દાલ પકવાન … (સિંધી દાલ પકવાન)

દાળ પકવાન ની દાળ, ચણાની દાળ થી બનાવવામાં આવે છે અને પકવાન મેંદાના લોટથી મેંદાની ફરસી પૂરી ની જેવા હોઈ છે. દાળ પકવાન રજાના દિવસોમાં કોઈપણ સમયે સવારના નાસ્તામાં બનાવીએ તો સૌને પસંદ આવશે.
દાળ પકવાન સિંધી પરિવારમાં ખાસ બનતું વ્યંજન (ડીશ)છે. દાળ પકવાન બનાવવામાં ખૂબજ સરળ છે અને તે બનાવવા માટે બહુ સમય પણ લાગતો નથી.
સામગ્રી : (પકવાન બનાવવા માટે )
૨૦૦ ગ્રામ મેંદો (૨-કપ)
૫૦ ગ્રામ તેલ (૧/૪ – કપ)
૩/૪ નાની ચમચી મીઠું સ્વાદઅનુસાર
૧/૪ નાની ચમચી જીરૂ અથવા અજમો
તેલ – આવશ્યક (જરૂરી) તળવા માટે
સામગ્રી : દાળ બનાવવા માટે ની …
૨૦૦ ગ્રામ ચણાની દાળ (૧ –કપ)
૨-૪ ટે.સ્પૂન તેલ અથવા ઘી
૨-૩ નંગ મધ્યમ કદ (આકારના) ટામેટા
૧-૨ નંગ લીલાં મરચા
૧ નંગ આદુ (૧ ઈંચ નો ટુકડો)
૨ પીંચ (ચપટીક) હિંગ
૧/૨ નાની ચમચી જીરૂ
૧/૨ નાની ચમચી હળદર
૧-૧/૨ નાની ચમચી ધાણા પાઉડર
૧/૪ નાની ચમચી લાળ મરચાનો પાઉડર
૧ નાની ચમચી મીઠું –સ્વાદાનુસાર
૧/૪ નાની ચમચી ગરમ મસાલો
૧ ટે. સ્પૂન લીલી કોથમીર
રીત : (દાળ બનાવવાની)
ચણાની દાળ સાફ કરી અને ધોઈ ને ૨ – કલાક માટે પાણીમાં પલાળી ને રાખવી.
કુકરમાં પલાળેલી દાળ – ૧-૧/૨ કપ પાણી, ૧/૨ ચમચી મેથીં, અને અડધી ચમચી હળદર નાંખી અને કુકર બંધ કરી દેવું. અને ગ્સ પર ગરમ કરવા મુકવું. એક સિટી વાગી ગયા બાદ, ૩-૪ મિનિટ સુધી દાળને પાકવા દેવી, ગેસ નો તાપ બંધ કરી દેવો. કુકર ઠંડું થાય અને ખુલ્લે ત્યાં સુધીમાં મસાલા બનાવી લઈએ.
ટામેટાને ધોઈ અને મોટા ટુકડામાં સમારી લેવા. આદુ અને લીલાં મરચાને (ડાળખી કાપી ને અલગ કરી દેવી) ધોઈ લેવા. ટામેટા, લીલાં મરચા અને ૧/૨ આદુનો ટુકડો મિક્સરમાં પીસી લેવો અને બાકીના ૧.૨ ટુકડાને જીણો સમારી લેવો.
એક કડાઈમાં ઘી નાંખી અને ગરમ કરવું અને હિંગ અને જીરૂ નાંખી અને શેકવું (તતડાવવું). ત્યારબાદ, હળદર પાઉડર, ધાણા પાઉડર, ટામેટા, મરચા અને આદુની બનાવેલી પેસ્ટ અને બારીક સમારેલ આદુ નાખવું, અને આ મસાલા ને ત્યાં સુધી પાકવા દેવું કે ટે દાણાદાર થીજ્શે અને તેમાંથી ઘી/ તેલ છૂટીને ઉપર આવીને તરવા લાગશે.
કુકરને ખોલી અને આ શેકેલા મસાલામાં દાળ મિક્સ કરી આપવી, અને જરૂરત લાગે તો પાણી ઉનેમ્રવું અને લાળ મરચાનો પાઉડર નાંખી અને દાળને ૨ મિનિટ માટે ઢાંકી, અને ધીમા તાપે તેણે પાકવા દેવી. ઊફાળો આવે એટલે ચેક કરી લેવું કે બધી જ દાળ એકરસ પાકી ગઈ છે ને. ત્યારબાદ, ગેસ નો તાપ બંધ કરી દેવો. ગરમ મસાલો અને લીલી કોથમીર નાંખી અને મિક્સ કરી દેવી. બસ દાળ તૈયાર થઇ ગઈ છે. હવે, પકવાન તૈયાર કરીએ.
પકવાન બનાવીએ :
મેંદાને એક વાસણમાં ચારણીથી ચાળી લેવો. ત્યારબાદ, મેંદામાં તેલ, જીરૂ અને મીઠું નાંખી અને હાથની મદદ વડે સારી રીતે મિક્સ કરવું અને પાણીની મદદથી પૂરીના લોટથી થોડો સખ્ત – કઠણ લોટને ગૂંથવો (બાંધવો) (લોટ વધુ કઠણ કે નરમ ન હોવો જોઈએ તેનો ખ્યાલ રહે) ગૂંથેલા લોટ ને ૧/૨ કલાક માટે ઢાંકીને રાખવો.

