વીજળીને ચમકારે મોતીડા પરોવે રે પાનબાઈ ! … (ગંગાસતી)

વીજળીને ચમકારે  મોતીડા પરોવે રે  પાનબાઈ ! … (ગંગાસતી)

.

.
વીજળીને ચમકારે, મોતીડા પરોવે રે  પાનબાઈ !
અચાનક અંધારાં થાશે જી  .. (૨)
જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ !
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી …  (૨)
વીજળીને ચમકારે…
જાણ્યા રે જેવી આ તો, અજાણ છે રે  વાતો
અધૂરિયાંને ન કહેવાય ..
ગુપત રસનો આ ખેલ છે અટપટો ને,
આંટી રે મેલો તો (પૂરણ) સમજાય જી … (૨)
વીજળીને ચમકારે…
(નિરમળ થઈને)  માન રે મેલી ને તમે,
આવો રે મેદાનમાં ને (પાનબાઈ !).. (૨)
જાણી લિયો જીવ કેરી (ની) જાત જી … (૨)
સજાતિ વિજાતિની જુગતી બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … (૨)
વીજળીને ચમકારે…
પિંડ રે બ્રહ્માંડથી, પર છે ગુરુજી મારો ..(૨)
એનો (તેનો) રે દેખાડું તમને દેશ જી .. (૨)
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ !
ત્યાં નહિ માયાનો જરીએ (લેશ) રંગ  જી … (૨)
વીજળીને ચમકારે, મોતીડા પરોવે રે  પાનબાઈ !
અચાનક અંધારાં થાશે જી  ..
જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ,
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી …  (૨)
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી …
This entry was posted in અન્ય કલાકાર, ગંગાસતી ના ભજન .., ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન. Bookmark the permalink.

આપના ફેશબુક પરના પ્રતિભાવ અહીં જરૂર મૂક્શોજી ...

2 Responses to વીજળીને ચમકારે મોતીડા પરોવે રે પાનબાઈ ! … (ગંગાસતી)

  1. Dr. Kishorabhai M. Patel says:

    આદરણીયશ્રી.અશોકભાઈ

    ” સમયને તો પાંખો છે, ઉડી જશે.

    સમયને પડછાયો નથી એટલે પકડી શકાતો નથી.”

    સુંદર પંક્તિઓ

    ” જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ !

    એકવીશ હજાર છસોને કાળ ખાશે જી … (૨) વીજળીને ચમકારે….!

    મજા પડી સાહેબ.

    કિશોરભાઈ પટેલ

  2. આદરણીય ડૉ. કિશોરભાઈ,

    ગંગાસતી અને પાનબાઈ ની દરેક રચના ખૂબજ માર્મિક જ્ઞાન અને શીખ આપે છે, જે માણવા ની મજા જ કોઈ અલગ હોઈ છે.

    આભાર ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>