અને ઝૂંપડીયું બાળીને મંદિર કીધા રે…
સ્વર: હેંમત ચૌહાણ ..
.
.
અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી … (૨)
અને લાખું યે ખરચી ને આસન લીધા રે
એ જુઓ ને ધરમ ચોપડો રે જી ..
દુઃખીને જાકારો દઇ એ સુખી સંગ માણ્યો રે .. (૨)
સુળીએ ચડાવીને ચાંદ અમે લીધા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …
અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …
રંક કેરા મુખેથી એ રોટી અમે ઝૂંટવી રે .. (૨)
લાખ્ખોના ધુમાડે લગનીયા લીધા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …
અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …
કફન વિનાના અમે મડદા જલાવ્યા રે .. (૨)
સાલુ રે આપીને ખોટાને સંન્માવ્યા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …
અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી … (૨)
અટક્યા હતાં એને કદી નથી આપ્યું રે ..(૨)
દાનુઓ અમે મોટાઈમાં એ ઘણા દીધા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …
અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …
મજબુરી હતી એને એ આપી અમે નોકરી રે .. (૨)
નાણા રે દઈને શિયળ ખરીદી લીધા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે …
પંચમાં બેહી ને ઘણા એ ખૂનીને છોડાવ્યાં રે .. (૨)
એ આપ કહે પૂય્ણ એવાં અમે કીધા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …
અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા ..
એ જુઓ ને ધરમ ચોપડો રે … (૨)


આદરણીયશ્રી.અશોકભાઈ
માનવને ભવસાગર પાર કરાવનાર
અને ભાવવિભોર બનાવનાર ભજન.
આપના સમાજને ધાર્મિક્તા તરફ
વાળવાના પ્રયાસને ગુજરાતી સમાજ વતી
બિરદાવું છું.