શક્તિપૂજાનું વિધાન …અને (૨) મા ના ગરબા …

(૧)  શક્તિપૂજાનું વિધાન …

या श्री: स्वयं सुकृतिनां भव्नेश्ल्क्ष्मी: पापात्मनां कृतधियां ह्रदयेषु बुद्धि: |
श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा वां त्वां नता: स्म परिपालय देवि विश्वम् ||
સત્કર્મીઓના ગૃહોમાં જે લક્ષ્મીસ્વરૂપ છે, પાપીઓના ઘરમાં જે અલક્ષ્મી છે, બુદ્ધિમાનોમાં જે બુદ્ધિસ્વરૂપે રહે છે, સત્પુરુષોમાં જે શ્રદ્ધારૂપે રહે છે, કુલીનોના ઘરમાં જે લજજારૂપે રહે છે; તેવાં તમને અમે નમીએ છીએ, તમે વિશ્વનું પાલન કરો.
રામકૃષ્ણદેવ : ચૈતન્યનું ચિંતન કરવાથી અચૈતન્ય (ભ્રમિત) થાય નહિ.
એક ભક્ત : ઈશ્વરનું નિરંતર ચિંતન કરવાથી મગજ ભ્રમિત થઈ જાય.
રામકૃષ્ણદેવ : “ચૈતન્યનું ચિંતન કરીને શું અચેતન થાય ?”
બીજો ભક્ત : જી, સમજ્યો. આ તો કોઈ અનિત્ય વિષયનું ચિંતન નથી ને ? જે નિત્ય ચૈતન્યસ્વરૂપ, તેમાં મન લગાડવાથી માણસ અચૈતન્ય શા માટે થઇ જાય ?
રામકૃષ્ણદેવ : (પ્રસન્ન થઈને ) – આ ઈશ્વરની કૃપા. તેમની કૃપા ના હોય તો સંદેહ ટળે નહિ.
“આત્મનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટેનહિ.”
“ઈશ્વરની કૃપા થાય ઓ પછી ડર નહિ. છોકરું પોતે બાપનો હાથ પકડીને ચાલતાં ચાલતાંય કદાચ પડી જાય ! પરંતુ બાપ જો છોકરાનો હાથ પકડે તો પછી પડવાની બીક રહે નહિ. તમે ઈશ્વર જો કૃપા કરીને સંદેહ મટાડી દે અને દર્શન આપે, તો કશી તકલીફ નહિ. પણ ઈશ્વરને પામવા સારું ખુબ વ્યાકુળ થઈને પોકારતાં પોકારતાં, સાધના કરતાં કરતાં, પછી તેની કૃપા થાય. છોકરું બહુ વ્યાકુળ થઈને ગોતાગોત કરતું આમતેમ દોડ્યા કરે છે, એ જોઈને માને દયા આવે. મા સંતાઈ ગઈ હોય તે આવીને દર્શન દે,”
બીજો ભક્ત : વિચારે કર છે કે મા દોડાદોડી કરાવે શું કરવા ?
તરત જ ઠાકુર બોલી ઊઠ્યા કે “માની ઈચ્છા કે જરાક દોડાદોડી થાય, તો જ જરા ગમ્મત આવે. માએ જ લીલાથી આ સંસારની રચના કરી છે. એનું જ નામ મહામાયા. એટલે એ શક્તિરૂપી માના શરણાગત થવું જોઈએ. મહામાયાએ માયાપાશમાં બાંધી રાખ્યા છે, એ પાશ છેદન કરી શકાય તો જ ઈશ્વરદર્શન થઇ શકે.”
શ્રીરામકૃષ્ણ- ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવી હોય તો એ આદ્યશક્તિને પ્રસન્ન કરવી જોઈએ. એ જ મહામાયા, જગતને મોહિત કરીને સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે છ. તેણે જ બધાંને અજ્ઞાની કરી રાખેલ છે. એ મહામાયા જો બારણું છોડી દે, તો અંદર જઈ શકાય, ભાર પડ્યાં રહેવાથી બહારની વસ્તુ જ માત્ર દેખાય; એ નિત્ય – સચ્ચિદાનંદ – પુરુષને જાણી શકાય નહિ. એટલે પુરાણમાં, ચંડીમાં કહ્યું છે કે મધુકૈટભ – વધ વખતે બ્રહ્મા વગેરે દેવતાઓ મહામાયાની સ્તુતિ કરે છે:
त्वं स्वाहा त्वं स्वधा त्वं हि वषटकार स्वरात्मिका |
सुधा त्वमक्षरे नित्ये त्रिधा मात्रात्मिका स्थिता ||
“શક્તિ જ જગતનો મૂળ આધાર. એ આદ્યશક્તિની અંદર વિદ્યા અને અવિધ્યા બેય છે. તેમાં અવિધ્યા મોહિત કરે/ અવિધ્યા, એટલે કે જેનાથી કામ – કાંચન મોહિત કરે. વિદ્યા એટલે કે જેનાથી ભક્તિ, દયા, જ્ઞાન, પ્રેમ, વગેરે આવે, જે ઈશ્વરને માર્ગે લઇ જાય તે. એ વિદ્યાને પ્રસન્ન કરવી જોઈએ. એટલા માટે શક્તિપૂજાનું વિધાન.”
(‘શ્રીરામકૃષ્ણ-કથામૃત’ માંથી ભા.-૧,પૃ.૬૨-૬૩. રા.જ.૧૦/૦૧-૨૪૪)

(૨) મા ના ગરબા  ….(નવરાત્રી: પ્રથમ નોરતું ) …

(૧) મા નો ગરબો …

.
(૨) તું કાળી ને કલ્યાણી રે મા …

.
(૩) આસમાના રંગની ચૂંદડી રે …

.
(૪) ઘોર અંધારી રે રાતલડી …

.
(૫) જય આદ્યશક્તિ … (આરતી)

.
This entry was posted in અન્ય કલાકાર, ફરીદા મીર, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, રાસ-ગરબા. Bookmark the permalink.

આપના ફેશબુક પરના પ્રતિભાવ અહીં જરૂર મૂક્શોજી ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>