સોના વાટકડીમાં કંકુ ઘોળાવો …(લગ્ન લખતી વખતે..)

સોના વાટકડીમાં કંકુ ધોળાવો..

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે

ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે

સજ જો રે ઘરની મેનાને શણગાર રે

ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે

ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે

અક્ષર અક્ષર પરોવતા મંગળતા કોતરી

કંકુ છાંટીને આજ લખી રે કંકોતરી

તેડાવો રે મંગલ ગીતો ગાતાં નર ને નારને

ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે

કંકુને પગલે પગલે પ્રભુતા પગ માંડશે

જીવનના સાથિયામાં ઈન્દ્રધનુ જાગશે

રેલાવો રે રંગોળીમાં રંગ ધાર રે

ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે

ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે

ક્લીક કરો અને સાંભળોઃ

Sona_Vatakadi_Man.mp3

સાભાર: http://mavjibhai.com

This entry was posted in ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, લગ્ન ગીત. Bookmark the permalink.

આપના ફેશબુક પરના પ્રતિભાવ અહીં જરૂર મૂક્શોજી ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>