પનીર …(Cottage Cheese)…

પનીર …(Cottage Cheese)…

પનીરનો ઉપયોગ દરેક ઘરમાં વિશેષ થઇ ગયો છે. પનીરની અનેક વાનગીઓ બને  છે, અને બંગાળી મીઠાઈ તો પનીર વિના બનાવી શક્ય જ નથી. પનીરના શાક, પનીરના પકોડા વગેરે..  પનીર (Cottage Cheese) આપણા રોજિંદા જીવનમાં સતત ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. પનીર ફક્ત ડેરી સિવાય હવે બધે જ આસાનીથી પ્રાપ્ત થાય છે. સૂપર સ્ટોરમાં, જનરલ સ્ટોર્સમાં પણ મળે છે. પરંતુ આ પનીર બંગાલી મીઠાઈ જેવી કે રસગુલ્લા, ચમચમ, રસ મલાઈ વગેરે બનાવવામાં ઉપયોગમાં આવતું નથી.


બજારમાં મળતું પનીર
(Cottage Cheese ) પ્રમાણમાં મુલાયમ/નરમ  ન હોતા થોડું પ્રમાણમાં વધુ કઠણ હોય છે.  આ પનીર મોટેભાગે ક્રીમવાળા /ક્રીમયુક્ત દૂધમાંથી બનાવવામાં આવતુ હોતુ  નથી, આ ઉપરાંત તેની લાઈફ / ઉપયોગીતાનો સમય વધારવા માટે તેમા આરાલોટ/તપકીરનો લોટ (Arrowroot)(similar to corn Starch)પણ ઉમેરવામાં આવતો હોય છે. માટે તમે જો રસગુલ્લા, ચમચમ કે રસમલાઈ બનાવવા માંગતા હો તો, બહાર બજારમાંથી પનીર ન લેતા ઘરમાં જ પનીર બનાવવું વધુ ઇચ્છનીય છે.


પનીર બનાવવું એકદમ સરળ છે. તો ચાલો આજે આપણે પનીર બનાવીએ.

સામગ્રી :

૧ લીટર દૂધ (મલાઈયુક્ત)
૨ ચમચા લીંબુનો રસ / સિરકો

રીત :

પનીર બનાવવા માટે હંમેશાં ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ કરવો. ભારે તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધને સતત હલાવતાં રહેવું જેથી નીચે બેસી ન જાય. જ્યારે દૂધમાં ઉફાળો આવે કે તૂરત લીંબુનો રસ /સિરકો અંદર નાંખી અને દૂધ હલાવતાં રહેવું.


દૂધમાં પાણી અને પનીર અલગથી દેખાવા લાગશે. પાણી ને પનીર અલગ દેખાવા લાગે કે તૂરત ગેસ બંધ કરી દેવો. અને વાસણમાં થોડું ઠંડું પાણી અથવા બરફનો ટૂકડો નાંખી દેવો જથી પનીર પાણીથી તૂરત અલગ થઇ જશે.


હવે તે પનીરને એક સાફ સફેદ કોટન  કપડાના ગરણામાં રાખી  અને થોડું ઠંડું પાણી તેમાં નાખવું જેથી લીંબુના રસ/સિરકા ની ખટાશ પનીરમાંથી જે કાંઈ હશે તે નીકળી જશે. અને ત્યારબાદ તેની પોટલી વાળી અને બીજા હાથની મદદથી પોટલીને દબાવવી જેથી વધારાનું પાણી જો તેમાં હશે તો તે પણ નીકળી જશે.


બસ રસગુલ્લા કે બંગાળી મીઠાઈ બનાવવા માટે પનીર તૈયાર છે.



જો આ પનીરનો ઉપયોગ મીઠાઈને બદલે શાક બનાવવામાં કરવો હોય તો પનીરને કપડામાંથી બહાર ન કાઢતા કપડા સહિત  તેની ઉપર કોઈ વજનદાર વસ્તુ મૂકી અને અડધા કલાક સુધી તે વજન તેના પર રાખવું. પનીર વજનથી અંદર સખત થઇ જશે.

બસ ત્યારબાદ, પનીર કપડામાંથી બહાર કાઢી લેવું.  શાક બનાવવા માટેનું પનીર તૈયાર છે.

ઘરમાં બનાવેલું પનીર બજારમાં મળતા પનીર કરતાં વધુ નરમ/મુલાયમ  અને સ્વાદિષ્ઠ હોય છે.

(નોંધ: પનીર બનાવવાની રીત  આપણે જાણી લીધા બાદ, હવે પછીની પોસ્ટમાં  રસગુલ્લા કે રસમલાઈ જે તમે ઈચ્છશો તે બનાવીશું. તો આપના અભિપ્રાય જરૂરથી પોસ્ટ પર મૂકવાની કોશીશ કરીશું.)

This entry was posted in અન્ય રેસિપી, દાદીમાની રસોઇ, પનીર તેમજ પનીરની રેસિપી. Bookmark the permalink.

આપના ફેશબુક પરના પ્રતિભાવ અહીં જરૂર મૂક્શોજી ...

7 Responses to પનીર …(Cottage Cheese)…

  1. Yogita says:

    V nice

    noe swnd us good sabjis for Panner

  2. Yogitaji,

    Thanks for your recent visit/comment on Paneer /(Cottage Cheese).

  3. pankaj shukla says:

    panir sathe tani calorific value , vitamis , fayda , gerfayda , nurition value detail ma sathe aapo to saru , tatha sathe gujarati toolbar pan aapo

  4. Urvi Mehta says:

    Paneer is a high protein food. It contains reasonably good amounts of fat and cholesterol. It would be better to avoid it for those with hypertension and diabetes due to its high fat content. It can however be used in small quantities for such patients one or twice a week. It is suitable for all age groups.
    100 gms of paneer provides 18.3gms of protein, 20 .8 gms of fat, 2.6 gms of minerals, 1.2 gms of carbohydrates, 208mgs of calcium, 138mg of phosphorous.

  5. તમારી લાગણીની નોંધ લીધી અને તે અંગે પણ બનતી કોશીશ કરીશું તમારા પ્રતિભાવ બદલ આભાર ! આજ રીતે પ્રતિભા આપશો જે અમોને માર્ગદર્શકરૂપ બની રહેશે.

    Paneer is a high protein food. It contains reasonably good amounts of fat and cholesterol. It would be better to avoid it for those with hypertension and diabetes due to its high fat content. It can however be used in small quantities for such patients one or twice a week. It is suitable for all age groups.
    100 gms of paneer provides 18.3gms of protein, 20 .8 gms of fat, 2.6 gms of minerals, 1.2 gms of carbohydrates, 208mgs of calcium, 138mg of phosphorous.

    Urvi mehta..

    thanks.

  6. Urvi Mehta,

    Thanks for comments on Paneer.

  7. શ્રી પંકજભાઈ,

    નમસ્કાર !

    આપના પ્રતિભાવ બદલ. આપના સુચન નો જવાબ પોસ્ટ પર છે અને આપણે મેલ થી પણ મોકલેલ છે.

    આભાર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>