હૃદયમાં રામ રમજો … (રચના)

હૃદયમાં  રામ રમજો  … (રચના)
હ્રદય માં રામ રમજો
રામ હ્રદય માં રમજો મારા, હરિ હ્રદય માં રમજો નાથ…
ભવ સાગર માં જીવ ભટકતો, મારૂં મારૂં કરિ ને મરતો
મોહ માયા થી દૂર હટાવો,   પડ્યો તમારે શરણે નાથ..
માતા તું છે તાતા તું છે,  સકળ જગત નો દાતા તું છે
હું હું કરતો હું હરખાતો,    એ અભીમાન મિટાવો નાથ..
અતિ અભિમાને અંધ બન્યો છું,  ભોગ વિલાસ નો ભક્ત બન્યો છું
સકળ જગત ની માયા ત્યાગી,   તુજ માયા માં લિપટાવો નાથ…
દીન “કેદાર” પર દયા દરસાવો,  નારાયણ તમે નેહ વરસાવો
જપું નિરંતર જાપ તમારાં,    મુજ અધમ ને ઉધ્ધારો નાથ…
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
.
ભજન …
સ્વર : લતા મંગેશકર
.
(૧) શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન … (ભજન)

.

.
(૨) પાયોજી મૈને રામ રતન ધન પાયો … (ભજન)
.
This entry was posted in કેદારસિંહજી મે. જાડેજાની કલમે ..., ભજન, લતા મંગેશકર, વીણેલા મોતી, સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના. Bookmark the permalink.

આપના ફેશબુક પરના પ્રતિભાવ અહીં જરૂર મૂક્શોજી ...

5 Responses to હૃદયમાં રામ રમજો … (રચના)

  1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ says:

    આદરણીયશ્રી. અશોકકુમાર ” દાસ ”

    રામનવમી નિમિત્તે આપે સુંદર રચના મુકી

    મનભાવન આનંદ અમને આપ્યો છે,

    તમારા પરિવારને મારા તરફથી અંતરની શુભકામનાઓ.

    વળી આપના વિશે લખુ તો ” દાસ ” શબ્દને ઉલટાવીને વાંચીએ

    ” સદા ” પ્રભુના ” દાસ ” બનીને કાર્ય કરતા રહો.

    ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

  2. Ramesh Patel says:

    રામનવમી નિમિત્તે આપે સુંદર રચના મુકી..
    Ramesh Patel(Aakashdeep)

  3. આજે ‘રામ નવમી’ ના દિવસે આવી સરસ ભગવાન શ્રીરામની ભક્તિ રચના માણવા મળી, ખૂબજ આનંદ થયો.

  4. અશોકભાઈ તમે રામનવમી ના પાવન તહેવાર પર કેદારસિંહજી ની સુંદર રચના મુકી છે .

  5. જય પટેલ says:

    શ્રી રામનવમીના પાવન દિને સર્વે સંગીત ચાહકોને વધાઈ.

    શ્રી રામજીના ભજન અને તેમાંય શ્રી ભીમસેન જોષીના સ્વરમાં હોય તો દિવ્યતાનો અહેસાસ થયા વગર રહે નહિ. સુશ્રી લતાજીની ગાયિકીમાં આત્મા છે પણ ભીમસેન જોષીની ગાયિકીમાં દિવ્યતા છે…કાશ આપે શ્રી ભીમસેન જોષીનું એકાદ ભજન મુક્યું હોય તો મજા આવી જાત..આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>