બોધકથાઓ … (ટૂંકી વાર્તા – પ્રેરકકથાઓ …) …

બોધકથાઓ … (ટૂંકી વાર્તા – પ્રેરકકથાઓ …) …

 

 

(૧)  “કોઇપણ કામ હાથમાં લઇએ ત્યારે એ કામને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરીએ” …

 

 

murtikar

 

 

એક મૂર્તિકાર મંદિર માટે મૂર્તિ તૈયાર કરી રહ્યો હતો. એક મુલાકાતી મૂર્તિકારની કલા જોવા માટે ત્યાં આવ્યો. મૂર્તિકાર પોતાના કામમાં વ્યસ્ત હતો. મુલાકાતી પણ સુંદર મૂર્તિ જોઇને આનંદીત થયો.

 

મૂર્તિકાર જેવી મૂર્તિ ઘડી રહ્યો હતો બીલકુલ તેવી જ એક બીજી મૂર્તિ બાજુમાં જોઇ એટલે મુલાકાતીએ પુછ્યુ, ” આ બાજુમાં પડી છે બીલકુલ એના જેવી જ મૂર્તિ આપ ઘડી રહ્યા છો. આ મંદિરમાં એક સરખી બે મૂર્તિઓ મુકવાની છે ?” મૂર્તિકારે મુલાકાતીને કહ્યુ, ” ના ભાઇ, બે મૂર્તિઓ મુકવાની નથી માત્ર એક જ મૂર્તિ રાખવાની છે. “

 

મુલાકાતીએ પુછ્યુ, ” તો પછી આ એક સરખી બે મૂર્તિઓ શા માટે ? ” મૂર્તિકારે જવાબ આપતા કહ્યુ, ” આપ જરા મૂર્તિની બાજુમાં જઇને ધ્યાનથી જુવો તો આપને દેખાશે કે મૂર્તિ ઘડતી વખતે નાક પાસે છીણી સહેજ વધુ લાગી જવાથી એક નાનો ટોચો પડી ગયો છે. માટે આ બીજી મૂર્તિ બનાવું છું. “

 

જવાબ સાંભળીને મુલાકાતી ખડખડાટ હસી પડ્યો. એણે મૂર્તિકારને કહ્યુ, ” ભાઇ, હુ અત્યારે મૂર્તિથી માત્ર ૫ ફુટ દુર છુ અને છતાય મને મૂર્તિમાં કોઇ ખામી નથી દેખાતી તો આ મૂર્તિ મંદિરમાં મુક્યા પછી લોકો એને ૨૦ ફુટ દુરથી જ જોવાના છે તો એને નાનો ટોચો ક્યાંથી દેખાય ? “

 

મૂર્તિકારે પોતાનું કામ ચાલુ રાખતા કહ્યુ, ” મારા ભાઇ, બીજાને દેખાય કે ન દેખાય પણ મને તો દેખાય જ છે કે મૂર્તિમાં ટોચો છે. મૂર્તિમાં થોડી અધુરાશ છે એ કદાચ બીજા કોઇને ખબર નહી પડે પણ મને તો ખબર છે જ કે મૂર્તિ ખામી વાળી છે. મારા કામમાં નાની પણ ખામી રહે એ મને બીલકુલ પસંદ નથી.”

 

મિત્રો, આપણે કોઇપણ કામ હાથમાં લઇએ ત્યારે એ કામને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરીએ. કામમાં રહેલી નાની ક્ષતિ બીજાના ધ્યાનમાં ન આવે એમ હોય તો પણ એ ક્ષતિને દુર કરીને સંપૂર્ણ ક્ષતિરહીત કામ કરવાની ભાવના આપણને આપણા કામમાં બીજા કરતા જુદા પાડશે.

 

 

(૨) “મૃત્યુથી બચવાનો માત્ર એક જ ઉપાય છે, બીજાના હદયમાં જીવતા રહેવું” …

 

 

sadhu & king

 

 

એક રાજા હતો. એને મૃત્યુનો ખુબ ડર લાગતો હતો. સંપતિ અઢળક હતી પરંતું મૃત્યુંનો ડર એને સંપતિનો આનંદ લેવા દેતો ન હતો. ગમે તે ભોગે તે મૃત્યુને હડસેલવા માંગતો હતો આ માટે જે ખર્ચ કરવો પડે તે ખર્ચ કરવાની એની તૈયારી હતી.

 

કોઇએ રાજાને સુચન કર્યુ કે તમે સારામાં સારા ડોકટરને સતત તમારી સેવામાં રાખો એટલે તમને કંઇ પણ થાય તો ડોકટર તાત્કાલિક સારવાર આપીને તમને બચાવી શકે. રાજાએ એમ કર્યુ પણ એને હજુ બીક લાગતી હતી.

 

કોઇ બીજાએ સુચન કર્યુ કે રાજ્યને ફરતી બાજુ મજબુત કીલ્લો કરી દો અને માત્ર એક જ દરવાજો રાખો. એ દરવાજા પર રાજ્યના બધા સૈનિકોને રાખો જેથી કોઇ આક્રમણ કરી ન શકે અને તમને મારી ન શકે. મોતથી બચવા રાજાએ એમ પણ કર્યુ. છતાય એનું ચિત બેચેન રહેતું હતું.

 

એકદિવસ કોઇ સંત આ રાજયની મુલાકાતે આવ્યા. રાજાને મળતાની સાથે જ સંતને ખબર પડી ગઇ કે રાજા કોઇ ચિંતામાં છે. એમણે રાજાને ચિંતાનું કારણ પુછ્યુ એટલે રાજાએ પોતાને લાગતા મૃત્યુના ડર વિષેની વાત કરી. સંતે રાજાને કહ્યુ, ” મૃત્યુથી બચવાનો મારી પાસે ઉપાય છે.” રાજા તો રાજી-રાજી થઇ ગયો સંતના ચરણ પકડીને કહ્યુ, ” મહારાજ કૃપા કરીને આપ મને મૃત્યુથી બચવા માટેનો માર્ગ બતાવો. “

 

સંતે રાજાને કહ્યુ, ” મૃત્યુથી બચવાનો માત્ર એક જ ઉપાય છે , બીજાના હદયમાં જીવતા રહેવું. તમારી આ સંપતિના ઉપયોગ દ્વારા કંઇક એવા કાર્યો કરો કે તમે લોકોના હદયમાં કાયમ માટે જીવતા રહો. પછી મૃત્યુ પણ તમને નહી મારી શકે”

 

મિત્રો, આપણી બુધ્ધિ અને શક્તિઓ ઉપયોગ કરીને આપણે એવા કાર્યો પણ કરી શકીએ કે જેનાથી કેટલાય લોકોના હદયમાં સ્થાન પામીએ અને મૃત્યુને પણ મહાત કરી શકીએ.

 

 

(૩)  “કાર્યનો આનંદ ત્યારે જ આવશે જ્યારે એ કાર્યમાં ખોવાઇ જઇએ” …

 

 

namaj

 

 

એક યુવાન પોતાની પ્રેમીકાને મળવા માટે જઇ રહ્યો. એની ચાલવાની ઝડપ સ્પષ્ટ બતાવી રહી હતી કે પ્રિયતમાને મળવાની તડપ કેવી છે ! રસ્તામાં એક મુસ્લીમ બીરાદર નમાજ પઢી રહ્યા હતા. યુવાન, પ્રેમીકાના ખયાલોમાં ખોવાયેલો હોવાથી મુસ્લીમ બીરાદરે નમાજ પઢવા માટે બીછાવેલા મુસલ્લા ( નમાજ પઢતી વખતે પાઠરવામાં આવતુ પવિત્ર આસન ) પરથી પગ મુકીને આગળ નીકળી ગયો.

 

મુસ્લીમ બીરાદરનું ધ્યાન ગયુ એટલે એ તો લાલઘુમ થઇ ગયા. પોતાની બંદગી સમયે પવિત્ર મુસલ્લા પરથી પસાર થનારા એ યુવાનને મારવાનું મન થયુ પણ બંદગી ચાલુ હતી માટે ઉભા ન થયા. મનમાં ને મનમાં યુવાનને કંઇ કેટલુએ બોલતા રહ્યા.

 

થોડા સમય પછી પેલો યુવાન તેની પ્રેમીકાને મળીને એ જ રસ્તેથી પોતાના ઘરે પરત જઇ રહ્યો હતો. મુસ્લીમ બીરાદરનું ધ્યાન ગયુ એટલે એણે યુવાનને ઉભો રાખ્યો. પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યુ, ” તને તારા મા-બાપે કંઇ સંસ્કાર આપ્યા છે કે નહી ? હું અલ્લાહની બંદગી કરતો હતો એ સમયે તું મુસલ્લા પર પગ મુકીને ચાલ્યો તને કંઇ વિચાર પણ ન આવ્યો કે તું આ શું કરી રહ્યો છે?”

 

યુવાને બધુ જ શાંતીથી સાંભળી લીધુ પછી કહ્યુ, ” અંકલ હું સ્વિકારુ છું કે મેં એવી ભૂલ કરી છે જે માફીને પણ લાયક નથી આમ છતા હું આપની માફી માંગું છું. એ સમયે હું મારી પ્રિયતમાને મળવા જતો હતો. એને મળવાની કલ્પનામાં એવો ખોવાયેલો હતો કે આસપાસ શું ચાલી રહ્યુ છે એનું મને કોઇ ભાન નહોતું એટલે મારાથી આ ભૂલ થઇ ગઇ. પણ અંકલ આપ એ વખતે બંદગી કરી રહ્યા હતા. આપની આપના પ્રિયતમ સાથેની મુલાકાત ચાલી રહી હતી. આપની અલ્લાહ સાથેની એ એવી તે કેવી મુલાકાત હતી કે જેમાં અલ્લાહને બદલે આપને હું દેખાતો હતો ? “

 

મિત્રો, જીવનમાં કરવામાં આવતા કોઇપણ કાર્ય પછી તે આધ્યાત્મિક હોય તો પણ ભલે અને સાંસારિક હોય તો પણ ભલે, કાર્યનો આનંદ ત્યારે જ આવશે જ્યારે એ કાર્યમાં ખોવાઇ જઇએ…એકરસ થઇ જઇએ.

 

 

(૪)  “જીવનમાં ક્યારેય કોઇને સામાન્ય ન સમજવા” …

 

 

stanford uni.

 

 

કેલીફોર્નિયામાં રહેતા એક સુખીસંપન્ન દંપતિએ ૧૮૮૪ની સાલમાં પોતાના એકના એક દિકરાને ટાઇફોઇડના કારણે ગુમાવ્યો. આ છોકરો માત્ર ૧૫ વર્ષનો હતો. દિકરાના અકાળે થયેલા અવસાનના કારણે દંપતિ દુ:ખી તો ખુબ થયુ પણ પછી જેવી ભગવાનની ઇચ્છા એમ માનીને સ્વિકારી લીધુ. એમણે નક્કી કર્યુ કે ભલે ભગવાને આપણો એક દિકરો લઇ લીધો પણ હવે આ કેલીફોર્નિયાના તમામ દિકરા-દિકરીઓ આપણા જ છે એમ માનીને એ બધા માટે કંઇક કરવુ છે.

 

દિકરાએ હાવર્ડમાં એડમિશન લીધુ એને હજુ એક વર્ષ પણ નહોતુ થયુ અને એણે ભણવાની બહુ ઇચ્છા હોવા છતા અધુરા અભ્યાસે વિદાય લીધી. દંપતીએ નક્કી કર્યુ કે આપણે આપણા દિકરાની સ્મૃતિમાં હાવર્ડ યુનિવર્સિટીમાં કંઇક કરીએ જેથી અનેક વિદ્યાર્થીઓને એનો લાભ મળે.

 

દંપતિ હાવર્ડના પ્રેસીડેન્ટને મળવા માટે ગયુ. પ્રેસીડેન્ટને મળતા પહેલા બહુ લાંબો સમય રાહ જોવી પડી. મુલાકાત થઇ તો દંપતિ એ હાવર્ડના પ્રેસીડેન્ટને વિનંતી કરતા કહ્યુ, ” સાહેબ, અમારો એકનો એક દિકરો અહિયા અભ્યાસ કરતો હતો. અમે એમની યાદમાં આપની આ યુનિવર્સીટીમાં કંઇક કરવા માંગીએ છીએ.” દંપતિ એના પહેરવેશ પરથી બહુ જ સામાન્ય લાગતુ હતુ આથી પ્રેસીડેન્ટે એમને કહ્યુ, ” તમને ખબર છે આ યુનિવર્સીટીના જુદા- જુદા ભવનો પાછળ શું ખર્ચ થયો છે ? બધુ મળીને ૭.૫ મીલીયન ડોલરની આ સંપતિ છે આટલી મોટી સંપતિની સામે તમે આ યુનિવર્સીટીમાં એવુ તે શું કરી શક્શો કે જેથી તમારા દિકરાની યાદ જળવાય રહે ? “

 

આવેલ દંપતિ એકબીજાની સામે જોઇ રહ્યા. આંખના ઇશારાથી બંને એ કંઇક વાત કરી લીધી અને પ્રેસીડેન્ટનો આભાર માનીને બહાર નીકળી ગયા. પ્રેસીડેન્ટે પોતાના સેક્રેટરીને કહ્યુ, ” જોયુને મેં બંનેને કેવા સમજાવી દીધા? ” પેલા દંપતિએ બહાર આવીને હસતા હસતા એકબીજાને તાળી આપતા કહ્યુ, ” એક યુનિવર્સીટી ઉભી કરવાનો ખર્ચ બસ આટલો જ છે તો ચાલો દિકરાની યાદમાં એક યુનિવર્સીટી જ ઉભી કરીએ.”

 

આ દંપતિ હતુ મી. અને મીસીસ સ્ટેનફર્ડ. અને દિકરાની યાદમાં ઉભી કરેલી યુનીવર્સીટી એટલે વિશ્વની ટોચની યુનિવર્સીટીઓ પૈકીની એક એવી સ્ટેનફર્ડ યુનિવર્સીટી.

 
મિત્રો, જીવનમાં ક્યારેય કોઇને સામાન્ય ન સમજવા. ઘણીવખત પહેરવેશ કે રહેણીકરણી પરથી માણસોને માપવાની આપણે ભૂલ કરી બેસીએ છીએ.

 

 

સાભાર :  જયંત ઇન્ફોટેક (સ્તોત્ર : સોશિયલ મીડિયા)

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર લેવા બદલ અમો  જયંત ઇન્ફોટેક  ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો,  આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ સાથેના કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો., જે અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે. .

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli

 

facebook at : dadimanipotli

“મોરલી કે રાધા ?” …

“મોરલી કે રાધા ?” …

 

 

 

radha-krishna

 

 
અર્જુન પૂછી બેઠો કૃષ્ણને,

 
“વધુ વહાલુ શું છે તમને – મોરલી કે રાધા ?”

 

જવાબમા શ્રી કૃષ્ણ બોલ્યા,

 

“મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે.

મોરલી મારો સુર છે ને રાધા મારૂ રૂપ છે.

મોરલી તો મારી સાથી છે ને રાધા મારી રાણી છે.

છાયો છે મોરલી ને પડછાયો છે રાધા.

મોરલી મારો હક છે તો રાધા મારો અધિકાર છે.

જેમ મોરલી વિનાનો કૃષ્ણ અધુરો તેમ રાધા વિનાનો શ્યામ અધુરો.

એટલે મોરલી કરતા મને રાધા વધારે વહાલી છે કારણ કે

મોરલી હું છું એટલે તેને તરછોડીશ તો દુ:ખ મને જ થશે.

પરંતુ રાધા મારો પ્રેમ છે એટલે તેને તરછોડીશ

તો દુનિયા આખીને દુખ લાગશે.

તેથી ગોકુળ મુક્યા પછી મેં મોરલી નથી વગાડી

કારણ કે પછી મને રાધા ક્યાંય મળી નથી.”

 

 

[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[

 

 

એક પુરુષે કહેલા ઉત્તમ વાક્યો:

 

૧) જ્યારે હું જન્મયો ત્યારે એક સ્ત્રીએ મને છાતી સરસો ચાંપ્યો હતો…

તે મારી મા હતી.

 

૨) બાળક તરીકે હું મોટો થતો હતો ત્યારે મારી સાથે રમવા અને મારી સંભાળ લેવા એક સ્ત્રી હતી…

તે મારી બહેન હતી.

 

૩) હું શાળાએ જવા લાગ્યો. મને શીખવામાં મદદ કરવા માટે એક  સ્ત્રી હતી…

તે મારી શિક્ષીકા હતી.

 

૪) મારે સતત કોઇનુ સાનિધ્ય, સથવારો અને પ્રેમની જરુર હતી,   ત્યારે પણ એક સ્ત્રી મોજુદ હતી…

તે મારી પત્ની હતી.

 

૫) જ્યારે હું રુક્ષ બન્યો ત્યારે મને પીગળાવવા એક સ્ત્રી હતી…

તે મારી પુત્રી હતી.

 

૬) જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મને સમાવી લેવા એક સ્ત્રી હશે…

તે મારી માતૃભૂમિ હશે.

 

 

જો તમે એક પુરૂષ હો તો દરેક સ્ત્રીની ઇજ્જત કરો !

જો તમે એક સ્ત્રી હો તો સ્ત્રી હોવાનું ગૌરવ અનુભવો.

 

તમારી નાનકડી લાડ્લી દીકરી તમારો હાથ થોડા સમય માટે જ પકડી શક્શે…પરંતુ તમારું હૈયું આખી જીંદગી ભરેલું રાખશે.

 

“આ દીકરીઓનું સપ્તાહ છે”

 

જો તમારે દીકરી હોય જે આસ પાસ હોવા માત્રથી તમારું જીવન જીવવા લાયક બનાવી દેતી હોય અને તેને તમે તમારા શ્વાસથી પણ વધુ ચાહતા હો …

 

તમારી દીકરી માટે તમને અપાર ગૌરવ હોય, તો આ થોડા

વાક્યોની નકલ કરી પ્રેમાળ પુત્રીના મા-બાપ હોવાનું ગૌરવ

ધરાવતા હોય તેમને તુરંત મોક્લી આપો!

 

 

– અજ્ઞાત

 

 
સૌજન્ય : વિજય ધરીઆ (શિકાગો)
 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિજયભાઈ ધારીઆ (શિકાગો) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

આજની પોસ્ટ જો આપને પસંદ આવી હોય તો  આપના અમૂલ્ય પ્રતિભાવ પોસ્ટ સાથેના કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો., જે અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે. .

 

 

You can  contact /follow us on :

twitter a/c : @dadimanipotli

 

facebook at : dadimanipotli

નમક: સ્વાદ નો રાજા-king of taste …

નમક: સ્વાદ નો રાજા-king of taste  …

 

 

મિત્રો આ અગાઉ  ‘આમ’ આમ નથી, “આમ” ખાસ છે !!!!  એ શિર્ષક હેઠળની બ્લોગ પોસ્ટ  ફળોનો રાજા ‘કેરી’ વિશે અનેક રસપ્રદ માહિતી – જાણકારી ડૉ. કૌશિક ધંધુકિયા દ્વારા આપણે મેળવી, આજે આપણે ડૉ. કૌશિક ધંધુકિયા દ્વારા ફરી એક રસપ્રદ અને ખૂબજ ઉપયોગી જાણકારી  ‘મીઠું’  વિશે મેળવીશું . …

 

 
SALT
 

 

‘મીઠું’ મીઠું છે અને  ‘મીઠું’ ખારું પણ  છે.

(ખારો પણ ખાવાનું એક મીઠું જ છે…!!!)

– ડૉ. કૌશિક ધંધુકિયા

 

 

ખારાશમાં પણ મીઠાસ છે,

નહીતર ખારા એવા મીઠા,

નું નામ (નમક)  મીઠું ના પડ્યું હોત.

 
– અજ્ઞાત

 

આયુર્વેદમાં પણ કહ્યું છે કે, “ભોજનાગ્ર સદા પથ્યમ લવણાદ્રક ભક્ષણમ.”

 

 

આમેય આપણા સમાજમાં મીઠાના ઘણા મહાવરા સાંભળવા પણ મળે છે જ ને, ..નમક હરામ, નમક હલાલ, ઘા પર નમક ભભરાવવું, ભાઈમાં/બહેનમાં મીઠાની તાણ છે …

 

આયુર્વેદના ૩૫૦૦ વર્ષ જુના એક ગ્રંથ અષ્ટાંગહ્રદયમાં ઔષધિવર્ગમાં મીઠાનું જ એક અલગ ચેપ્ટર છે, તમે લવણભાસ્કર ચૂર્ણનું નામ તો સાંભળ્યું જ છે ને…!!!! એ ચૂર્ણ માં સૌથી મહત્વપૂર્ણ ઔષધિ લવણ (નામક-મીઠું) જ તો છે.

 

રસોડું હોઈ કે આયુર્વેદના ઔષધો હોય, નમકની હાજરી અનિવાર્ય હોઈ છે. વરસ સારું જાય એ માટે દિવાળીની પરોઢે સબરસ નમક ખરીદવાનો રીવાજ આજે પણ ઘણા ગામડાઓમાં જોવા મળે છે. ગૃહપ્રવેશ વખરે કુંભ મુકવાની વિધિ નમક વગર અધુરી ગણાય. રોમન સામ્રાજ્યમાં તો નમકનો નાણાકીય લેવડ દેવડ તરીકે વ્યવહાર કરવામાં આવતો હતો.

ગુજરાતીમાં મીઠું કે નમક, ઉર્દુ અને હિન્દીમાં નમક, સંસ્કૃતમાં લવણ, ફારસીમાં નમક, અરબીમાં મીલહ અને અંગ્રેજી માં જેને salt કહેવાય.. અને એના વગર હજારો વાનગી ઓ નીરસ બની જાય એવું સબરસ કહેવાતું આપડું મીઠું.  (ઘણામાં ના પણ હોય તો એને દુખી થવાની જરૂર નથી ..એને પોતાને દૂધપાક જેવો જ ગણવો ..!! )

 

ધર્મ, જાતી, સંસ્કાર, ગામ, શહેર, દેશ ગમે તે હોય પણ રસોઈમાં જો આ મીઠું ના વપરાય એવું તો બની જ ના શકે.  બધા મસાલાઓનો રાજા એટલે –“મીઠું”  કેમ મીઠાને બધા મસાલાનો રાજા ગણવો .. ચાલો જઈએ મીઠાના પ્રવાસે …( મીઠું હોઈ તો જ આવવું. કારણ કે વાંચ્યા પછી તો ખબર પડી જ જશે કે મીઠું નહોતુ તમારે પહેલા…એટલે ઘરમાં નહોતું એમ. હા હાહાહા).

 

અલ બગાવીએ તેમની કુરાનમાની એક તફસીરમાં નોંધેલું છે કે, રસુલલ્લાહએ ફરમાવ્યું છે કે ખુદા એ જન્નત થી ચાર ચીજો આશીર્વાદ સ્વરુપે જમીન પર ઉતારી…. લોખંડ, આગ, પાણી અને ‘મીઠું’.

 

રસુલ્લાહે જણાવ્યું છે કે, જે શખ્સ જમવાની શરૂઆત કરતા પહેલા અને જમી લીધા પછી નિમક ચાખશે તે ૭૨ જાતની બીમારીથી મહેફૂસ રેહશે. એ ૭૨ રોગોમાં leprosy થી માંડી ને lucoderma પણ છે. અને ગભરાવા  જેવી વાત તો એ છે કે નમક વગરનું ભોજન વધારે સમય લેવાથી પેરાલીસીસ થઈ શકે છે.

 

ડૉ. સુશિલ શાહ કહે છે, “મીઠું શરીરની જરૂરિયાત છે, માટે જયારે પ્રમાણસર લેવામાં આવે ત્યારે એ ઘણું ઉપયોગી હોઈ છે. એમાં રહેલું સોડીયમ તત્વ શરીરના દરેક કોષને કાર્યરત  રાખવામાં ઉપયોગી નીવડે છે. શરીરમાં એનું પ્રમાણ ૧૩૦ ml મોલ્સ હોવું જરૂરી છે. જો એના કરતા ઓછું હોઈ એટલે કે ૧૨૦ જેટલું પ્રમાણ થાય તો વ્યક્તિ થાક અને આળસનો અનુભવ કરે છે અને જો ૧૨૦-૧૧૮ ml મોલ્સ કરતા નીચું જાય તો વ્યક્તિ કોમામાં જતો રેહ છે. આમ, આદર્શ રીતે માણસ ને ૪-૫ ગ્રામ મીઠાની રોજિંદી જરૂરિયાત હોઈ છે.”

 

મીઠાના ઘણા પ્રકાર છે: સિંધવ, સંચળ, બીડ લવણ, ઘસીયુંનમક, ઔદ્ભિદ લવણ, કૃષ્ણ લવણ, રોમક લવણ, જવ ખાર અને સાજી ખાર અને બાકીના બીજા ખાર.

 

 

બધા વિષે શ્લોક સાથે એના ગુણો નો વખાણ આ અષ્ટાંગહૃદયના ઔષધિવર્ગમાં આપ્યા છે.

 

SALT.1

 

 

SALT.2

 

 

હવે જે નમક–મીઠું આપણે કહીએ છીએ એ હકીકતમાં સૌથી ઓછી ગુણવત્તાવાળું મીઠું છે.. ભારત દેશ માં લગભગ ઈ.સ. ૧૯૩૦ પહેલા આપણે આ  દરિયા-સમુદ્ર માંથી બનતું મીઠું વાપરવાનું શરુ કર્યું છે. એ પહેલા ભારત દેશમાંથી એક પણ વ્યક્તિ આ નમક વાપરતા જ નહિ.

 

મીઠાની જાણવા જેવી વાતો…..જે ક્યારેય નહિ સાંભળી હોઈ …

ખાવાલાયક મીઠાના તો પહાડો અને ખાણો હોઈ છે. ભારત દેશ આઝાદ થતા નમક વિશાલ લવણ શ્રેણી પાકિસ્તાનમાં જતી રહી. ખૈબર-પાકિસ્તાનમાં નમકની વિશાલ ખાણ છે. અહિયાં નમકના તળની જાડાઈ ૧૦૦ ફૂટથી વધારે છે આ નમક એટલું વર્ણહીન અને પારદર્શક છે કે નમકની ૧૦ ફૂટ જાડી દીવાલની એકબાજુ પ્રકાશપુંજ રાખવામાં આવે તો બીજીબાજુ આરામથી વાંચી શકાય.

 

SALT.3
 

 

પાકિસ્તાનના ઝેલમ જીલ્લામાં  રાષ્ટ્રીય રાજધાની ઇસ્લામાબાદથી ૧૬૦ કિમી દુર સ્થિત નમકની એક પ્રખ્યાત ખાણ છે. જ્યાંથી સદીઓ પહેલા સિંધવ નમક ખોદકામથી કાઢવામાં આવતું હતું. જેનો અંદાજીત જથ્થો ૨૨,૦૦,૦૦,૦૦૦ ટન છે.  દર વર્ષે ૪.૬૫ લાખ ટન નમક કાઢવામાં આવે છે. હજુ ઓછામાં ઓછા ૫૦૦ વર્ષ સુધી આ ખાણ મીઠું આપી શકે તેમ છે.

 

આ ખાણમાં તળમાં સુરંગ બનાવી નીચેની તરફથી ખોદકામ કરી નમક કાઢવામાં આવે છે. ૫૦% કાઢવામાં આવે છે અને ૫૦% રાખી દેવામાં આવે છે. જે તેની સુરંગોને સ્તંભ સ્વરૂપે ટેકો આપીને બચાવે છે. મીઠું કાઢી કાઢીને પહાડમાં બહુ બધા ઓરડાઓ બની ગયા છે. જો આ પહાડને એક ઈમારત માનીએ તો કુલ મળીને ૧૯ માળ છે. જેમાં ૧૧ માળ જમીન જમીનમાં બનેલા છે. સુરંગો પહાડમાં ૭૩૦મી (૨૪૦૦ ફૂટ) પહોંચી ગઈ છે.

 

 

SALT.4
 
SALT.3A
 

 

મીઠાના માનવ શરીરમાં બહુ મહત્વપૂર્ણ કામો હોઈ છે.

જેમ કે,

૧. કોષોમાં પાણી સંતુલિત રાખવું.

૨. જ્ઞાનતંતુઓના સંદેશાઓનું વહન કરવું.

૩. સ્નાયુના આન્કુચન પ્રસારણની શક્તિ પ્રદાન કરે છે સોડીયમ –Na

૪. લોહીમાં સુગરનું નિયમન કરે છે. કારણ કે માનવ શરીરમાં જે ૮૪ પ્રાકૃતિક મિનરલ્સ  હોઈ છે એ બધા આ નમકમાં મળી જાય છે.

૫. સમુદ્રસ્નાનથી ત્વચા રોગ ઠીક થાય છે.

૬. જો ભૂલથી ઝેરી પદાર્થ ખવાઈ જાય તો મીઠાના પાણીથી ઊલટીઓ કરાવવામાં આવે તો ઝેરની તીવ્રતા ઘટી જશે અને ઝેરી પદાર્થ બહાર નીકળી જશે.

૭. નમકના પાણીથી ચહેરો ધોવો,,ચહેરો ચમકી ઉઠશે.

૮. ઉચ્ચ રક્તચાપ (હાઈ બી.પી) અને લો-બી.પી. બંને નમકથી ઓકે થઇ શકે છે. (વગર પરવાનગીએ અને વગર સલાહ લીધે  ઘરે અખતરો ના કરવો । આ નમક બી.પી. માં વાપરવાની એક વિધિ હોઈ છે જે શીખવી જરૂરી હોઈ છે.)

 

એ સિવાય માનવશરીર સિવાયના બાકી પણ ઘણા ઉપયોગો અદભૂત અને કારગત છે. જેમ કે,

૧.] લીંબુ રસમાં નમક નાખી પીતલ સાફ  કરો અને ચમકી જશે.

૨.] ઘરમાં નમકવાળા પોતા મારવાથી બેક્ટેરિયા મરી જાય છે. પરિવાર સ્વસ્થ રાખવાનો આંથી બેહતર ઉપાય ખરો કોઈ?

૩.] ચોખામાં નમક નાખવાથી ચોખામાં કીડાના પડે.

૪.] ફાનસના તેલમાં મીઠાનો એક ટુકડો  નાખવાથી તેલ ઓછું બળશે અને પ્રકાશ વધારે આપે છે.

૫.] બોલપેનની શાહી કપડા પર લાગી હોય અને દાગ ધબ્બા કાઢવા માંગતા હો, મીઠાના પાણીમાં કપડા ધોવો. બધા દાગ ધબ્બા નીકળી જશે.

૬.] ઘરમાં કોઈ જગ્યાએ ઉધઈ થતી હોય, મીઠાવાળું પાણી છાંટો, ત્યાં હવેથી ઉધઈ નહિ થાય.

૭.] તાજી શાકભાજીને બેક્ટેરિયા મુક્ત અને સ્વચ્છ કરવાનો ઉપાય મીઠા વાળા પાણીથી ધોવો.

૮.] વાળ ખરતા અટકાવવા માટે માથું ધોવાના પાણીમાં નામક મિક્ષ કરીને ધોવો પછી જોવો ચમત્કાર.

૯.] લોખંડ પર લાગેલો કાટ દુર કરવો છે મીઠું ઘસો સરળતાથી નીકળી જાશે.

૧૦.] રેશમના કપડાને ધોતી વખતે મીઠાવાળા પાણીનો  ઉપયોગ કરો. એનાથી કલર પણ નહિ જાય અને કપડાની કોમળતા પણ બની રહેશે.

૧૧.] માખીઓથી પરેશાન છો મીઠાવાળા પાણીના પોતા મારો, માખીની છુટ્ટી.

૧૨.] લાંબા સમય ની મુસાફરી થી થાકી ગયા છો ? હુંફાળા ગરમ પાણીમાં નમક મિક્ષ કરી પગ ડુબાડી રાખો અને આશ્ચર્ય સાથે થાક ગાયબ થઇ જશે.

૧૩.] વાસણમાંથી ડુંગળીકાંડાની વાસ દુર કરવા માટે  નમક થી સાફ કરો.

૧૪.] લોઢાની નોનસ્ટિક તાવી ને નોનસ્ટિક બનાવી હોય તો, ગરમ તાવી પર એક વાટકી મીઠું પાથરી અને થોડો સમય ગરમ કરવી, ત્યારબાદ મીઠું હટાવી લો. જુઓ ચમત્કાર … તાવી નોનસ્ટિક નું કામ આપશે. ખાસ એક બાબત ધ્યાનમાં રાખવી કે તાવી પર પાણી જ્યાં સુધી ઉપયોગમાં લો ત્યાં સુધી લગાડવું નહિ., જો પાણી લાગશે તો ફરી લોઢાની સામન્ય તાવી બની જશે. (ઢોસા કરતી સમયે) …

 

વધારે પડતું  મીઠાનું સેવન તમને નુકશાન કરી શકે છે…….

આ હકીકત તો વર્ષો પહેલા આયુર્વેદના ગ્રંથોમાં કહેવતોમાં જોવા મળે છે. “અતિ સર્વત્ર વર્જયતે”,” અતિનો બધે ત્યાગ કરવો “,  “અતિની ગતિ નહિ”

 

વિજ્ઞાનમાં એક પ્રયોગ છે જેનું નામ છે ઓસ્મોસિસ, જેને અભિસરણ કહેવાય છે. એમાં બે અલગ-અલગ સાંદ્રતા ધરાવતાં દ્રાવણ હોય ત્યારે ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ગતિ કરે છે. એટલે કે જ્યારે એક તરફ પાણી હોય અને બીજી તરફ મીઠાવાળું પાણી હોય તો સાદું પાણી મીઠાવાળા પાણી તરફ ગતિ કરે છે. આ જ ફૉમુર્‍લા શરીરમાં પણ લાગુ પડે છે એ સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જ્યારે શરીરમાં મીઠાનું પ્રમાણ વધે ત્યારે શરીરમાંનું પાણી નસોમાં ભરાવા લાગે છે. આમ જેમ-જેમ મીઠાનું પ્રમાણ વધે એમ-એમ નસોમાં પાણીનું પ્રમાણ વધતું જાય છે. એને કારણે શરીરની નસો ફૂલે છે અને નસોની દીવાલ પર પ્રેશર ઉત્પન્ન થાય છે, જેને શરીરમાં વૉટર-રીટેન્શન એટલે કે પાણીનો ભરાવો પણ કહી શકાય. આ સમગ્ર પ્રોસેસને કારણે વ્યક્તિને બ્લડ-પ્રેશરનો પ્રૉબ્લેમ થાય છે. આમ વધુ પડતું મીઠું એ બ્લડ-પ્રેશર માટે જવાબદાર છે અને આ બ્લડ-પ્રેશરનો પ્રૉબ્લેમ જ બીજા ઘણા પ્રૉબ્લેમ્સને જન્મ આપે છે. અત્યારના જે સાયલન્ટ કિલર ગણાતા બે રોગો છે એમાં ડાયાબિટીઝની સાથે-સાથે બીજું નામ બ્લડ-પ્રેશરનું છે.

એ સિવાય હજુ પણ ઘણા રોગો ના નામ આપવાનું પસંદ કરીશ., cellulite,સંધિવાત, સાંધાના દુખાવા, ગાંઠિયો વા, ઊંચું લોહીનું દબાણ (હાય બ્લડ પ્રેસર), પથરી, જઠરનું કેન્સર, મુત્રપિંડના રોગ, cirrhosis- લીવરનો,

 

૧.] નમક વધારે લેવાથી કેલ્શિયમ લોસ વધારે થાય છે – જેનાથી હાડકા દાંત કમજોર થઇ જાય છે. જલ્દી થાકી જાય, કરચલીઓ પડે કારણ કે સ્નાયુઓને શીથીલ કરે છે. 

૨.] સોડિયમની કમીથી ૧ અને ૨ ટાઇપના ડાયાબિટીસ થઈ શકે છે.

૩.] જ્ઞાન તંતુને નુકશાન કરે છે.

૪.] અને આંખ ને પણ નુકશાન કરે છે. 

૫.] વધારે મીઠા નો ઉપયોગ કૅલ્શિયમના મેટાબોલિઝમ પર અસરકર્તા છે જેને કારણે હાડકાંની બનાવટમાં એ ભાગ ભજવે છે. જો એનું પ્રમાણ વધારે હોય તો હાડકાંને પૂરતું કૅલ્શિયમ મળતું નથી, જેને કારણે બોન મિનરલ ડેન્સિટી ઘટી જાય છે. અને એથી જ મોટી ઉંમરે ઑસ્ટિયોપોરોસિસ જેવા રોગ થઈ શકે છે. વળી વધુપડતા મીઠાને કારણે કિડની પર લોડ પડે છે, જેને કારણે કિડનીના પ્રૉબ્લેમ્સ કે પથરીનો પ્રૉબ્લેમ થઈ શકે છે. આ ઉપરાંત વધારે મીઠાના કારણે પેટનું કૅન્સર પણ થઈ શકે છે. વધુપડતા મીઠાને કારણે લોહીની નસો પર પ્રેશર આવે ત્યારે એની સીધી અસર મગજ પર થાય છે. મગજની નસોમાં તાણ આવવાને કારણે ડિમેન્શિયા થઈ શકે છે, જેને વૅસ્ક્યુલર ડિમેન્શિયા પણ કહે છે. એમાં વ્યક્તિને મેમરી-લૉસ થઈ જાય છે અને કોઈ પણ વસ્તુ પર ફોકસ કરવાની ક્ષમતા, સમજવાની અને વિચારવાની ક્ષમતા પર અસર થાય છે. 

૬.] નમકની તીક્ષ્ણતાથી શુક્રધાતું પતલા થઇ જાય છે અને સ્વપ્નદોષ પણ થઇ શકે છે, નપુસંકતા પણ આવી શકે છે. 

૭.]એસીડીટી,

૮.]વધારે માસિક સ્ત્રાવ,

૯.] એક્ઝીમાં દાદ,

૧૦.] ટાલ પડવાનું મુખ્ય કારણ નમકનું  વધારે  સેવન કરવું  એ છે.

પ્રેગ્નન્ટ સ્ત્રીઓ ધ્યાન રાખે … 

 

એક સર્વે મુજબ જો ૬ ગ્રામ જેટલું લિમિટેડ મીઠું પ્રેગ્નન્સી દરમ્યાન લેવામાં આવે તો દર વર્ષે ૧૭,૫૦૦ પ્રી-મૅચ્યોર ડેથને રોકી શકાય છે. પ્રેગ્નન્ટ સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમના ડાયટમાં મીઠું વધે નહીં, કારણ કે એથી પ્રેગ્નન્સીમાં ઘણા પ્રૉબ્લેમ થઈ શકે છે. પ્રેગ્નન્સી દરમ્યાન અચાનક આવી જતા બ્લડ-પ્રેશરનું એક કારણ ત્યારે અચાનક જ વધી જતી મીઠા એટલે કે સૉલ્ટી ચીજોની ક્રેવિંગ હોય છે. આ દરમ્યાન મીઠાનો પ્રયોગ જેટલો માફકસર કરવામાં આવે એટલો બાળકનો ગ્રોથ સારો થાય છે.

 

જે સ્ત્રીઓ પ્રેગ્નન્સી દરમ્યાન મીઠું ખૂબ ઓછું કે વધારે ખાતી હોય તે સ્ત્રીઓના બાળકની કિડનીનું ડેવલપમેન્ટ બરાબર થતું નથી, જેને કારણે મોટાં થઈને એ બાળકોમાં કિડનીના પ્રૉબ્લેમ્સની શક્યતા ઘણી વધારે રહે છે.

 

રિસર્ચરોનું કહેવું છે કે રોજ ભોજનમાં વધુ પડતો મીઠાનો ઉપયોગ કરવાથી લોહીમાં યુરિક ઍસિડ અને ઍલ્બ્યુમિન (એક જાતનું પ્રોટીન)નું પ્રમાણ વધે છે અને આ તત્વોનું પ્રમાણ લોહીમાં જેટલું વધારે એટલું હાઇપરટેન્શનનું રિસ્ક વધારે. વ્યક્તિએ દિવસમાં વધારેમાં વધારે ૨૨૦૦ મિલીગ્રામ સોડિયમનો ઉપયોગ કરવો જોઈએ એના બદલે જો તમે દિવસમાં ૬૨૦૦ મિલીગ્રામ સોડિયમ લો તો હાઈ બ્લડપ્રેશરનું રિસ્ક વધી જાય. વધુ પડતું મીઠું ખાવાથી પેટની દીવાલોને નુકસાન થાય છે અને પેટના કૅન્સરનું રિસ્ક વધી જાય છે.

 

સાઈન્ટીફિક એડવાઈઝરી કમિટી ઓન ન્યુટ્રીશન(SACN)તથા ૨૦૦૩ માં englandમાં થયેલી શોધ મુજબ વધારે નમકના સેવનથી હૃદયનો આકાર મોટો થઇ જાય છે. કેનેડામાં બી.પી.નું મુખ્ય કારણ નમક જ છે. કેનેડામાં દરેક ૫ વ્યક્તિએ એક વ્યક્તિને બીપી છે અને એના લીધે જ કેનેડા નો  હેલ્થ કેર ક્ષેત્ર નો ખર્ચો ૪ બિલિયન ડોલરનો છે. કેનેડાના dr.norman camphell એ કેનેડા આખા દેશની ફૂડ પોલીસી ચેન્જ કરવામાં મુખ્ય ફાળો આપ્યો.
 

 
SALT.5
 

 
Dr. Norman Campbell, Canadian Institute for Health Research (CIHR) and Heart and Stroke Foundation Chair in Hypertension Prevention and Control.

 

 

નોર્વે નામના દેશમાં તો મીઠાનો ઉપયોગ જંકફૂડ અને ફાસ્ટફૂડ પર ટેક્ષ નાખીને જંકફૂડ, ફાસ્ટ ફૂડનું માર્કેટિંગ  જ આખા દેશમાં તોડી નાખ્યું અને  આખો દેશ healthy diet પર આવી  ગયા. કારણ કે તમે બધા જે નમક ખાઈ રહ્યા છો એ છે…..

 

 

તમે સૌથી ખરાબ ગુણવત્તાનું નામક ખાઈ રહ્યા છો……અને એ છે રીફાઇન્ડ નમક.

 

નમકના ખોદકામ દરમિયાન નીકળતી ધૂળ salt dust મોટા પ્રમાણમાં બને છે. આ ધૂળ ઈમ્પીરીયલ કેમિકલ industry દ્વારા આલ્કલી પ્લાન્ટમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં નમકનું ઉત્પાદન આઝાદી પહેલા ૧,૮૭,૪૯૦ ટન હતું.

 

અને એ જ રીફાઇન્ડ નમક ઘટાડવાથી જેટલો ફાયદો સિગારેટ છોડવાથી હ્રદયરોગમાં થાય એટલો ફાયદો થાય છે આવું વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું છે.

 

સિંધવ નમક  તો ૯૭ પોષક તત્વોની કમી પૂરી કરે છે. આ પોષક તત્વોની કમી ના લીધે જ પેરાલીસીસ અને અટેક આવે છે.

 

તમારું મીઠું  તમને નપુસંક બનાવી શકે છે.

 

 

વિશ્વભરમાં આજે  આયોડીનયુક્ત નમકના નામ પર ચાલતા કારોબાર પર તીક્ષ્ણ નજર રાખવામાં આવી રહી છે. એની પાછળ ઘણા કારણો છે.  ઘણી વાયકાઓ છે અને ઘણી વાસ્તવિકતાઓ.  ચાલો એક નજર દોડાવીએ. હકીકત છે કે નહિ એ બંને પક્ષ જાણતા જ હશે, નથી જાણતા.. તો સામાન્ય લોકો, અને જે લોકો આયોડીન યુક્ત નમક ખાઈ છે એ પછતાશે અથવા તો આયોડીન વગર નું નમક ખાઈ છે એ પછતાશે. અને જેમ યુદ્ધમાં કોઈ એક સેનાએ તો હારવું જ પડે. એવી જ રીતે અહિયાં કોઈ એક પક્ષે તો હેરાન થવું જ પડશે. પરંતુ એક રસ્તો હજુ ખુલ્લો છે અને હમેશા રહે છે. એ રસ્તો છે શાંતિ નો..  વિદ્રોહ કરવામાં બંને પક્ષની શક્તિ અને સંસાધનો વ્યય થાય જ.  તો શા માટે એ જ શક્તિનો ઉપયોગ નિર્માણ માટે ના કરીએ ? તો કેટલી શક્તિ સંચીત કરી શકાય. આવા ઉદ્દેશ્ય સાથે એક વિહંગાવલોકન કરી લઇએ.

 

નમકમાં આયોડીન હોઈ જ છે એમાં અલગથી રીફાયન્ડ કરવાના બહાને ઉમેંરવું સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. આયોડીનની વધારે  માત્રા પણ નુકશાન કરે છે.

 

આપણે જે મીઠું ખાઈએ છીએ તે સોડિયમ ક્લોરાઇડ  છે. એ ટેસ્ટ અને ફંક્શનમાં સોડિયમની કૉપી છે. એમાં મીઠું ગ્રેટ પ્રિઝર્વેટિવ છે. એ ડ્રગ છે, કુદરતી ચીજ નથી. એ ૧૦૦ ટકા ટૉક્સિક છે.  સોડિયમ બાયકાર્બોનેટ, પોટૅશિયમ આયોડાઇડ સહિત ૩૦ સિન્થેટિક કેમિકલ્સ હોય છે, જે મીઠાને સૂકું અને કરકરું બનાવે છે. એ પછી એને બ્લીચ કરવામાં આવે છે, જેનાથી એ સફેદ બને છે. આપણે જે મીઠાનો ઉપયોગ કરીએ છીએ એ નર્યું સિન્થેટિક સ્ટફ છે, જેનો વધુ પડતો ઉપયોગ હાઈ બ્લડપ્રેશર નોતરે છે તેથી જ તમને હાઈ બ્લડપ્રેશર હશે ત્યારે ડૉક્ટર પહેલાં મીઠું બંધ કરવા કહેશે. ઘણા લોકોને મીઠું ઉપર ભભરાવીને ખાવાની ટેવ હોય છે. તેમને કિડનીના પ્રૉબ્લેમ થઈ શકે છે, શરીરે સોજા આવે છે. આ રિફાઇન્ડ સૉલ્ટને ટેબલ સૉલ્ટ કહે છે. હવે જે આયોડાઇઝ્ડ સોલ્ટ આવે છે એ ટેબલ સોલ્ટ છે, જેમાં શરીરની આયોડિનની ઊણપને દૂર કરવા પોટૅશિયમ આયોડાઇડ, સોડિયમ આયોડાઇડ જેવાં આયોડિન તત્વ ઉમેરાય છે. આયોડિન શરીરના થાઇરૉઇડ હૉર્મોનના સ્રાવને સંતુલિત કરે છે. બાળકોમાં શારીરિક વિકલાંગતા જેવા થાઇરૉઇડને લગતા રોગ આયોડિનની કમીથી થઈ શકે છે.

 

 

ન્યુ હિન્દટાઈમ્સ, ૩ અપ્રિલ ૨૦૧૩ ના દિવસે એક આર્ટીકલ છપાયો. ડો.નંદકુમાર કામત નામના ડો. દ્વારા રચિત મુદ્દો શું હતો..!!!

 

“છેલ્લા ત્રણ દસકામાં  ભારતીય પુરુષોમાં  સ્પર્મકાઉન્ટની સંખ્યામાં ઘટાડો ૬૦ મિલિયનમાંથી ૨૦ મિલિયન  થઇ ગઈ છે અને આ ઘટાડાનો ગુનેગાર છે  આયોડીનયુક્ત નમક.  

ટોક્ષીકોલોજીસ્ટ આ સવાલના જવાબ માટે  બહુ રસ ધરાવે છે …અને સવાલ એ છે કે,

 

“શું આયોડીનયુક્ત નમક અને સ્પર્મ કાઉન્ટ વચ્ચે કોઈ સંબંધ છે ખરો ?”

 

ગોવા સ્ટેટમાં જન્મદર ઘટી ગયો, કેન્દ્ર સરકાર જણાવે છે કે, પરિવાર નિયોજન નું એક સરસ દ્રષ્ટાંત છે. પરંતુ કારણ આયોડીનયુક્ત નમક છે.

 

Augar and collegues in france  produce a report….

 

ઈ.સ.૧૯૯૫ માં વીર્ય ગુણવત્તા રીપોર્ટ  પેરીસમાં રજુ થયો. જાણકરી એવી નીકળી કે ૧૯૫૨ માં જયારે આયોડીન યુક્ત નમક ખાવાનું શરુ કરાયું ત્યારનો અને ૧૯૯૫ ની સાલ ના સ્પર્મ કાઉન્ટમાં જમીન આસમાન નો ભેદ હતો. ૧૯૫૨ માં ૧ મિલી વીર્ય માં ૧૦૨ મિલિયનમાંથી ઘટી ને ૧૯૯૫ માં ૫૧ મિલિયન રહ્યા છે બસ.

 

Recently the Asian journal of andrology published a special issue on human fertility and expressed valid concerns about falling human male sperm counts. Among the critical toxicological studies hidden from the public by central and state health authorities are eye opener studies published in 2004 by Professor Shoichi Fujiata and his colleagues from Laboratory of Toxicology,  Hokkaido University, Sapporo, Japan.  Their paper was captioned – Iodine intake as a possible cause of discontinuous decline in sperm counts: evaluation of historical and geographic variation in semen quality.

 

In order to examine whether iodine supplements may have caused global decline in sperm concentrations over the past several decades, they statistically analysed synchronicity of the decline in mean sperm counts and the introduction of iodine supplements. A positive correlation between the incidence of thyroid disease and sperm counts had been detected in Europe. Sperm counts began falling around 1965 in the United States, 40 years after iodine supplements were introduced. Mean sperm counts before and after 1965 were 111 million  per ml and 70 million per ml, respectively. The timing of the declines coincided with the introduction of iodine supplements in the United States, France, and the United Kingdom.

 

The Japanese researchers concluded that the global decline in sperm concentrations may be caused by iodine intake. There is no endemic goitre in Japan because of the tradition of eating seafood. Sperm counts in Japan have shown no change in the last 25 years. It is a pity that seafood consumer Goans are forced to consume iodised salt.

 

ભાઈઓ આયોડીન નો ગણ સ્ત્રોત છે, જરૂરી નથી કે મીઠામાંથી જ આયોડીન મળે, અને આયોડીનયુક્ત નામકમાં ત્રણ તત્વ રહ્યા છે: આયોડીન, સોડીયમ, ક્લોરીન જયારે સિંધવમાં તો ૯૭ માયક્રો મિનરલ્સ છે.

 

૧] ૧ મીડીયમ સાઈઝ ના બટાટામાં  ૬૦ માયક્રોગ્રામ આયોડીન હોય છે. જે તમારી રોજિંદી જરૂરિયાત નું ૪૦% છે.

૨] કઠોળ ની દાળો માં ભરપુર માત્ર માં આયોડીન છે.

૩] દૂધ  તો સમતોલ આહાર છે અને એમાં પણ ખાલી એક કપ  દૂધમાં તમારા રોજિંદી જરૂરિયાત ના ૫૬%  આયોડીન છે, માટે એક ગ્લાસ દૂધ પીવો ગોઈતર  કોઈ દિવસ ના થાય.

૪] મીઠું વેંચવાનો ધંધો કરવા માટે ની માર્કેટિંગ ની રીત છે. અને બાકી હજી લાંબી સભા ન કરતા મારા ૬૦૦ પેજ ના સંશોધિત દસ્તાવેજના  અમુક જ પહેલું રાખ્યા છે આપની સામે,  હવે પછી  ………. વધુ ફરી ક્યારેક ….

 

 

સાભાર : ડૉ. કૌશિક ધંધુકિયા
 

 
સૌજન્ય : બ્લોગ પોસ્ટ  : ‘મારુ મન’http://huanesecret.blogspot.co.uk/
 

 
બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર  આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો ડૉ. કૌશિક ધંધુકિયા ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

આજ ની પોસ્ટ આપને પસંદ આવી હોય તો,  આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ સાથેના કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો., અથવા ડૉ. ધંધુકિયા ના બ્લોગ પર જઈ આપના પ્રતિભાવ જરૂર તેમની બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.. આપના બ્લોગ પોસ્ટ પર મૂકેલા  દરેક પ્રતિભાવ, જે   લેખક ની કલમ ને બળ પૂરે છે અને તેઓને તેમજ અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે. . આભાર.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 

facebook at : dadimanipotli

 

કાંઈક વિશેષ …

 

મીઠું અને તેની ઉપયોગીતા વિશેની આ અગાઉ અહીં મૂકેલ અમારી બ્લોગ પોસ્ટની લીંક આપની જાણકારી અને સરળતા માટે  નીચે દર્શાવેલ છે. લીંક પર ક્લિક કરવાથી ઓરિજનલ પોસ્ટ અહીં જ આપ માણી શકશો …

બ્લોગ પોસ્ટ લીંક :  

મીઠું -રસોડું તમારો ડૉકટર..(૨)

 

આ ઉપરાંત  …

 

આપણે જે સૉલ્ટ ખાઈએ છીએ એ રિફાઇન કરેલું નમક વિવિધ જાહેરખબરોમાં કરેલા દાવા મુજબ ખરેખર શરીર માટે હેલ્ધી છે?
 

ઉપયોગી દ્રવ્ય …

 
ખારો, ખાટો, તીખો, તૂરો, કડવો અને ગળ્યો. ભોજનના આ છ રસમાં મુખ્ય છે ખારો એટલે કે મીઠું. મીઠા વિનાના ભોજનનો સ્વાદ કેવો ફિક્કો હોય છે એની બધાને ખબર છે. ભોજનની જેમ શરીર માટે પણ એ અતિ ઉપયોગી દ્રવ્ય છે. શરીરના વિકાસ અને સ્વાસ્થ્ય માટે એ જરૂરી છે. મોટા ભાગે એ ખોરાક અને પાણીમાંથી શરીરને મળે છે. શરીર માટે એ ઉપયોગી દ્રવ્ય હોવાથી જ રૂટીન ચેક-અપમાં બ્લડમાં સોડિયમનું પ્રમાણ કેટલું છે એ ચેક થાય છે. કોષોના આંતરિક અને બાહ્ય વિભાજનની ક્રિયાને સોડિયમ બૅલેન્સ કરે છે. શરીરમાં પાણીના પ્રમાણને જાળવી રાખવા માટે સોડિયમ બહુ મહત્વનું દ્રવ્ય છે. ડીહાઇડ્રેશન થાય તો મીઠાનું પાણી આપવામાં આવે છે. સોડિયમના ઓછા પ્રમાણથી ન્યુરોલૉજિકલ પ્રૉબ્લેમ્સ થાય છે, એટલું જ નહીં, ઘણી વાર માણસનું મૃત્યુ પણ થાય છે.

શરીરને મીઠાની નહીં, સોડિયમની જરૂર છે. ૧૦૨ પ્રકારનાં ખનિજ તત્વોમાંનું એ એક છે. સ્વાસ્થ્ય માટે એ જરૂરી છે. મસલ્સના પ્રોપર ફંક્શનિંગ માટે પણ સોડિયમ જરૂરી છે. સોડિયમની કમીથી ૧ અને ૨ ટાઇપના ડાયાબિટીસ થઈ શકે છે. મીઠાની માણસને આદત એટલી છે કે એના વિના સ્વાદમાં  પણ ચાલે એમ નથી.

મીઠું એટલે શું ? …

 

અગાઉ આપણે જે સોડિયમની વાત કરી એમાં અને આપણે જે મીઠું ખાઈએ છીએ એમાં ફરક છે. આપણે જે મીઠું ખાઈએ છીએ તે સોડિયમ ક્લોરાઇડ છે. એ ટેસ્ટ અને ફંક્શનમાં સોડિયમની કૉપી છે. મીઠું ગ્રેટ પ્રિઝર્વેટિવ છે. એ ડ્રગ છે, કુદરતી ચીજ નથી. એ ૧૦૦ ટકા ટૉક્સિક છે. એમાં સોડિયમ બાયકાર્બોનેટ, પોટૅશિયમ આયોડાઇડ સહિત ૩૦ સિન્થેટિક કેમિકલ્સ હોય છે, જે મીઠાને સૂકું અને કરકરું બનાવે છે. એ પછી એને બ્લીચ કરવામાં આવે છે, જેનાથી એ સફેદ બને છે. આપણે જે મીઠાનો ઉપયોગ કરીએ છીએ એ નર્યું સિન્થેટિક સ્ટફ છે, જેનો વધુ પડતો ઉપયોગ હાઈ બ્લડપ્રેશર નોતરે છે તેથી જ તમને હાઈ બ્લડપ્રેશર હશે ત્યારે ડૉક્ટર પહેલાં મીઠું બંધ કરવા કહેશે. ઘણા લોકોને મીઠું ઉપર ભભરાવીને ખાવાની ટેવ હોય છે. તેમને કિડનીના પ્રૉબ્લેમ થઈ શકે છે, શરીરે સોજા આવે છે. આ રિફાઇન્ડ સૉલ્ટને ટેબલ સૉલ્ટ કહે છે. હવે જે આયોડાઇઝ્ડ સોલ્ટ આવે છે એ ટેબલ સોલ્ટ છે, જેમાં શરીરની આયોડિનની ઊણપને દૂર કરવા પોટૅશિયમ આયોડાઇડ, સોડિયમ આયોડાઇડ જેવાં આયોડિન તત્વ ઉમેરાય છે. આયોડિન શરીરના થાઇરૉઇડ હૉર્મોનના સ્રાવને સંતુલિત કરે છે. બાળકોમાં શારીરિક વિકલાંગતા જેવા થાઇરૉઇડને લગતા રોગ આયોડિનની કમીથી થઈ શકે છે.

કેવું મીઠું ખાવું જોઈએ ? …

 

કુદરતી રીતે મીઠાના અગરમાં દરિયાના પાણીમાંથી જે પાકે છે એ કુદરતી મીઠું (સી સૉલ્ટ) ખાવું જોઈએ. કલરમાં તે લાઇટ બ્રાઉન, જોવું ન ગમે એવું હોય છે અને ટેબલ સોલ્ટ કરતાં સરખામણીમાં થોડું મોઘું હોય છે, પરંતુ એમાં જમીનમાંથી શોષાયેલા મૅન્ગેનીઝ અને કૅલ્શિયમ કમ્પાઉન્ડ હોવાથી એ વધારે સારું કહેવાય. સી સૉલ્ટમાં મિનરલ્સ અને ન્યુટ્રિશન્સ ભરપૂર માત્રામાં હોવાથી એ હેલ્ધી હોય છે. રોજબરોજની ચીજ મીઠા પરના ટૅક્સ માટે ગાંધીજીએ કૂચ કરી હતી. હાલ જે રિફાઇન્ડ મીઠું આપણે ખાઈએ છીએ એ એક તો હેલ્થ માટે રિસ્કી તો છે જ, સાથે મોંઘું પણ છે. કિલોના ૧૮થી ૨૦ રૂપિયા! એટલું જ નહીં આ મીઠું પાછું હાર્ટ માટે હેલ્ધી છે એવી જાહેરાત સાથે માર્કેટમાં વેચાય છે અને હાર્ટની બહુ ચિંતા કરવાવાળા આપણે રેગ્યુલર કરતાં બે રૂપિયા વધુ આપી તે મીઠું ખરીદી પણ લાવીએ છીએ.

હવે તમારે જાતે જ નક્કી કરવું પડશે કે કયું મીઠું ખાવું ? …
રોજ કેટલું મીઠું ખાશો ?
૧૧ વર્ષથી ઉપર ૬ ગ્રામ

૭થી ૧૦ વર્ષ ૫ ગ્રામ
 
૪થી ૬ વર્ષ ૩ ગ્રામ
 
૧થી ૩ વર્ષ ૨ ગ્રામ

૬ ગ્રામ એટલે એક ચમચી મીઠું રોજ ખાવું જોઈએ એમાંય પોણા ભાગનું મીઠું આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં કુદરતી હોય છે.

સોડિયમ આપણે લઈએ છીએ ?

 

સોડિયમ કુદરતી ચીજોમાંથી મળે છે અને પ્રોસેસ્ડ ફૂડમાં એનું પ્રમાણ વધુ હોય છે. ૨.૫ ગ્રામ સૉલ્ટમાં એક ગ્રામ સોડિયમ છે. ચાર વર્ષથી આઠ વર્ષનાં બાળકોને ૧.૨ ગ્રામ સોડિયમ આપવું યોગ્ય છે. નવથી ૫૦ વર્ષ સુધી ૧.૫ ગ્રામ અને ૫૦થી ૭૦ વર્ષનાએ ૧.૨ ગ્રામ સોડિયમ લેવું યોગ્ય છે. રોજ ૨.૩ ગ્રામ સોડિયમ લેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

 

સાભાર : પલ્લવી આચાર્ય …

આંસુ – પવિત્ર જલધારા …

આંસુ – પવિત્ર જલધારા …

 

 

 
tears
 

 

 

હેમલતાબેન, ઉંમર ૮૦ વર્ષ, બી.એ. એમ.એડ. ના અભ્યાસ બાદ શિક્ષિકા નો વ્યવસાય સ્વીકાર્યો અને (મુંબઈ) મેથ્સ અને સાઈન્સ સિવાયના લગભગ દરેક વિષયો શીખવતા. અનેક શાળાઓ વ્યવસાય દરમ્યાન બદલી અને શિક્ષિકા તરીકે સેવા આપ્યા બાદ, નિવૃત્તિનો સમય પસાર કરવા અને જીવનનો શેષ સમય વિતાવવા માથેરાનના પહાડોની તળેટીમાં આવેલ નેરલ માં Senior Citizen માટેની Dignity Lifestyle Township માં રેહવાનું પસંદ કર્યું. હાલ આ સુંદર, શાંત, નયનરમ્ય અને સગવડમય વાતાવરણમાં શેષ જીવન પસાર કરે છે. બચપણ થી વાંચવાનો અને લખવાનો શોખ તેમને રહ્યો હતો. ખૂબજ સીધું –સાદું અને સરળ જીવન વિતાવે છે, ખાસ કોઈ જીવનમાં મેળવવાની તમન્ના ધરાવતા નથી. બધાનો પ્રેમ અને સહકાર આજ સુધી મેળવ્યો છે અને જેમને જિંદગી પ્રત્યે કોઈ જ ફરિયાદ પણ નથી. આજે આ જૈફ ઉંમરે પણ જીવનને પર્વૃતિમય રાખી અને અગાઉ વાંચેલા – અનુભવેલા અને દિલમાં ઉભરાતા ભાવોને કાગળ પર શબ્દો દ્વારા કંડારવા કોશિશ કરે છે.

 

(આ અગાઉ આપણે હેમલતાબેન અને તેમના નાના બેન બંસરીબેન પારેખ ના  લેખ અહીં બ્લોગ પર માણેલ,

 

ચાલો ફરી આજે  એક વાર  હેમલતાબેન દ્વારા મોકલાવેલ પોસ્ટ ‘ આંસુ – પવિત્ર જલધારા … – ‘  ને અહીં જાણીએ અને લેખને માણીએ …

 

 

થોડા દિવસ પહેલાં એક સુંદર જૂની ફિલ્મ – “ધર્મ”  જોવાની તક મળી.  ફિલ્મનો નાયક એક વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ, જેનો સમય ફક્ત શાસ્ત્રાભ્યાસ, પૂજાપાઠ અને વિદ્યા દાનમાં જ પસાર થતો હતો.  સમાજમાં તેનું સ્થાન એક પ્રકાંડ તેજસ્વી પંડિતના રૂપમાં હતું.  કર્મકાંડને કારણે વર્ણ અને વર્ગના ભેદ મક્કમતાથી માનતા હતા.  એક દિવસ એની એકની એક પુત્રી એક અનાથ બાળકને પોતાના ઘેર લઇ આવી.  પિતાના વિચારો જાણતી હતી તેથી તેણે એ બાળક બ્રાહ્મણ કૂળનો છે એવું જણાવ્યું.  પંડિતજીની ઈચ્છા વિરુદ્ધ મા-દીકરીએ બાળકની દેખરેખ રાખવા માંડી.  પંડિતજી પોતાને તે બાળકથી દૂર રાખતા.  એક દિવસ પંડિતજી પૂજા કરતાં હતા અને બાળકે જોરજોરથી રડવા માંડ્યું, બાળકના રુદનથી વિચલિત પંડિતજી પૂજા અધૂરી છોડી તે બાળકને બાળકને શાંત કરે છે.  ધીમે ધીમે પંડિતજીને પણ આ બાળક માટે લગાવ થવા માંડે છે અને તે બાળકને અપનાવી લે છે.  (આંસુની શક્તિ)  અત્યાર સુધી નામ વગરના બાળકને નામ મળ્યું કાર્તિકેય.

 

હવે કાર્તિકેય ખૂબ લાડ-પ્યાર મેળવે છે.  થોડો મોટો થાય છે.  ત્યાં આવે છે કાર્તિકેયની મુસ્લિમ મા, જેને કારણે બાળકને હિન્દુ-મુસ્લિમ હુલ્લડના ડરથી બાળકને પંડિતજીના આંગણામાં મૂકી દીધું હતું.  રડી – કકળીને તે પુત્ર મુસ્તફા –કાર્તિકેયને પંડિતજીને ત્યાંથી પોતાની સાથે લઇ જાય છે.  પંડિતજીની વિદ્વતાને કારણે બીજા ઈર્ષ્યાળુ બ્રાહ્મણો તેમને કંઈ આડુંઅવળું કહે તે પહેલા પંડિતજી પોતે જ પ્રાયશ્ચિત રૂપે વ્રત-ઉપવાસ –પૂજા – ઉપાસના વગેરે કરી પોતાનું સ્થાન જમાવી રાખે છે.  પણ કાર્તિકેયની યાદ તો તેમને વારે ઘડીએ સતાવે છે.  એવામાં શહેરમાં હુલ્લડ થાય છે અને કારણ હવે તેમની ધર્મની વ્યાખ્યા બદલાઈ ગઈ હતી.  આંખોમાં વહેતી અશ્રુધારા સાથે તે ધર્માંધ હિન્દુઓની એ ભીડને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવે છે.  તેમાં તે સફળ થયા છે અને તેમની પાસે શસ્ત્ર – ત્યાગ કરાવે છે.

 

આ ફિલ્મ જોઈ આંસુની શક્તિનો પરિચય થયો.  ખરેખર આંસુ ઈશ્વરની દેન છે – અણમોલ.  આંસુ ફક્ત આંખોમાંથી નીકળતું પાણી નથી પણ મનનો અવાજ છે.  હૃદય-સાગરમાં જ્યારે ઉથલપાથલ થાય છે ત્યારે આંખોને કિનારેથી જે મોજા બહાર આવે છે તે આંસુ સમુદ્રના પાણીને જેમ તેમાં પણ ખારાશ હોય છે.

 

ખરેખર હૃદયમાંથી નીકળેલા આંસુ સૌથી સારા આંસુ છે.  હર્ષ અથવા શોકમાં નીકળેલા દરેક આંસુ કિંમતી છે.  મોટા-મોટા શસ્ત્રોથી પણ ન બનતી વાત આંસુના બે ટીપાથી બની જાય છે.  મા ના આંસુ, પત્નીના આંસુ, પ્રિયજનના આંસુ, બાળકના આંસુ, કન્યા વિદાય વખતે માતા-પિતાના આંસુ, અરે ભક્તના આંસુ પોતપોતાની ભાવનાઓ પ્રગટ કરવાનું માધ્યમ બની જાય છે.  સંવેદનશીલતાની નિશાની છે.

 

આંસુ એટલે તો કહેવાય છે કે આંસુ બહાર આવે છે ત્યારે મનનો તણાવ દૂર થાય છે.  મનનું હલકું થઇ જાય છે.  હાઈ બ્લડ પ્રેશર, ડીપ્રેશન દૂર થાય છે.  ઘણી વાર ઊંઘ પણ સારી આવી જાય છે અને વ્યક્તિ જાગે છે ત્યારે સ્ફૂર્તિમય હોય છે.  આંસુ શબ્દોની કસર દૂર કરે છે.  કોઈક વાર શબ્દોથી ન થતું કામ આંસુથી થાય છે.  પ્રસંગ આનંદનો હોય કે શોકનો, હરખના આંસુ હોય કે શોકના પણ એમાં ચમત્કાર સર્જવાની શક્તિ છે.  ખરેખર આંસુ પ્રકૃત્તિનો એક ચમત્કાર જ છે.  કદાચ તેથી જ વરસાદને “ઈશ્વરના આંસુ”  કહ્યા છે.  વૈજ્ઞાનિક સત્ય ભલે કંઈ જૂદું જ હોય પણ ખેડૂતોને મન તો વરસાદના બૂંદ એટલે ઈશ્વરની કરુણાનું પાણી.

 

આંસુ તો આંસુ જ છે.  ભલે પછી તે ગરીબના હોય કે અમીરના, સબળના હોય કે દુર્બળના, પુરુષના હોય કે સ્ત્રીના.  હા તે નકલી પણ હોય – મગરના આંસુ જેના વડે લોકો પોતાનો સ્વાર્થ સાધી લેતાં હોય છે.  પ્રાયશ્ચિતના આંસુમાં પણ મહાન શક્તિ હોય છે.

 

કવિ કલાપીએ કહ્યું છે ને …
 

 
tears.1
 

 

“હા,પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું

જેમાં ડૂબકી મારી પાપી પણ પુણ્યશાળી થાય ||

 

કેટલું સહેલું હોય છે દર્દથી ઉમટેલા તે આંસુઓને સહન કરવાનું જયારે તેમાં કોઈ ભાગ પડાવે છે?  જીવનની સાર્થકતા આવી સહ-અનુભૂતિમાં વર્તાય છે.  કબર કે સમાધિ પર અંખોમાંથી ટપકેલા બે બુંદ આંસુ પણ આપોઆપ પૂર્ણ શ્રધ્ધાંજલિ બની જાય છે.

 

 

– હેમલતા પારેખ

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર મોકલવામાં આવેલ આજની પોસ્ટ બદલ અમો હેમલતાબેનનાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

આજ ની પોસ્ટ પસંદ આવી હોય તો  આપના અમૂલ્ય પ્રતિભાવ પોસ્ટ સાથેના કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો., જે લેખિકાની કલમ ને બળ પૂરે છે અને અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે. .

 

 

You can  contact /follow us on :

twitter a/c : @dadimanipotli

 

facebook at : dadimanipotli

રંગ વિહાર …

રંગ વિહાર …

 

 

 pankhar-vasant

 

કુદરતના રંગો આપણને કેટલા અભિભૂત કરે છે ! કુદરતના વિવિધ સ્વરૂપોમાં પળે પળે વ્યક્ત થતા રંગીન ચિત્રો આપણને હમેશા આકર્ષે છે અને આકર્ષતા રહેશે.

 

” આવળ, બાવળ અને બોરડી “ નું વિશેષણ પામેલા સૌરાષ્ટ્રમાં જન્મ અને જીવન મળ્યું.  આમ જુઓ તો જન્મથીમાંડીને આજ સુધી મને શહેરી જીવન જ જીવવા મળ્યું  છે એટલે મારી જાતને હું  શહેરી, નગર સંસ્કૃતિમાં રહી હોવાથી નાગરિક પણ કહી શકું.  ગ્રામ્ય જીવનનો અનુભવ નહીવત.

 sandhiya

ઉષા, સંધ્યા, આકાશ, તારા, ચાંદની, અફાટ સમુદ્ર, પખીનો કલરવ સિવાય કુદરતને નીસીમ વિસ્તરતી, નીસીમ વિસ્તારમાં ક્યાં જોઈ કે માણી છે !   હા ભણાવી છે ઘણી, અનુભવી છે ઓછી. એમ તો કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારિકાથી જગન્નાથજી સુધી ભારતના પ્રદેશોમાં રખડી લીધું છે.  કુદરતના આલપ ઝલપ દ્રશ્યો માણ્યા પણ ધરાઈને કુદરતના સથવારે જીવવા ના મળ્યું.

 

કવિ કુલગુરુ કાલિદાસના  ” ઋતુસંહાર   ને વાંચીને હમેશા વનોમાં, વૃક્ષો પર ફૂલોમાં ખીલી ઉઠતી વિધ વિધ રંગ છટામાણવાની તીવ્ર ઈચ્છા જાગી ઉઠતી.  અબાધિત વિસ્તારમાં વરસતો મેહુલો કેવો હશે ?   વનમાં પાંદડે પાંદડે ખીલી જતી  વસંત કેવી હશે ?   હિમાચ્છાદિત પર્વતમાળાની મધ્યે વસતાં માનવીની દુનિયા શ્વેતમય હશે ?

 

હમેશા મારાં ઘરના પ્રાંગણના નાના બાગને જોઇને સંતોષનો ઓડકાર ખાવો પડતો.  માવજતથી ઉછેરેલ ગુલાબ, ડોલર, જાસુદ, રાતરાણી અને ચારે તરફ ફાલેલી બોગન વિલ્લાને જોઈ નઝર ઠરતી, પણ કૈક અધૂરું લાગતું.

 

આંબા પર ખીલતો મહોર, ચંપક રંગી ફૂલોથી લચી પડતું ચંપાનું ઝાડ,ભભકદાર ગરમાળો અને ગુલમહોર નીરખીનેથતું, શું આ જ વસંત છે !

 

જે રંગોમાં જીવવું હતું તે મનભર રંગોમાં જીવી લેવાની મારી વર્ષોની ઝખના અહી આવીને પૂરી થઇ.અહી વૃક્ષોઅપરંપાર છે. સંપૂર્ણ વિસ્તાર નાની મોટી ટેકરીઓથી છવાયેલ છે, અને ટેકરીઓ ..hill.. લીલા ઉચા વિશાળ વૃક્ષોથી.

 pankhar-vasant.1

અહીની વસંત નિરાળી. શિયાળો ..winter.. ની ઋતુ પૂરી થતા જ જાણે જાદુઈ પીછી કોઈ ચિત્રકાર ન ફેરવતો હોય !

 

અહી શિયાળામાં પર્ણ  વિહીન શુષ્ક બની ગયલા વૃક્ષો વિવિધ રંગી ફૂલોથી છવાય જાય છે ..ના.. એ પોતેજ ફૂલ બની જાય છે, અને પછી પંદર, વીસ દિવસે તે ફૂલો જ જાણે પાંદડા બની જાય ત્યાં સુધી લીલો રંગ ના મળે. પહેલા વૃક્ષ પુષ્પિત થાય… પછી પલ્લવિત… એવો ઉલટો ક્રમ અહી જોવા મળ્યો. કેટલા સુંદર વિધ વિધ રંગો ! અદભૂત !

 

આને જ આંખોનો ઉત્સવ કહેવાતો  હશે !  અહી એટલા તો વૃક્ષો છે કે શહેરોમાં પણ વાસંતી રંગો દૂર સુધી ફેલાયેલાદેખાય. પ્રજાની સૌદર્ય દ્રષ્ટિ…એસ્થેટિક સેન્સ ગજબની છે.  નાનકડી જગા પણ ફૂલ છોડ વગરની ના હોય.   બે રસ્તાની  વચ્ચેની ખાલી જગા હોય કે કોર્નર હોય, જમીન સરસ નાનકડા ગાલીચાની બિછાત જ જોઈ લો.

 pankhar

અને પાનખરની તો વાત જ શી કરવી ! એકદમ રંગીન.  ઓગષ્ટ આવતા વૃક્ષો લાલ, પીળા, કથ્થાઈ, ભૂરા અને મરૂનનાબુટ્ટા બની જાય. પર્વતમાળા પર ઉભેલા આ વૃક્ષો એટલે રંગોની આવલી, રંગોની બિછાત. સૂર્ય પ્રકાશમાં અને સાંધ્ય સમયે અલગ અલગ રૂપ.  નયનરમ્ય દ્રશ્યોથી મન અને આત્મા તૃપ્ત…તૃપ્ત, છતા અતૃપ્ત.

 

વર્જીનીયા બીચનો આછો ભૂરો અને ફ્લોરીડાનો બીઓરી કાચ જેવો liloદરિયો પણ મનભર  માણ્યો…શાંત વાતાવરણમાં.

 

પણ શ્વેત અને સાત્વિક રંગને કેમ ભૂલી શકાય !

 

વરસતા સ્નોમાં પેન્સીલ્વીનીયાની ટેકરીઓમાં અને તળેટીમાં પણ રાખડી લીધું.

 

વર્ષોથી જે ઈચ્છા હતી,કહો કે વાસના હતી કુદરતના રંગો માનવાની તેનો જાણે મોક્ષ થયો !!!

 

ગીત યાદ  આવી ગયું..  ખેલા બચપન હસી જવાની મગર બુઢાપા…ના ના…

 

અહીના વૃક્ષોની પાનખર જેવી મને પાનખર મળવી જ જોઈએ.
 

 
– દર્શના ભટ્ટ.
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો સુશ્રી દર્શનાબેન ભટ્ટ (યુએસએ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

 લેખિકાનો પરિચય : 

 
દર્શના ભટ્ટ … 
darshna bhatt

વતન ભાવનગર. અર્થશાસ્ત્ર સાથે એમ.એ તથા ઈંગ્લીશ,ગુજરાતી સાથે બી.એડ કર્યું.  ભાવનગરની અંગ્રેજી માધ્યમની “ફાતિમા કોન્વેન્ટ હાઇસ્કુલ ” માં એકત્રીસ વર્ષ સુધી વિદ્યાર્થીઓને સંસ્કૃત અને ગુજરાતી શીખવતા હું જ તેમની પાસેથી ઘણું શીખી.   નિવૃત્તિ પછી પ્રવૃત્ત રહેવા માટે પડોશી સંસ્થા સ્વામી નારાયણ ગુરુકુળમાં ઉચ્ચતર માધ્યમિકમાં સંચાલન કાર્ય સંભાળ્યું.

 

બંને પુત્રો નોર્થ અમેરિકામાં સ્થાયી થતાં, અગિયાર વર્ષની આવન જાવનથી ત્રાસ પામી, છેવટે એન.આર.આઈ બનવું પડ્યું. મને ઓળખાતા મારા વિદ્યાર્થી મિત્રો અને અન્ય મિત્રો મને જયારે પૂછે કે ત્યાં શું પ્રવૃત્તિ કરો છો ત્યારે “ઘરમાં શાંતિ થી રહેતા શીખું છું” એવા મારા જવાબને સાચો માનતા નથી. 

લેખન, વાચન, ગીત, સંગીત, આકાશ દર્શન, ઈતિહાસ અને રાજકારણ મારા રસના વિષયો છે. 

અત્યારે ફીલાડેલ્ફીયામાં પુત્ર, પુત્રવધુ અને તેમની બે પુત્રીઓ સાથે આનંદથી સમય વિતાવું છું.

 
 

 
બ્લોગ લીંક:  http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

માનસિક વિકૃતિથી બાળકને બચાવો (બાળઉછેર) …

માનસિક વિકૃતિથી બાળકને બચાવો (બાળઉછેર) …

– રાજુલ દેસાઈ
chilldren.2

આજના બદલાતા જતા ટેક્નિકલ યુગમાં બાળકોને કાર્ટૂન જોવાની અને કાર્ટૂનનાં પાત્રોથી પ્રભાવિત થઈને પાત્રોની નકલ કરવાની આદત મા-બાપને કંઈક આરામ અને ખુશી જરૂર આપે છે, પણ વાસ્તવિકતા જોઈએ તો બાળકોની એ આદતો એક પ્રકારે બાળકને જિદ્દીલા અને આક્રમકતાની દિશામાં લઈ જઈને માનસિક વિકૃત કરી મૂકે છે. જરૂર છે બાળકને આવી માનસિક વિકૃતિઓથી બચાવવાની…

 

બાળક કુંભારની માટી જેવું હોય છે. એને જેવો ઘાટ આપો તેવું બને. મા-બાપ પોતાની સૂઝ-બૂઝ અને સ્નેહ દ્વારા તેના ઉત્તમ ભવિષ્ય માટે તેને તૈયાર તરતાં જ હોય છે. બાળકોની દેખભાળ રાખવી અને તેમનું ભવિષ્ય નિર્માણ કરવું એ કોઈ અલ્પકાલીન કાર્ય નથી. બલકે બાળકના ભવિષ્યમાં મા-બાપની વર્ષોની મહેનત અને નિરંતરતા સામેલ થાય છે. જે શિશુના જન્મથી જ આરંભાઈ જાય છે. બાળક જેટલું નાનું હોય છે, માતા-પિતા માટે એટલી જ જટિલતા હોય છે, જેમાં બાળકની માનસિકતાને સમજવી અને માનસિક વિકૃતિથી બચાવવું એક મહત્ત્વપૂર્ણ કાર્ય છે. આજના આ બદલાતા જતાં ટેક્નિકલ યુગમાં બાળકોને કાર્ટૂન શો જોવાની અને એ મુજબ નકલ કરવાની આદત મા-બાપને ભલે થોડો સમય આરામ અને ખુશી જરૂર આપે, પણ વાસ્તવિકતામાં જોવા જઈએ તો બાળકોની એ આદતો એક રીતે તેમને જિદ્દી અને આક્રમકતા ભણી લઈ જાય છે.

 

બાળક વાનર સમાન : એવું કહેવાય છે કે, બાળક અર્થાત્ સંતાન અને બંદર અર્થાત્ વાનરનો સ્વભાવ એક સરખો હોય છે. જે રીતે વાંદરો જોઈને નકલ કરે છે, એ જ પ્રકારે બાળક પણ નકલ કરે છે અને બાળકની આ આદત તેને અને મા-બાપને મુશ્કેલીમાં મૂકી દે છે. જે સમયે શક્તિમાન નામક ધારાવાહી ચાલી રહી હતી, એ સમયે બાળકો શક્તિમાન નામક પાત્રથી એટલા બધાં પ્રભાવિત બની ગયાં હતાં કે, પાત્રની ફરવાની કળાને અજમાવતા અને છત પરથી કૂદી જતાં. આ પ્રકારનાં કાર્યોથી બાળકને શારીરિક ક્ષતિ પહોંચી અને કેટલાંય બાળકોનું મૃત્યુ પણ થયું. ત્યારે ધારાવાહિક પ્રસારિત કરનારી ચેનલે અનુરોધ કર્યો કે, કૃપા કરીને બાળકો આ પાત્રોની નકલ ન કરે. પાત્ર દ્વારા કરાયેલાં કાર્ય ટેક્નિકી છે અને કથા તેમ જ પાત્ર કાલ્પનિક છે. ત્યારે બાળકોની માનસિકતામાં થોડો બદલાવ આવ્યો અને બાળકોએ આમ કરવું બંધ કર્યું. બાળકોએ કોઈ કાર્ટૂનને જોઈને પ્રભાવિત થવું એ એકમાત્ર ઉદાહરણ નહોતું, આવી ઘણી બધી ધારાવાહિક અને કાર્ટૂન્સ છે, જેનાથી બાળકો અત્યંત પ્રભાવિત થાય છે, તેઓ પોતે પોતાને અને મા-બાપને મુશ્કેલીમાં મૂકી દે છે.

 

કેવી રીતે પ્રભાવિત બને ? : બાળકોનું આ રીતે કાર્ટૂન પાત્રોથી પ્રભાવિત થવું એ ન તો તેમની મૂર્ખતાનું દ્યોતક છે અને ન તો તેમના શોખનું. બલકે, બાળકો માત્ર પોતાની અણસમજ અને નકલ કરવાની આદતથી આ પ્રકારની મુસીબતમાં ફસાઈ જાય છે. આજના યુગમાં બાળકોના આ પ્રકારના ટી.વી. શો અને કાર્ટૂનોથી અત્યંત આકર્ષણનું કારણ ક્યાંક ને ક્યાંક મા-બાપ જ છે, જેઓ પોત-પોતાને સહજ મહેસૂસ કરાવવા માટે બાળકોને બાગ-બગીચા કે ઘરની બહાર રમવા જવા દેવાને બદલે ઘરે રહીને જ ટી.વી. જોવા માટે કહે છે અને પોતાના બાળકને માનસિક વિકૃતિ ભણી ધકેલવા માંડે છે. એમ પણ બાળકોની અંદર કોઈ નવી ચીજને શીખવાની ઇચ્છા ઘણી તીવ્ર હોય છે અને તેઓ પોતાની આસપાસ થનારી નવી નવી ચીજો અને કાર્યો તરફ તરત જ આર્કિષત થાય છે.

 

બાળકની માનસિક વિકૃતિ : ઉંમરનો એ પડાવ જેને બચપન કહે છે, હર પળ ઉત્સાહ અને રોમાંચની ઇચ્છા રાખતાં હોય છે અને એ જ રોમાંચની ચાહત બાળકોને કાર્ટૂન ભણી આર્કિષત કરે છે તથા મા-બાપ પણ એ વાતથી સંતુષ્ટ રહે છે કે બાળક તેમની આંખોની સામે જ છે અને કાર્ટૂન જ તો જોઈ રહ્યું છે અને બાળકને બદલનારી માનસિક સ્થિતિનું જ્ઞાન પણ નથી રાખી શકતાં. આજકાલ રજૂ થનારા મોટાભાગના કાર્ટૂન મારધાડ અને એક્શનથી ભરપૂર હોય છે તથા નવી નવી કાલ્પનિક ટેક્નિકો દર્શાવાય છે, જેને બાળક સમજી નથી શકતું અને એ ચીજોને મગજમાં બેસાડી લે છે અને તે ચીજોની માગ કરવા લાગે છે તથા પાત્રોની જેમ વ્યવહાર પણ કરવા લાગે છે.

 

ટી.વી.થી નુકસાન : બાળકો દ્વારા કાર્ટૂન અને ટી.વી. જોવાથી દરેક પ્રકારે નુકસાન થાય છે.

 

જેમ કે :

 

* મોટાભાગના કાર્ટૂન પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરવાળા હોય છે અને બાળકો પાત્રોના વ્યવહારની નકલ કરીને એવો વ્યવહાર કરે છે, જે આપણી ભારતીય સંસ્કૃતિ સાથે મેળ નથી ખાતાં. ઉદાહરણાર્થે- પશ્ચિમી દેશોમાં બાળકો પોતાના મા-બાપનું નામ જેમતેમ લઈ લે છે, પણ આપણા દેશમાં મા-બાપનું નામ પણ આદરપૂર્વક લેવાય છે.

 

* આક્રમકતા ભણી ઝોક વધે છે, કેમ કે મોટાભાગની કાર્ટૂન ધારાવાહિકોમાં મારધાડને જ બાળકો સામે પીરસાય છે, જેને બાળકો જીવનનો હિસ્સો સમજવા લાગે છે અને હિંસક પ્રવૃત્તિના બની જાય છે.

 

* વધુ પડતું ટી.વી. જોવાથી બાળકોની આંખો પર પણ ખરાબ અસર પડે છે અને બાળકની નાની ઉંમરે જ ચસ્માં આવી જાય છે.

 

* ઘરે રહીને તેમ જ ભાગદોડવાળી રમત ન રમવાથી બાળકોનો શારીરિક વિકાસ રોકાઈ જાય છે અને બાળકમાં શારીરિક દુર્બળતા આવી જાય છે.

 

* ટી.વી. પ્રત્યે વધુ પડતાં આર્કિષત થવાને કારણે બાળકો ભણતરમાં મન નથી લગાવતાં અને અભ્યાસમાં પાછળ પડી જાય છે. કાલ્પનિક પાત્ર અને કથાઓ જોવાથી બાળક તેને જીવનનો હિસ્સો સમજે છે અને જ્ઞાનવર્ધક ચીજોની ઉપેક્ષા કરવા લાગે છે તથા પોતાના વિકાસને સીમિત કરવા લાગે છે.

 

આટલું કરો …

* બાળકોને શારીરિક રમતના ફાયદા જણાવો. જેથી બાળકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.

 

* બાળકોને જણાવો કે, એ પાત્રો કાલ્પનિક છે, તેમની નકલ ન કરો.

 

* બાળકોને કાર્ટૂન જોવા માટે ઓછામાં ઓછું પ્રેરિત કરો.

 

* રોચક તથા જ્ઞાનવર્ધક પુસ્તકો તરફ બાળકોને વાળવા પ્રયત્નો કરો, જેથી બાળકોનો બધી જ રીતે વિકાસ થાય.

 

* જો બાળક કાર્ટૂન જોઈને અવ્યવહાર કરતું હોય તો તેને લઢો નહીં, બલકે-સમજાવો કે આવું ન કરવું જોઈએ.

 

* બાળકોને સુધારવા માટે થોડો ગરમ-થોડો નરમ મિજાજ અપનાવો.

સૌજન્ય : સંદેશ દૈનિક …

 

 

 

પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ)
[email protected]
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીમતી પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

twitter a/c : @dadimanipotli

 

facebook at : dadimanipotli

” ‘આમ’ આમ નથી ‘આમ’ ખાસ છે…!!!”

‘આમ’ આમ નથી ‘આમ’ ખાસ છે…!!!”

 

 

 MANGO.2

 

બિલકુલ બંધબેસતું શીર્ષક-૨ દિવસ વિચાર્યા પછી ન્યાયસંગત લાગ્યું, બોલો…

 
        કેરી વિષે ના મારા રીસર્ચ પછી ફરીવાર સાબિત થઈ ગયું કે, ફળોનો રાજા એટલે કેરી.

MANGO.3

         તમે પણ જાણશો ત્યારે જ માનશો.આજ સુધીના તમારા કેરી વિષય ના જ્ઞાન  ને નજીવું સાબિત કરી દેશે પણ સામે તમને ખુશી,આશ્ચર્ય અને આનંદ ની લાગણી થયા વગર રેહશે જ નહિ એનો હું દાવો કરું છું.  કદાચ આવી જ વાતો ની જાણકારી કદાચ ભારત પુત્ર ( હા,એમ કે’વા માય કઈ ખોટું થોડું છે…!!!!) એવા બાંગ્લાદેશે ૧૫,ઓક્ટોબર ૨૦૧૦ ના દિવસે કેરીના વૃક્ષને (આંબાને)  પોતાના દેશ નું રાષ્ટ્રીય વૃક્ષ  (National Tree) જાહેર કર્યું.  બોલો ! શું જાણી ને આવડો મોટો નિર્ણય લીધો હશે,  ક્યારેક મોકો મળશે ત્યારે ચોક્કસ આ રસપ્રદ વિષય પર વાત કરવાનો આનંદ ઉઠાવીશ.

         લંકાની અશોક વાટિકામાં આમ્રફળ દ્વારા ક્ષુધા તૃપ્તિમાં વિક્ષેપ થતાં અનેક વૃક્ષો ઉખાડીને રાક્ષસોમાં હાહાકાર મચાવનાર ભગવાન, રામભક્ત હનુમાનથી શ્રીવિષ્ણુજી સુધી, કવિ કાલિદાસથી  શાયર મિર્ઝા ગાલિબ સુધીવિશ્વવિજેતા સિકંદરથી  શહેનશાહ અકબર સુધી તથા આમ આદમીથી ભૂ.પૂ.વડાપ્રધાન શ્રીઅટલ બિહારી બાજપાઈજી સુધી, એમ સહુએ  કેરીના માનમાં દિલ ખોલીને તેનાં ગુણગાન ગાયા છે.

          દેશમાં હવે પાકી કેરીનો પ્રિઝર્વેટીવ પ્રોસેસ્ડ પલ્પ-રસ, તથા કેરીની અન્ય પ્રોડક્ટ જેમકે, કાચી કેરીની ચટણી, કચુંબર, બારમાસી આંબોળીયાંઆમચૂર પાવડર, પન્ના શરબત, અથાણા, મુરબ્બાજામજેલીમેંગો જ્યૂસ-શેકઆઈસક્રીમચોકલેટ-ટૉફીમેંગો લસ્સીબિસ્કિટ, નાનખટાઈપાઈ, કેકસ્વીટચીલી મેંગો સૉસ, પાકી કેરીના પાપડ, કેરીની ગોટલીમાંથી આયુર્વેદિક ચૂર્ણ તથા મુખવાસના અઢળક ઉત્પાદન ઉપરાંત, વિશ્વમાં કાચી-પાકી કેરીમાંથી બનાવેલી અન્ય સેંકડો વાનગી બારેમાસ મળે છે, જેમાંથી કેટલીક સામગ્રી તો આપણે ક્યારેય જોઈ, સાંભળી કે ચાખી પણ નથી.


તમને જાણવાની ઈચ્છા તો બહુ જ હશે પણ હા યાદ રહે
,  ઉતાવળે આંબા ના પાકે. જો કહેવતમાં પણ પાછી કેરી આવી.

      આમ તો, આપણી જીભ દ્વારા ઓળખવામાં આવતા સ્વાદ જેમકે,   ખારો,  ખાટો,   મીઠો,   કડવો, મોળો તથા તીખો એમ કુલ છ પ્રકારના રસને `ષટરસકહેવાય છે. આયુર્વેદમાં પણ મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય એમ કરીને કુલ છ રસનો ઉલ્લેખ છે.  હવે કેરીને જો તમામ ફળોનો રાજા કહેવાતો હોય તો તેનું સચોટ કારણ એ છે કે , આંબાના વૃક્ષ પર મોર (ફૂલોનાં ઝૂમખાં.) બેસે ત્યારથી લઈને, કેરી પાકીને તૈયાર થાય ત્યાંસુધીમાં ઉપર વર્ણન કરેલા તમામ છ રસ તેમાં વિવિધ તબક્કે અનુભવાય છે.આપણાં શાસ્ત્રોમાં તો  કેરીને વહાલથી, `ઇન્દ્રાસની ફળ`નું ઉપનામ આપેલ છે, જેનો સરળ અર્થ થાય છે, `વર્ણન કરી ન  શકાય તેવો અદ્ભુત અનુભવ અથવા `इंद्रियानुभूत ज्ञान`,  બોલો,

         વિશ્વમાં કુલ ૧૪૦૦ પ્રકારની કેરીની જાતો જોવામાં આવે છે.  તમે કેટલી ટેસ્ટ  કરી ? આ સવાલ સાંભળીને કોઇના પણ મનમાં બાકીની કેરીઓ એકવાર ટેસ્ટ કરવાની લાલચ ઉપજ્યાં વગર રહે જ ,કેમ.?  ( અહિયાં મને ઉમેરવાનું મન થાય, કે જે લોકો એમ કહેતા હોઈ કે મને કેરી ના ભાવે એને એકવાર ચોક્કસ પણે મારી મુલાકાત કરવી,કેરી પસંદ ના હોવાનું સૌથી મોટું કારણ કેરીની જાણકારી, કેમ અને કઈ કેરી ખાવી એની જાણકારીનો અભાવ હોવો  છે ? અને પછી જોજો કેરી ભાવે છે કે નહિ…..કોઈને કહેતા નહિ” પહેલા મને પણ નહોતી ભાવતી)

        યુએન આશ્રિત, `ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)` દ્વારા આંબાની ખેતીમાં  અનેક પ્રોત્સાહન તથા અવિરત સંશોધનના સફળ કાર્યક્રમોને કારણે, આજે તો અસંખ્ય પ્રકારના રંગ-રૂપ-કદ-સ્વાદની કેરી વિશ્વભરમાં જોવા મળે છે. `FAO`ના આખરી પ્રામાણિત અહેવાલ પ્રમાણે, સમગ્ર વિશ્વમાં દર વર્ષે લગભગ ૫૦૦૦ હજાર હેક્ટર જમીનમાં અધધધ ૧,૨૦,૦૦,૦૦૦/- ટન કેરીનું ઉત્પાદન થાય છે. 

         સૌથી વધારે કેરી નું ઉત્પાદન કરતો દેશ ભારત છે.  થોભો,આ વાતને સારી રીતે, સુગંધિત રીતે રજુ કરું, આખી દુનિયામાં ખવાતી કેરીમાંથી ૬૦% ભારતમાં તૈયાર થયેલી હોઈ છે…છે ને આશ્ચર્યની વાત..!!! ભારત દેશમાં  તો દરેક રાજ્ય માં  અલગ અલગ વેરાયટીનો special  આમ પાક થાય છે ( i mean આમ પાક= કેરીનો પાક , special પણ છે છતાં આમ છે ,અને આમ છે છતાં special છે બોલો….)

          ખાલી ગુજરાતની વાત કરીએ તો પણ, હાફૂસ, કેસર, જમાદાર, રાજાપુરી, વશી બદામી, નીલમ, તોતાપુરી, દાડમીયો, લંગડો, કરન્જીયો, દશેરી અને સરદાર  જેવી મીઠી રસીલી કેરીઓની ભરમાર જોવા મળે છે.

.

         એમાય કેરીઓની મહારાણી ગણાતી ‘કેસર’ ને તો કેમ ભૂલી શકાય.  અંદાજે ૨૦૦ વર્ષનું આયુષ્ય ધરાવતી આ મહારાણી ‘કેસર’ જી.ઈ. રજીસ્ટ્રેશન(જિઓગ્રફિક ઈન્ડેક્ષ)મેળવવા જઈ રહી છે.  રજીસ્ટ્રેશન બાદ આપણી કેસર  ગીર કેસરી ના નામે ઓળખાશે.  આખા વિશ્વમાં ડંકો વગાડી દીધો ને …!!!! આપણી ગુજરાતી અલ્ફ્રેન્ઝો તથા કેસર કેરી, ખેત ઉત્પાદન પ્રમાણપત્ર પ્રદાન કરતા, આંતરરાષ્ટ્રિય બિન સરકારી સંગઠન,`GLOBALGAP`ના આકરા માપદંડમાં ૧૦૦% પાર ઊતરે છે તે, આપણા ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે. 

`               વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન` તથા  યુ.એન. સંચાલિત `ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન` દ્વારા નક્કી કરવામાં આવેલા `CODEX STANDARD FOR MANGOES` (એગમાર્ક) મુજબ, કેરીના  ત્રણ  ગ્રેડ નક્કી કરવામાં આવ્યા છે. (૧) એક્સ્ટ્રા ક્લાસ (શ્રેષ્ઠ) – જેમાં કોઈ ખામી ન હોય તથા કેરીના પ્રમાણિત કરેલા વજન કરતાં તફાવત ૫% થી વધુ ન હોય. ઉપરાંત, આકર્ષક પેકિંગ કરેલ હોય. (૨) ક્લાસ -૧. (મધ્યમ) – જેમાં સાધારણ ખામી હોય પરંતુ, કેરીની ગુણવત્તા સારી હોય. કૉડેક્સ સ્ટાન્ડર્ડ વજન કરતાં ૧૦%થી ઓછું વજન તથા સાઈઝ નાની ન હોય. સારું પેકિંગ કરેલું હોય.(૩) ક્લાસ -૨ (ગૌણ) – એક્સ્ટ્રા ક્લાસ તથા ક્લાસ-૧ ના માપદંડમાં ખરી ન ઊતરતી તમામ કેરી, જેમાં ક્લાસ-૨ માટે નક્કી કરાયેલા કૉડેક્સ સ્ટાન્ડર્ડ વજન કરતાં ૧૦%થી ઓછું વજન તથા સાઇઝ  ન હોય.

        કેરીની વિવિધતાની વાત કરીએ એટલી ઓછી છે,એક ઉદાહરણ આપું,આદ્ર નક્ષત્ર પછી કેરી ખાવાની ગુજરાત મહારાષ્ટ્ર માં બંધ થઇ જાય.  એવું માનવામાં આવે છે કે વરસાદની જપમાં આવી ગયેલી કેરી ના ખવાય બીમાર પડી જવાય. સાચી વાત હશે  પણ દશેહરી અને લંગડો અને આવી બીજી જાતો પર તો વરસાદ પડે ન હોય  ત્યાં સુધી પાકતી નથી બોલો…..(અહો, આશ્ચર્યમ!)

        ઈતિહાસ માં પણ કેરીના બહુ ગુણગાન ગાવામાં આવ્યા છે. વેદો થી માંડીને આધુનિક સમય સુધી ગુણગાન ગાવાનો દુર ખતમ નથી થયો, વેદોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે, કાલિદાસે પણ કેરીના મહિમા નું વર્ણન કર્યું છે.

mango.4

       

મુઘલ બાદશાહો ને કેરી બહુ પ્રિય રહી હતી, ઈતિહાસ એનો સાક્ષી છે.  ઈતિહાસ નું એક સોપાન તો કેરીને આમ તરીકે ઓળખવા પાછળ મુઘલ બાદશાહને જવાબદાર ઠેરવે છે, મુઘલ બાદશાહો દરેક વાતને આમ અને ખાસ કહેતા,

દા.ત.,જનતા-એ-આમ અને જનતા-એ-ખાસ

      મહેફિલ-એ-આમ  અને મહેફિલ-એ–ખાસ

      દિવાન -એ –આમ અને દિવાન – એ – ખાસ

          કહેવાય છે કે બાદશાહ અકબરના લગાવેલા  આંબાના વ્રુક્ષો બિહારના દરભંગાના લાખીબાગ માં જોવા મળે છે.  બાદશાહે એ બાગ માં ,૦૦,૦૦૦ આંબા વૃક્ષો વાવેલા.  વિચારો જરા,  કેરી કેટલી પ્રિય રહી હશે આ બાદશાહો ને …!!!

        ઈ.સ.૧૮૩૮ માં મઝગાવ નામનો આંબો એટલો પ્રસિદ્ધ થયેલો અને એટલો કીમતી ગણાતો કે, બાદશાહે એની સુરક્ષા માટે સૈનિકોની એક ટુકડી તૈનાત કરેલી.  એટલું  નહિ, મુઘલ બાદશાહ શાહજહાં (જેને તાજમહાલ  બનાવાનો શ્રેય ઈતિહાસ આપે છે) અને એના પુત્ર ઓરંગઝેબ(જેમને એના જ પિતા શાહજહાં ને યમુના ના બીજે કાંઠે બંધી બનાવી, તેનો જ તાજમહાલ દુખ સાથે મૃત્યુપર્યંત જોતા રેહવા ફરજ પડવાનો શ્રેય મળે છે) બંને બાપ-દીકરાનો સંબંધ  કેરીના લીધે પણ બગડ્યો   હતો.(થયું ભાઈઓ આશ્ચર્ય …તો કહો..અહો,આશ્ચર્યમ ..!!!!)

          અંગ્રેજો પણ પાછળ નહોતા રહ્યા, ભારત દેશમાં અંગ્રેજી સત્તાનો પાયો નાખનાર અંગ્રેજ રોબર્ટ ક્લાઈવના પુત્ર એડવર્ડ ક્લાઈવે પોતાનો કેરીનો શોખ પૂરો કરવા માટે  ઈ.સ. ૧૭૯૮ માં મદ્રાસ (ત્યારે ભારતની રાજધાની ગણાતું મદ્રાસ..જેના આજે આપણે ચેન્નાઈ તરીકે ઓળખીએ છીએ,  તેમાં એક કેરીનો બગીચો બનાવેલો જેમાં વિવિધ જાતો ની કેરીઓ ઉગાડવામાં આવતી.

         હજુ એક આશ્ચર્ય જણાવી દઉ.  હરિયાણા ના બુરેલ નામની જગ્યાપર એક આંબો આજે પણ મિસાલ છે, ૩૨ ફૂટ નું જાડુ થડ,૮૦ ફૂટ લાંબી ડાળીઓ, ડાળીઓ ૧૨ ફૂટ તો જડી છે.૨૭૦૦ વર્ગ યાર્ડ માં વિસ્તેરેલો  એ  આંબો  ક્યારેક ક્યારેક તો ૨.૫ કી.ગ્રા. ની  કેરીઓ આપે છે….લ્યો…ફરી પાછું અહો આશ્ચર્યમ..!!!

       કોંકણ-મહારાષ્ટ્રમાં તો વળી `સિંધુ` નામની `SEEDLESS`કેરીનું ઉત્પાદન પણ શરૂ થયેલ છે, તે બાબત  વિજ્ઞાન+માનવ બુદ્ધિનો ચમત્કાર જ ગણવો રહ્યો.

સુગર ફ્રી કેરીનું નામ સાંભળ્યું છે????

 

એ પણ ભારત દેશ માં જોવા મળે છે …..બોલો બોલો ,અહો આશ્ચર્યમ…!!!

MANGO.1

કેરી અને સ્વાસ્થ્ય….

કેરી કાચી અને પાકી બંને અવસ્થામાં ‘આરોગ્યવર્ધક’ જ છે.  ફળ તો ફળ એની ગોટલી પણ આરોગ્યવર્ધક છે.  કેરીની છાલ પણ આરોગ્યવર્ધક, આંબાના પાન પણ આરોગ્યવર્ધક,અને લાકડું એ આરોગ્યરક્ષક.

૧.બ્લડ પ્રેશર કરે નિયંત્રિત : કેરીમાં વિટામિન્સ તો હોઈ જ છે પણ કેરીમાં હોઈ છે પોટેશિયમ અને મેગ્નેશિયમ.

૨.કેન્સર ના ખતરાને કરે ઓછો:કેરી કોલેસ્ટ્રોલ ઘટાડે,કારણ કેરી માં ફાઈબર પેક્ટીન મળી આવે છે જે ગ્રંથીના કેન્સરને રોકે છે.

૩.વજન વધારવામાં મદદરૂપ:૧૫૦ gm માં ૮૬ કેલેરી ઉર્જા હોઈ છે.  કેરીમાં રહેલું સ્ટાર્ચ સુગર માં કન્વર્ટ થઇ વજન વધારે છે.

૪.પચન ક્રિયામાં સહાયક:અપચન અજીર્ણ, એસીડીટી, મટાડે  છે. કેરીમાં રહેલા  Enzyms પાચનતંત્ર સુધારે.

૫.એનીમિયાનો ઉપચાર : સારા પ્રમાણમાં આયર્ન મળી રહેતા લોહીની માત્રામાં વધારો થાય છે.

૬.ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક:આયર્ન ભરપુર હોવાના લીધે ગર્ભવતી માતા ઓ માટે બહુ ફાયદાકારક છે.

૭.ખીલથી દુર રાખે : ખીલના બંધ છિદ્રો ખોલી આપે છે,.ખીલ થતા બંધ થઇ જાય છે. કેરીના માવાને ચહેરા પર લગાવી રાખો,૧૦ મિનીટ માં ધોય નાખો,  regular ૮ દિવસ કરો અને જુઓ અસર.

૮.જલ્દી વૃદ્ધ થતા અટકાવે: વિટામીન એ અને વિટામીન સી માનવ શરીરમાં કોલજનનું નિર્માણ કરે છે.  કોલજન  બ્લડ વેસલ્સ  અને શરીરના બાકીના કનેકટીવ ટીસ્યુ  ને સારા રાખે છે. ચામડીની ત્વચાની ઉમર વધાવા દેતું નથી.

૯.મસ્તિષ્ક ને સ્વસ્થ બનાવે :કેરીમાં વિટામીન બી-૬ પ્રચુર માત્રમાં મળે છે જે મગજ ની કાર્ય પધ્ધતિને બહેતર બનાવે છે.

૧૦. કેરી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

૧૧.ડાયાબીટીસનો પ્રાકૃતિક ઈલાજ  કેરી અને એના પાન, આંબાના પાનનો ઉકાળો પીવાથી ડાયાબીટીસ નોર્મલ થઇ જાય છે.

૧૨.આંખોનો રાખે ખ્યાલ :એક કપ કેરીના જ્યુસમાં આંખ માટે વાપરતા વિટામીન –એનો ૨૫% હિસ્સો આવી જાય છે.  આંખોની બળતરા ઘટાડે.  અને કેરીમાં રહેલું બીટાકેરોટીન  એ આંખની રોશની વધારે છે.

૧૩.સેક્સ્યુઅલ પ્રોબ્લેમ સોલ્વે કરે.

૧૪.લુ નો ઉપચાર કરે.

૧૫.કેરીની  ગોટલીનું  ચૂર્ણ  ૫ થી ૧૦ ગ્રામ આપવાથી પેટમાંથી કૃમિ નીકળી જાય .

૧૬.કેરીની ગોટલીનું ચૂર્ણ શરીર પર લાગવાથી પરસેવો આવતો બંધ થઇ જાય.

૧૭. ઠંડીને લીધે પગ ફાટે ત્યારે કેરીની ચીર લગાવો ઓકે થઇ જશે.

૧૮.આંબાની અંતરછાલ  અને ચૂનાનું નીતર્યું પાણી પીવાથી ડાયાબીટીસ માં રાહત થાય છે.

૧૯.આંબાની ગોટલીના રસના ટીપા નાકમાં નાખવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય જાય છે.

૨૦.આંબાની ડાળ પરથી પાન તોડતા નીકળતું પ્રવાહી આંજણી મટાડે છે.

૨૧.આંબાના મૂળ ને ગળે –હાથે બાંધવાથી ઉનીયો તાવ મટે છે.

૨૨.આંબાના પાન ના રસ થી રક્ત અતિસાર મટે છે.

૨૩.આંબાની ગોટલીનો રસ  લોહીની ઉલટી થતી હોઈ એમને રાહત પહોંચાડે છે.

૨૪.આંબાના પાનનો રસ મધ સાથે પીવાથી અવાજ ચોખ્ખો થાય છે.

૨૫.કેરીની ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી દુજાતા હરસ /પ્રદર મટે છે.

૨૬. આંબાના પાનના રસમાં મધ/શેરડીનો રસ  લોહીના જાડા અટકે છે.

૨૭.આંબાની અંતરછાલના ચૂર્ણને પાણી/છાસ સાથે લેવાથી શરીરની બળતરા મટે છે.

૨૮.આંબાના પાન ના રસ ને મધ/સાકાર સાથે લેવાથી અમ્લપિત મટે છે.

૨૯.કેરીના ફળને તોડતા નીકળતું ચિર દાદર-ખરજવું મટાડે છે.

૩૦.પાકી કેરી ચૂસી ને ખાવાથી ખાસી માટે છે.

૩૧.રસદાર પાકી કેરી ચૂસવાથી રાત્રે ઊંઘ માં ચાલવાની આદત  છુટે છે  અને ઊંઘ સારી આવે છે.

૩૨. પાકી કેરીનો રસ + મધ  સાથે લેવાથી ટી.બી. મટે છે.

૩૩.કેરી એ તો શ્રેષ્ઠ રેચક માંથી એક છે,  ળ સાફ ઉતારે છે, કબજિયાત દુર કરે છે.

૩૪.પાકી કેરીની છાલ ઉતારી  ટુકડા કરી  મધ, આદુ,  સુંઠ  બપોરે અને સાંજે ખાવાથી DETOXIFICATION થાય  છે. (તમારા ૫૦૦૦-૧૦૦૦૦ બચી જાય છે.)

૩૫.કેરીની અંદર રહેલું પપૈન નામનું સંયોજન પાચન તંત્રમાં બહુ કામ  આવે છે ..અને અથાણાને પોચુ બનાવવા માટે પણ આ સંયોજન જ ખાસ ભૂમિકા ભજવે છે.

૩૬.કીડનીની પથરીને ગાળીને કાઢી નાખે એટલી સમર્થતા છે કેરીમાં.

૩૭.કેરીમાં વિટામીન E સારી માત્રમાં હોવાથી હૃદયરોગી માટે બહુ ગુણકારી છે. 

 

કેરી ,આંબો અને કહેવતો….

કેરી ફળોનો રાજા ગણાય છે અને કહેવતોમાં પણ પાછળ નથી !

1] આંબુની કમાઈ જાંબુમાં ગુમાઈ.

2] આંબા ગાળો ને પૈસા ટાળો.

3] ઉતાવળે આંબા ન પાકે.

કેરીના રસ સાથે રોટલી વધારે ખવાય છે ત્યારે કહેવાય છે કે …

4] એક ગોટલી તો સો રોટલી

5] કેરી ખાઈને પાણી પીએ એટલી બહેન વહાલી
ને ગોટલી ખાઈને પાણી પીએ એટલો બહેનને ભાઈ વહાલો.

6] કેરીની ખોટ કોંકડીઓમાં ભાંગીશું.

7] નારી કેરી ને આમલી દીઠે દાઢ ગળે,
એ ત્રણેનું સેવન કરે, તે આખરે ધૂળે મળે.

8] રસ કેરીનો ને જમણ દૂધપાકનું

9] રાંડ, ખાંડ ને કેરી એ ત્રણે શરીરના પાકાં વેરી.

10] રાયણ ખાઈને રાતી થઈ ને કેરી ખાઈને દુબળી થઈ.

11] કેરી ગાળો ને પૂંજી ટાળો.

12] આમ તો આમ ગુટલિયો કે ભી પૈસે મિલતે હૈ .

અને હજુ ઘણી છે….કેરી ને ફળોનો રાજા કહેવામાં  રાજાની ઈજ્જત વધે એવું નથી લાગતું.

 

તો મારા તરફથી અને  કેરીબહેન તરફથી જય શ્રી  કૃષ્ણ.

                                                                                                              ડો.કૌશિક ધંધુકિયા

courtesy :

Special Thanks :  http://huanesecret.blogspot.co.uk/

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

facebook at : dadimanipotli

પાગલતા …

પાગલતા …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 
madness.1
 

 

થોડા સમય પહેલા અખબારમાં વાંચ્યું હતું કે થાણેના પાગલખાનામાં રહેતા પાગલોમાં સૌથી વધુ પાગલો મુંબઈ શહેરના છે.   મુંબઈ થાણેની નજીક હોય આમ હોવું સ્વાભાવિક છે.

 

 
madness
 

 

પરંતુ જરા જુદી રીતે વિચારીએ તો શું પાગલખાનામાં છે એટલા જ પાગલો હસ્તીમાં છે ?   જરાય નહી. પાગલખાનાની બહાર તરેહ તરેહના પાગલો વસે છે તેની જાણ છે ?   પાગલખાનામાં તો માનસિક બિમારીનું નિદાન થયાં પછી દાખલ કરાય છે પણ જેમનું આવું નિદાન નથી થયું અને બહાર છૂટથી ફરે છે તેની કોઈએ ગણના કરી છે ?

 

સૌ પ્રથમ તો યુવા પેઢીનો આમાં સમાવેશ થાય તેમાંય કોલેજ જતાં લોકો.  વિરૂદ્ધ જાતિના સહપાઠીઓના સંપર્કમાં આવ્યા પછી તેમના વાણી અને વર્તનમાં પાગલપનની અસર દેખાય છે તેની નોંધ લેવી જ પડે. ઘણા બધામાં આ હંગામી ધોરણે હોય છે અને કોલેજકાળ પત્યા પછી રામ રામ !!

પણ જેઓ આની અસરમાં ત્યારબાદ પણ હોય છે તેમનું જીવન બદલાઈ જાય છે.  જો સામુ પાત્ર પણ આ પાગલપણાની અસરમાં હોય તો વાત બદલાઈ જાય છે. પણ તેમ ન હોય તો ?   એક તરફી પ્રેમને કારણે ખુવાર થતાં યુવાન–યુવતીઓના કિસ્સા સામાન્ય છે જે ચરમ સીમાએ પહોંચે તો જીવલેણ બની જાય છે. આવાની ગણના પાગલખાનામાં ભરતી ન થઈ હોવા છતાં પાગલોમાં થાયને ?

 

આ જ યુવા પેઢી ફિલ્મો વગેરેની અસર હેઠળ જુદા પ્રકારનું પાગલપણ અનુભવે છે. હીરોની જેમ કપડાં, વાળની સ્ટાઈલથી માંડીને હીરોઈન પ્રત્યે એક તરફી પ્રેમ અને તેને કારણે બરબાદી, આ બધું હોવા છતાં ‘એ તો પાગલ છે’  કહીએ છીએ પણ તેથી થોડા તેમને પાગલખાનામાં ભરતી કરાવી દઈએ છીએ ?   તેમ કરીએ તો કેટલા પાગલખાના ઉભા કરવા પડે ?

આવું જ ઓફિસોમાં સહકર્મચારીઓ માટે કહી શકાય.

 

લોકો માને છે કે આવા પાગલપણા માટે જવાબદાર છે આજની ફિલ્મો, ટી.વી. અને પાશ્ર્ચાત્ય સંસ્કૃતિ.

 

પણ આ સિવાય પણ પાગલપણાના અન્ય પ્રકાર છે, સારા અને ખરાબ.

 

માનો બાળક પ્રત્યેનો પ્રેમ. જો તે પ્રમાણસર હોય તો ઠીક પણ તેમાં અતિરેક થાય તો તે એક પ્રકારની પાગલતા બની રહે છે.  તે જ પ્રેમના અતિરેકને કારણે અને લાડકોડને કારણે કદાચ બાળકનો યોગ્ય ઉછેર ન થાય તો તે બાળકની જીંદગી બગડતી હોય છે તે જગજાહેર છે.

 

આ જ રીતે મૈત્રીનું પાગલપન, રમતગમત પ્રત્યેનું પાગલપન, પ્રાણીઓ પ્રત્યેનું પાગલપન, વગેરે ગણાવી શકાય. પણ એક જુદા જ પ્રકારનું પાગલપન કહીએ તો તે દેશપ્રેમનું પાગલપન. તેવા પાગલપણા માટે તો આપણે ગર્વ લઈ શકીએ, કારણ તેને કારણે જ આપણે આઝાદી મેળવી. આવા પાગલપણાને સલામ.

 

તો બીજી બાજુ ધર્મઝનૂનના પાગલપણા માટે કહેવું જરૂરી છે?  આવી પાગલતાના કારણે ભૂતકાળમાં કંઈ કેટલાય યુદ્ધો થયા છે જે માટે ભારતનો ઈતિહાસ સાક્ષી છે. પણ ઈતિહાસને ભૂલી જઓ, આજની તવારીખમાં પણ આ એટલું જ સત્ય છે અને તે માટે ર૦૧૪ની ચૂંટણી ગવાહ છે.

 

જો કે ઉપરના પાગલપણાની વિગતો  નમૂનારૂપે જ છે.  એવા તો કંઈ કેટલાય બીજા નમૂના આજુબાજુ નજર કરશો તો મળી આવશે.

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીનિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

  લેખકશ્રી નાં સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

facebook at : dadimanipotli

રંગીલું રાજકોટ …

રંગીલું રાજકોટ …
 

 
our rajkot
 

 

સૌરાષ્ટ્રમાં સૌથી વિકસીત શહેર હોય તો મોઢે એક જ નામ આવે રંગીલુ રાજકોટ. રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર ગણવામાં આવે છે. રાજકોટ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. શહેરની ચારેતરફ વિસ્તારનો વ્યાપ વધી ગયો છે. એક સમય હતો કે રાજકોટની પશ્ચિમ તરફ કોઇ રહેવા પણ જતું નહોતું તેના બદલે આજે રાજકોટ કાલાવડને આંબી ગયું છે. પૂર્વ તરફ ત્રંબાને આંબવા આવ્યું છે. શહેરની ઉતર બાજુ અડધો મોરબી રોડ રાજકોટમાં આવી ગયો છે તો દક્ષિણ બાજુ ગોંડલ તરફ આગેકુચ કરી રહ્યું છે.

 

રાજકોટને રંગીલુ શહેર કહેવામાં આવે આવે છે કારણ કે અહીંના લોકો ગમે તેવી પરસ્થિિતિમાં હોય પરંતું ખુલ્લા દિલથી આનંદનો લાભ ઉઠાવે છે. કોઇ પણ તહેવાર આવે તેને ધામધુથી ઉજવે છે. રાજકોટની નવરાત્રી રાજ્યભરમાં પ્રખ્યાત છે. શહેરમાં હાઇરાઇઝ બિલ્ડીંગો બની રહ્યા છે. મલ્ટીનેશનલ કંપનીઓનો પગ પેસારો  થઇ રહ્યો છે. શહેરમાં ઐતિહાસિક ઇમારતો, રજવાડી મહેલો, સ્કૂલો, બીઝનેસ, બગીચા વગેરે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શહેર આજી નદી કિનારે વસેલુ શહેર છે. શહેરની વચ્ચેથી આ નદી પસાર થઇ રહી છે.

alfred high school
રાજકોટ ઐતિહાસિક વારસો સાચવીને એક આધુનિક, વિકસીત અને સમૃધ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યું છે. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ રાજકોટમાં અભ્યાસ કર્યો હતો. આજે પણ તે હાઇસ્કુલ તેની સાક્ષી પૂરે છે.

rajkot tower
એક સમયનું માસુમાબાદ, આજનું રંગીલું રાજકોટ, જુઓ તસવીરો …

રાજકોટ શહેરના ઈતિહાસની શરૂઆત ઇ.સ. ૧૬૧૨માં ઠાકોર સાહેબ વિભાજી અજોજી જાડેજાથી થઇ હતી. ઠાકુરે પોતાના મિત્ર રાજુસંધીની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલા ઈ.સ.૧૭૨૦ માં રાજકોટ ઉપર તે સમયનાં જુનાગઢ નવાબનાં સુબેદાર માસુમખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધું  હતું. જેથી માસુમખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલે કે ઈ.સ.૧૭૩૨ માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો. અને ફરિવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મૂળ નામ રાજકોટ રાખ્યું.

 
rajkot.1
 

એક સમયનું માસુમાબાદ, આજનું રંગીલું રાજકોટ, જુઓ તસવીરો

 
rajkot.2

rajkot.3
રાજકોટવાસીઓ ફરવાના ભારે શોખીન છે. શહેરમાં ફરવાલાયક સ્થળોમાં રેસકોર્સ ગાર્ડન, રીંગ રોડ, ઈશ્વરીયા પાર્ક, ઈશ્વરીયા પોસ્ટ, લાલપરી તળાવ, ન્યારી ડેમ, આજી ડેમ વગેરેનો સમાવેશ થાય છે. આવા સુંદર વાતાવરણમાં શહેરનાં ભાગ દોડીયા જીવનનો થાક ઉતારવા લોકોને વધારે સાર્વજનિક બગીચાનો લાભ મળે તે હેતુથી રાજકોટ મ્યુનિસપિલ કોર્પોરેશને પહેલ કરી છે. અને આ જ્ગ્યાએ મનને શાંતિ પમાડે તેવો અને અલગ અલગ જાતનાં વૃક્ષો, છોડ અને વેલોથી સજ્જ બગીચો બનાવ્યો છે. આ ઉપરાંત ડેમનાં બંધની બરોબર ઉતરે આવેલી ધાર ઉપર માછલી ઘર બનાવ્યુ છે જેમાં ઘણી બઘી જાતોની માછલીઓ રાખવામાં આવે છે. જેથી માછલીની જાતો વિશે બધા જાણી શકે.

 

 

rajkot.5

રાજકોટમાં બીઝનેસની વાત કરીએ તો મુખ્યત્વે લોખંડ અને સોના ચાંદીનો ધંધો ફુલ્યોફાલ્યો છે. ખેતીવાડીમાં વપરાતા ખેત ઓજારોની બનાવટ રાજકોટમાં થાય છે. તેમજ ઇમિટેશનના ધંધાનો વ્યાપ વધતો જાય છે. રાજકોટમાં સેના-ચાંદીની ખરીદી કરવા રાજ્ય બહારના બોલીવૂડ, રાજકીય વગેરે ક્ષેત્રના લોકો આવે છે. તેમજ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસો વેચવા માટે આવે છે. તેમજ  રાજકોટમાં ઇન્ટરનેશનલ કક્ષાની સ્કૂલ કોલેજો પણ આવેલી છે.

 

રાજકોટની જનતાની એક વિશેષતા એ છે કે ગમે તેવી કપરી પરસ્થિિતીમાં પણ તે મોજ મસ્તીમાં જ રહે છે. રાજકોટના લોકો હરવા-ફરવાના ભારે શોખીન છે. રાજકોટના માણસોનો એક જ મંત્ર છે- ખાઓ પીઓ મોજ કરો! રંગીલી પ્રજા- રંગીલુ શહેર. એટલે જ તેને “રંગીલુ રાજકોટ” કહેવાય છે.

 

એક સમયનું માસુમાબાદ, આજનું રંગીલું રાજકોટ, જુઓ તસવીરો …
 

 rajkot.6

 

rajkot.7

rajkot.4

કબા ગાંધીનાં ડેલા તરીકે ઓળખાતું રાજકોટ શહેરનું આ સ્થળ એટલે ભારતદેશનાં રાષ્ટ્રપિતાનું બિરૂદ મેળવનાર વિશ્વવભિુતી એવા મહાત્મા ગાંધીનું બાળપણનું મકાન. આ મકાન રાજકોટ શહેરનાં જુના વિસ્તારમાં ધર્મેન્દ્ર રોડની બાજુમાં આવેલું છે. આ મકાન મહાત્મા ગાંધીનાં પિતાશ્રી કરમચંદ ગાંધી જ્યારે સૌરાષ્ટ્રનાં નવાબનાં દિવાન હતાં તે સમયે ઈ.સ. ૧૮૮૦-૮૧ માં બનાવ્યું હતું. મહાત્મા ગાંધીએ પોતાનો શરૂઆતનો અભ્યાસ પોરબંદરમાં પૂર્ણ કરીને પોતાના પિતાની સાથે રાજકોટ આવીને રહયા હતાં, અહીં તેમનો આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.

 

એક સમયનું માસુમાબાદ, આજનું રંગીલું રાજકોટ, જુઓ તસવીરો …
 

 
rajkot.8
 

 
rajkot.9
 
ધર્મની વાત કરીએ તો રાજકોટ શહેરમાં અનેક મંદિરો આવેલા છે. ભગવાન સ્વામિનારાયણ રાજકોટમાં આવ્યા હતા અને ઐતિહાસિક મંદિરનું નિર્માણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદના ગુરૂ રામકૃષ્ણનો યાજ્ઞીક રોડ પર આશ્રમ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. અહીં દરરોજ દેશ-વિદેશના લોકો મુલાકાત લે છે. તેમજ આશાપુરા માતાજીનું મંદિર પણ એટલું પ્રખ્યાત છે. અહીં દૂર દૂરથી લોકો પગે ચાલીને માતાજીના દર્શન કરવા આવે છે. તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ, અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ મંદિર, ધારેશ્વર  મહાદેવ મંદિર વગેરે રાજકોટ શહેરના ધાર્મિક સ્થળો છે.

 

એક સમયનું માસુમાબાદ, આજનું રંગીલું રાજકોટ, જુઓ તસવીરો …

 
rajkot.10
 

 
સૌજન્ય : દિવ્યભાસ્કર દૈનિક
 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીમતી પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

પરશુરામ જયંતિ – અખાત્રીજ, અક્ષય તૃતીયા …

પરશુરામ જયંતિ – અખાત્રીજ, અક્ષય તૃતીયા …

 

આજની પોસ્ટ ટેકનીકલ ક્ષતિ ને કારણે અમો અખાત્રીજ ને દિવસે પબ્લિશ કરી શકેલ નહિ, જે આપ સર્વેની જાણકારી માટે આજે પબ્લિશ કરેલ છે, સમયસર પબ્લિશ ન કરી શકવા બદલ અમો દિલગીર છીએ.  

 parshuram

 

 

 
अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण।
कृप: परशुरामश्च सप्तैतेचिरजीविन।।
सप्तैतान् संस्मरेन्नित्यंमार्कण्डेयमथाष्टमम्।
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।।

 

અર્થાત અશ્વત્થામા, રાજાબલિ, મહર્ષિ વેદવ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, ભગવાન પરશુરામ તથા ઋષિ માર્કન્ડેય આ અષ્ટ મહાનુભાવો સદાયે અમર છે,ચિરંજીવ છે. અહીં આ શ્લોકમાં કહેલ ચિરંજીવનો અર્થ સમજવા જેવો છે. સામાન્ય રીતે ચિરંજીવનો અર્થ આપણે લાંબા જીવન માટે કરીએ છીએ તેથી આપણે ખાસ કરીને આપણાંથી વયમાં નાની વ્યક્તિઓ માટે ચિરંજીવ એ શબ્દનો પ્રયોગ કરીએ છીએ.

 

રામાયણમાં કહ્યું છે કે લક્ષ્મણજીનાં આ લોક છોડયા બાદ રામે પણ માતાઓને અને અયોધ્યાની પ્રજા સાથે લઈ વિમાનમાં બેસી વિષ્ણુ લોક ખાતે ગયાં. આમ કહી રામાયણે રામનાં આ પૃથ્વીને છોડવાનો સમય બતાવ્યો છે, એ જ રીતે પાંડવોને હિમાલયે હાડ ગાળતા બતાવ્યાં છે, ભગવાન કૃષ્ણને ભાલકાતીર્થ પાસે બાણ વડે ઘવાઈને દેહોત્સર્ગ કરતાં બતાવ્યાં છે; આમ આ બધા જ મહાનુભાવોને કોઈને કોઈ રીતે દેહ છોડતાં બતાવ્યાં છે.  જ્યારે બલિ, વિભિષણ, પરશુરામજી વગેરે મહાનુભાવો વિષે શાસ્ત્રોએ ક્યારેય બતાવ્યું નથી કે તેઓએ ક્યારે દેહત્યાગ કર્યો.  તેઓ બસ ઇતિહાસ અને સમયનાં પાનાંમાં જતાં રહ્યાં છે, પણ ક્યાં ગયાં, કેવી રીતે ગયાં તે વિષે કોઈ જ ખબર નથી, અને ઇતિહાસ પણ તેનાં વિષે કશું જ ન કહેતાં બસ મૌન રહી જાય છે.

 

આથી  આપણે પણ આ મહાનુભાવોને ચિરંજીવ કહીએ છીએ અને માનીએ છીએ કે જ્યાં રામકથા થતી હોય ત્યાં હનુમાન અને વિભિષણ, જ્યાં કૃષ્ણકથા થતી હોય ત્યાં વેદવ્યાસજી, શિવકથા થતી હોય ત્યાં ઋષિ માર્કન્ડેય, વિષ્ણુકથા થતી હોય ત્યાં રાજા બલિ, અને મહાભારતની કથા થતી હોય ત્યાં અશ્વસ્થામા હંમેશા હાજર રહે છે.

 

પિતામહ ભીષ્મ, ગુરૂ દ્રોણ તથા મહાવીર કર્ણનાં ગુરૂ એવા ભગવાન પરશુરામએ ભગવાન વિષ્ણુના ષષ્ઠમ અવતાર છે.   જેમનું  વર્ણન  અગ્નિપુરાણ,  શિવપુરાણ, રામાયણ,  મહાભારત વગેરે  ગ્રંથોમાં જોવા મળે છે.  શિવપુરાણમાં ગણેશજી સાથે લડતા પરશુરામજી છે તો રામાયણમાં ભગવાન પરશુરામનું અયોધ્યાનંદન શ્રી રામ સાથે વિવાદનું વર્ણન મળે છે, અને મહાભારતમાં પિતામહ ભીષ્મની સાથે યુદ્ધ  કરતાં પણ જોવા મળે છે.  પરશુરામ ભગવાન પરશુરામ વૈશાખ માસના સુદ પક્ષની તૃતિયાની  તિથિમાં ભૃગુ ઋષિના કુળમાં થયો હોઈ તેઓ “ભાર્ગવ” અને જમદગ્નિ ઋષિને ત્યાં થયો હોઈ તેઓ “જામદગ્નૈ” તરીકે ઓળખાતા હતાં.  ભગવન્ પરશુરામનું મૂળ નામ રામ હતું,પરંતુ તેઓ હાથમાં હંમેશા ભગવાન શિવ પાસેથી મેળવેલ પરશુ શસ્ત્ર લઈને ફરતાં હોઈ તેઓ “પરશુરામ” તરીકે પ્રખ્યાત થયાં.  તેમનો સ્વભાવ અત્યંત ક્રોધી અને ઉગ્ર હોઈ તેઓ “ઉગ્રદ”ને નામે પણ ઓળખાતા હતાં.

 

ભગવન્ પરશુરામે તેમના જીવન કાળ દરમ્યાન અત્યાચારી અને અહંકારમાં અંધ બનેલા રાજાઓનો પરાભવ કર્યો હતો. આવા અહંકારી અને મદાભિમાનયુક્ત રાજાઓમાં માહિષ્મતીના રાજા સહસ્ત્રાવીર્યર્જુનનું નામ ખૂબ પ્રખ્યાત છે આ રાજાએ ઋષિ જમદગ્નિનાં આશ્રમમાં આવી ઋષિની અને તેમના પુત્રોની હત્યા કરી આશ્રમમાં રહેલ ગૌધન છીનવી લીધું હતું. જ્યારે પરશુરામ આશ્રમમાં પધાર્યા ત્યારે આશ્રમની અવદશા અને માતાનું રૂદન જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા આ જ સમયે તેમણે મદાભિમાની રાજાઓની મતિને સરખી કરવા માટે ભગવાન શિવનું આપેલ પરશુ હસ્તમાં ઉપાડી લીધું અને ૨૧ વાર પૃથ્વીને નક્ષત્રી કરી હતી, અર્થાત રાગ ભોગવાળા અને આસુરી કર્મો ધરાવતાં ક્ષત્રિયો પાસેથી ભૂમિ લઈ લીધી અને તે ભૂમિ ઉપર વૈદિક વિચારો ધરાવતાં બ્રાહ્મણો અને લોકોનો વર્ગ ઊભો કર્યો હતો.

 

એક અન્ય કથા અનુસાર મહર્ષિ વિશ્વામિત્ર અને ઋષિવર્ય જમદગ્નિ મામા ભાણેજ થતાં હતાં. ભગવન્ પરશુરામજી યોગ, વેદ અને નીતિમાં પારંગત હતા. સદાયે ચિરંજીવી એવા પરશુરામજી ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ વગેરે પ્રાંતોમાં નિવાસ કરે છે તેવી માન્યતા રહેલી છે. આવી જ એક માન્યતામાં કહે છે કેપરશુરામની તપોભૂમિ નર્મદાનદીનો કિનારો અને ભૃગુકચ્છથી માંડીને વાપી સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે.  જ્યારે બીજી માન્યતાને આધારે દક્ષિણ ભારતમાં આવેલ મહેન્દ્રગિરિ અથવા મહેન્દ્ર પર્વત ઉપર ભગવાન પરશુરામનો વાસ થયેલ છે.  ત્રીજી માન્યતાને આધારે તેઓનો નિવાસ મહારાષ્ટ્રમાં માનવામાં આવ્યો છે.

 

પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે ભગવન્ પરશુરામજી પોતાના પિતાના આજ્ઞાકારી પુત્ર હતા. એકવાર માતા રેણુકાથી કોઇ અપરાધ થઈ જતાં પિતા જમદગ્નિ આ અપરાધથી અત્યંત ક્રોધિત થયા. તેમણે પોતાના પુત્રોને આજ્ઞા આપી કે તમારી માતા રેણુકાનું માથું ધડથી અલગ કરી દો. પરંતુ પુત્રો પોતાની માતા માટે રહેલા સ્નેહઅને સ્ત્રી હત્યા તેમજ માતૃ હત્યાનાં ડરને કારણે પોતાનાં પિતાની આજ્ઞાનું પાલન ન કરી શક્યા. આથી જમદગ્નિએ પોતાના પુત્ર પરશુરામને તેમની માતા રેણુકા તથા ભાઇઓનો વધ કરવાનો આદેશ આપ્યો. પિતાજીની આજ્ઞાને શિરોધાર્ય કરીને પરશુરામે પોતાની માતા અને ભાઇઓનો શિરચ્છેદ કર્યો. ત્યારે પરશુરામજીની પિતૃભક્તિથી પ્રસન્ન થઇને તેમને વરદાન માગવા કહ્યું ત્યારે પરશુરામે વરદાન માંગ્યુ કે મારી માતા તથા ભાઇઓ પુનઃજીવિત થઇ જાય તથા તેઓને મારા દ્વારા તેમનો વધ કરવામાં આવ્યો હતો તે વાત તેમની સ્મૃતિમાં ન રહે. ત્યારે પિતા જમદગ્નિએ તથાસ્તુ કહી આર્શિવાદ આપ્યાં અને પરશુરામજીની માતા રેણુકા અને ભાઈઓને પુનઃ જીવિત કર્યા. જેથી કરીને માતૃહત્યાદોષ અને ભ્રાતૃહત્યા દોષમાંથી પરશુરામજી મુક્ત થઈ ગયાં.

 

ભગવન્ પરશુરામ અતુલ્ય પરાક્રમી અમાપ ઉત્સાહના મૂર્તિમંત સ્વરૃપ હોવા છતાં તેઓ શીઘ્રક્રોધી પણ હતાં. શિવ પુરાણમાં કહે છે કે એક દિવસ પરશુરામજી ભગવાન શિવનાં ત્વરિત દર્શન હેતુ લાલાયિત થઈ કૈલાશ પહોંચી ગયાં ત્યારે ત્યાં બાલ ગણેશે તેમને રોકીને કહ્યું કે તાતચરણ હાલમાં સમાધિમાં હોવાથી આપનું ત્યાં જવું ઉચિત નથી પરંતુ પરશુરામજી પણ શિવદર્શન હેતુ અડગ રહ્યાં અને ગણેશજી તેમને પિતૃચરણની આજ્ઞાને વારંવાર સંભળાવતાં રહ્યાં. જેને કારણે પરશુરામજીએ ક્રોધિત થઈ પોતાનું પરશુ ગણેશજી ઉપર ફેંકયું, આ પરશુ ગણેશજીના દંત ઉપર લાગવાથી ગણેશજીનો એક દાંત તૂટી ગયો અને ગણેશજી એકદંત તરીકે ઓળખાવા લાગ્યા. સીતા સ્વયંવરમાં અયોધ્યાનંદન રામ દ્વારા ભગવાન શિવનાં ધનુષ્યનાં તૂટવાનો ટંકાર સાંભળીને તેઓ ક્રોધિત થઇને મહારાજા જનકના દરબારમાં પહોંચી ગયા હતા. જ્યાં પોતાનાં જ બીજા સૌમ્યસ્વરૂપ રૂપ દશરથપુત્ર રામનાં મૃદુ વચનો સાંભળીને પ્રસન્ન થઈ તેઓ શાંત બની ગયાં, અને રામને સંબોધીને કહ્યું કે હવે તેમનું અવતાર કાર્યપૂર્ણ થયું છે, હવે યુગને પરશુરામની જરૂર નથી બલ્કે રામની જરૂર છે; જેથી કરીને પૃથ્વી ઉપરથી અસૂરોનો પરાભવ થાય. કથા અનુસાર રામ દ્વારા આનંદપૂર્વક પરાજિત થયા બાદ પરશુરામજી દક્ષિણ ભારત સ્થિત મહેન્દ્ર પર્વત પર જવા માટે ગમન કર્યું.

 

વૈશાખ સુદ તૃતિયાના આ પાવન દિવસે શ્રદ્ધાળુજનો તેજસ્વી બનવા માટે દ્વારા ભગવાન પરશુરામનું વ્રત કરે છે. આ દિવસે વ્રત કરનારે પ્રાતઃ સ્નાન કરીને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી મૌન ધારણ કરવું જોઇએ અને સંધ્યા સમયેફરી સ્નાન કરીનેઆ મંત્ર દ્વારા ભગવાન પરશુરામનું સ્મરણ કરી તેમનાં જેવા તેજસ્વી બનાવવા માટે વિનંતી કરવી જોઈએ.

 

જમદગ્નિસુતો વીર ક્ષત્રિયાંચકર પ્રભો ।
ગૃહાણાર્ધ્ય મયાદતં કૃપયા પરમેશ્વર ।।

 

 

akhatrij.2

 

-અક્ષયતૃતીયાઅક્ષયલીલા…..
રાગ: સારંગ
 

 

akhatrij.1

 

અક્ષયતૃતીયાઅક્ષયલીલાનવરંગગિરિધરપહેરતચંદન।
વામભાગવૃષભાનનંદિનીબિચબિચચિત્રકિયેનવનંદન।।૧।।

 
તનસુખછીંટઇજારબનીહૈપીતઉપરનાવિરહનિકંદન।
ઉરઉદારવનમાલમલ્લિકાસુભગપાગયુવતિનમનફંદન।।૨।।

 
નખશિખરત્નઅલંકૃતભૂષણશ્રીવલ્લભમારગજનરંજન।
“કૃષ્ણદાસ” પ્રભુગિરિધરનાગરલોચનચપલલજાવતખંજન।।૩।।

 

 
વૈશાખ શુક્લ ત્રીજ મંગલ અને અક્ષય ફળ આપનાર હોવાથી આ દિવસને અક્ષય તૃતીયા અથવા “અખાત્રીજ” કહે છે.આ દિવસે ત્રેતાયુગમાંૠષિ જમદગ્નિ અને માતા રેણુકાને ત્યાંપરશુ ધારણ કરનાર અને ભગવાન વિષ્ણુનો ષષ્ઠંમ અવતાર ગણાતા ભગવાન પરશુરામનો પ્રાદુર્ભાવ થયો હોવાથી આ દિવસને પરશુરામ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સદાયે ચિરંતન મનાતા રામભક્ત હનુમાનજી, દ્રોણ પુત્ર અશ્વસ્થામા, મહર્ષિ વેદવ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય, માર્કંડેય ઋષિની સાથે ભગવાન પરશુરામનું નામ પણ જોડાયેલું છે.આ દિવસથી અખાત્રીજથી સમસ્ત માંગલિક કાર્યની શરૂઆત થાય છે.જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ચંદ્રમાં અને નક્ષત્રોની ગતિ મુજબ તિથીઓ બને છે. જેમ જેમ ચંદ્રની કળામાં વધઘટ થાય તે જ રીતે તિથિઓમાં પણ વધઘટ થાય છે. પરંતુ વૈશાખ તૃતીયાનો દિવસ જ એક માત્ર વર્ષભરનો એક એવો દિવસ છે જેમાં કોઈ જ વધઘટ થતી નથી તેથી આ દિવસને અક્ષય તૃતીયાને નામે ઓળખવામાં આવે છે.  જ્યારે કવિઓનાં મતે વીતી રહેલ વસંતૠતુ અને વૈશાખમાસની આવતી ગ્રીષ્મસંધ્યાકાળનો સમય તે અક્ષત તૃતીયા તરીકે ઓળખાય છે.  અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ, વગેરે વિવિધ શાસ્ત્રોએ ગાયેલો છે.

 

એક માન્યતા અનુસાર આ દિવસથી કલિયુગનો પ્રારંભ થયો હતો. આ દિવસથી ૠતુ પરિવર્તનથાય છે તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે.  આ દિવસે ખેડૂતો પોતાના શસ્ત્રો, અને પોતાના પશુઓનું પૂજન કરે છે.  સાથે સાથે ખેતીવાડી સારા થાય પછી નવા અન્નની પૂજા પણ કરે છે, જેથી કરીને ઉન્નતઅને ઉત્કર્ષ ભાવના પ્રકટ થાય છે.  અક્ષય તૃતીયાની વ્રત કથાતો લૌકિક રીતે ધર્મચંદ નામનાં અતિ ધનિષ્ઠ અને સદાચારી વણિક સાથે જોડાયેલી છે.  જેણે ભગવાન પરશુરામની આજ્ઞાથી અક્ષયતૃતીયાનું વ્રત કર્યું અને વ્રતના પ્રતાપે તેણે બીજા જન્મમાં રાજા તરીકે જન્મ ધારણ કર્યો.  પરંતુ પુષ્ટિ માર્ગમાં આ દિવસ લક્ષ્મીજી સાથે જોડાયેલ છે.

 

કૃષ્ણજન્મ પછી ગોકુલ અને ગોકુલવાસીઓ પ્રભુનો જન્મોત્સવ ઉજવવામાં મગ્ન થઈ ગયાં. વ્રજવાસીઓનાં અતિ સ્નેહને કારણે શ્રી ઠાકુરજી પણ ગોકુલમાં જ બંધાઈ ગયાં. અહીં વૈકુંઠમાં રહેલા લક્ષ્મીજી વિચારવા લાગ્યા કે મારા પતિ ગયાં તે ગયાં પણ હવે મને મળવાની પણ ફુરસત તેમની પાસે નથી તો હવે કેમ કરીને તેમનાં દર્શન કરવા? ચાલ તેઓ નથી આવી શકતાં તો હું જ તેમનાં દર્શન માટે જાઉં એમ વિચાર કરી તેઓ ગોકુલમાં આવ્યાં. સ્વાભાવિક છે કે સાક્ષાત લક્ષ્મીજી જ ગામમાં આવે તો ગૃહે ગૃહમાં લક્ષ્મી સ્વરૂપ ધન ધાન્ય અને પશુધન વધવા લાગે આ જ વાતનું સાર્થક્ત ગોકુલમાં થયું. પરંતુ અહી મુશ્કેલી એ હતી કે લક્ષ્મીજી ગૃહે ગૃહમાં પ્રભુને શોધવા અર્થે ફરી રહ્યાં હતાં પણ જ્યાં જાય ત્યાં અજાણ્યાં હોવાથી ગોપીઓ લક્ષ્મીજીને કહેતી કે જરૂર તું દાન લેવાને મિષે અમારા ગામમાં આવી છો માટે ચાલ અમે તને જ દાન દઈએ. જો માતા યશોદા બાલલાલનનાં કાર્યમાં મગ્ન હશે માટે તું એમને પરેશાન કરીશ નહીં. આમ કહી સર્વે ગોપીઓ લક્ષ્મીજીને દાન દેવા લાગી. લક્ષ્મીજી વિચારવા લાગ્યા કે હું સર્વને ધન દેનારી છું પણ અહીં તો ઊંધું જ થાય છે. અહીં તો મને જ બધાં દાન આપી રહ્યાં છે.  જો હું આ બધાં ગામવાસીઓનું દાન લેવામાં રહીશ તો મારી ઝોળી તો ભરાઈ જ જશે પણ પ્રભુને શોધવામાં પણ વિલંબ થઈ જશે આથી તેઓ ગ્રામવાસીઓની નજરથી લુપાતા છુપાતા માતા યશોદાનાં ગૃહે આવ્યાં પરંતુ આંગણમાં વહેતી દૂધ, દહી અને ગોરસની નદીમાં તેઓ લપસવા લાગ્યાં અને આંગણમાં ભેગા થયેલાં ગોપો ગ્વાલન વચ્ચે ભીંસાવા લાગ્યાં. પરંતુ તેમને પોતાના પતિનાં દર્શન ન થયાં. આથી તેઓ વિચારવા લાગ્યાં કે કદાચ રાત્રિનાં સમયે તેમને પોતાના પતિનાં દર્શન થશે પરંતુ માતા યશોદાનું આંગણ દિવસ હોય કે રાત્રિ ખાલી જ રહેતું ન હતું આથી લક્ષ્મીજી થાકીને આ બધા ગ્વાલનની નજરોથી સ્વયંને બચવાતાં માતા યશોદાનાં કોઠારમાં જઈને છુપાઈ ગયાં કે ક્યારેક ને ક્યારેક તો તેમને બાલ સ્વરૂપ પોતાના પતિનાં દર્શન થશે જ.

 

વ્રજ ઇતિહાસમાં કહે છે કે જે દિવસથી લક્ષ્મીજી માતા યશોદાનાં કોઠારમાં બિરાજી ગયાં તે દિવસ અક્ષય તૃતીયાનો હતો, અને જ્યાં માતા લક્ષ્મી બિરાજતાં હોય ત્યાં સર્વસ્વ અક્ષત કેમ ન હોય. શ્રી મહાપ્રભુજી સુબોધિનિજીમાં કહે છે કે શ્રી ઠાકુરજીના જન્મ બાદ માતા યશોદા અને નંદબાબા દાન કરતાં જ રહ્યાં તો પણ તેમનું ધન ઓછું જ ન થયું, કારણ કે જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં લક્ષ્મીજીને બિરાજવું જ પડે છે; પણ પુષ્ટિમાર્ગની લક્ષ્મી તે વ્રજનો સમસ્ત પરિકર છે. બીજી રીતે આ સ્ંદર દિવસને મૂલવીએ તો જ્યાં જ્યાં જે ગૃહમાં શ્રી ઠાકુરજી પોતાના સમસ્ત પરિકર સહિત બિરાજે છે તે ગૃહ તે ગોકુલ છે, અને તે ગોકુલમાં તે ગૃહની નારી તે માતા યશોદા અને પિતા તે નંદબાબા છે. જ્યારે ગૃહમાં રહેલ માતા યશોદા અને બાબા નંદ પોતાની વ્યાવૃતિ કરે છે તે વ્યાવૃતિથી આવતું ધન તે લક્ષ્મીજી જ છે. કારણ કે લક્ષ્મીજીને ગૃહમાં આવવાનું બહાનું જોઈતું હતું તે બહાનું તેમને આપણી વ્યાવૃતિથી મળે છે જેથી કરીને તેઓ પ્રભુની સેવામાં રહી શકે.

 

 

વ્રત કરવાની વિધિ …

 

આ દિવસે અમુક લોકો પોતાનાં ગૃહમાં ધનધાન્યનાં કોઠાર ભર્યા રહે તે હેતુથી શ્રી ઠાકુરજી અને વ્રજની લક્ષ્મી એવી શ્રી યમુનાજીનું વ્રત પૂજન કરે છે.

 

  • આ દિવસે બ્રાહ્મમુહૂર્તમાં જાગી જઈ ગૃહને સ્વચ્છ કરી પૂર્વ દિશામાં બાજોઠ મૂકે છે તેની ઉપર

 

  • મગ અને અક્ષત અર્થાત ચોખાની ઢગલી કરે છે. તેની ઉપર જળ ભરેલ કુંભ મૂકવામાં આવે છે.

 

  • ત્યાર પછી શ્રી યમુનાજીની લોટી કે ચિત્ર સ્વરૂપની સ્થાપના કરવામાં આવે છે.

 

  • આ દિવસે શ્રી ઠાકુરજી સમક્ષ ચણાનાં અને ઘઉંનાં લોટનો સત્તુ ધરવામાં આવે છે. તેમાં તુલસી દલ પધરાવવાંમાં આવે છે.

 

  • વ્રત કરનાર આ દિવસે ફક્ત એકવાર સત્તુનો ભોગ આરોગે છે.

 

  • આ દિવસે પૂર્ણ શ્રધ્ધાપૂર્વક વ્રત કરનારે જવ, ઘઉં, તલ, મીઠાઇ, પાણીવાળા ફળો, મગ વગેરે અન્ન અને જળનું દાન કરવું જોઈએ.

 

  • રાત્રિનાં સમયે વ્રત કરનારે તુલસી ક્યારે ઘીનો દીવો કરી શ્રી યમુનાજીનાં સ્મરણ સાથે વ્રતની પૂર્ણાહુતિ કરવી.

 

 

અક્ષયતૃતીયાનાં આ પાવન દિવસથી જ ઉત્તર ભારતસ્થિતબદરી કેદારનાથનાં મંદિરો અને હિમાલયમાં રહેલાં અન્ય મંદિરોનાં દ્વાર ખૂલે છે. આપણાં માર્ગમાં અક્ષય તૃતીયાનું ખૂબ જ મહત્વ છેકારણ કેઆજ દિવસેશ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજીબાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં શ્રીજીબાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો.  વૈશાખમાસમાં ખૂબ જ ગરમી પડે છે તેથી અક્ષયતૃતીયાથી હવેલીઓમાં શ્રી ઠાકોરજીની ઉષ્ણકાલીન સેવાનો પ્રારંભ શરૂ થાય છે.  આ જ દિવસથી શ્રી ઠાકુરજીને ચંદન સમર્પવામાં આવે છે.  આધિદૈવિક ચંદનએ શ્રી સ્વામિનીજીના ભાવથી સમર્પાય છે.  ઉષ્ણઋતુમાં વ્રજના લતા પતા, વનરાઇ, કુંજ નિકુંજનાં વૃક્ષો, યુગલ સ્વરૂપના શ્રમને દુર કરવા માટે ચંદન સૌરભનો અભિષેક કરે છે.  ભૌતિક રૂપે ચંદનને શીલા પર ગુલાબજળ સાથે લસોટીને તેની ગોળીઓ બનાવીને શ્રીપ્રભુના શ્રીઅંગ પર લગાવાય છે.  આ ઉપરાંત ફૂલોમાંથી બનાવેલા શૃંગાર, કનક ટિપારો શ્રી પ્રભુને ધારણ કરાવાય છે.  અક્ષય તૃતીયાથી રથયાત્રા સુધી માટીના કુંજા શ્રીજીબાવા પાસે મૂકવામાં આવે છે.

 

 

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન: પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીમતી પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli