(૧)ગુલાબ જાંબુ …(મીઠાઈ)અને (૨) ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની …(ભજન)

(૧) ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની રે … (ભજન)
.

 

(૨) ગુલાબ જાંબુ …(મીઠાઈ)

(સમય: લગભગ ૧ થી ૧ -૧/૨ -કલાક)

 

ગુલાબ જાંબુ ઉત્તર ભારતની મીઠાઈ છે. ગુલાબ જાંબુ, માવામાં થોડો  મેંદો નાખીને બનાવવામાં આવે છે. પણ ઘણા લોકો માવા ને પનીર નો ઉપયોગ કરીને પણ બનાવે છે. બંને રીતે ગુલાબ જાંબુ સારા જ બંને છે. આજે આપણે ગુલાબ જાંબુ માવા અને પનીરનો ઉપયોગ કરી ને બનાવીશું.
સામગ્રી :
૨૫૦ ગ્રામ માવો (૧-૧/૪  – કપ)
૧૦૦ ગ્રામ પનીર (૧/૨ – કપ)
૨૦  ગ્રામ મેંદો (રિફાઈન્ડ – ફ્લોર) (૧-ટે.સ્પૂન)
૧૫-૧૬ નંગ કાજૂ (૧ –કાજૂના ૭-૮ ટુકડામાં સમારવું)
૨૫-૩૦ નંગ કિસમિસ
૬૦૦ ગ્રામ ખાંડ (૩-કપ)
૨૫૦ ગ્રામ ઘી (૧-૧/૪ – કપ)
રીત :
માવા, પનીર અને મેંદા ને એક મોટા વાસણમાં રાખી ત્યાં સુધી તેને મસળવો અને નરમ અને મુલાયમ બનાવવો અને ગુંથવો. બસ ગુલાબ જાંબુ બનાવવા માટેનો માવો તૈયાર છે.
ગુલાબ જાંબુને તળતા પહેલાં તેની ચાસની બનાવી તૈયાર કરી લેવી.
ચાસણી બનાવવાની રીત ;
એક વાસણમાં ખાંડમાં ૩૦૦ ગ્રામ પાણી મિક્સ કરવું (ખાંડથી અડધું પાણી લેવું) અને ગેસ પર ચાસણી બનાવવા ગરમ કરવા મુંકવું.
ચાસણીમાં જ્યારે ઉફાળો આવે, ત્યારબાદ, ૪-૫ મિનિટ સુધી વધુ પાકવા દેવી. ચાસણી એક તાર ની બનાવવાની હોય એક કે બે ટીપાં પાડી અંગુઠા અને આંગળી વચ્ચે મૂકી અને ચેક કરી લેવી કે ફક્ત એક જ તારની હોવી જોઈએ. આમ એક તારની ચાસણી બનાવી દીધા બાદ, ઠંડી પડે એટલે ગાળી લેવી. (ગરણી /ચારણીથી).
ગુલાબ જાંબુ બનાવવાની રીત :
આગળ તૈયાર કરેલ માવામાંથી ૧-ચમચી (થોડો માવો) આંગળીની મદદથી કાઢી, અને હથેળીમાં  દાબી ચપટો આકાર દેવો, અને આકારમાં કાજૂ અને કિસમિસ થી ભરવું અને ચારે બાજુથી બંધ કરી ને બંને હાથેથી ગોળ આકાર આપી ગોળો બનાવવો. બસ આજે રીતે બધાજ માવાનો નાના ગોળા ગોળા બનાવવા.
એક કડાઈમાં ઘી નાંખી ગરમ કરવું. બધાજ ગુલાબ જાંબુ તળતા પેહલાં એક ગોળાને કડાઈમાં નાંખી તળી અને ચેક કરી લેવું કે ગોળા તળવા જતાં ફાટી નથી જતો ટે ચેક કરવું. જો ઘીમાં ગોળો ફાટી જતો હોય તો તેમાં થોડો મેંદો ઉમેરવો જરૂરી છે. (માવામાં મિક્સ કરવો)
બસ, ત્યારબાદ, કદાઈના માપ/ સાઈઝ ને ધ્યાનમાં રાખી ૩-૪ કે તેથી વધુ ગોળા કડાઈમાં નાંખી અને તળવા. ગેસની ફ્લેમ ધીમી રાખી અને ચમચા / ઝારાની મદદથી ઘી ઉપર રેડતા જવું અને તળવું. તળેલા ગુલાબ જાંબુ એક પ્લેટમાં અલગ રાખી દેવા. થોડા, ઠંડા થઇ ગયા બાદ બે (૨) મિનિટ બાદ, ચાસણીમાં ડુબાડી દેવા. આજ રીતે બધા જ માવાના ગોળાને તળી અને ચાસણીમાં ડૂબાડવા.
તળેલાં ગુલાબ જાંબુ આ ચાસણીમાં ૮-૧૦ કલાક મીઠાં રસમાં રાખવાથી મીઠાં અને સસ્વાદિષ્ટ જાંબુ રસ પીને બની જશે.
બસ, ગુલાબ જાંબુ તૈયાર છે. જેને ગરમા-ગરમ અથવા ઠંડા પીરસવા.
સુજાવ :
૧]     જો ગુલાબ જાંબુ ઘી માં ફાટી જાય તો કે વધુ નરમ લાગે તો માવામાં થોડો મેંદો વધુ મિક્સ કરવો.
૨]     જો તે વધુ કઠણ બની જાય તો માવાના લોટમાં ૧-૧/૨ ટે.સ્પૂન દૂધ મિલાવી અને માવાને સારી રીતે મસળવો.
૩]     વધુ ગરમ ચાસણીમાં ગુલાબ જાંબુ ન નાંખવા.
This entry was posted in દાદીમાની રસોઇ, ફરાળી, મીઠાઈ. Bookmark the permalink.

આપના ફેશબુક પરના પ્રતિભાવ અહીં જરૂર મૂક્શોજી ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>