નારાયણનું નામ જ લેતાં … (ભજન)

નારાયણનું નામ જ લેતાં …
સ્વર:શ્રી નારાયણ સ્વામી…
નારાયણનું નામ જ લેતાં ..
વારે તેને તજીએ રે ..
નારાયણનું નામ જ લેતાં…
મનસા વાચા કર્મણા કરીને
લક્ષ્મીવરને ભજીએ રે ..
નારાયણનું નામ જ લેતાં… (૨)
કુળને તજીએ, કુટુંબને તજીએ .. જી
તજીએ માને બાપ રે.. (૨)
ભગીની સુખ ધારાને તજીએ .. (૨)
જેમ તજે તસુકી છાપ રે..
આ નારાયણનું નામ જ લેતાં…
નારાયણનું નામ જ લેતાં
વારે તેને તજીએ રે..
નારાયણનું નામ જ લેતાં … 

હે..પ્રથમ પિતા પ્રહલાદે તજીઓ …
નવ તજિયું હરિ નું નામ રે … (૨)

 

ભરત, શત્રુઘ્ને તજી જનેતા
એ..નવ તજિયા શ્રી રામ રે…
નારાયણનું, નારાયણનું, નારાયણનું
નારાયણનું નામ જ લેતાં
વારે તેને તજીએ રે …

નારાયણનું નામ જ લેતાં… 

ઋષી પત્ની શ્રી હરિને કાજે
તજિયા નિજ ભરથાર રે .. (૨)

 

તેમાં તેનું કાંઈએ ન ગયું રે…
તેમાં તેનું કાંઈએ ન ગયું
પામી પદારથ ચાર રે …
નારાયણનું નામ જ લેતાં ..(૨)
વારે તેને તજીએ રે
નારાયણનું નામ જ લેતાં

 

વ્રજ વનીતા વિઠ્ઠલ ને કાજે ..
સર્વ તજી વન શાલી રે .. (૨)

 

ભણે નરસૈંયો, વૃંદાવનમાં રે …
ભણે નરસૈંયો, વૃંદાવનમાં …
મોહન વરસુ મારી રે …
નારાયણનું નામ જ લેતાં

 

આ નારાયણનું નામ જ લેતાં
નારાયણનું , નારાયણનું, હે…જી
હે..નારાયણનું નામ જ લેતાં
વારે તેને તજીએ રે …

 

મનસા વાચા કર્મણા કરીને
લક્ષ્મીવરને ભજીએ રે ..
નારાયણનું નામ જ લેતાં ..

 

નારાયણનું નામ જ લેતાં ..
વારે તેને તજીએ રે ..
નારાયણનું નામ જ લેતા …

This entry was posted in નારાયણ સ્વામી, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન. Bookmark the permalink.

આપના ફેશબુક પરના પ્રતિભાવ અહીં જરૂર મૂક્શોજી ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>