્થયની તંદુરસ્તી જાળવી રાખે છે.

 

કેળામાં આયર્ન પણ હોય છે. જે લોકો એનિમિયાથી પીડિત છે તેમણે દરરોજ બે કેળા જરૂર ખાવા જોઇએ.

 

એમાં ફોસ્ફરસ પણ મળે છે, જે મગજને તરોતાજગી આપે છે.

 

કેળામાં એક ખાસ એમિનો એસિડ ‘ટ્રિપ્ટોફેન’ જોવા મળે છે. આ એમિનો એસિડ તમારા મૂડને ખુશ કરવા માટે મદદરૂપ છે.

આયુર્વેદ અનુસાર પેટમાં અલ્સર કે ડાયરિયાના રોગોમાં પણ કેળા લાભપ્રદ છે.

 

 

કેળા અને સૌન્દર્ય …

 

 

ઉનાળામાં ખુબ જ આકરા તાપને લીધે ચહેરાની ત્વચાની સાથે સાથે વાળ પણ રૂક્ષ થઈ જાય છે તેથી વાળની માવજત પણ ખુબ જ જરૂરી છે. વાળના રૂખાપણાને દૂર કરવા માટે એક કેળુ ખુબ જ કારગર સાબિત થયું છે. આના ઉપયોગથી વાળ સ્વસ્થ્ય રહેવાની સાથે સાથે લાંબા અને ચમકીલા બને છે.

 

– અડધું પાકેલ કેળું, અડધી નાશપતિ, એક-એક ચમચી ઓલીવ ઓઈલ તેમજ દહીને લઈને સારી રીત મિક્સ કરી લો. વાળને શેમ્પુથી ધોયા બાદ ટુવાલ વડે સારી રીત લુછી લો. ત્યાર બાદ વાળમાં આ મિશ્રણને લગાવીને 25 મિનિટ સુધી રહેવા દો. માથાને પ્લાસ્ટિક કેપ વડે ઢાંકી લો. ત્યાર બાદ વાળને નવાયા/નવશેકાં પાણીથી ધોઈ લો અને શેમ્પુ કરી લો.

 

 

એક અન્ય સંશોધન વિશે જાણીએ …

 

 

શારીરિક psych વર્ગ માટે CCNY ના એક પ્રોફેસરે કેળા વિશે તેમના વર્ગમા તેમના સંશોધન દ્વારા જણાવ્યું હતું કે …મગજ પર કેળા કેવી અસરો કરે છે … કેળા મગજ શક્તિ વધારે – એક શોધ અનુસાર કેળા સ્મરણ શક્તિ વધારવામાં મદદ કરે છે, સાથે જ મગજ શક્તિને પણ વધારે છે.

 

અલ્સરમાં ફાયદો – કેળા અલ્સરના રોગીઓ માટે પણ વધારે લાભદાયક હોય છે. કેળા એક એક માત્ર ફળ છે જે હાઈપર એસિડિટી એટલે કે અલ્સરની પણ સારવાર કરે છે.

 
આ વાંચ્યા પછી, તમે કેળા /બનાનાને જે નજરથી પહેલા જોતા હતા તે રીતે હવે ફરીથી ક્યારેય પણ નહિ જુઓ :
 

કેળા /બનાના રેફ્રિજરેટરમાં ક્યારેય મૂકી ના શકાય ! રેફ્રિજરેટરમાં કેળા મૂકવાથી તે તૂરત પાકી જશે અને તેની સ્કિન કાળી પડી જશે.

 

કેળા મોડા સુધી તાજા રહેશે – જો તમે કેળાને વધુ સમય માટે તાજા રાખવા માંગતા હોય તો કેળાને પેપરમાં લપેટીને ફ્રીજમાં મુકી દો.

 

સુક્રોઝ ફળ – ખાંડ, અને ગ્લુકોઝ ફાયબર સાથે જોડાઈ – બનાનામાં ત્રણ પ્રકારની કુદરતી શર્કરા છે. (શર્કરા એટલે એનર્જી-તાકાત)

 

કેળામાં ત્રણ રીતની નેચરલ શુગર, ગ્લુકોઝ, ફ્રક્ટોઝ અને ગ્લુકોઝની સાથે ફાઈબર્સ મેળવવામાં આવે છે.

 

– એક બનાના ત્વરિત (એટલે ફાસ્ટ),

 

– બે જલદ ઊર્જા અને

 

સંશોધન સાબિત કરી છે કે ફક્ત બે કેળા એક સખત વર્કઆઉટ (એટલે મહેનત) ની 90-મિનિટ માટે પૂરતી ઊર્જા પૂરી પાડે છે. એ આશ્ચર્ય છે કે બનાના (કેળું) વિશ્વના અગ્રણી એથ્લેટ સાથે નંબર વન ફળ છે.

 

કેળા ફક્ત ઉર્જા જ આપતી નથી પરંતુ કેળા આપણને ઘણી માંદગીથી દૂર કરી શકે છે અને તેથી જ કેળા ના આપણા દૈનિક આહાર માં સ્થાન આપવું જરૂરી છે

 

ડીપ્રેસન :

 

ડિપ્રેશનથી પીડાતા લોકો માટે પણ કેળા ખુબ ઉપયોગી છે. એના કારણે એ છે કે કેળામાં ટ્રિપ્ટોફેન છે જે પ્રોટીનનો એક પ્રકાર છે કે જે શરીરમાં સેરોટોનિન બનાવવા માટે ઉપયોગી છે. તમારો મૂડ સુધારવા માટે અને તમારા મુડ ને સામાન્ય કરવામાં તમને મદદ કરે છે અને તમને માનસિક રીતે HAPPY (હેપ્પી) એટલે કે સુખી રહેવામાં મદદ કરે છે.

 

Anaemia: કેળામાં રહેલ હાઈ લોખંડ રક્તમાં હિમોગ્લોબિન નું ઉત્પાદન કરે છે અને તેને ઉત્તેજીત કરે છે અને તેથી એનિમિયા નાં કિસ્સાઓમાં મદદ કરી શકે છે.

 

બ્લડ પ્રેશર:

 

આ અનન્ય ઉષ્ણકટિબંધીય ફળ અત્યંત પોટેશિયમ ઊંચી હજી મીઠું ઓછી હોય છે, તે લોહીનું દબાણ હરાવ્યું સંપૂર્ણ બનાવે છે. તેથી U.S. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા માત્ર બનાના ઉદ્યોગને મંજૂરી આપી છે. કેળા દ્વારા, રક્ત દબાણ અને સ્ટ્રોક જોખમ ઘટાડવાની ક્ષમતાનો સત્તાવાર દાવાઓ તેઓ કરેલ છે.

 

જો કોઈ સતત તણાવ અનુભવતો વ્યક્તિ કેળા ખાય છે તો તે રિલેક્સ અનુભવે છે. એવું એ માટે થાય છે કે કેળામાં ટ્રિપટોફેન પ્રોટીન મેળવવામાં આવે છે. જેથી બોડી સિરીટોનિન બદલી દે છે. આ કારણે તેને ખાવાથી તણાવગ્રસ્ત વ્યક્તિ આરામ અનુભવે છે.

 

દવા ની ગોળીઓ ખાવા કરતા જે કેળા ખાય છે તેને વિટામીન B6 મળે છે જે તમારા મુડ ને નિયમિત કરવામાં મદદ કરે છે.

 

કબજિયાત : કેળા સહિત ફાઇબર ઉચ્ચ સામાન્ય બોવલ ક્રિયા માં મદદ કરે છે,

 

Hangovers:  એક હેંગઓવર માટે કેળા સારી મદદ કરે છે. – ઝડપી રીતે એક બનાના milkshake, મધ સાથે મધુર બનાવે છે .. આ બનાના અને મધ ની મદદ સાથે પેટ, calms, અપ અવક્ષય રક્ત ખાંડ સ્તર બનાવે છે,

 

Heartburn:  કેળા / બનાના શરીરમાં કુદરતી antacid અસર હોય છે, તેથી જો તમે heartburn પીડાતા હો તો રાહત માટે બનાના – કેળા ના આહારનો પ્રયાસ કરો.

 

મોર્નિંગ બીમારી: ભોજન વચ્ચે કેળા પર Snacking માટે રક્ત ખાંડ સ્તરને અપ રાખવા અને સવારે માંદગી ટાળવા માટે મદદ કરે છે. .

 

મોસ્કિટો બાઇટ્સની તકલીફમાં :  જંતુ ડંખ ક્રીમ માટે પહોંચે તે પહેલાં, એક બનાના ચામડીની અંદર સાથે અસરગ્રસ્ત વિસ્તાર પંર સળીથી પ્રયાસ કરો. ઘણા લોકો તે આશ્ચર્યજનક સોજો અને બળતરા ઘટાડવામાં સફળ થાય છે.

 

બનાનામાં જે વિટામિન બી છે, તેનાથી નર્વસ સિસ્ટમ શાંત થાય છે.

 

અલ્સર માટે :

 

કેળા / બનાના તેના સોફ્ટ સંગઠન અને smoothness ના કારણે આંતરડાની વિકૃતિઓ સામે આહાર અને ખોરાક તરીકે કેળાનો ઉપયોગ થાય છે. તે માત્ર કાચા ફળ કે વધુ ઈતિહાસકાર કિસ્સાઓમાં તકલીફના વિના યોગ્ય જે પણ હશે કરી શકે છે. તે પણ-આંકમાં તટસ્થીકૃત અને પેટ ના અસ્તર કોટિંગ દ્વારા બળતરા ઘટાડે છે.

 

ઉષ્ણતામાન નિયંત્રણ અન્ય ઘણી સંસ્કૃતિમાં ‘ઠંડક’ ફળ કે ગર્ભવતી માતાઓ ની બંને શારીરિક અને ભાવનાત્મક તાપમાન ઓછી કરી શકાય કેળા દ્વારા – થાઇલેન્ડ માં સગર્ભા સ્ત્રીઓ કેળા ખાય છે અને તેનાથી તેમના બાળક એક ઠંડા તાપમાન સાથે જન્મે છે.

 

જે લોકો ધુમ્રપાન કરે છે અને તમાકુ વાપરે છે, તેઓ દ્વારા કેળું ખાવાથી, કેળામાં રહેલ વિટામીન બ૬ – B6 અને ૧૨ તથા પોટેશિયમ અને મેગ્નેશિયમ ને લીધે તેમના શરીરમાંથી નિકોટીન ખસી જાય છે અને તેમને ફાયદો થાય છે.

 

Stress: કેળામા પોટેશિયમ મહત્વનો ખનિજ છે જે હ્રદયના ધબકારા વધવા માટે સામાન્ય મદદ કરે છે, મગજ માટે ઓક્સિજન મોકલે છે અને શરીરમાં પાણીનું સંતુલન અને નિયમન કરે છે. અને આપણા ચયાપચયનો દર વધે છે, બનાના થી ઉચ્ચ પોટેશિયમ rebalanced કરી શકાય છે.

 

સ્ટ્રોક્સ માટે – દવા સંબંધી ધ ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ સંશોધન અનુસાર, નિયમિત આહારના એક ભાગ તરીકે કેળાનો આહાર તરીકે ઉપયોગ કરવાથી સ્ટ્રોક ની બીમારીમાં પણ ફાયદો થાય છે

 

કેળા / બનાનાને એક સફરજન સાથે સરખાવશો તો તેમાં છે ચાર વખત પ્રોટીન, બમણું કાર્બોહાઇડ્રેટ, ત્રણ ગણો ફોસ્ફરસ, પાંચ ગણું વિટામિન એ, લોખંડ અને બે અન્ય વિટામિન્સ અને ખનીજ. તે પણ પોટેશિયમ સમૃદ્ધ – આમ કેળા એક શ્રેષ્ઠ અને કિંમતી ખોરાક છે તેથ જ દિવસ માં એક કેળું ખાશો તો તે ડોક્ટર ને દુર રાખે છે.

 

આમ કેળું એ એક અમૃત જેવું ફળ છે – અમેઝિંગ ફળ !

 

 

નોંધ  :  અન્ય સંશોધન …મૂળ એક અંગ્રેજી લેખનું ભાષાંતર  શ્રી નારણભાઈ લીંબાણી (મુંબઈ) દ્વારા અહીં કરવામાં આવેલ છે.

 

સાભાર :  નારણભાઈ લીંબાણી (મુંબઈ)
 
Naranji Limbani <[email protected]>

 

 

દરેક સિઝનમાં ફળો ખાવા જોઈએ …

 

 

સામાન્ય રીતે આપણે ફળોના સેવનને ગંભીરતાથી લેતાં નથી. ગરમીમાં ફળો ખાવાથી સૂર્ય તાપથી થતી હાનિમાંથી બચી જવાય છે. તથા જટિલ રોગોમાંથી રાહત મળે છે. કેટલાક જટિલ રોગો એવા છે જેમાં ઉનાળામાં શરીરમાંથી પાણી અને પોષક તત્ત્વો ઘટી જતાં મુશ્કેલી વધે છે. તે જ પ્રમાણે ફળ દ્વારા જ ગરમીમાં જોવા મળતી સામાન્ય બીમારીઓમાંથી પણ રાહત મળે છે. કેળા અને અનાનસ આનું ઉત્તમ ઉદાહરણ છે. આ બન્નેમાં વિટામીન ઈ હોય છે. જેથી ડાયેરિયા થતા નથી. ફળમાંથી રસ કાઢતાં વિટામીનની માત્રા ઓછી થઈ જાય છે. એટલે હંમેશા આખા ફળ જ ખાવા જોઈએ. વળી ફળ ખાવાથી તેમાં રહેલા ફાઈબર પણ શરીરને મળે છે. આમ તો બધી જ ઋતુમાં ફળાહાર કરવો જોઈએ પણ ગરમીની ઋતુમાં આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ઉનાળામાં પરસેવો થવાથી શરીરમાંથી લવણ, સોડિયમ તથા પોટેશિયમની માત્ર ઓછી થઈ જાય છે. ફળો દ્વારા આ કમી પૂરી કરી શકાય છે. ફળમાં સાઈટોકેમિકલ્સ પણ હોય છે. જે ગરમીની અસરને ઓછી કરે છે. ઘણા લોકો ગરમીમાં વૈકલ્પિક વિટામીન લે છે. પરંતુ કોઈ દવા ફળનો વિકલ્પ ન બની શકે. ફળોમાં રહેલા વિટામીન, સોડિયમ, પોટેશિયમ અને લવણ શરીરને જરૃરી પોષણ પૂરું પાડે છે અને પાણીની કમી દૂર કરે છે.

 

ગરમીમાં ઘણા લોકો ઠંડા પીણાં પીવાનો આગ્રહ રાખે છે, પરંતુ ઠંડા પીણાંથી માત્ર શરીરમાં પાણીની કમી દૂર થાય છે. પરસેવા સાથે નીકળી જનારા જરૃરી તત્ત્વોની ઉણપ ઠંડા પીણાં દ્વારા પૂરી થતી નથી. કેરી, પપૈયા અને સંતરા જેવા પીળા રંગના ફળમાં એન્ટિ- ઓકસીડન્ટ અને બીટા કેરેટીન હોય છે જે શરીરની રોગપ્રતિકાર શક્તિ વધારે છે. ગરમીમાં બાળકો જલ્દી માંદા પડે છે એટલે તેમને પીળા રંગના મોસમી ફળો આપવા જરૃરી છે.

 

વળી ફળોનું સેવન કરવાથી ત્વચા, આંખ તથા અન્ય પ્રકારના ચેપથી બચી શકાય છે.આમતો દરેક રૃતુમાં ફ્રુટ ખાવા જોઈએ પણ ખાશ કરીને ઉનાળામાં અચુક ફ્રુટને ખાવામાં આવે તો શરીરને તન્દુરસ્તી રહેતી હોય છે.

 

 

સાભાર: ગુજરાતી દૈનિક – દિવ્યભાસ્કર – ગુજરાત સમાચાર અને વેબ દુનિયા

 

 
બ્લોગ લીંક : http://das.desais.net 

email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

twitter a/c : @dadimanipotli 

facebook at : dadimanipotli

 

 

પ્લેસિબો :

 

 

તમને ખબર છે કે હવે તમે કેળા દ્વારા પાણી પણ સાફ કરી શકશો.

કેળાની છાલ હવે વોટર પ્યોરીફાયર તરીકે પણ કામ કરશે.

 

તમે કેળાના કેટલાંય ફાયદા સાંભળ્યા હશે અને તેનો ઉપયોગ પણ કર્યો હશે, પરંતુ અમે તમને કેળાનો એક એવો ફાયદો જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમે પણ દંગ રહી જશો. તમને ખબર છે કે હવે તમે કેળા દ્વારા પાણી પણ સાફ કરી શકશો. કેળાની છાલ હવે વોટર પ્યોરીફાયર તરીકે પણ કામ કરશે.

 

અમેરિકામાં કેળાની છાલમાંથી નેચરલ વોટર પ્યોરીફાયર બનાવવામાં આવ્યું છે. આ રીતે પાણી સાફ કરવું સસ્તુ પણ પડે છે અને તેની કોઈ સાઇડ ઈફેક્ટ પણ નથી થતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેળાની છાલ બીજા મટીરિયલની તુલનામાં પાણીમાં ભળેલા લેડ અને કોપરને સારી રીતે અલગ કરી શકાય છે.

આંતકવાદ … (બે રચના) …

(૧) ર૦૦૬ના વારાણસી બોંબધડાકા બાદ …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 

 

aantakvad varanasi bomb blast

 

 

નથી દેખાતો ક્યાંય અંત આ આતંકનો
જયારે માનવી થાય દુશ્મન માનવીનો …

 
ધર્મઝનૂન જયારે જયારે મૂકે છે માઝા
ઘવાય છે, હણાય છે નિર્દોષ ઝાઝા …

 
શું મુંબઈ કે શું દિલ્હી, કે હોય વારાણસી
આતંકના આંધળુકિયાથી પ્રજા છે ત્રાસી …

 
સમજાવે કોણ આ આતંકવાદીઓને
નથી શાંતિ આતંકથી અમને કે તમને …

 
કરીએ સૌ સાથે મળી પ્રભુને અભ્યર્થના
સંબંધો રહે શાંતિમય માનવ માનવના …

 

 

 

(ર) તાજમહાલ હોટેલ પરના હુમલા પછી …

 

 

aantakvad taj

 

 

આતંકવાદીનો નથી હોતો ધર્મ કે રંગ
લડે છે પોતા માટે એક જૂઠો જંગ …

ધર્મની આડમાં છૂપાય છે આ કાયરો
અને કરે છે નિર્દોષોને હંમેશા તંગ
‘મઝહબ નહી શિખાતા આપસમેં બેર રખના’
કરે હંમેશા ‘ઈકબાલ’ના આ કોલનો ભંગ …

કોણ સારું, કોણ નઠારું, ન તેઓ સમજે
લાચાર માનવીઓને મારતા રહે સંગ%
તોબા તોબા આ શયતાની સ્વભાવ
માનવ માનવ ન રહયો, ખુદા પણ છે દંગ …

 

%સંગ – પત્થર

 

– નિરંજન મહેતા (મુંબઈ)

 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’  પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો   શ્રી નિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

  લેખકશ્રી નાં સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta

A/602, Ashoknagar(Old), Vaziranaka, L.T. Road, Borivali(West), Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli