(૧) શ્રી ગણેશ સ્તુતિ …(પૂજન) અને (૨) મોદક … (રેસિપી)

(૧) શ્રી ગણેશ સ્તુતિ ..(પૂજન)


.
(૨) મોદક … (રેસિપી)

 

મહારાષ્ટ્રમાં ખાસ મોદક પ્રખ્યાત છે અને જે ગણેશજી ને પ્રસાદ રૂપે ધરવામાં આવતાં હોય છે. ગણેશ ઉત્સવ સમયે ઘેર ઘેર મહારાષ્ટ્રમાં મોદક બનાવવામાં આવતાં હોય છે. મોદક ચોખ્ખાના લોટના બનાવવામાં આવે છે અને તેમાં ઘી નો નહિવત એટલે કે સાવ નહિ તેટલો જ ઉપયોગ કરવામાં આવતો હોય તે જેટલા ખાવા હોય તેટલા ખાઈ શકો છો.
સામગ્રી :
૨ કપ – ચોખ્ખાનો લોટ
૨ કપ – ગોળ (બારીક ભુક્કો કરવો)/ ખાંડ નો ઉપયોગ કરવો હોય તો ગોળ ને બદલે કરી શકાય.
૨ કપ – નાળિયેર નો ભુક્કો (કાચા નાળિયેર નો )
૫૦ ગ્રામ – કાજુ (એક કાજુ ના ૫-૬ કટકા કરવા )
૨૫ ગ્રામ – કિસમિસ (ડાળખી તોડી ને સાફ કરવી)
૪-૫ – એલચી (છીલ્કા કાઢી લેવા અને ભુક્કો કરવો)
૧ ચમચો – ઘી /શુદ્ધ અને ૧/૨ -ચમચી મીઠું
રીત:
ગોળ અને નાળિયેર નો ભુક્કો એક કડાઈમાં નાખી અને ગેસ પર ગરમ કરવા કડાઈ ને મૂકવી. ગોળ પીગળવા લાગે એટલે સતત ચમચાથી તેને હલાવતા રેહવું અને નાળીયેરના ભુક્કા ને શેકવો. જ્યાં સુધી બંને એકરસ ન થાય ત્યાં સુધી. ત્યારબાદ, કાજુ અને એલચી નાખી તેમાં મિક્સ કરી દેવા. આમ, મોદક નો માવો/ મોદક માં ભરવાનું પૂરણ તૈયાર થઇ જશે.
ત્યારબાદ, ૨- વાટકી પાણી અને ૧- ચમચી ઘી ગરમ કરવું. જેવું પાણીમાં ઉફાળો આવે કે તૂરત જ ચોખ્ખાનો લોટ અને મીઠું તેમાં નાખી અને ગાંઠા ના પડે તેમ મિક્સ કરો અને હલાવતા રહો અને પાંચ (૫) મિનિટ માટે ઢાંકી ને રાખવું.
હવે, જે મિશ્રણ તૈયાર થયું તેનો નરમ લોટ બાંધવો. જો લોટ કઠણ લાગે તો ૧-૨ ચમચા પાણી જરૂરિયાત મુજબ નું નાખી અને લોટ નરમ બાંધવો?ત્યારબાદ, એક વાટકીમાં થોડું પાણી અને બીજી વાટકીમાં થોડું ઘી લેવું.
પાણી અને ઘી બંને હાથમાં લગાડી અને લોટ નું ગોરણુ બનાવી અને લેવું અને તે લોટમાં બીજાં હાથ ના અંગુઠાથી ખાડો કરવો કે જેમાં ૨ – ચમચી જેટલું પૂરણ ભરી શકાઈ. ખાડો થઇ ગયા બાદ તેમાં ૨-ચમચી પૂરણ ભરવું અને ઉપર ચોટલી જેવો ભાગ રહે તેમ તે બંધ કરવું. આમ, બધાં મોદક તૈયાર કરવા.

મોદક બધાં તૈયાર થઇ ગયા બાદ, એક મોટાં વાસણમાં ૨-૪ ગ્લાસ (નાના) પાણી ભરવું. અને પાણી ગરમ કરવા ગેસ પર મૂકવું. પાણી ગરમ થાય ત્યારે, મોદક જે બનાવેલ તે એક ચારણીમાં ગોઠવવા, ખાસ ધ્યાન રહે કે એક બીજાને અડી ને ચોંટી જાય તેમ ના ગોઠવવા. એક સાથે ૮-૧૦ વાસણ ણી સાઈઝ મૂજબ ગોઠવાશે.
ત્યારબાદ ૧૦ મિનીટ સુધી તેને ગેસ પર મધ્યમ આંચે બાફવા મૂકવા. બફાઈ ને પાકી જશે એટલે તેના કલરમાં અલગથી ચમક આવશે. જ્યારે તમને એમ લાગે ત્યારે ગેસ બંધ કરી અને મોદક ઉતારી લેવા.

મોદક એક પ્લેટમાં રાખી અને ગરમા ગરમ ઘી સાથે પીરસવા.
This entry was posted in અન્ય રેસિપી, ગણેશ વંદના ..., દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, મીઠાઈ. Bookmark the permalink.

આપના ફેશબુક પરના પ્રતિભાવ અહીં જરૂર મૂક્શોજી ...

3 Responses to (૧) શ્રી ગણેશ સ્તુતિ …(પૂજન) અને (૨) મોદક … (રેસિપી)

  1. Dr.Kishorbhai Mohanbhai Patel says:

    આદરણીયશ્રી. અશોકભાઈ સાહેબ

    આપ દ્વારા મુકાયેલ ” શ્રી ગણેશ સ્તુતિ ખુબજ સુંદર, મંભાવન

    સાથે મોદકની પ્રસાદી જોઈ આનંદિત

  2. શ્રી ગણેશ સ્તુતિ …(પૂજન) અને મોદક … (રેસિપી) ની બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ બદલ આભાર………….. ! ડૉ. કીશોરભાઈ તેમજ નીલાબેન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>