એ જી વ્હાલા, અખંડ રોજી હરિ ના … હાથમાં … (ભજન)

એ જી વ્હાલા, અખંડ રોજી હરિ ના …  હાથમાં … (ભજન)
સ્વર: નારાયણ સ્વામી …
(આપ સર્વે પાઠક મિત્રોને આ સાથે નમ્ર નિવેદન કરવાનું કે, ‘દાદીમા ની પોટલી’ … http://das.desais.net બ્લોગ પર દર રવિવારે, છેલ્લા ૧૫  વિક થી (અઠવાડીયાથી)  ડૉ. પાર્થ માંકડ ની કલમે ‘સ્વથ્યનો મીઠો સ્વાદ, હોમીઓપેથી’ ની પોસ્ટ જે આપણે નિયમિત રીતે  માણતા હતા, તે અનિવાર્ય સંજોગવશાત ૨૦ નવેમ્બર, સુધી આપણે માણી નહિ શકીએ.  ડૉ.પાર્થ માંકડ થોડા જ દિવસમાં તેમના ફિયાન્સી ગ્રીવા છાયા સાથે પ્રભુતામાં પગલા માંડવા  જઈ રહ્યા હોય,  તેઓ થોડો સમયના વિરામ બાદ ફરી નિયમિત રીતે બ્લોગ પર તેમની કલમ તેમજ અનુભવનો લાભ આપશે. આપ સૌ પાઠક મિત્રો  તેમજ ‘દાદીમા ની પોટલી’ બ્લોગ તરફથી પ્રભુતામાં પગલા માંડનાર આ નવદંપતીને .. અંતરની શુભ કામનાઓ સાથે  શુભેચ્છાઓ પાઠવીએ છીએ. … મિત્રો, આ સાથે એક વિનંતી કે આપની સમસ્યાના પૂછેલ પ્રશ્નોના ઉત્તર ૨૦ નવેમ્બર, સુધી આપને નહિ મળી શકે, તો સહકાર આપવા વિનંતી, આપ સર્વેને પડેલ તકલીફ બદલ દિલગીર છીએ…)
ચાલો તો આપણે માણીએ સુંદર મજાનું ભજન …
HARI
.

.
મુવે કો હરિ દેત હૈ
કપડા, લકડી ઔર આગ
જીવતા નર ચિંતા કરે
તાકી બડી અભાગ …
અને વ્હાલા અખંડ  રોજી હરિના… હાથમાં ..
વ્હાલો મારો જુવે છે વિચારી..
દેવા રે વ્હાલો નથી… દુબળો
ભગવાન  નથી રે ..  ભિખારી
અને વ્હાલા અખંડ રોજી હરિના … હાથમાં ..
હરિના હાથમાં …
એ જી જળ ને સ્થળ તો અગમ છે
અને આ  કાયા છે વિનાશી ..
એ જી વ્હાલા જળ ને સ્થળ તો અગમ છે
અને તારી કાયા છે વિનાશી
સર્વ ને વ્હાલો મારો આપશે
મન તમે રાખો ને વિશ્વાસી
એ જી અખંડ રોજી હરિના … હાથમાં ..
હરિના હાથમાં …
એ જી વ્હાલા નવ નવ મહિના ઉદર વસ્યા
તે દિ વ્હાલે જળથી જીવાડયા ..
નવ નવ મહિના ઉદરમાં એ વસ્યા
તે’ દિ  વ્હાલે જળ થી જીવાડયાં
ઉદર વસ્યા ને હરિ આપશે ..
આપશે સુતા ને જગાડી .. (૨)
અખંડ રોજી હરિ ના … હાથમાં ..
હરિના .. હાથમાં …
એ જી ગરુડે ચડી ને ગોવિંદ… આવજો
આવજો  અંતર ..યામી .. (૨)
ભક્તો ના સંકટ તમે … એ જી કાપજો
એ મહેતા નરસૈયા ના સ્વામી .. (૨)
એ જી અખંડ રોજી હરિના … હાથમાં …
વ્હાલો મારો જુવો છે વિચારી …
દેવા રે વ્હાલો નથી…  દુબળો
ભગવાન  નથી રે  ભિખારી
એ જી અખંડ રોજી હરિ ના … હાથમા ..
હરિ ના હાથમાં … (૨)
This entry was posted in નારાયણ સ્વામી, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન. Bookmark the permalink.

આપના ફેશબુક પરના પ્રતિભાવ અહીં જરૂર મૂક્શોજી ...

2 Responses to એ જી વ્હાલા, અખંડ રોજી હરિ ના … હાથમાં … (ભજન)

  1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ says:

    શ્રીમાન. અશોકભાઈ

    એકદમ ચકકાસ

    ભજન અમૃત સમાન રસ વેરતુ છે.

    રસપાન કરાવનાર છે.

  2. bipin dodia says:

    This is the bestsite I have ever visite in my life infact I would be glad to be a part of it in any way. Keep it up.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>