“કર્જત વડા પાંવ” …(મહારાષ્ટ્રીયન) …
મિત્રો આજે ફરી એક વખત શ્રીમતિ પૂર્વિબેન મોદી – મલકાણ (યુ એસ એ) ની રેસિપી બ્લોગ પર માણીશું, ’દાદીમા ની પોટલી’ પર રેસિપી મોકલવા બદલ અમો તેમના અત્રે આભારી છીએ… તેમની અન્ય કૃતિઓ – રચનાઓ, રેસિપી … વગેરે માણવા તમો બ્લોગ ની મુલાકાત લઇ બ્લોગ પોસ્ટ પર માણી શકો છો.. જે માટે ફેશબુક પરના પાઠક મિત્રો તેમજ ગુજરાત ગૌરવ ગાથા તેમજ અન્ય વેબ સાઈટના પાઠક મિત્રો આ સાથે જણાવેલ લીંક ની મૂલાકાત જરૂરથી લેશો – http://das.desais.net - ‘દાદીમાની પોટલી’ અને આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂરથી મૂકશો.
ઘરથી દૂર હોવા છતાંયે ક્યારેય દૂર ન ગયા હોવાનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે ઘરમાં પોતાના ગામનો સ્વાદ બનાવીએ. આજે એવો જ એક સ્વાદ આપની સમક્ષ મૂકી રહી છું “કર્જત વડા પાઁવ” રૂપે. મુંબઈથી દક્ષિણ તરફ જનાર કોઈપણ ટ્રેનો કરજતના વડા પાઉંનો સ્વાદ લેવા માટે ચોક્કસ ઊભી રહે છે.
સામગ્રી:
૧) ૯ થી ૧૦ મિડિયમ સાઈઝના બાફેલા બટાટા
૨ )પાંઉ-બ્રેડ
૩ ) લસણની સૂકી ચટણી અને કોથમીરની લીલી ચટણી
૪ ) બારીક સમારેલી કોથમરી
લસણની સૂકી ચટણી માટેની સામગ્રીઓ :
લસણની કળીઓ ૨૦ થી ૨૫
લાલ મરચાનો પાવડર
સૂકા નાળિયેરનો પાવડર
તલ
ધાણાજીરૂ
મીઠું (સ્વાદાનુસાર)
તેલ
બધી જ સામગ્રી મિક્સ કરીને વાટી લેવી.
લીલી ચટણી માટેની સામગ્રીઓ :
કોથમરી
શિંગદાણા
લીલા મરચાં ૬ થી ૭
લીમડાના પાન
લીંબુનો રસ
સાકર
મીઠું સ્વાદ અનુસાર
થોડું પાણી
બધી જ સામગ્રી મિક્સ કરી વાટી લેવું.
મસાલાની સામગ્રી:
૧ ) આમચૂર પાઉડર
૨ ) સ્વાદાનુસાર મીઠું
૩ ) નાનો ટુકડો આદુ
૪ ) ૪ થી ૫ કળી લસણ
૫ ) ૫ થી ૮ લીલા મરચા
૬ ) ૧/૨ – કપ સમારેલી કોથમીર
૭ ) ૨ -ચમચી તેલ
૮ ) હળદર
૯ ) મીઠા લીમડાના પાન
વડા તળવા માટેની સામગ્રી:





આમલી અને ગોળ-ખજૂરની ચટણી વગરના પાઉંવડા વિશે પહેલી વખત જાણવા મળ્યું. સરસ પોસ્ટ.
હિનાબેન, બ્લોગ પોસ્ટની મૂલાકાત લઇ આપેલ તમારા પ્રતિભાવ બદલ આભાર !
આ રેસીપી બહુ સરસ છે આ વડા બનાવ્યાતાં મજા આવી ગઈ તી આપણે ગુજ્જુઑ થોડી ખાંડ ચોક્કસ નાખીએ તેથી આ મરાઠી સ્ટાઈલના વડા પોતાનો રંગ જમાવી ગ્યો.
હા આંબલી વગરની ચટણી એ પણ એપલ બટરની …..ક્યારેય વિચાર્યું નોહતું.